મીઠાં ઠંડા મન ગમતા પવનો મારા શરીરને સ્પર્શ કરી
પાછળ રહી જતા હતા, હું અેકટીવાની પહેલી ડ્રાઇવથી ખુશ
હતી જાણે હું વિમાન ચલાવી રહી છું તેવી ખુશીથી હું પહેલા
દિવસે કોલેજમાં પહોંચી કારણ કે મારો પણ પહેલો દિવસ
હતો અને સાથે મારી નવી મૈત્રી અેકટિવાનો પણ પહેલો દિવસ
હતો,
કોલેજનાં પાર્કિંગમાં પાર્ક કરી મૈત્રીને બાય! કહિ મારા
ક્લાસની શોધમાં પહેલા ફ્લોરથી ઉપરથી નીચે સુધી ફરી
વળી પણ મને મારો ક્લાસ સાંપળ્યો નહિં અંતે પટાવાળી
બાઇને પુછીને ક્લાસમાં પહોંચી ત્યાં તો સર કહે તમે મોડા
આવ્યા છો !તો આખા ક્લાસનો આજે અેકબીજાનો પરિચય
કરાવવાનો દિવસ હતો ,ને બધાનો વારો પુરો થઇ ગયો છે
ખાલી તમારો પરિચય બાકિ રહ્યો, મેં નીચે માથું કરી મારો
પરિચય આખા ક્લાસને કરાવ્યો પણ હું આખા ક્લાસથી
અપરિચિત હતી.
મારા કોલેજના પહેલા દિવસ આ રીતે પસાર થઇ ગયો
ખબર ન પડી,બીજા દિવસેથી હું સૌ કરતાં દસ મિનિટ પહેલાં
પહોંચી બેસી જતી , સતર જાતનાં ફોર્મ ભરીને કયારે
અેક્ઝામ આવીને જતી રહિ પણ ખબર ના પડિ,ક્લાસ પુરતાં
દોસ્ત બનાવ્યા બાકિ ધ્યાન નહિં આપ્યું હું અને મારી મૈત્રી
અેકટીવા અમે અમારી મુસાફરીમાં મશગુલ રહેતા.
અેક સત્ર પુરું થયા પછી ફેબ્રુઆરી મહિનામાં કોલેજમાં
વિવિધ દિવસોની ઉજવણી થવા લાગી, મને ખબર ન હતી કે
મારી જિંદગીના દિવસોની શરૂઆત થઇ જશે, અઠવાડિયાના
સાત દિવસોમાં અેક દિવસ" પ્રપોઝ ડે" ઉજવણી થઇ આખા
કોલેજમાં કોઇ પ્રેમ માટે તો કોઇ દોસ્તી માટે અોફરો કરી
કોલેજમાં આ દિવસને ખૂબજ ઉત્સાહથી સૌ ઉજવી
કોલેજ માંથી છુટા થયા, હું મારી કોલેજ બેગ લઇ મોબાલઇ
મારા જીન્સના ખિસ્સામાં મુકી પગથીયા ઉતરતી ઉતરતી
અોઢણીથી મોઢું બાંધતી બાંધતી ઉતરીને પાર્કિંગમાં પહોંચી
ત્યાં કોઇ ઉભું હતું, હું તો જીન્સના ડાબા ખિસ્સામાંથી મારી
અેકટિવાની ચાવી કાઢીને અેકટીવા ઉપર બેસી સ્ટાર્ટ કરું ત્યાં
કોઈ મારા પગ પાસે નીચે ઘુંટણ ઉપર બેસી મને ગુલાબનું ફુલ
આપી ફ્રેડશીપ માટે અોફર કરી, હું અચાનક ગભરાઇને ઉભી
થઇ ગઇ. તે મારા પગ સામે માથું નમાવી હાથમાં ગુલાબનું
ફૂલ લઇને અેકધારે મારા સામે જોઇ સ્માઇલ કરી રહ્યા હતા ને
મને અેક બાજુ થાતું હતું કે જઇને બે -ત્રણ કાનના નીચે
થપ્પડ ચોડી દંઉને અેક બાજુ કોમળ ચહેરોને અેમની હિમ્મત
ઉપર દયા આવતી હતી.
બન્ને મુંઝવણોમાં હું કાંઇ સરખો નિર્ણય લીધા વગર
ગુલાબનું ફુલ લઇ વોર્નિંગ આપી કે હું તારી દોસ્તી સ્વિકારું
છું પણ કોઇ પ્રકારના નાટક વગરની દોસ્તી મંજૂર છે?
છોકરો કહે મંજૂર છે
મે કહ્યુ તમારું નામ શું છે ?
છોકરાઅે કહ્યુ મારું નામ પાર્થિવ! ને તમારું ?
મે કહ્યુ હું કાવ્યાં...
પાર્થિવ : કાવ્યાં આય અેમ સો સોરી ... !
કાવ્યા : અોકે સોરી વાળી મોટી!
હું હસતાં હસતાં અેકટીવા સ્ટાર્ટ કરી ત્યાંથી નિકળી
પાછળ અેકવાર ફરી જોતાં પાર્થિવ ખુશ થઇ અેકવાર ખુશીનો
કુદકો મારી ત્યાંથી કોલેજ તરફ પાછો દોડતો ગયો, પછી મને
ભાન આવી કે તે ક્ષણે ત્યાંથી કોણ આવ્યું ! કોણે જોયું ! કોણ
ગયું કાંઇ યાદ નથી , કોઇ સર કે ટીચરે જોયું તો નહિં ને
અેવા વિચારો લઇ અેકટીવા ઉપર મનમાં હસતી હસતી જતી
હતી, મને તે ગુલાબના ફૂલ આપતાં પાર્થિવ જ મનમાં ભમવા
લાગ્યો હતો.
પાર્થિવનું બેક ગ્રાઉન્ડ જાણ્યા વગર મે અેમની દોસ્તી
સ્વિકારી લીધી, પાર્થિવ છે કોલેજમાં ભણતો છોકરો તેના
સિવાય બધી બાબતોથી હું અજાણ હતી, મેં દોસ્તીમાં
ધર્મ,જાતી,રંગ,ખાનદાનીમાં માનતી નહોતી,પણ હું અેક
મુસ્લિમ પરિવારમાંથી આવતી કાવ્યા જે સમાજના બંધનોથી
બંધાયેલ હતી તે પાર્થિવના દોસ્તીમાં ભુલી ગઇ હતી....
પાર્થિવ મને માત્ર લાઇબ્રેરી સિવાય કયાંજ નજરે ન પડતો હતો
તેથી હું મારા અેક દોસ્તને મળવાના બહાને હું પણ
લાઇબ્રેરીના મુલાકાતી રેકોર્ડ રજિસ્ટર્ડમાં કાવ્યા નામ નોંધાવતી
થઇ ગઇ, દિવસે દિવસે લાઇબ્રેરીના મુલાકાતો સાથે મારી
પાર્થિવની દોસ્તીમા પાર્થિવને ચાહવા લાગી ગઇ, અને અેક
દિવસે સોશિયલ મિડાયાના મેસેજથી મારાથી પુછાય ગયું કે
પાર્થિવ મારા વિશે તારા મનમાં શું વિચારે છે ? પાર્થિવ કેટલાય
દિવસોથી જાણે આજ શબ્દોની રાહ જોઇ બેઠો હોય તેવો
જવાબ અાપે છે હું સાત સમંદર પાર કે ...તાજ મહલ તો ના
બનાવું પણ તેનાથી વધારે પ્રેમ કરુ છું અેવું સાફ સાફ કહિં
દિધું ,ને હું પણ આજ શબ્દોની રાહ જોતી હતી પાર્થિવના
પ્રેમના વમળમાં મારી નાવડિ ડુબી ગઇ.
નવા નવા પ્રેમિ પંખીડા અેકબીજાના ઘરનો વિચાર કર્યા વગર
ક્યારેક સિનેમા તો ક્યારેક ડુમસના બીચ પર ફરવા, કોલેજમાં
ગમે તે બહાનું બનાવી રજા પાડવા મઝા આવતી હતી તે
રજા ના દિવસે સજા લાગવા લાગી જતી હતી કારણ કે
રજાના દિવસે હુ ને પાર્થિવ હજારો કિલોમીટર દુર હોય તેમ
લાગવા લાગતું હતું , બપોરે રીશેષ કોફિ કે નાસ્તો કરવા જેવા
જીંદગીના સોનરી દિવસો વિતવા લાગ્યા હતા.
અેક દિવસ અેવું બન્યું કે હું કોલેજમાં જવા માટે તૈયાર થવા
માટે હું ન્હાવા ગઇને મારો મોબાઇલ ટેબલ ઉપર રહી ગયો
તેટલીવારમાં કમનસીબે પાર્થિવનો કોલ આવી ગયો, ત્યાં જ
ટેબલ સામે ચા પીવા મારો ભાઇ બેસેલો હતો તેમણે મોબાઇલ
કોલ રીસીવ કર્યો, હું ન્હાવ અેટલી વારમાં ભાઇઅે મમ્મી
પાપાને મારા વોટસ્અેપ મસેજને ફોટાને બધું બતાવી દિધું હું
ન્હાઇને નિકળી તો મોબાઇલ ત્યાં ને ત્યાં જ કોઇનો કોલ
આવ્યો કે રીસીવ કર્યો કે નહિં તે મને કાંઇ ખબર પડવા દિધી
નહિં, હું કાવ્યાં ઝટપટ તૈયાર થઇ મારો માહિ પાર્થિવ માટે
કોલેજમાં જવા નિકળી ત્યાં તો મારા ભાઇને મમ્મી પણ
કોલેજ આવવા તૈયાર થઇ ગયા, ભાઇ કહે કે મારું કોલેજમાં
થોડું કામ છે ને મમ્મીનું બજારમાં કામ છે તો કોલેજ સાથે
ચલો કહિ હું તેમના જોડે બેસી ગઇ, હું તો ખુશી ખુશી મનમાં
મનમાં ગીત ગાતી ગાતી અમારા ઘરની ગાડીમાં બેસી કોલેજ
પહોંચી મારા ભાઇને મમ્મી ડાયરેક્ટ ક્લાસમાં પહોંચી તમારા
માથી પાર્થિવ કોણ છે ? કહિ પાર્થિવ ને બોલાવી ધમકાવીને
કોલેજના પ્રિન્સિપાલ સામે લઇ જઇ ચેતવણી આપતાં
જણાવ્યું કે આવું બીજી વાર ના થાય તેનું ધ્યાન રાખજો ને
અમારે બીજી વખત આવવું ના પડે તેનું ધ્યાન રાખજો, જો
આવવું પડ્યું તો સમજી જજો કહીને મમ્મીને ભાઇ ઘરે ગયા,
તે દિવસથી મારા સોનેરી સુર્ય ડુબવા લાગ્યો હતો. ધમકી
આપવા છંતા અમે અેક બીજા વગર અેક પળ ન રહેતા હતા
ચોરી છુપ્પીથી સિનેમાને બજારમાં ફરી આવતાં હતા,
અેક દિવસ મને ઘરેથી નિકળી જવાનો વિચાર આવ્યો ,
પાર્થિવ ને બોલાવી મે વાત કરી કે આપણે કયાંક ભાગી
જઇઅે પણ પાર્થિવ અેક ગામડામાંથી હોસ્ટેલમાં રહી કોલેજ
કરતો મધ્યમ વર્ગનો છોકરો હતો તે મારા ખાતર ભાગી જવા
સિવાય મારા ઘરે પણ આવીને મારા મમ્મી પાપા પાસે માર
ખાઇ કે પગે લાગીને પણ મારો હાથ માગવા તૈયાર હતો પણ
હું તેમના ઘરના અરમાનો અેક પળમાં તોડવા માગતી ન હતી
તેથી હુ્ બધું સહન કરી મારો માહિ પાર્થિવને અેક આંચ પણ
અાપવા માગતી ન હતી .
ધાક ધમકીઓ તો જાણે અેક ટેવ પડી ગઇ હતી પણ હું
પાર્થિવથી અેક પળ પણ દુર જવા માગતી નહોતી, વેકેશન
આવ્યું ને મારા મેરેજ સાઉદી અરેબિયા નક્કી થઇ ગઇ ગયા
કોલેજમાં માર્કશિટ લેવાનું અે કુદરતે રચેલ છેલ્લું બહાનું
હતું ,હું કોલેજમાં જઇ કોલેજના કેન્ટીંનમાં પાર્થિવને બોલાવી
બધાના સામે પાર્થિવને વળગી પડીને બધાના સામે અેક ચુંબન
કરી દિધું અચાનક બધાની તાળીઅો પડવા લાગી,પાર્થિવ અે
આપેલ ચાંદીની વિંટી પહેરી રડતી રડતી બહાર આવી મારી
મૈત્રી અેકટીવા જોડે વાતો કરતી ઘરે આવી, ત્યાંથી કાવ્યાના
દિવસો અમાસ હતા જે અેક પાર્થિવ તારાને મચકતો જોવા
માટે અાકાશે કાળી અોઢળીમાં કાવ્યાને છુપાવી માહિ પાર્થિવ ને
ચમકતો કરવા જાણે ફનાહ કર્યું હશે !!!
પવાર મહેન્દ્ર
૧૯/૦૭/૨૦૧૮