બદલાવ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાવ

કિરણભાઈ એ તેના એક ના એક છોકરાને ભણાવી ગણાવી મોટો કર્યો. વિનય ખુબ ભણ્યો પણ ગણ્યો નહીં તેને જોબ મળી નહીં એટલે પપ્પા ના શો રૂમ સંભાળી લીધો. અને પપ્પા કિરણભાઈ સાથે સહજ કામ કરવા લાગ્યો. કિરણભાઈ ને થયું વિનય ઉંમરલાયક થઈ ગયો છે ને મારો શો રૂમ પણ સંભાળી રહ્યો છે એટલે સારી છોકરી સાથે તેના લગ્ન કરી દવ.

કિરણભાઈએ ઘરે જઈ તેની પત્ની ને કહ્યું વિનય ના લગ્ન કરી નાખું તો તારું શું કેવું છે.
મન મા મલકાતી તેની પત્ની એ હાં પાડી. અને સાંભળો હવે મારાથી બહુ કામ થતું નથી એટલે જેમ બને તેમ જલ્દી કરો તો સારું. 
હા હા હું કાલે જ જાવ છું વિનય માટે છોકરી જોવા.

સારુ ઠેકાણુ મળ્યું એટલે દિકરા વિનય ને કિરણભાઈ પરણાવી દીધો. વહુ આવતા ઘર હર્યું ભર્યું લાગવા લાગ્યું. ને સમય જતાં વિનય ને ઘરે બે દિકરા થયા. બધું બરાબર ચાલી રહ્યું હતું એટલે કિરણભાઈ એ વિનય ને શો રૂમ તું સંભાળ એક કહી બધો વ્યવહાર તેને આપી દીધો. 

અચાનક કિરણભાઈ ની પત્નીનું અવસાન થઈ જાય છે. હજી તો પત્ની ના આઘાત માંથી નીકળ્યાં નહીં ત્યાં તો વિનયે કહી દીધું પપ્પા તમે કાલ થી શો રૂમ ની ઉપર એક રૂમ છે ત્યાં રહેવા જતાં રહો. કારણ કે તમારા થી મારી પત્ની પરેશાન થાય છે. મા ના ગયા પછી ઘરનું કામ તેને જ કરવું પડે છે. અને તમે રોજ ઘરે હોવ એટલે તેને કામ કરવામાં તકલીફ પડી રહી છે. 

કિરણભાઈ કઈ પણ બોલ્યા વગર ત્યાં રહેવા જતાં રહ્યાં. એક મહિનો થયો એટલે કિરણભાઈ એ બેંક મા પડેલા રૂપિયા ઉપાડી એક ફેમીલી વિદેશ ની ટુર ટિકિટ લીધી. અને દિકરા વિનય ને કીધું બેટા હું તો બસ આમ જીવી લઈશ તારે અત્યારે હરવા ફરવાનો સમય છે એટલે મારી પાસે થોડા રૂપિયા હતા તેની મે વિદેશ ટુર ટિકિટ તમારા માટે લીધી છે. તમે વિદેશ જઈ આનંદ કરતા આવો હું થોડા દિવસ શો રૂમ સંભાળીશ.

વિનય તો ખુશ થઈ તેની પત્ની અને બાળકો સાથે વિદેશ ફરવા જતો રહ્યો. 
પાછળથી કિરણભાઈએ તે શો રૂમ વેચી નાખ્યો ને એક નાનો ફ્લેટ લીધો. અને તેનું મકાન પણ વેચી નાંખ્યું. તેમાં રહેલો સામાન એક ભાડાનું મકાન રાખી તેમાં મૂકી દીધો. મિલકત ના આવેલા બધા પૈસા બેંકમાં મૂકી દીધો ને આરામથી રહેવા લાગ્યા. 

દિકરો વિદેશ થી પાછો ફર્યો ને તેના ઘરે ગયો જોયું તો દરવાજે તાળું ન હતું એટલે બેલ માર્યો ત્યાં એક ભાઈ બહાર આવ્યા.
વિનયે પૂછયું તમે કોણ અને મારા ઘરે કેમ.?
ત્યારે તે ભાઈએ કહ્યું મેં આ મકાન કિરણભાઈ પાસેથી ખરીદી લીધું છે તમે તેની સાથે વાત કરો અને અહીંથી જતાં રહ્યો.

બહાર નીકળી વિનયે પપ્પાને ફોન કર્યો એટલે કિરણભાઈએ કહ્યું પાંચ મિનિટ મા ત્યાં હું ત્યાં આવું છું.

પાંચ મિનિટ થઈ ત્યાં એક ન્યુ કાર આવી તેમાંથી કિરણભાઈ નીચે ઉતર્યા ને દિકરા વિનય ને તેના માટે ભાડે મકાન રાખ્યું હતું તેની ચાવી આપી ને કહ્યુ તે આજ થી તારી પાસે કઈ નથી હવે તું જાતે મહેનત કરી આ બધું ઊભું કરી જો. અને તું અને તારી પત્ની એકલા બિન્દાસ થી જિંદગી જીવો. હું તમારી લાઇફમાં ક્યારેય નહીં આવું.

દિકરો વિનય કાંઈ પણ બોલ્યા વગર તેની પત્ની અને બાળકો સાથે ભાડા ના મકાનમાં જતો રહ્યો.

જીત ગજ્જર