Imandari Part - 2 books and stories free download online pdf in Gujarati

ઇમાદારી ભાગ - 2

પેલા ભાગ માં આપે વાંચ્યુ કે દિપક કેવી રીતે રાગિણી ને બચાવે છે અને રાધનપુર ના બધા પોલીસ સ્ટેશનો ને જાગ્રુત કરે છે...
હવે રાગિણી દિપક ના પાસ્ટ વીશે જાણવા માંગે છે,દિપક નો પાસ્ટ ખુબ જ ક્રુણ અને ભયાનક હોય છે,સન 2012 દિપકે પોતાની કોલેઝ પુરી કરી ને યુ.પી.એસ.સી ની તૈયારી કરતો હોય છે અને એના માટે એ ક્લાસ જોઇન કરે છે,દિપક ના પિતાજી ઇમાનદાર અને જવાબદારી વાળા હોય છે તેઓ તલાટી મંત્રી હોય છે,
એમને મડેલા ગામો ના વિકાસ માટે અવાર નવાર કંઇક સારુ કાર્ય કરતા જ હોય છે,હાલાર બાજુ વરસાદ ખુબ ઓછો પડતો અને નદિ ઓના સ્તર એટલા ઉંડા ના હોવા ને કારણે પાણી જલ્દિ સુકાઇ જતુ,
દિપક ના પિતાજી ગ્રામ પંચાયત માં ગયા અને નદિ ઓના સ્તર ખોદવા ની જોગવાઇ માટે અરજી આપવા ગયેલા,
ત્યાં ગામ ના સરપંચે એમને રોક્યા અને કહિયુ કે ગઢવી સાહેબ નદિ ના સ્તર ના ખોદકામ નુ ટેન્ડર મે ભર્યુ છે અને એમાથી જે રેતી અને ખડબો મડે એને આપણે શહેર માં બમણા ભાવે વેચીશુ,
સરપંચ ની આ વાત દિપક ના પિતાજી ને ઠિક ના લાગી એટલે તેઓ એ ત્યાં જ ના પાડિ દિધી કે બેઇમાની કરવી એ મારા જીવતર માં નથી કેમ કે આ ગામ તમારુ એક નુ નહિ મારુ ખુદ નુ પણ છે અને એટલા જ માટે તો હુ મારા ગામ સહિત મારા આજુ બાજુ ના ગામ નો હુ તલાટી બન્યો છુ કેમ કે મારા માં આવતા વિસ્તાર માં મારે વિકાસ ને મહત્વ આપવો છે નહિ કે બેઇમાની ને,માટે હુ આ રેતી અને ખડબો એ સરકાર શ્રી ને જ આપીસ જેથી કરી ને સરકાર એના દ્વારા સ્કુલ,ભવન,આરામ ગ્રુહ,આરોગ્ય કેન્દ્ર જેવા વિકાસ ના બાંધકામો માં એનો ઉપયોગ,અને તમે લોકો આ રેતી નો પૈસા કમાવા માં ઉપયોગ કરવા માંગો છો...!જે મારા જીવતા જીવત તો નહિ થાય મુખી....
હજી પણ જતુ કરુ છુ મુખી,તમારી આ મુર્ખતા ભરી વાત ને હુ કોઇ ને નહિ કહુ,આ વાત આપણે અંઇયા જ પુરી કરીએ,
ભલે ગઢવી સાહેબ જેવી તમારી ઇચ્છા,આ તો મે કિધું છોકરો તમારો હમણા જ કોલેઝ પાસ કર્યુ છે તો મને થયુ કે તમારા છોકરા નુ ભાવી સારુ રે માટે આ પ્રસ્તાવ મુક્યો હતો,
મુખી ભવિષ્ય એક ના એક દિવસ વર્તમાન માં પરિવર્ત થાય છે અને મારા છોકરા ની ચિંતા તમે નો કરશો એ કોલેઝ માં અવ્વલ જ આવ્યો હતો અને જીંદગી માં પણ એ અવ્વલ જ આવશે...
ભલે ભલે ગઢવી જોઇ ત્યાંરે અને હા આ ટેન્ડર તો આમેય મને જ મડવા નુ છે ને તો આ રેતી નુ અને ખડબા નુ પણ જોઇ જ લઇ...
તમે એ કેમ ભુલી જાવ છો કે તમે આ ગામ ના મુખી છો તો સરકાર શ્રી ના નીયમ પ્રમાણે જે કોઇ વ્યક્તિ ગામ નો સરપંચ હોય એ ગામ નુ કાર્ય કરાવી શકે છે પણ પોતે ટેન્ડર ભરી ને ગામ નુ કાર્ય ના કરવી શકે,માટે ટેન્ડર તમને મડશે એ તો તમે ભુલી જ જાવ મુખી....
દિપક ના પિતાજી ની વાત સાંભળી ને મુખી એકદમ ચુપ થઇ ને ત્યાંથી નીકળી ગયા અને એમના નાના ભાઇ પાસે ગયા અને એમણે એક યોજના રચી કે હુ મુખી છુ ટેન્ડર ના ભરી શકુ પણ તુ તો ભરી શકે ને..!નાનકા તુ ટેન્ડર ભર એટલે આપણે રેતી ના ટેક્ટર ભરી ને એનુ વેંચાણ ચાલુ કરીએ અને વાત રહિ તલાટી ની તો એણે આ વાત ની ભણક પણ નહિ થાય કે આપણે શું કરીએ છીએ અને શુ કરના છીએ....
મુખી ના નાના ભાઇ એ ટેન્ડર ભર્યુ અને મુખી એ એનુ ટેન્ડર પાછ્યુ ખેંચ્યુ,ટેન્ડર તો ભરાય ગયુ અને બધી મશીનરીઓ પણ આવી ગઇ,અને ટેક્ટરો અને જી.સી.બી તો મુખી ના ખુદ ના હતા,એનુ વરતર અને ભરતર બેવ સરકાર પાસે થી જ લેવા ના કાવાદાવા આદર્યા,ડિઝલ અને મજુંર નો આખો હિસાબ તલાટી પાસે હતો,ન્યાય ની મુર્તી એવા દિપક ના પિતાજી એ જે ચાર ગામ ની નદિ ખોદવા ની અરજી આપી હતી એ મંજુર થય અને એ જ ગામ ના લોકો ને મજુંરી પણ મડિ રહે અને કામ પણ મડિ રહે અને આમ ઉનાળો આખો જે લોકો પાણી વગર ના બેસી રહેતા એ લોકો ને હવે બેસવુ નહિ પડે એવી મંચ્છા સાથે દિપક ના પિતાજી એ વૈશાખ સુદ ના દિવસે નદિ ખોદવા નુ મુર્હર્ત નક્કિ કર્યુ અને ચાર ગામ નો એક સાથે મહાકાળી માઁ ના મંદિરે જમવાણ ગોઠવ્યો,અને બીજા દિવસે કામ ચાલુ કરવા નુ નક્કિ કર્યુ,
ગામ ના લોકો દિપક ના પિતાજી થી ખુબ જ ખુશ હતા, વર્ષા રૂતુ માં એક પાણી નો સંગ્રહ થાય અને અત્યારે ઉનાળા માં લોકો ને મજુંરી નો લાભ પણ મડે,પણ કહેવાય છે કે તમે જ્યાંરે કંઇક સારુ આરંભ કરવા જતા હોવ અને વિગ્ન્હ ના આવે તો સમજવાનુ કે એ કામ ઇમાનદારી વાળુ નહિ હોય કેમ કે ઇમાનદારી વાળા કામો માં ભગવાન ખુબ જ પરિક્ષા લે,અને એ તમારી હિંમત ને ખુબ જ પારખે,
નદિ ખોદવા નુ કામ તો ચાલુ થઇ ગયુ હતુ પણ રેતી એ સરકારી જગ્યા એ જવા ના બદલે બારો બાર વેચાઇ જતી હતી કેમ કે ટ્રક ના ડ્રાઇવરો હતા એ મુખી ના હતા અને ટ્રક પણ મુખી ના જ હતા,
ગઢવી સાહેબ ને એક દિવસ શંકા થઇ એટલે એમણે વીચાર કર્યો કે હુ એમનો પીછો કરુ અને પકડુ એ વાત નુ સબુત હુ પોતે જ ગણાઉ અને મુખી મારુ કંઇ પણ કરી શકે માટે એક એવી યુક્તિ કરી કે જેનાથી ગઢવી સાહેબ નો ભરોશો ના ટુટે અને રેતી બારો બાર વેંચાઇ પણ નહિ,
ગઢવી સાહેબ એ થોડા ટાઇમ માટે સરકાર પાસે થી ચાર ગામ નો એક માર્ગ ભેગો થાય ત્યાં એમણે ટ્રક માટે વ્હેઇટ બ્રીઝ બનાવા ની અપીલ કરી અને શહેર ના કલેક્ટર એ ગઢવી સાહેબ ના ખુબ સારા એવા મીત્ર પણ હતા એટલે બધી જ વાત ખુલી ને કરી અને કલેક્ટર માની પણ ગયા,
હવેથી જે ટ્રક ને જવૂ હશે એ ટ્રક વજન કરાવી ને જ જશે અને એનો આખો ડેટા કોમ્પુટર માં રાખવા માં આવશે,
આ વાત ની ખબર મુખી ને પડિ એટલે મુખી ગઢવી સાહેબ ને મડવા આવ્યા અને બોલ્યા ગઢવી સાહેબ આ બોવ ભારે પડિ જશે,હજુ છોકરો નાનો છે અને આ મોંઘવારી માં એકલા બૈરા થી છોકરા નુ ને ઘર નુ પાલણ પોષણ ખુબ અઘરું પડિ જાશે,
ઓહ તો તમે મને ઘમકિ આપો છો,હુ હજારો નુ ભલુ વીચારુ છુ તો ઉપરવાળો મારા પરિવાર નુ ભલુ વીચારવામાં કાંઇ મોડો નહિ થાય હો મુખી,બાકિ રેતી ની ચોરી તો મારા જીવતા જીવત તો થવા જ નહિ દઉ,
ભલે ગઢવી સાહેબ આમેય રસ્તાઓ માં ભારે વાહનો બોવ ફરે છે અને એમાય આ તમારે રોજ રોજ સ્કુટર પર જવુ અને નો કરે નારાયણ અને તમને કાંઇ થય ગયુ તો આ પરિવાર નુ શું....!
મુખી મારુ તો ઉપર વાડો જાણે જે થવુ હોય એ થાઇ પણ હુ આ કામ માં બેઇમાની તો નહિ કરુ તારે ભલે મને ઘમકાવો હોય તો ઘમકાવ અને ડરાવો હોય તો ડરાવ એમ કોઇ ના થી ડરુ એવો હુ નમાલો પણ નથી અને ઘમકાવા થી પીછે હટી જાવ એવો હુ ભગોળો પણ નથી,મારી મહેનત અને મારી આવડત થી હુ આગળ આવ્યુ છુ,અને જો હુ હવે પીછેહટ કરુ તો તો મારી ઇમાદારી પર કાળો દાઘ઼ લાગે મુખી....
મુખી બધા પ્રયત્નો કરી લીધા પણ ગઢવી સાહેબ ને જીતી ના શક્યો અને કેહવાય છે ખોટા બળ પર તમે થોડિક ક્ષણ જીંદગી ની જીતી શકો પણ આખી જીંદગી નહિ...
આ બાજુ દિપક ખુબ મહેનત કરતો હોય છે અને એ મહેનત ની ખરી પરિક્ષા હોય છે,યુ.પી.એસ.સી ની પરિક્ષા આપવા દિપકે અમદાવાદ જવાનુ હોય છે અને માઁ-બાપ ના આશીર્વાદ લઇ ને એ અમદાવાદ જવા ની તૈયારી કરે છે,
અમદાવાદ માં એની મુલાકાત કાજલ સાથે થાય છે જેઓ પોતે હારે જ કોલેજ કરતા હોય છે,કાજલ થોડિ નર્વશ લાગતી હોવાથી દિપક કહે છે,
કેમ આમ સવાર સવાર કારેલા નુ જ્યુસ પીધુ હોય એવુ તુ મોં બગાડે છે...!
યાર દિપુ કાંઇ પણ તૈયારી થય નથી દિદિ ના લગ્ન હતા એમા બધુ ભસ્મ થય ગયુ વાંચેલુ,હવે શું કરુ કંઇ સમજાતુ નથી,
હા એટલે જ હુ કહેતો હતો કે તુ મારા ગામડે આવ આપણે ત્યાંથી હારે ક્લાસ માં જાત અને એક હારે એક બીજા ને હેલ્પ કરત પણ સારુ થયુ મે તને કિંધુ નહિ કેમ કે જો તુ ત્યાં આવત તો હુ પણ તારી જેમ મોં ફુલાવી ને બેઠો હોત.....
ઓ હો ઓ જોતો બોવ મોટો આવ્યો ભણેશ્રી નો,જાણે કેમ આઇ.એ.એસ એક જ ઝાટકા માં બની જવા નો હોય એમ તુ તો વાત કરશ....
હાસ્તો વડિ લે એક જ ઝાટકા માં બનવુ છે અને જો નહિ બનુ ને તો ખેતી વાડિ કરીશ પણ હવે હુ બીજી ટ્રાઇ નહિ આપુ.....
લો બસ હિંમત હારી ગયો તુ તો અગાઉ પણ મને પુરો ભરોશો છે કે તુ હમેંશ ની જેમ આમા પણ અવ્વલ જ આવીશ....
એ તો હવે માતાજી ને ખબર મે તો મહેનત કરી છે અને આ લોકો એ પણ પેપર બનાવા માં કાંઇ ઓછી મહેનત નહિ કરી હોય કા....!
હા યાર દિપુ એ તો છે,પેપર ખુબ જ ટફ હશે અને મારે તો એટલી તૈયારી પણ નથી પણ મને અફશોસ નથી એટ્લીસ હુ નહિ તો તુ તો આવીશ જ અને આઇ.એ.એસ બનીશ જ....
હા ખોટા સપના ઓ ના જો અને મને પણ ના દેખાડ આપણી પાસે હજુ એક કલાક છે ત્યાં જેટલુ થાય એટલુ રટ્ટો મારી દઇએ...
દિપક અને કાજલ બેવ યુ.પી.એસ ની પરિક્ષા માં હોય છે અને એક બાજુ મુખી ગઢવી સાહેબ પર દબાવ નાખવા નો જોર કરતો હોય છે,એક વ્યક્તિ પોતાની જીંદગી ની પરિક્ષા આપી રહ્યો છે તો બીજી બાજુ પોતાની ભવીષ્ય ની જીંદગી ની પરિક્ષા આપી રહ્યો હોય છે પરંતુ આ બેવ માં એક વાત કોમ્મન છે "ઇમાનદારી"......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED