સવારનો સમય હતો મોર્નિંગ વોકમાં લોકો આમતેમ કોઇ
દોડતું હતું કોઇ ચાલતું હતું , આજનું વાતાવરણ કાંઇ અલગ
હતું વરસાદ ધીમે ધીમે છાંટા વરસાવતો પસાર થઇ રહ્યો
હતો, ઉમેશ પણ કાનમાં ઇયર ફોન કાનમાં નાખી વરસાદની
સાથે હાથ મિલાવી ચાલતો હતો, સામેના બસ સ્ટેશન પર
પહેલી વાર કોઇ છોકરી આ સમયે બેસવા આવી હતી તેથી
ઉમેશ વિચારમાં પડી ગયો સવારમાં કોણ હશે કે અા સમયે
આવી છે મનમાં વિચાર કરતો કરતો પોતાના ઘરે જતો
રહ્યો,ફ્રેસ થઇ નાસ્તો કરતા કરતાં પેલી બસસ્ટેશન વાળી
છોકરી યાદ આવતી હતી.
ઉમેશ સરકારી કુવાંરો કર્મચારી હતો, અને તેમનો અોફિસનો
ટાઇમ થઈ ગયો હતો તે બુટની દોરી બાંધતા બાધંતા કહે છે,
મમ્મી આજે ટીફીનમાં શું આપ્યું છે ?
રસોડામાંથી મમ્મીનો જવાબ આવે છે તે કહે છે
બેટા ઉમા આજે તારું ફેવરીટ જમવાનું બનાવી આપેલ છે
ને બેટા ટાઇમ પર જમી લેજે ......
ઉમેશ કહે છે અોકે મમ્મી.....
પહોંચી ઉમેશ પોતાની અોફિસના કામમાં મશગુલ થઈ ગયો
બપોરે જમતાં જમતાં ઉમેશને સવારનો મોસમને સાથે
પેલી છોકરી યાદ આવ્યા કરતી હતી, જમતી વખતે જ
ઉમેશ મનમાં નક્કી કરી લે છે કે મારે આવતી કાલે ગમે તે
રીતે મોર્નિંગ વોકમાં જવું જ પડશે.....
બીજા દિવસે ઉમેશ રાબેતા મુજબ મોર્નિંગ વોકમાં નિકળ્યો
તે પહેલા દિવસ કરતાં અલગ સ્પોર્ટસના નવા બુટને નવી ટી-
શર્ટ પહેરી ચાલવા નિકળ્યો અેના મનમાં કાંઇ ઉત્સાહ મુખ
પર જ નહિં આખા તન ઉપર દેખાતો હતો ને વોંકિગ જાણે
અેક બહાનું જ હતું તે સ્પષ્ટ પણે દેખાતું હતું,
બસસ્ટેશન પાસે ઉમેશ ગયો તો છોકરી બસ રાહ જોઇ
બેસી રહી હતી, ઉમેશ હળવી સ્માઇલ આપતો ત્યાથી
પસાર થયો, થોડી વાર પછીથી ઉમેશ રીટર્ન આવતાં પણ
છોકરી ત્યાં જ બેસી હતી છોકરી રડવા લાગી હતી ત્યાં
ઉમેશને જાણે બહાનું મળી ગયું હોય તેવું જઇને પુછે છે
શું થયું છે કેમ રડો છો?
છોકરી જવાબ આપતાં જણાવે છે કે પેલી બસ ફુલ હોવાથી
આજે અંહિ ઉભી ના રાખી ને મારું આજે gpscનું ઇન્ટરવ્યુ
છે હવે બીજી બસ કયારે આવશે ?
ઉમેશ કહે છે કલાક પછી
આ વાત સાંભળી છોકરી વધારે રડવા લાગી.....
ઉમેશ કહે છે ના રડશો હું પણ તેજ શહેરમાં જોબ ઉપર
જાઉં છું તરત આવ્યો કહિ ઘરે ગયો
ઉમેશ તો ઘરે જઇ કોલગેટ બ્રશ કરી ફેશવોશ થી મોઢું ધોઇ
નાસ્તો કે ટિફીન લીધા વગર ઉતાવળે મમ્મી ને કહે છે
મમ્મી અોફિસથી સાહેબનો ફોન હતો તરત બોલાવ્યું હું
જાઉં કહી
મમ્મી કાંઇ કહે તે પહેલા ગાડીની કિક મારી સલમાન
ખાનથીય ઝડપથી નિકળ્યો.....
છોકરીને ઇન્ટરવ્યુમાં પહોંચાડી ખુશી ખુશી અોફિસમાં જવા
નિકળ્યો ત્યાં જ સામે ચાર રસ્તામાં કોઇ કાર વાળો કટ
મારી નિકળી ગયો, તે અકસ્માતમાં ઉમેશઅે અેક પગ
ગુમાવ્યો ....
ત્રણ ચાર વર્ષો પછી મમ્મી કહે છે વહું જો ને આ ઉમા
અોફિસના કામમાં ને કામમાં પગ ગુમાવી બેઠો ને પછી કહે
બોલ !ઉમા કયા સાહેબનો ફોન આવ્યો હતો તે દિવસે
ઉતાવળે ગયો હતો ?....હમણાં ને હમણાં વહુ ને કહિ
બદલી કરાવી દઇઅે કચ્છમાં સાહેબની ?
ઉમેશ હસતાં હસતાં જવાબ આપે છે બીજું કોણ હોવાનું
મમ્મી તારી કલેક્ટર વહુ સિવાય ?....