કાવ્ય પડિકૂં Pawar Mahendra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્ય પડિકૂં




(૧)વાલમનાં વખાણ

નયન કેવા આ વાલમ તારા ?

જગ ભલી કરે વખાણ તારા.

ખોવાયું જગ નયન પલકારે,

ભર બપોરે જોવે જગ તારા.

મનાઈ ફરમાવે મનને ન જોવા,

માથું ન માની દેખે નયન તારા.

દરેકના મુખે વખાણ તારા,

વાલમના નયન નહીં છે તારા.

મુખડું કેવું આ વાલમ તારું ?

જગ ભલી કરે વખાણ તારા,

અમાસ બેઠી કાજળ અંધકારે ,

પૂનમના ચંદ્રને કહે વદન તારા.

દેખી કરે મનમાં કલ્પનાઓ,

દિવસે જાણે પૂનમનો ચંદ્ર જોયો,

મુખડાની માયા લાગી જગને,

એક કરી દીધા સુર્ય,ચંદ્ર, તારા.

કેવી વખાણની અવળી ભાષા ?

માહિ હસતો વર્ણન જોઇ તારા.

*****




(૨) મોંઘવારીનું ગીફટ

હાય રે હાય મોંઘવારી હાય! નીંદર નહિં આય!

તારા રુપ છે અલબેલા, કયાંક પ્રાણ ન લે જાય


હો... આજ રે સુધી સિનેમા ટિકીટ મ‍ોંઘી ના લાગી ...

કલાકો ઉભા લાઇન લગાવી પડ‍ાપડી કરી નંબર લગાવે ...

શાકભાજી ભાવોમાં રૂપિયો વધતાં હાય રે મોંઘવારી વધવ‍ા 

લાગી રે...




હો...આજ રે સુધી મોબાઇલ રીચાર્જ મોંઘુ ના લાગે ...

કલાકો બગાડે ઇન્ટરનેટમાં કોણ આવ્યું કોણ ગયું 

ભાન નહિં રે...

લાઇટબીલે પૈસો વધુ આવતાં હ‍ાય રે શું મોધવારી વધવા 

લાગી રે...



હો...આજ રે સુધી લાખોની મોટરગાડી મોંઘી ના લાગી રે...

કલ‍ાકો ખોટા આંટાફેરા મારી ખનીજો બ‍ાળત‍ા

ખ્યાલ નહિં રે...

પેટ્રોલ ડિઝલે પૈસો રૂપિયો વધત‍ાં હાય રે કલીયુગે

મોંઘવારીનું ગ્રહણ લાગ્યું રે...



હો...આજ રે સુધી પૈસા કમ‍ાવવા શરીર મોંઘુ ના લાગ્યું રે..

કલાકો બગાડે પૈસા કમાવવા શરીરના ચિથરે હાલનું

ધ્યાન નહિં રે...

બિમારીઓનું બીલ વધતા હાય રે મોંઘવારી વધી માહિ જાન 

લેઇલો ના જાન રે... 
*****


(૩) ભુખ


ભુખી ભુતાવડની કેવી આ ભુખ લગાવી

ઉદ્યમમાં આખી રાત રાત આગ લગાવી


કણ કણ ખાવા તરસે કોઇ ભુખ્યા માનવી

અન્ન ભુખ સંતોષાયાને ધન  ભુખ લગાવી


પાઇ પાઇ કમાઇ મહામહેનતે કરે કમાણી 

પેટ ખાડા પુરવા જિંદગી દાવ પર લગાવી

*****
   

(૪) તડપ


સાંજ ઢળેને ક્ષિતીજ રમે 

આંખોમાં દિવસે સ્વપ્ન રમે


વારંવાર આંટા મારતી તું

સત્તર યુવા નજર સાથે ભમે



ગાલના વમળે સૌ ડુબવા 

તૈયાર મનમાં લાડવા જમે 


ક‍ાનપુરની લટકતી લટો

દિવસે નયનોમાં તારા રમે



અેક અેક શબ્દ સુણવાં

તૈયાર હોઠેં સુંદર ગીતો ગમે



કાયાનો ઢાળને સ્તનનો ભાર

તૈયાર સૌના ગળે પાણી  રમે



હે! સુંદરી સૌ તારા દિવાના

માહિ ક્યાં સુધી તડપવું ગમે ?

*****
                          
                    

   (૪) પરિણામ 


નાનપ નહિ સૌને મોટા થવું જ ગમે ,

વધતી વયને રોકવા કોઇ ઉપાય ખરો?


હજારો મિત્રો છે ફેશબુક, વોટ્સએપમાં.

માહિ તકલીફમાં કોઈ ભીડ જામે ખરી ?


ઈચ્છાઓનું પોટલું હમેશાં રહે માથે,

અંતે સંપત્તિ પાર્સલ કોઈ સરનામૂં ખરું?


કિમોથેરાપીથી હ્રદય કેન્સર મટશે ,

દિલની યાદો રોકવા કોઈ દવા ખરી?


મોટા મોટા જોડે ઓળખાણ મારી,

કબરની ખાણ પછી કોઈ ને જાણ ખરી?


ધનથી આખી દુનિયા ખરીદી લેશો,

મૃત્યુને ખરીદવાનું કોઈ ધન ખરુ? 


તો જીદંગી એક પરીક્ષા છે સાચી,

માહિ પછી પરિણામ મળશે ખરું?

*****


(૫) વસુંધરા સંતાન 


મળવા કાજે ચાલ્યા સંતાનો વસુંધરાને,
હતા પુત્રો નીર , તરુવર, સમીર,
હતી પુત્રી ધેનુ, મૃતિકા પાંચ બાલવીર.

હતી મનમાં ગડમથલ વિચારોની, 
હતો ઉત્સાહ માનવ સેવાનો, 
હતી ફરિયાદ માનવ અત્યાચારની, 
ચાલ્યા સંતાનો વસુંધરાના.... 

પ્રથમ અરજ સુનાવે નીર વસુંધરાને. 

અહર્નિસ થાંઉ ઉપયોગી માનવને, 
ટીપું શોધવા કરે યાત્રા ગ્રહની,
કદર નહિ મારી ઉપલબ્ધિની,
નહિ ચાલે મારા વગર અખિલ વિશ્વને, 
કિંમત સૌ જાણે મારા ધનની, 
કિંમત છે એમના જીવનની, 
સેવા અર્પણ કરૂ ઋણ વગરની, 
બગાડ કરી નકામો નાશ મમ જીવનો,
પીડા ન જાણે કોઈ મારા મનની, 
વેદના સાભળૉ હે વસુંધરા જનની, 
ચાલ્યા સંતાનો વસુંધરાના....

દ્વિતિય અરજ સુનાવે તરૂવર વસુંધરાને. 

ગરમી શોષી છાયા દાન કરુ, 
કાર્બન લઈ ઓક્સિજન દાન કરુ ,
ફુલ ખીલવી સુંદરતા દાન કરુ,
ફળ આપી ખોરાક દાન કરુ,
ભુખ્યો થયો રે મારા તનનો, 
ના સમજ્યો મારા ધનને, 
શા માટે નાશ મારા વનનો ? 
ચિંતા સતાવે મારા તનની, 
પીડા ન જાણે કોઈ મારા મનની, 
વેદના સાંભળજો હે વસુંધરા જનની, 
ચાલ્યા સંતાનો વસુંધરાના....

તૃતિય અરજ સુનાવે સમીર વસુંધરાને. 

મારા થકી પવન ઊર્જા આપુ, 
માનવ હ્રદય ને શ્વાસ આપુ, 
નરી આખે દેખે નહી કોઈ, 
હાજરીનો અહેસાસ અપાવુ સ્પર્સથી, 
શ્વાસ રુંધાવે કારખાના સ્થાપી, 
અકળાઉ હું માનવ ભયથી,
પીડા ન જાણે કોઈ મારા મનની, 
વેદના સાંભળો હે વસુધરા જનની, 
ચાલ્યા સંતાનો વસુંધરાના....

ચતુર્થ અરજ સુનાવે ધેનુ વસુંધરાને. 

વાંચા નથી મારી જાતને, 
સમજુ દરેક માનવ વાતને, 
ઘી આપી નીરોગી બનાવુ, 
પુત્ર આપી આપી કરાવુ ખેતી, 
દુધ, દહી માનવને દેતી, 
મફત આપી ઋણ ન લેતી, 
કતલ કરે રે ભોળા માનવી, 
પીડા ન જાણે કોઈ મારા મનની,
વેદના સાંભળો હે વસુંધરા જનની.
ચાલ્યા સંતાનો વસુંધરાના.... 

પાંચમી અરજ સુનાવે મૃતિકા વસુંધરાને. 

ઉગાડી આપું અન્ન દાણા સોનેરી, 
મકાન બનાવા દઉ પીઠ ઊપરી, 
ખજાનો ખનીજ હું આપું ઉદરનો, 
કાયા બગાડે ખાતર, રસાયણો નાખી, 
પીડાન જાણે કોઈ મારા મનની, 
વેદના સાંભળો હે વસુંધરા જનની, 
ચાલ્યા સંતાનો વસુંધરાના.... 

અરજ સુણી રોવે વસુંધરા જનની ,
ચિંતા સતાવે માહિ માનવ પેઢીની,
જીવી જસે ધન ભુખ્યા ભોળા માનવી, 
શ્વાસ રૂંધાવસે આવનાર પેઢીનો. 
બોલી ચાલ્યા સંતાનો સંગ વસુધરા જનની. 

*****


(૭) હું નહિં કોઇનો ગુલામ


સર્વ જગ છે મારું ગુલામ, 

હું નહિ કોઈનો ગુલામ. 


સુખમાં હું સંક્ષેપ થાઉ, 

દુઃખમાં હું વિસ્તરણ પામું. 

હું નહિ........... 


ભુતકાળને હું ઝાંખી કરાવું, 

ભવિષ્યના દિવાસ્વપ્ન દેખાડું. 

હું નહિ........... 

જે માનવને છે મારી કદર, 
તે ખાનદાન છે તમને ખબર. 
હું નહિ........... 

કોઈ જનને છે ઉતાવળની કમાન, 
કોઈના વશમાં નથી હું ,
મારી ગતિ એક સમાંન. 
હું નહિ........... 

સોનેરી પળે હું સ્મિત લાવું, 
વિકટ પળે હું આંસુ વહાવું. 
હું નહિ........... 

મારી કિમતનું જેને ભાન, 
તેની કિસ્મતને આપુ માન. 
હું નહિ........... 

અરે....
માહી હું સેકન્ડ છું, હું મિનિટ છું, 
હુ કલાક છું અને હું સમય છું.
હું નહિ........... 
*****


(૮) માનવતાની શોધ 



દિવસ થંભી જતાં અને રાત્રિ ઉઘંતા પકડાયા?

કયાં હાથ હથેળીમાં હવા પકડવા નિકળ્યા !


માણસને મરતાંને ફુલો ખરતાં અટકાવાયા ?

કય‍ાં અવસરને પામવા નસીબ લઇ નિકળ્યા !


પ‍ાણી વિના તરસ,ધનભોગે ભુખ સંતોષ જોયો ?

કયાં પકૃતિ ચક્ર બદલવા ટેકનો લઇ નિકળ્યા !



ભરોસ‍ાને વેચાતાંને શ્વાસને ખેચાંતા નિહાળ્યાં ?

કયા ભરોસે વિશ્વાસનો શ્વાસ રોકવા નિકળ્યા !



પથ્થરો તરતાંને માછલી ડુબી મરતાં સાંભળ્યું ?

કયાં માહિ પથ્થરોમાં માનવતા શોધવા નિકળ્યો!

*****


(૯) પડછાયો 



               
ભાગ દોડની ભીડમાં ઉભો અેકલો

અોછા ભાવે કિમતી સંબંધો શોધતો 


હસ્ત મેળાપની અગણિત વાતો

હૈયાંની કોમળતા હાથે તપાસતો


વહાલનાં શબ્દો તો આપતા તડકો 

સંબંધોમાં મીઠાશનો છાંયો શોધતો


માન-સન્માન પૈસાઅે અલગ ભાવો

ગલી ગલી રૂપિયાનો જાદુ છવાયો


દુકાને થાકી ઉભો લઇ ખાલી ખિસ્સો

તોલાંના ભાવે વેચાતા સંબંધો જોતો


ઢોગીં લોક સંબંધોમાં હરાજી હારતો 

સંબંધનો ક્ર્મ ન લાગવા બહાનું કરતો



નિકળ્યો ખાલી થેલીઅે હાલતો ચાલતો 

પાછળ ફરિ જોતાં કોઇ સંબધી આવતો

"માહિ"અે હતો કાયમી સાથી "પડછાયો"

*****


(૧૦) માનવતાની ચોરી


ચંદ્ર,મંગળ પર પહોંચવા મોટી વાત થઈ ગઇ

સ્વર્ગની ભુમિ આજે સાચે ગ્રહણ થઇ ગઇ

આઠસો વર્ષ પહેલાં પદ્માવતી સુખે જીવી ગઇ

રૂઢી બચાવ ખાતર માનવતા આજે જાગી ગઇ

દેશ બંધ આંદોલન ખોટી મોટી વાતો થઇ ગઇ

મહેનત ફળે ફિલ્મની થોડી ઘણી સિન કટ થઇ

રમતે દિકરી મેડલ મેળવી દેશ રોશન કરી ગઇ

ક્રિકેટ ખેલાડીઅે ‍દુનિયાં રને રને સટ્ટો રમી ગઇ

મોટી ઘટના આજે ચર્ચા માટે બહાનું બની ગઇ

સમાચાર,મિડીયાઅે ચર્ચા થોડા દિવસે લુપ્ત થઇ

બળાત્કાર ઘટના કાયમ વર્ષો ચાલી આવતી થઇ

ઘટના બાદ જાગૃતિ મીણબત્તી ફેશન બની ગઇ

ફેસબુક,વોટ્સઅેપમાં માનવતા માત્ર ફોરવર્ડ થઇ

દેશ ભક્તિ લોક શકિત વાતો આજે કયાં ગઇ?

અન્યાયે અનસન્ વિલોપન કયાંક ધમકી થઇ

ઉમળકેલ જાગૃતિ થોડી વારે કયાંક ઉંઘી ગઇ

ધરતી સરમાવે તેવી આજે ક્રૂરતા ફેલાઇ ગઇ

કોઇ નરપશુ બાળકી નજર ઉઠાવી લઇ જઇ

ઇજ્જત લુટી બાળકીને જીવતી ભરખી જઇ

ઇજ્જત ક‍ાજે જાગી માનવત‍‌ા આજે કયાં ગઇ?

માહિ કલમ ઉપાડ કયાંક માનવતા ચોરી ના થઇ?

*****

(૧૧) નારી વિશે બે શબ્દો 


સાચા સંબંધો સાચવી ઇસ્ત્રી સ્ત્રી કરતી 

સંબંધ સાચવણી કબાટે ચાવી ના હોત તો ?

ઘરની સ્ત્રીને જ માન-સન્માનની રાખતાં દ્રષ્ટિ 

ઘર બહાર જન્મેલ પત્નીને માન ના રાખો તો ? 

હમેશં પત્નીનું નહિ પતિને ગમતું ભોજન બને

દેખી જાણી ભાવતી દાળ ખારી કરી હોત તો ? 

મિઠાસ ભર્યા રસોડાઅે અનાજ ને ખાંડ જ હોય

ભોજન બનાવતી વેળા ખારું મીઠું ના હોય તો ?

માતા,બહેનને જીવવા અેક સુંદર પત્ની જોઈએ 

આ સુંદર જગતની શોભામાં નારી ના હોત તો ?

ઉદર જખમ સહિ નવ માસ રહી જનમ દિધો 


ઉદર જખમ લીધે અે પ્યારી નારી હારી હોત તો ?

*****


(૧૨)  આવ મારા વ્હાલા


ચાર ચાર મહિના ઘણી યાતનાઓ માથે વેઠી છે 

ટીપે ટીપે કાયાને ભિંજાવવા આવો મારા વ્હાલા...


માટીની મોહક સુગંધ શ્વાસે શ્વાસમાં ભરવા 

ઝરમર ઝરમર પગલે વહેલાં આવો મારા વ્હાલા...



રાહ જોઇ હાથ જોડી બેઠા છે  ધરતીપુત્ર કૃષકો

નિર્જળ ભુમિમાં  રીમઝીમ પગલે મ્હેક લાવો મારા વ્હાલા...



ભલે નફરત કરે અપવાદે કેટલાક લોકો અન્નખાનારા 

ધાન્ય વાવી અન્ન ખવડાવનારા માટે આવો મારા વ્હાલા...



ચિંતા ના કર રસ્તાના ખાડા તો સરકાર સમયે પુરાવશે

પેટનો ખાડો પુરવા તુજ મારો રેશનકાર્ડ છે મારા વ્હાલા...



 પ્રકૃતિ  ચાદર ધુળવાળી મેલી બેરંગી થવા લાગી છે

લીલી સુંદર ફુલોવાળી ચાદર અોઢાળવા આવો મારા વ્હાલા...



બહાને બહાને પ્રેમીપંખીડાઅોને મિલન કરાવવા 


છત્રી ભુલે તે દિવસે પ્રેમનો વરસાદ વરસાવો મારા વ્હાલા...

*****


                (૧૪) અનુભવ 

          પડદા પાછળ  છબીઅો છુપાઇ બેઠી  લાગે  છે

          શબ્દોની સત્યતા મનના વિચારોમાં ફર્ક લાગે છે

   
          મારું તારું ભાર તોલવા ત્રાજવાં મારા તરફ

          રક્તની નદિ વહિ હજી લાલ રંગમાં શરત લાગે છે

         
          રાજાશાહી ગઇ ચાલી આવી અંગ્રેજ ગુલામી

        શિક્ષણ માત્ર નોકરી ખાતર ચાકરમાં શું ફર્ક લાગે છે

          દરેક સોનેરી દિવસો કેલેન્ડરમાંથી ટપકતા ગયા

          પળો વેડફિ ક્યાં ઘેટાં બકરાનાં ટોળામાં ભાગે છે

         
          પેટનો ખાડો પૂરવો અેજ તારી  અંતિમ સિદ્ધિ

         પેટના ખાડા માટે જીવનાર પશુમાં શું ફર્ક લાગે છે ?
      

          અોશો કહે: ગુલાબ છે તું તારા ગુણોં ને ખીલવ

       સૌંદર્ય છોડી ચમેલી ના થા તારા લક્ષણે ફર્ક લાગે છે

          ખુલ્લા મને હસ રડાવનારા દિવસો છે જ ભાગ્યમાં

      ખુદ શરમને માત્રા નહિં તો હસવા શાને શરમ લાગે છે

        
          તારો સમય તારી પરિસ્થિતિની ગાડી તું ચલાવ

        અનુભવો લે માહિ અનુકરણે તીરાડો પડવા લાગે છે
            *****
           
    
          

          (૧૫) મૃગજળ


આંખોનું મૃગજળ બની આવો

મનથી હોઠે વારંવાર આવતું,

ગમતું સંગીત બની આવો.

પૂરી ગઝલ નહિ તો ચાલશે,

લખતી વેળાએ કલમનો,

પ્રથમ શબ્દ બની આવો.

પૂરું સપનું નહિ તો ચાલશે,

કોઈ જગાડી આપે પહેલાંનું ,

અધૂરું સપનું બની આવો.

પૂરું પિક્ચર નહિ તો ચાલશે,

વારંવાર આપવામાં આવતી,

ટીવી જાહેરાત બની આવો.

ગળાનું કંચન નહિ તો ચાલશે,

હાથમાં બંધાતો કાચો એક,

પ્રેમબંધન દોરો બની આવો.

નજર સમક્ષ નહિ તો ચાલશે,

વર્ષોથી તરસ્યો બેઠો માહિ,

આંખોનું મૃગજળ બની આવો.

*****


(૧૬) સુંદર અનોખું ગામ

સુંદર અનોખુ મારું ગામ રે... 

જગાડે કુકડા સૌને મારા ગામમાં, 

એલાર્મ જરૂર નહીં મારા ગામ રે... 

સુંદર......... 


પ્રકૃતિ પૂજકો મારા ગામમાં, 

વૃક્ષ છેદન નહીં મારા ગામ રે... 

સુંદર......... 


ખેતી અન્ન ભંડાર મારા ગામમાં, 

સંગ્રહ ખોરી સ્થાન નહીં મારા ગામ રે... 

સુંદર......... 


પરસેવાનો રૂપિયો મારા ગામમાં, 

પૈસાનું કૌંભાંડ નહીં મારા ગામ રે... 

સુંદર......... 

વૃધ્ધજન ઘર ઘર મારાં ગામમાં, 

વૃધ્ધાશ્રમનું સ્થાન નહીં મારા ગામ રે... 

સુંદર......... 


દીનબધું મંદિર બહાર મારા ગામમાં

મંદિરે વૈભવ ભીખ નહીં મારા ગામ રે.
સુંદર......... 


રીતભાત જાત-જાતની મારા ગામમાં, 

ધર્મ જાતી ભેદ નહીં માહિના ગામ રે.

સુંદર......... 

     *****