પ્રશાંત વહેલો ઉઠી માથું ખંજવાળતાં ચાર્જમાં મુકેલ મોબાઇલ કાઢી તેમના સાથિ મિત્રને કોલ કરતો કહે છે..
હેલ્લો આનંદ તું તૈયાર થઇ ગયો ?
આનંદ: ના અલ્યા હાલ ઉઠ્યો .
પ્રશાંત: તો ફટાફટ તૈયાર થઇ જા કોલેજનો સમય થઇ ગયો.
અાંનદ : હા ચા પીને નિકળું જ છું
આ કોલેજમાં અભ્યાસ કરતા બે મિત્રો પાક્કા ભાઇબંધ, મિત્રતા માનો તો કૃષ્ણ સુદામાની ઝેરોક્ષ કોપી કઢાવી હોય તેવી...
પ્રશાંત ખાનદાન પરિવારમાંથી આવતો છોકરો અને જ્યારે આનંદ અેક સામાન્ય મજુરી કરી જીવતા પરિવારમાથી આવતો છોકરો હતો. કોલેજમાં આ બન્ને જણાં અેકસાથે જતા હતા. જે દિવસે કોલેજમાં પ્રશાંતની રજા હોય તે દિવસે આનંદની પણ જાહેર રજા જ હોય.
પ્રશાંત કોલેજમાં જવા માટે કે.ટી.અેમ બાઇક લઇ આવતો હતો જ્યારે આનંદ પોતાની હિરો સાઇકલ લઇ હિરો સમાન જતો હતો. પણ કોલેજમાં કોઇ દિવસ કોઇને ખબર ન'હોતી કે અાનંદ કોલેજમાં સાયકલ લઇ અાવતો હોય! અેતો પ્રશાંતનો પડછાયા સમાન અેની નવી નકોર બાઇક ઉપર પાછળની અનામત જગ્યાઅે બેઠો હોય!
મંગળવારના દિવસેથી કોલેજમાં વિવિધ ડે ની ઉજવણી શરૂ થઇ હતી આ બન્ને મિત્રો અે નક્કી કર્યું હતું કે આ કોલેજનું છેલ્લું વર્ષ છે તો આ વર્ષે તો દિલથી આ ડે મનાવવી લેવા.
મંગળવારે પ્રશાંત ઉઠી તૈયાર થઇ આંનદને કોલ કરતાં કહે છે
અો કુંભકર્ણની અોલાદ ઉંઘમાં જ લાગે છે વહેલો તૈયાર થઇ જા તને ખબર છે આજથી કોલેજના ડે ચાલુ થયા છે જલદી ઉતાવળ કરીને તૈયાર થઇ જા !
આનંદ: સોરી યાર મારું મુડ નથી, મારા પાસે પહેરવા માટે બુટ પણ નથી અને જે હતા અે આજે ઉંદરે કોતરી મુક્યા છે
પ્રશાંત: કેવી રીતે ?
આનંદ: યાર મેં બુટમાં સિગારેટ અને વેફર સંતાડ્યું હતું અેટલે
પ્રશાંત: વાંધો નહિં બુટની ચિંતા ના કર! હું તારા માટે મારા જે તને બહું જ ગમે તે બુટ લાવું છું
આનંદ: હા સારું
આ બે મિત્રોનાં ઉદાહરણ આખી કોલેજ જાણતી હતી કે સાચી મિત્રતા ક્યાંક જીવે છે. આ બન્ને મિત્રોમાં પ્રશાંત મોટા ઘરનો અને બહું જ સંસ્કારી અને જ્યારે આનંદ ગરીબ, વ્યસની દિલનો ભોળોને વફાદાર!
પ્રશાંત ઘરથી બાઇક ઉપર નિકળે તે પહેલાં દસ મિનિટ વહેલાં આનંદ ઘરેથી નિકળતો હતો, આ બન્ને મિત્રો વાસંદાના ચાર રસ્તે ભેગા થતા હતા.અહિં આનંદની હિરો સાયકલ પાર્ક કરી ત્યાર પછી પ્રશાંતની બાઇક ઉપર બેસી કોલેજમાં જતા હતા..
આ હતી પ્રશાંત અને આનંદની સો દોસ્તો સમાન અેક દોસ્તી, હવે આ બન્નેની કોલેજની પ્રેમ કહાની જોઇઅે.
કોલેજમાં ડે ઉજવણીમાં ભાગ લેવા આંનદ દસ મિનિટ પહેલાં તૈયાર થઇ ખુલ્લા પગે સાયકલે બેસી વાસંદા ચાર રસ્તા પર આવી પહોચ્યો. સામેના રસ્તાથી પ્રશાંત આવ્યો. પ્રશાંતે લાવેલ બુટ આનંદે ઝટપટ પહેરી લીધા અને સાયકલ ત્યાંજ અેક દુકાન પાસેની દરરોજ પાર્ક કરવાની જગ્યા અે મુકી આંનદ પ્રશાંતની ગાડી ઉપર બેસી ગયો.
વાતો કરતાં કરતાં જતા હતા ત્યાંથી કોલેજની છોકરીઅોનું ગ્રુપ આવતું હતું અેમાથી અેક છોકરી હાયનો ઇશારા કરી સ્માઇલ આપી, આ સ્માઇલનો સિધો ઘા જાણે બન્નેના કાળજે જ વાગ્યો હોય ખુશ થઇ કોલેજમાં પહોંચી ગયા.
હવે વધુ અેક છોકરીનો પરિચય કરાવું છું, આ સ્માઇલ આપનાર છોકરી આનંદ અને પ્રશાંતના કોલેજની ક્લાસમેટ હતી. આ સુંદર છોકરીનું નામ હતું હેતવી. હેતવી દેખાવે અેક સુંદર સાદિ અને સિમ્પલ, સાદા કપડા પહેરવા વાળી, ભુરી માંજરી આંખો વાળી, તેમની આ માંજરી આંખોમાં હરકોઇ ડુબવા તૈયાર હતું. હેતવીને સુદરતનો ભંડાર ભગવાને આપ્યો હતો પણ અેક કસર છોડી હતી. આ કશર અે હતી કે ગૂંગી હતી તે બોલી સકતી ન'હોતી, સમજવામાં બધું સમજતી હતી પણ અેમની સુંદરતા આપતી વખતે ભગવાન વાણી આપવાનું કદાચ ભુલી ગયો હોય!!!
આનંદ અને પ્રશાંત બન્ને જણાંના આ હેતવી જોઇ મનમાં લાડુ ફોડતા હતા. આ બન્ને જણાં હેતવીને પ્રેમ કરતા હતા પણ અેકબીજાને કહી શકતા ન'હોતા.
આ વાત હેતવી જાણતી હતી કે આ બન્ને જણાં મને લવ કરે છે પણ જતાવી શકતી ન હતી. હેતવી બંને માથી ખાલી પ્રશાંતને જ પ્રેમ કરતી હતી.આનંદ પણ હેતવીને પ્રેમ કરે છે તર વિશે પ્રશાંતને કહેવા ઘણો વિચાર કરતો હતો પણ પ્રશાંતના અેટલા અહેસાન હતા કે આનંદના હોઠ સિવાય જતા હતા.
કોલેજનું છેલ્લું વર્ષ હતું, આજ વર્ષે પ્રશાંતના ઘરે લગ્નની વાત ચાલતી હતી.પ્રશાંતે ઘરે કહી પણ દિધું હતું કે હું હેતવીને પ્રેમ કરું છું અને જોડે જ લગ્ન કરવાનો છું,પ્રશાંતના ઘરના લોકોને પણ હેતવી ખુબ જ ગમતી હતી.
દિવસો વિતતા ગયાને પ્રશાંતના અને હેતવીની સગાઇની તારીખ નક્કી થઇ ગઇ. આ સગાઇની વાતથી આખી દુનિયા ખુશ હતું, ખાલી જ અેક માણસ દુ:ખી હતું તે દુ:ખી માણસ આનંદ હતો.
આંમદ હતો વ્યસની પણ અે દિલનો ઘણો જ સાફ હતો. અનહદે હેતવીને પ્રેમ કરતો હતો. તે કોલેજમાં પહેલા વર્ષથી જ ખાલી હેતવીને જોવા માટે જ જતો હતો. જે દિવસ હેતવી કોલેજમાં નહિં આવે તે દિવસ કાઢવા મુશ્કેલ લાગતો હતો. આ સગાઇ તો થવાની તો પાછી કૃષ્ણ સરખો મિત્ર પ્રશાંત જોડે, આનંદ વિચારતો હતો કે બીજા જોડે સગાઇ થાત તો મંડપમાંથી બધાના સામેથી ઉચકી લાવત! અેમ વિચારતો હતો.
પ્રશાંતના ઘરેથી નક્કી કરેલ તારીખ મુજબ સગાઇ થઇ ગઇ. સગાઇના થોડા દિવસો પછી પ્રશાંત ક્યાંક ફરવા વિચારતો હતો અને તે સાંજે આનંદને ફોન કરી વાંસદાના ચાર રસ્તાની લારી પાસે આવવા કહ્યું.
પ્રશાંત આવતા આંનદને આવકારતાં આવ દોસ્ત!
કેમ બિમાર બિમાર લાગે છે ?
આનંદ: કઇ નહિં યાર ઉજાગરો છે તો માથું બહું દુખે છે.
પ્રશાંત: અોકે તને મેડિકલથી દવા લઇ આપું તે પહેલાં જા બે કટીંગ ચા અને તારા માટે ગોલ્ડફ્લેક સિગારેટ લઇ આવ
આનંદ: સારું પણ મારે બે સિગારેટ પીવી છે
પ્રશાંત: યાર વ્હેલાં મરવાનો આવું કરે છે ?
આનંદ : હા યાર અેમ પણ તારા લગ્ન પછી હું અેકલો નહિં જીવવોનો!
(કદાચ આ આનંદનો કહેવાનો મતલબ કઈ કઈંક અલગ હોય)
પ્રશાંત: આવી વાત ના કર યાર! જા ભલે બે સિગારેટ લઇ આવ
પ્રશાંત: (ચા પીતાં પીતાં) કાલે હું તારી ભાભીને ફરવા માટે સાપુતારા લઇ જાઉં છું, રહિ વાત ફરવા જવાની પણ તારે સાથે આવવું પડશે
આનંદ: (સિગારેટ પીતાં પીતાં) નહિં યાર પહેલી વખત ફરવા જવાના તો હું નહિં આવું ડિસડબ્સ કરવા
પ્રશાંત: ડિસડબ્સ કરવાની તારી વાત તેલ લેવા જવા દે તારે આવવું પડશેને સવારે સાત વાગે તૈયાર થઇ અહિં ચાર રસ્તે આવી રેજે હું લેવા આવા.
આનંદ: ( ઉદાસ સ્વરે) હા વાંધો નહી.
બીજા દિવસે સાપુતારા જવા માટે પ્રશાંત હેતવીને લઇ આનંદને લેવા ચાર રસ્તે પહોંચી ગયો.
આંનદને તો હિરો સાયકલ સિવાય કાંઇ ચલાવાતું ન હોતું. અને જે સાયકલ હતી તે પણ આનંદના જન્મ દિવસે પ્રશાંતે આપી હતી તે.
પ્રશાંત બાઇક ચલાવવા આગળ અને અાંનદ પાછળ બેસી ગયો અને અાંનદના પાછળ હેતવી બેઠી. આ રીતે ત્રણે જણાં બેસી ગયા,આનંદને તો કપાયેલ ઘા ઉપર મિઠુ ભભરાવા લાગ્યું. આનંદ મડદાની જેમ બેસી સાપુતારા પહોંચી ગયા ત્યાં સુધી કશું બોલ્યા વગર ચુપચાપ રહ્યો, હેતવીના ની:શબ્દ જનમથી જ હતી.
પ્રશાંત: કેમ યાર મુડમાં નથી ? તારી ખુશી અે મારી ખુશી! યાર મુડ બનાવ ચાલ મસ્ત બોટીંગ કરીઅે
આનંદ: (દેખાવ ખાતર હસતો) હા યાર ચાલો...
તળાવે પહોંચી હોડી બુક કરાવી ત્રણે જણાં હોડીમાં બેઠા.નવા સગાઇ કરેલ કપલ પ્રશાંત અને હેતવી સાથે બેઠા અને આનંદ આ મિત્ર માટે હોડી હંકારવા લાગ્યો. પ્રશાંત અને હેતવી હાથમાં પાણી લઇ પાણી ઉછાળી ઉછાળી મસ્તી કરતા હતા ને ખુશ ખુશ હસ્યે જતા હતા આ બાજુ પ્રશાંતનો મિત્ર અને હેતવીનો અનહદ ચાહક હોડી હંકાર્યે જતો હતો, પ્રશાંત પાણી હાથ લઇ હેતવી પર પાણી ઉછાળતો હતો, હેતવી પણ હાથમાં પાણી લઇ પ્રશાંત ઉપર પાણી ઉછાળ્યે જતી હતી. આ જોઇ આનંદના કાળજે લાવાની નદિઅો વહેતી હતી, તે હોડી હંકારતાં હંકારતા અેક બાજુ ફરી રડી લેતો હતો અને મનમાં દુખી થઇ ગીત ગાતો હતો.
અો...અો....અો.....અો...અ્....
કેમ કરી જીવું તારા વિના તારા વિના
કેમ કરી કહું દિલની વાત ....(૨)
તું કહે તો છોડીને દુનિયા તારી સંગ રહું
તું કહે તો દુ:ખ દુનિયાનાં તારી સંગ સહું
અો સનમ તને કેમ કરી કહું મારા દિલના હાલ
અો સનમ તને કેમ કરી કહું મારી દિલની વાત
તારા વિના....તારા વિના.... તારા વિના....
કોઇ વજુદ નથી મારું...(૨)
કેમ કરી જીવું તારા વિના તારા વિના
આજે કહિ દે દિલની વાત...(૨)
તું કહે તો માનું પોતાની દઇ દે મારો સાથ
તું કહે તો તોડી ચાંદો લાવું તારી પાસ
અો સનમ તને કેમ કરી કહું મારા દિલનાં રાઝ
અો સનમ તને કેમ કરી કહું મારી દિલની વાત
તું કહે તો તોડું નહિં વાદા નીભાવું પુરો સાથ
તું કહે તો છોડી દઉં આદત કરું દિલને સાફ
અો સનમ તને કેમ કરી કહું મારા દિલના ઘા
અો સનમ તને કેમ કરી કહું મારી દિલની વાત
તારા વિના....તારા વિના.... તારા વિના....
કોઇ વજુદ નથી મારું...(૨)
સાપુતારાનો પ્રવાસ પ્રશાંત અને હેતવી માટે યાદગાર બની ગયો,આનંદ માટે આ પ્રવાસ જિંદગીનો સૌથી દુ:ખ દાયક બની ગયો હતો.
પ્રશાંતના સુખી સુખી દિવસો વિતતા ગયા અને આનંદના રીબાઇ રીબાઇ જીવવાના દિવસો ચાલતા ગયા. આવા દિવસોમાં પ્રશાત અને હેતવીનું લગ્ન ગોઠવાઇ ગયું. આ લગ્નમાં બધી વ્યવસ્થા કરવાનું કામ આનંદે માથે લીધું હતું.લગ્નના પાર્ટીમાં લોકો નાચતા કુદતા હતા,પ્રશાંત આવેલા મહેમાનોને મળતો હતો, ફોટા પડાવતો હતો, આ બાજુ આનંદ દારૂ અને સિગારેટ પી પી ને નશામાં ધૂત થઇ બેઠો હતો. અચાનક યાદ આવ્યું કે પ્રશાંતે અાપેલ કોઇ જરૂ વસ્તુ હેતવીના ઘરે પહોંચડવાની હતી, તે બાજુના મિત્રને લઇને ઝડપી હેતવીના ઘરે પહોંચ્યો.
મિત્રને બહાર ઉભો રહેવા ઝડપી આવું કહીને હેતવીના ઘરમાં પહોંચ્યો તો ઘરના લોકો લગ્નની તૈયારીમાં લાગેલા હતા. આનંદ સિધો હેતવીના રૂમમાં પહોંચી ગયો ત્યાં હેતવી અેકલી બેઠી હતી. આ હેતવી પહેલો મોકો હતો, આનંદથી કંઇ કહેવાય કે ન રહેવાય અેવી હાલત હતી તે હેતવીનો હાથ પકડી ઘુટણે બેસી હાથ ઉપર કિસ કરી ઉભો થઇ બહાર નિકળ્યો અને હેતવીના મમ્મી પાસે પહોંચાડવાની વસ્તુ આપી ખુશ થઇ બહાર રાહ જોતા મિત્ર પાસે હરખાતો હસતો પહોંચ્યો.
લગ્નના માહોલ પતી ગયો. બધા મહેમાનોને છુટા પડવા માટે વિખરાઇ રહ્યા હતા.પ્રશાંત હેતવીનો હાથ પકડી વરની ગાડીમાં બેસવા માટે જતો હતો,આનંદ ત્યાંજ જોઇ રહ્યો હતો ત્યાં અચાનક હેતવીને દોડતી આવતાં જોયું, હેતવી દોડતી આવીને આનંદને ભેટી પડી અને પાછી પ્રશાંત પાસે પહોચી ગઇ, ગાડીમાં હેતવીને પ્રશાંત બેસવા ગયા,પ્રશાંત બારણું ખોલી ગાડીમાં બેઠોને હેતવી બેસતાં પહેલાં માથું ફરાવી આનંદ તરફ અેક મિઠી સ્માઇલ કરી બેસી ગઇ. ગાડી ઉપડીને પ્રશાંત અને હેતવી જતા રહ્યા અને આનંદ સ્માઇલ શ્વાસમાં ઉતારી નવી મંજિલની શોધમાં ચાલતો થયો...........