Imandaari books and stories free download online pdf in Gujarati

ઇમાનદારી

હુ મારા વીસે શું કહુ,તમને તો ખબર છે,તમે મને આટલો સ્નેહ આપ્યો છે જેનો મને ખુબ આનંદ છે,મારી સ્ટોરી ખુબ સીમ્પલ હોય છે કેમ કે હુ કોઇ પ્રોફેશનલ વ્હાઇટર નથી,હુ તો બસ મારા સપનો જે કદાચ પુરા ના થઇ શક્તા હોય અને મન ની વાત જે બોલી ન શકાતી હોય એ હુ લેખીત માં સ્ટોરી રુપે લખુ છુ.
એમાની આ એક એવી અજીબ ઘટના છે જે હકિકત માં લગભગ તો થઇ નથી પરંતુ એક કાલ્પનીક્તા છે જે હુ તમને કેવા માંગુ છુ....
દિપક ગઢવી જે એક પોલીસ કમીશ્નર તરીકે ની ડ્યુટી કરતા હોય છે,એક દિવસ તેઓ ફોરમલ ડ્રેસ માં રાજસ્થાન જાય છે,ત્યાં એક એવી ઘટના બને છે જે કદાચ બની જાત પણ એ ઘટના બનતી અટકિ ગઇ,
વીસ્તાર થી કહુ તો દિપક હાઇવે પર કાર ડ્રાઇવ કરતો હતો,ત્યાં સીટી થી થોડે દુર હાઇવે પર એક છોકરી નુ સ્કુટર ખરાબ થયુ હતુ એટલે દિપકે એની કાર ઉભી રાખી અને નીચે ઉતર્યા,અને એ છોકરી પાસે જાય છે,અને એ છોકરી ને પુછે છે,
શું થયુ કાઇ પ્રોબ્લેમ છે સ્કુટર માં...???
છોકરી ડરતા અવાજે બોલી,જી ખબર નહિ અચાનક બંધ પડિ ગઇ,અને બોવ જ લેટ થઇ ગયુ છે,અને ઘરે બધા રાહ જોતા હશે,ફોન પણ સ્વીચઓફ થઇ ગયો છે,
દિપકે પેલા તો એનો સેલફોન આપ્યો અને કિધું ઘરે કહિ દો આ પ્રોબ્લેમ થયો છે,અને તમે ચિંતા કરશો નહિ મારી સાથે એક પોલીસમેન છે જે મને ઘરે સેફલી પહોચાડિ આપશે,
દિપકે કહિયુ એ પ્રમાણે પેલી છોકરી એ ફોન માં કિધું,
એના પેરેન્ટ્સ થોડા ચિંતીત થયા પણ પોલીસ ની વાત સાંભળી ને તેઓએ હળવાશ અનુભવી હશે,
દિપકે પેલી છોકરી ની બાઇક ને એક સેફઝોન માં પાર્ક કરી જેથી કરી ને સવાર પડતા એ ત્યાં સેફ રહે અને સવારે પેલી છોકરી ના ફેમીલી માંથી કોઇક પીકઅપ કરી લે...
હવે દિપકે પેલી છોકરી ને લીફ્ટ તો આપી પણ જે બનવાનુ હોય એની ના તો દિપક ને ખબર હતી અને ના તો પેલી છોકરી ને....
જી આપનુ નામ શું છે,પેલી છોકરી એ હળવે રહિને પુછ્યુ..
જી મારુ નામ દિપક ગઢવી છે અને હુ જામનગર સીટી માં કમીશ્નર તરીકે ની ફરજ નીભાવુ છુ,અને હાલ એક કેસ માટે હુ રાજસ્થાન જઉ છુ,
અને તમારુ નામ શું છે અત્યારે તમે ક્યાંથી આવતા હતા.?
જી મારુ નામ રાગિણી છે અને હુ એક નર્સ છુ રાધનપુર સીટી હોસ્પીટલ માં,એક ઓપરેશન આવી ગયુ હતુ એટલે મને લેટ થયુ અને વળી હુ પેટ્રોલ ચેક કરવા નુ ભુલી ગઇ નહિતર આવુ ના થાત...
ઓહો ઓકે...વેલ તમે કયાં રહો છો તો હુ કાર ત્યાં લઇ જઉ,
જી હુ ડુંગરપુર રહુ છુ જે અહિથી નજીક જ છે,
ઓકે વેલ હુ તમને ડુંગરપુર તમારા ઘરે ડ્રોપ કરી જાઇશ અને આમ પણ ઠંડિ બોવ છે તો તમને વાંધો ના હોય તો આપણે ચા પીએ....???
ઓહ શ્યૉર કેમ નહિ,
ચા માટે એ બંને હાઇવે પર એક ધાબા પર ઉભા રહ્યા,ચા નો ઓર્ડર આપ્યો એવા માં અજાણ્યા શક્સો એ કોમેંટ પાસ કરી,એટલે દિપકે બોવ ધ્યાન ના આપ્યુ,અને દિપચ વોશરુમ માટે ગયો અને પાછો આવીને જોયુ તો એ માણસો રાગિણી ની છેડતી કરતા હતા,એ ફટાફટ ત્યાં પોહોંચી ને મારજુડ કરવા લાગ્યો અને ગમેતેમ કરી એ સાત વચ્ચે દિપક એકલો હતો,એવામાં એક માણસ દેસી ક્ટ્ટા થી દિપક ના હાથ પર ગોળી મારી,દિપક ની સર્વીસ ગન કાર માં જ હતી એટલે એ કાર પાસે પોચી ને એક રાઉંડ હવા માં કર્યો અને પેલો દેસી કટ્ટા માં ગોળી ભરે એની પેલા દિપકે એના પગ માં ગોળી મારી,અને બીજા ત્યાંથી ભાગી ગયા,અને પેલા માણસ ને દિપકે દબોચી લીધો અને નજીક ના પોલીસ સ્ટેશન માં જાણ કરી અને થોડિ વાર માં પોલીસ ત્યાં આવી અને પેલા માણસ ની ધરપકડ કરી અને દિપકે કહિંયુ કે આની આખી કુંડલી કાઢો અને મને કહો...
માજી જમાદાર રાણાજી એ કિંધુ સર તમને ગોળી વાગી છે તો તમે અમારી સાથે ચાલો અને આ બેન કોણ છે એમને પણ સાથે જ લઇ લો...
આ રાગિણી છે જેઓ ડુંગરપુર માં રહે છે એમના બાઇક માં પેટ્રોલ પુરુ થયુ ને મે એમને લીફ્ટ આપી હતી,એની વે તમે મારી ચિંતા ના કરો આ માણસ ની કાર્યવાહિ કરો અને એમના બીજા સાથીઓને શોંધો,
રાગિણી દિપક ની નજીક આવી અને કિંધુ કે તમે મારા ઘરે ચાલો હુ તમારુ ઇલાજ કરી આપુ,દિપકે કિંધુ તમને કાર ચલાવતા ફાવે છે...?
રાગિણી એ કિંધુ જી હા મને કાર ચલાવતા ફાવે છે અને મારી પાસે પ્રોપેર લાઇસેન્સ પણ છે,તો તમે જલ્દિ ચાલો લોહિ બોવ નીકળી ગયુ છે....
રાગિણી દિપક ને એના ઘેર લઇ ગઇ અને એના ઘરનાઓ પણ સ્થંભ રહિ ગયા આ બધુ જોઇને અને રાગિણી એ માંડિ ને બધી વાત કરી,એના ફેમીલી વાળા થોડા ગભરાયા પણ દિપક ની ઓનેસ્ટી જોઇને તેનો હૈયે હાશ કારો થયો..
દિપક નો ઇલાજ કર્યા પછી એણે આરામ કરવાનુ કિંધુ પણ દિપક માન્યા નહિ કેમ કે એને એક કેસ માં અર્જન્ટ પહોચવાનુ હતુ,
રાગિણી એ દિપક ને રિક્વેસ્ટ કરતા કહિયુ,જુઓ તમારો ધાવ બોવ ઉંડો છે,અને આવી હાલત માં તમે રાજસ્થાન કેમ જઇ શક્શો અને અહિંથી ખુબ જ દુર છે ઉદયપુર તો તમે પ્લિઝ આરામ કરો....
રાગિણી ની વાત સાંભળી ને દિપક રોકાઇ ગયો અને રાણાજી ને ફોન કર્યો કે ત્યાંની ચોકિ ના ઇન્ચાર્જ ને ફોન આપો,
ચોકિ ના ઇન્ચાર્જે દિપક સાથે વાત કરી કે આટલી બધી હરામખોરી હોવા છતા નાકા પર એક પણ પોલીસ ની ગાડિ કે પોલીસ કેમ નથી,અને એમની પાસે હથીયાર હતા એ ક્યાંથી આવ્યા કોણ સપ્પલાઇ કરે છે એની બધી માહિતી મેડવી ને કાર્યાવાહિ કરો અને દરોજ ત્યાંના બધા એરીમા પ્રેટ્રોલીંગ ચાલુ કરો,હુ રાધનપુર અને પાલનપુર હેડ ઓફિસ માં આ બાબત નો મેઇલ કરી દઉ છુ...
પેલા પોલીસે કિંધુ ના સર તમે મેઇલ ના કરતા અમે હવે થી શકર્ત રહિશું અને હમણા થી પેટ્રોલીંગ શરૂ કરી દઇશું અને આવા લુંખાઓનુ ચેકઇન કરી ને લોકઅપ રિમાંઇન્ડ માં લઇશુ,અને તમારી પર હુમલો કરનાર શક્સ એ રાજસ્થાન નો છે જે ટ્રકમાં દારુ નુ સપ્લાઇ કરે છે અને બાકિ ની માહિતી આપે એની પેલા એ બેહોંશ થઇ ગયો છે તો એને હોસ્પીટલ ખશેડવામાં આવ્યો છે અને ત્યાં બે કોનસ્ટેબલ ને રાઇફલ સાથે નીગરાની માં રાખ્યા છે,
વેરીગુડ હવે હુ આવતા વીક માં રાધનપુર આવૂ છુ ત્યાં સુધી માં બીજા લોકો પણ મને લોકઅપ માં જોઇએ અને મોડિ રાત સુધી પેટ્રોલીંગ રાખવુ,માત્ર એ ગુંડાઓને પકડવા માટે નહિ પણ મોડિ રાત્રે કોઇક ડ્યુટી કરી ને આવે એવા નાગરીકો ની સેફ્ટિ માટે ઓકે....
જી હા સર બીલકુલ...સર આપનુ નામ શું જણાવ્યુ...?
કેમ આઇ.જી ને કમપ્લેન કરવી છે....????
અરે ના ના સર એમ જ મોબાઇલ નંબર સેવ કરવા માટે...
ઓકે દિપક ગઢવી કમીશ્નર ઓફ પોલીસ જામનગર...
અરે ગઢવી સર હુ રાજન દવે છુ,અમદાવાદ માં હુ તમારા અન્ડર હતો,ઓડખ્યો સર મને....???
અચ્છા દવે....!!સારુ લ્યો તો તો તને મારા નીયમો ની ખબર જ માટે જાજુ કહિશ નહિ બસ તમારા અન્ડર આવતા સીટી નુ ધ્યાન રાખો,ગુનાઓ બોવ છે,જેને લગામ ની જરુર છે,
જી સર બીલકુલ હુ પુરતુ ધ્યાન આપીશ,ડોન્ટ વરી...જય હિન્દ...
ઓકે દવે,,,,જય હિન્દ...
રાગિણી આ બધુ સાંભરતી હતી અને દિપક પાસે આવી અને બીલી,થેંન્ક યુ સર...
દિપકે કહિંયુ કેમ થેંન્ક યુ...
તમારી ડ્યુટી અમારા શહેર માં ના હોવા છતાય તમને અમારા સીટી ની ચિંતા કરો છો અને પોલીસ ને સીટી ક્રાઇમ ઓછા થવા દેવા ની સલાહ આપો છો,ખુબ જ ગર્વ થાય છે અને એક પલ માટે વિચારુ છુ તો ખુબ જ ડર લાગે છે,
કેમ તમને ડર લાગે છે....
ડર એ વાત નો છે જો તમે મને નો મડ્યા હોત તો મારુ શુ થાત,એક બાજુ મારો ફોન પણ ડેડ હતો અને મારો રસ્તો પણ એ જ હતો જે રસ્તે આપણે આવ્યા...એક પલ માટે વીચારુ છુ તો ખુબ જ ડર લાગતો હતો પણ હવે નથી લાગતો કેમ કે તમે પેલા પોલીસ વાડાઓને કહિ દિધુ કે રાઉન્ડ કરતા રહેજો,આનાથી ઘણો ફાયદો થશે નગરજનો ને,એટલે થેંન્ક યુ કિધું....
અરે રાગિણીજી પોલીસ ગમે ત્યાં હોય પણ એની ડ્યુટી કદિએ ભુલતો નથી પછી ભલે ને એ એરીઓ કે શહેર એનુ ના હોય,પોલીસ આખા દેશ નો સિપાહિ બસ પછી ભલે ને એ કમીશ્નર હોય કે જમાદાર,અને ફરજ નીભાવા માં આ બધુ ભુલી જવુ પડે,
સાચી વાત છે દિપકજી કાશ તમારા જેવા બધા નેક વીચારવાળા હોત તો આજે ગુનાહઓ શર્જાત જ નહિ,
એ વાત સાચી પણ બધુ અમારા હાથ માં નથી હોયતુ, રાજનીતી ના ચક્રવ્યુહ માં અમે પણ ધણા ગુનાહઓ હોવા છતા પણ એ છુટી જતા હોય છે,અમને ઉપર થી ઓર્ડર આવી જતા હોય છે અને જો અમે ઓર્ડર ના માનીએ તો અમારુ ટ્રાન્સફર થઇ જાય અને કાંતો સસ્પેંન્ડ કરી નાખે...
દિપકજી આવી વાતુ તમને શોભા નથી દેતી,તમે તો નિડર છો,ઇમાનદાર છો,
રાગિણીજી ઇમાનદારી અને નિડરતા માં મે ધણુ બધુ ગુમાવ્યુ છે......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED