જીંદગી ઘણીવાર ડાબો હાથે થી છીનવી લે છે અને જમણા હાથે થી આપી દે છે,
દિપક ની હારે પણ કંઈક આવું જ બનતું હતું કે એને એ બધાં જ ક્લુ મડિ ગયા હતા અને ફોરેન્સિક રિપોર્ટ પણ વર્મા ને ગુનેગાર સાબિત કરતા હતા,
ફોન ટેપિંગ ની ક્લીપ અને ગુનો કરેલ ની વિરુદ્ધ અદાલતમાં બયાન લેનારા પણ હાજર હતા અને ગુનો સાબિત થતા પહેલા જ ગુનેગારે દિપક ને મુંઝવી દીધો કેમ કે દિપક ના દિલ માં ધબકતી કાજલ નું નામ વર્મા ના મોઢે થી નીકળ્યું હતુ,
હવે જોઇએ દિપક વર્મા સામે હાર માની લઈને કાજલ ને બચાવશે કે પછી કાજલ નું ના વિચારીને નીત્યા ને ન્યાય અપાવશે...
વર્મા હું તારી ધમકીઓ થી ડરી જાવું એવો નથી એક વાત કાન ખોલીને ને સાંભળી ને કે એક પાપ તો તે કર્યુ છે અને તુ કાજલ પાસે પહોંચ્યો ને તો તારા દિકરા વિરુદ્ધ તારા બધા evidence હું એના ખિલાફ કરી નાંખીશ અને તારી જગ્યાએ તારો દિકરો ફાંસીએ ચડાવી દઇશ એટલુ યાદ રાખજે સાલા હલકા,
અરે ઓ SP જરા શાંત થા ભાઇ સ્વાસ તો વાતો જા અને સાંભળ મારી વાત ધ્યાન થી જો મારા દિકરા ને એક ખરોચ પણ આવી ને તો કાજલ ની એવી હાલત કરીશ કે તને SP થવા ઉપર અને આ જીંદગી જીવવા ઉપર નફરત પેદા થઈ જશે સમજ્યો,
અરે એક વાત કહું વર્મા મારી કાજલ પર મને પુરો ભરોશો છે એ ન્યાયને બચાવા પોતાનો જીવ આપવાં ઘડિ વાર પણ નહિં વીચારે અને વર્મા એ મારે એમ પણ છે અને મારે એમ પણ છે સમજ્યો,
SP તને હુ 24 કલાક નો સમય આપું છું વિચારી લે કે તારે શું જોઇએ છે હું કે કાજલ અને હા જો કાજલ જોતી હશે તો હારે બે કરોડ પણ મળશે એના માટે તારે evidence પેલા ત્રણેય છોકરાઓ પર નાખવાના રહશે અને મને અને મારા દિકરા ને શહિ સલામત અને ઇજ્જત સાથે છોડવા પડશે તો વિચારી લે તારે શું કરવું છે એ....
દિપક પાસે સમય ખૂબ ઓછો હતો અને પોતે ઇમાનદારી થી જીવન જીવનાર હતો એટલે એક વાત તો પાક્કી હતી કે કાજલ ને વર્મા થી દુર રાખવા દિપક ને એવી યોજનાઓની જરુર હતી કે જે કાજલ ને બચાવી લે અને વર્મા ને ફસાવી દે...
રાજન મને બે એવા માણસ ની જરુર છે કે જે કાજલ ને પ્રોટેક્શ કરે અને વર્મા એની પાસે પહોંચે એની પેલા કાજલ એક સેફઝોન પર રહે,
સર મારી પાસે બે જણા તો છે પણ એ હાલ સંપેન્ડ છે અને અત્યારે એ ક્યાં હોય એની ખબર તો નથી પણ હુ એ લોકોનો કોન્ટેકટ કરુ છુ,
રાજન એ અબ્દુલ ઇબ્રાહિમ અને ઝાકિર અહમદ ખાન નામ ના બે ASI ને ફોન કર્યો જેઓ 2011 માં દિલ્હિ ડંગા ફર્સાડ માં સંડોવાયેલા હતા,રાજન એ તમામ હકીકત એ બંને ને જણાવીને દિપક ને ફોન આપ્યો,
બંને જણા કોનફરન્સ માં હતા,
સલામ વાલેકુમ ભાઇઓ આજ તુમ લોગો કે પાસ એક અચ્છા મૌકા હે અપની ઇમાનદારી સાબીત કરને કે લિએ તો ક્યાં આપ તૈયાર હે...?
જી હા સર...
ક્યાં આપ વાકેય મે તૈયાર હે....???
જી હા સર...
લેકિન સર અગર હમ મર ગએ તો હમારે પરિવાર કો ક્યાં મીલેગા....????
લાસે મીલેગી ઔર કુછ....????
જી નહિ સર....
ક્યાં એક બચ્ચી કો ન્યાય દેને કે લિએ મરના ચાહોગેં...???
જી બીલકુલ સર....
જય હિન્દ.........
જય હિન્દ....
અબ્દુલ અને ઝાકિર કાજલ ને પ્રોટેક્શ કરવા માટે રાજન ના ઘરે જાઇ છે પરંતુ વર્મા ની રાજનીતી માં સૌથી ખતરનાક ગુંડો શરીફ લંગડા હોય છે જે વર્મા ના રસ્તા પર આવતી તમામ મુશ્કેલીઓનો સફાયો કરતો હોય છે અને વર્મા પર આવતી મુશ્કેલીઓ દેનાર ને એ જાન થી મારી નાખતો અને નાજાણે કેટલાંય કેસ એ શરીફ લંગડા પર હાલતાં હતાં પણ પોલીસ પ્રશાસન શરીફ લંગડા નો વાળ પર નહતો ઉખાડી શક્તું કેમ કે શરીફ લંગડા ની વિરુદ્ધ કોઇ ફરિયાદ કરી નહતું શક્તું,
વર્મા એ શરીફ લંગડા ને ફોન કરીને કાજલ નું કિડનેપ કરવાનું કહ્યું અને શરીફ લંગડા એ કામ ને અંજામ આપવા ત્યાંથી નીકળ્યો અને આ બાજુ અબ્દુલ અને ઝાકિર નીકળ્યા,
અબ્દુલ અને ઝાકિર એ બંને એ એક પ્લાન કર્યો કે ઝાકિર શરીફ લંગડા ની ગેંગ માં શામિલ થાય અને શરીફ લંગડા ની પળ પળ ની ખબર અબ્દુલ ને અને દિપક ને ફોરવર્ડ કરે પરંતુ શરીફ લંગડા ની ગેંગ માં જવા નો રસ્તો ખુબજ કઠિન હતો એમ ને એમ તો ગેંગ માં શામિલ થવાય નહીં એના માટે ઝાકિરે શરીફ લંગડા ની તમામ માહિતી ભેગી કરી જેમા શરીફ લંગડા ની બહેન અબીદાહ ને પ્રેમ જાળ માં ફસાવવાનુ નક્કી કર્યું પણ અબીદાહ મોઢે થી ખુબ ચડેલી હતી અને ગુસ્સો હંમેશા છાયાની જેમ હારે રાખતી પરંતુ ઝાકિર પણ દેખાવડો અને ઠંડા સ્વભાવ નો હતો,
બરોબર જુમ્મા નો દિવસ હતો અને એક વાગ્યાનો ટાઇમ નમાઝ અદા કરવાનો હોય અને એ દિવસે ઝાકિર હસ્નાપુર વારી મસ્જિદ માં નમાઝ અદા કરવાં ગયો કેમ કે અબીદાહ પર ત્યાં જ આવતી અમ્મીજાન સાથે,
ભાઇ દુઆ હોય કે પ્રાર્થના ના જો સાચા મન થી થાયને તો ઉપરવાળો પર એને નવાઝે અને એની દુઆને કબુલે,
ભર બપોરે નો સમય હતો અને અબીદાહ અને એમની અમ્મીજાન બંને નમાઝ અદા કરીને પાછાં વળતા હતા ત્યાં અચાનક અમ્મીજાન ને ચક્કર આવ્યાં અને એ બેહોશ થઈ ગયા અને ઝાકિર દોડી ને અબીદાહ પાસે ગયો અને ટેક્સી બોલાવી ને હુસૈનપુર થી દોડી દુર એક હોસ્પીટલમાં એડમીટ કર્યાં,
અબીદાહ ની સામે ઝાકિર જોઇ રહ્યો હતો અને અબીદાહ થી રેવાણુ નહિ એટલે બોલી,અબે ચુ...લાઈન માર રીયા હે કે બે સાલે,
અરે નહિ નહિં લાઈન મારને કો જેસી સકલ ના હે મારી ઔર અક્કલ ધણી થોડિ સે...
વૈસે આપકો દેખાવડો કે ના લગતાં નહિ કે આપ ઇતણી ગુસ્સેલ હો,
કર્યું સકલ સે મે ચુ...લગુ કે તારે કો મે...વૈસે તુ હે કોણ બે સાલે હે,
એટલા માં ડોક્ટર ત્યાં આવ્યાં અને ઝાકિર ને કહ્યું કે અચ્છા હુઆ જો ખાલા કો ટાઇમ સે અસ્પતાલ લાયે હો વર્ના હાર્ટ બીટ કમ સી હો જાતી તો હાર્ટ એટેક સે જાન જા શક્તી થી,વૈસે તુમ હો કોણ ઔર ખાલા કો કૈસે જાનતે હો,
જી નયો હું ઇસ શહેરમાં કામ ખોજણ કિ ખાતીર આયો શું ઝાર્ફાબાદ સે,
એટલા માં શરીફ લંગડા ત્યાં આવ્યો અને અમ્મીજાન વિશે પુછવા લાગ્યો કે કોણ અસ્પતાલ લાઇસ મારી અમ્મીજાન ને...અને ડોક્ટરે ઝાકિર નુ નામ લીધું અને શરીફ લંગડા એ ઝાકિર ને એક સાઇડ બોલાવ્યો અને બોલ્યો કોણ સે તું ભાઇજાણ કે ખુદા બણકે મારી અમ્મીજાણ કિ જાણ બચાઇશ હે તને,
અરે ના ના ભાઇજાન ઇસો સબ ખુદા કા રહેમો કરમ હે હમ તો બસ ઉનકે બંદ્દે હે,
ભાઇ કોણ સે જીલ્લે હે તુ ઔર દિલ્હિ મે કે કરે હે,,??
ઓના ભાઇજાન ભાગ કે આયો હું જીલ્લે સે દો જણ કી મુંડી કાટ કે ભાગ લીયે હું ઔર સુણ્યા હે કિ દિલ્હિ તો નવાબો કિ શાન હે તો બસ કામ ઢુંઢણે ને કે પીછે ઘુમ્મ રહ્યો હુ ઔર આજ જુમ્મા થા તો નમાઝ અદા કરને કો ગયા થા ઉતને મે ખાલા ચક્કર ખાતે ગીર પડી ઔર મેને જલ્દિ સે ટેક્સી બુલાઇ ઔર અસ્પતાલ લે આયા...
વાહ મેરે ફરીસ્તે શહિ ટાઇમ પે અલ્લાહ ને તુમ્હે ભેજા થા,
અચ્છા તુ કટ્ટા ચલાના આવે હે,નીશાનો લાગાલેવેગો...???
અરે ભાઇજાન નીશાણે બાજી મે તો ઉડતા પંછી ગીરાદુ એતો મારા બાઇ હાથ દા ખેલ સે,
ફિર તો તેરી મેરી ખુબ જમેગી તારા ચલ આજા મુર્ગી કિ બિરયાની ખીલાતા હુ,નહિ ભાઇજાન આજ કે લીયે શુક્રિયા મે કલ કો આઉંગા મુંજે મકાન ખાલી કરનો હે,
મક્કાન ખાલી કરણનો હે પર ક્યું...???
ઓ કે હે ના કિ મક્કાન માણીક કોના ભાડો ના ભર્યો હે દો મહિનો હોગ્યો સે તો,
ઓ કોઇ ના મારે સે લે જા પીસૈ ઔર કલ સારો સમાન ભર કે ના પુરાની મસ્જિદ કે પાસ આ જાના રેહને કો થીક હે...
જી બહેતર હે જી....
ઝાકિર એ શરીફ લંગડા ની ગેંગ માં જગ્યા બનાવી લીધી હતી અને ઝાકિર એ હવે અબીદાહ અને શરીફ લંગડા ના દિલ માં જગ્યા બનાવાની બાકિ હતી,ઝાકિરે ટીમ ને મેસેજ કર્યો કે બીરીયાની માટે મુર્ગી અને બકરો મડિ ગયો છે અને બીરીયાની બની જાય પછી મેસેજ કરીશ,દિપક ઝાકિર ના કામ થી ખુબ જ ખુશ હતો અને એણે તરત જ અબ્દુલ ને ફોન કર્યો અને કીધું કે ગમે તેમ કરીને શરીફ લંગડા ને કાજલ સુધી પહોંચવાત નથી દેવાનો અને કાજલ ની સાથે રાજન ની પત્ની અને એની દિકરી ને પણ આપણે પ્રોટેક્શ કરવાના છે,
બીજી સવાર ના ઝાકિર સમાન ભરીને શરીફ લંગડા ની જગ્યાએ આવ્યો અને શરીફ લંગડા ને મંડે છે,
હા ભાઇજાન આ ગયા,ચલ અબી એક એસાઇનમેન્ટ મીલા હે જો અપના નેતા હે ના વર્મા ઉસકી કોઇ ઉંગલી કરરેલા હે,
કોણ ઉંગલી કર રહા હે ભાઇજાન...???
અરે હે કોઇ નયા SP,ઓ ક્યાં હે ના કિ વર્મા સાહેબ કો મસ્તી ચડી થી તો એક લડકિ ઉપર પુરા મસ્તી માર દિયા ઔર ફિર લડકી કો માર દિયા થા તો ઉસી કેસ કો લંબા ચોડા કરકે ફોકટ મે ટાઇમ ઔર જાન ખા રેલા હે વો નયા SP તો ઉસકી એક માસુકા હે જો પુરાની દિલ્હી મે હે ઉસકો ઉઠાકે ઉસકે સાથ મસ્તી કરકે છોડ દેને કા ઓર્ડર હે તો અબી હમ લોગ પ્લાન કરતો હે કિ કૈસે ઉસ છમીયા કો ઉઠાએંગે,
ક્યાં ભાઇજાન આજ કા દિન રુક જાઓ ના,આજ આપણા હેપી વાલો બર્થડે હે,પર પ્લાન બનાતે હે કામ કલકો કરેંગે અગર આપ હા બોલો તો વર્ના જેસો તુમારી મર્જી,
અરે વાહ વાહ ક્યાં બાત હે ભાઇ હેપી બર્થડે ભાઇ કિતને કો હો ગયો આજ હે....
જી 29...
ચલ કો ના આજ પાર્ટી કરેંગે કલ કો ચલેંગ....
ઝાકિરે શરીફ નો પ્લાન જાણવાં માટે બર્થડે નુ નાટક કર્યુ અને જેવો પ્લાન ખબર પડે એટલે ટીમ ને એલર્ટ કરી દે અને આ બાજુ દિપક પણ દિલ્હીમાં આવી જાય એટલે આસાનીથી શરીફ ને પડકિ પાડે,બધુ બરાબર ચાલતુ હતુ રાત ની પાર્ટીમાં માં શરીફે પ્લાન પણ બનાવ્યો અને આવતી કાલ ની મોડિ રાત્રી ના એ પ્લાન પર કામ કરવાનું હતુ અને ઝાકિર પાસે અને ટીમ પાસે ટાઇમ ખુબ જ ઓછો હતો,
ઝાકિર બાથરુમ કરવાના બહાને ગયો અને ત્યાં બાથરુમ માં એણે મોબાઇલમાં મેસેજ ટાઈપ કર્યો કે કલ આધી રાત કો સબ બિરયાની ખાને આના હે ઔર ડકાર ભી ના નીકલે એસે ખાના હે,ધ્યાન સે પડે કલ કિ આધી રાત કો....