Imandaari - 3 books and stories free download online pdf in Gujarati

ઇમાનદારી ભાગ - 3

બીજા ભાગ માં આપે વાંચ્યુ કે એક બાજુ ગઢવી સાહેબ પર ગામ ના મુખી સડ઼યંત્ર રચે છે અને બીજી બાજુ દિપક એની યુ.પી.એસી ની પરિક્ષા આપે છે.
મીત્રો એક વાત તો નક્કિ જ છે કે જ્યાંરે આપણે ભલાઇ નુ કામ કરીએ ને ત્યાંરે ત્યાંરે લોકો આડા આવે જ,હુ એમ નથી કેતો કે બધા લોકો આડા આવે પણ એવા લોકો આડા આવે કે ભલાઇ નુ કામ એ લોકો સપના માં પણ નો વીચારતા હોય એને તો સપના માં પણ બેઇમાની જ સુજતી હોય,
પણ દિપક ના પીતાજી એવા નોહતા એ તો જ્યાંરે તલાટી નોહતા ત્યારે પણ ગામ નુ સારુ વીચારતા એ ગામ નુ સારુ વીચાર માં પરિવાર ને પણ ભુલી જતા અને દિપક ના માતાશ્રી એજ એમને કિધું હતુ કે ગામ નુ ભલુ કરવુ હોય તો હોદ્દેદાર હોવુ ખુબ જ જરુરી છે અને તમારી પાસે તો કોલેજ પાસ ના તમામ પેપર છે,હુ તો અભણ છુ પણ તમે તો ખુબ ભણેલા છો તમે ચાહો તો શુ ના બની શકો,આમ દિપક ના માત્રુશ્રી નુ માન રાખી ને તેઓ તલાટી બન્યા અને કલેક્ટર સાહેબ ને વીનંતી કરીને પોતાના જ આજુ બાજુ ના ગામ એમણે હાથ લીધા અને રોડ રસ્તા, ગાયુઓ પશુઓ માટે અને એમના ગૌચરા માટે ધણુ બધુ કાર્ય કર્યુ,હવે વાત હતી પાણી ના સંગ્રહ ની તો એમા મુખી એમને બોવ આડે આવતા,
એક વાર ગઢવી સાહેબ કલેક્ટર ઓફિસ થી ઘરે પાછા ફરતા હતા એવા વખતે એમને એક ટ્રકે અડફેટે લીધા અને એમનુ એસિડેન્ટ થયુ જો કે બોવ મેજર વાગ્યુ નો હતુ પણ હાથ પગ માં નાની મોટી ઇજ્નેરીઓ થયી હતી,એવા વખતે દિપક પરિક્ષા આપી ને ઘેર આવ્યો હતો અને પીતાજી ને બીસ્તર પર ઘાયલ પડેલા જોઇને ખુબ દુઃખી થયો અને એમના માતાશ્રી ને પુછ્યુ કે આ બધુ કેવી રીતે થયુ એટલે માતા શ્રી બધુ કહિ દિધુ,દિપક ગુસ્સા માં આવ્યો ને મુખી ની ખબર લેવા માટે જતો હતો ત્યાં ગઢવી સાહેબ એ એને બાજુ માં બોલાવ્યો,
જો બેટા ગુસ્સો છે ને એ માણસ ની કમજોરી છે,ગુસ્સા થી કોઇ નુ ભલુ થયુ નથી,અને જો તુ ગુસ્સા માં આવી ને મુખી ને ઇજા પોચાડિસ તો એ મુખી તારી પર કાનુની કાર્યવાહિ થાશે અને એક વાર તારા પર કેસ થયો તો તુ આઇ.એ.એસ કે આઇ.પી.એસ નહિ બની શકે માટે તુ શાંત થા અને હિંમત થી કામ લે...
ગઢવી સાહેબ ના સમજાવા થી દિપક સમજી તો ગયો પણ મૂખી ની આંખ માં ગઢવી સાહેબ માટે જે ઝેર છે એને કોણ કાઢશે,
એક દિવસ બન્યું એવુ કે મુખી નદિ ના ઉંડાણ ના કામ ને જોવા માટે જાય છે અને રસ્તા માં ચાલતી વખતે એક ટ્રક એને થોકર મારે એની પેલા દિપક સાઇકલ લઇ ને આવતો હોય છે અને એ ટ્રક પેલા મુખી ને જડપે લે ત્યાં જ દિપક મુખી ને ધક્કો મારી ને સાઇડ માં કરી દે છે અને મુખી નીચે પડિ જાય છે,કપડા ખંખેરી ને દિપક ની નજીક આવે છે અને કહિયુ કે તે મને ઘક્કો મારી ને મારો જીવ બચાવ્યો છે અને હુ તારા બાપુ ને મારવા ઉભો થયો હતો,
અરે મુખી બાપા ટાઈમ ટાઈમ ની વાત છે,પેલા તમે મારા બાપુ ને જાણી જોઇને મારવા નીકળ્યા હતા અને અત્યારે તમે અજાય્ણા મરતા બચ્યા છો,ભાગ્ય અમુક ટાઈમે જ સાથ આપે મુખી બાપા,તમે જે કાવતરા કરો છો ને મારા બાપુ ને રોકવા હાટુ એ કાંઇ કામ નહિ આવે કેમ કે ઇમાનદાર ને રોકવા માટે કોઇ એવો પેદા થયો નથી અને જો થય પણ ગ્યો હોય ને તો એ જાજો ટકિ ના શક્યો હોય.
મુખી બાપા એ ભલાય નુ કામ કરે છે અને એ કામ આપણ નેજ કામ આવા નુ છે,માટે એના આડા આવા ને બદલે એમને સાથ આપી ને જોવો જીંદગી મસ્ત જીવાશે નહિંતર બીજા નુ ભુંડુ કરવામા રાત ની નિંદર બગાડે છે,
અરે વાહ જેવો બાપ એવો દિકરો હે...!હા દિપુડા વાત તો તારી સાચી છે હો,તારા બાપા ને રોકવા કેટલાઇ દિ થીયા નિંદર નથી થય અને ઉપર થી એ ભય હતો કે મે તારા બાપા નુ એસિંડેન્ટ કરાવ્યુ તો મારી ઉપર કાર્યવાહિ નો થાય સારુ એ વીચાર માં દિવસો કાઢુ છુ,
અરે મુખી બાપા એ ગામ તમારુ માન સમ્માન જળવાઇ રહે એ માટે એણે કોઇ નૈ કિંધુ નથી કે તમે એમની પર હુમલો કર્યો છે,તમારા મુખી પદ નુ અપમાન નો થાય એટલે એમણે ગવર્મેટ લીવ ફોર રેસ્ટ ફોર્મ માં એમણે એવુ લખ્યુ કે સ્કુટર ના ટાયર માં પંચર પડવા થી સ્ટુટર નુ બેલેંન્સ અનબેંલેન્સ થયુ અને ટ્રક સાથે અથડાયુ એટલે એસિંડેન્ટ થયુ છે એમ એમણે એ ફોર્મ માં લખ્યુ,અને જો કાર્યવાહિ કરી હોત તો એક તલાટી ને હાની પહોંચાડવા ની સજા છે પાંચ વર્ષ જેલ અને બે લાખ જુર્માનો,પણ મારા બાપુ એ તમારા પદ નુ અપમાન નુ વીચારી ને તેવો દર્દ અને દુઃખ સહન કરી રહ્યા છે,
દિપક ના આવા શબ્દો સાંભળી ને મૂખી બાપા નુ હદ્દય પરિવર્તન થયુ અને મુખી ગઢવી સાહેબ ના ઘરે જઇને માંફિ માંગી અને કહિયુ કે હુ અહિંયા માંફિ માંગવા ના ઉભો હોત જો દિપક મને પેલા ટ્રક થી નો બચાવ્યો હોત તો
ગઢવી સાહેબ ગામના કામ આપણે હારે મડિને કરીશું અને ગામ નો ખુબ વીકાસ કરીશું...
અરે વાહ મુખી તમે તો એક દમ બદલાઇ ગયા હે...
સારુ તો આમેય તે જેઠ મહિનો નજીક જ છે અને વાદળા પણ ધીમે ધીમે બંધાતા જાય છે હવે આ મેધ આવ્યો એટલી વાર અને લગભગ ગામ ની નદિઓ નુ ખોદકામ 90% જેવુ થઇ ગયુ છે અને કાલે કડિયા આવી જાય એટલે ચાર ગામને આડે આવતો પુલ થોડો નબળો હોય એવુ લાગતુ હતુ એટલે કલેક્ટર સાહેબ ને વાત રાખી તો એમણે મંજુરી આપી દિધી છે,તો કાલે એ પુલ તૈયાર થઇ જાય એટલે ચૌમાસા માં એ રસ્તો નાલો ના બની શકે...
વાહ ગઢવી સાહેબ આવી નાની વાતો તમને બોવ ધ્યાન માં આવી જાય છે જે કાલ સવારે મોટી મુસીબત બની જાત એનો ઉકેલ તમે તક્કાલ લાવી દિધો હે...
ગામ માં પહેલા વરસાદ ની પુજા કરવા નુ આરંભ કરવા હોય અને ખેડુતો ને વાવણી કરવા નો અનેરો ઉમંગ હોય ને ખેડુતો પોતાની ખેતી પર ખરપ્યો મારવાની તૈયારી કરતા હોય,જંગલો માંથી મોરલાઓ જાણે મેધ ને બોલાવતા હોય એવો કિલ્લોલ અવાજ આવતો હોય,ઢેંકરા ઉપર બેઠેલો કાંચિંડ઼ો ઉપર જોઇને લાલ ઘુમ થતો હોય,આભ માં જોતા લાગે કે નીલુ થતુ ગગન એક અનેરો વરસાદ લાવાની યોજના બનાવતો હોય,ઘર ની સ્ત્રીઓ મેધ આવે એની પેલા ના છાણા ના કંઢારા ને એક કરી ને ઘરમાં પુરતા હોય,મંદિર ના પુંજારી બાપા થાળી માં ચુંદળી ને કંકૂં અને નાળીયેલ સાથે શુધ્ધ નો દિવો કરતા નજરે પડતા હોય કેમ કે મેધરાજા ના આગમ ની વધામણી કરવાની હોય,આ બાજુ છોકરાઓ બુમો પાડિ ને બોલતા હોય,આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ,ઉની ઉની રોટલી ને કારેલાનુ સાંક,એક બાજુ ગામની દિકરી બહેનો મેધરાજા ના ગીતો ગાતી હોય,
આવો ગામ નો માહોલ ઇન્દ્રલોક માં બેઠા બેઠા વરુણ દેવ જોતા હોય અને એને પણ હરખ થાય વહેવા નો એવો માહોલ મારા ગામ માં જામ્યો હતો,,,
વાદળા એક બીજા સાથે અથડાય છે,વીજ ના ચમકારા થાય છે અને એક દમ ઘોરઅંધાર થાય છે,છમ છમ કરતા ઉપર થી પાણી ના ટીપા પડે છે,અને પુંજારી બાપા મેધરાજા ના આગમન ની પુજા કરે છે,છોકરાઓ વરસાદ માં ખુબ આનંદ કરે છે,ગઢવી સાહેબ અને એમનુ પરિવાર પણ માતાજી નો પાર માને છે અને દુવા કરે છે કે આ વર્ષે એવો વરહ જે બાપ કે આખા વર્ષ સુધી પાણી ખુટે નહિ,
એક ધારો વર્ષી રહેલો મેધ નદિ ના તળ ને ભીંના કરે છે, નાળાઓ ને વહેતા કરે છે,મહાદેવ ની શિવ લિંગ માં વરૂણદેવ ખુદ પાણી ચડાવતા હોય એવુ દ્રિશ્ય નજરે પડતુ હોય છે,અને કોક કવિ ની કલ્પના ની જેમ મેધ નુ આગમન થતુ હોય એમ જણાય છે...
ધીમે ધીમે સમય પસાર થયો હોય અને ત્યાં દિપક ને એક લેટર આવે છે અને એ પોતે ઘરે હોતો નથી એ કાજલ ને મડવા બીજે ગામ ગયો હોય છે,દિપક ના બા એ પુછ્યુ શું લખ્યુ છે કાગળ માં એ તો ક્યો...?
ગઢવી સાહેબ ની આંખ માં આંસુ હતા પણ ખુશી ના હતા અને ખુશ થાતા એમણે કિધું કે દિપુ પાસ થઇ ગયો છે અને 97.45% આવ્યા છે અને આખા ગુજરાત માં ફર્સ્ટ આવ્યો છે,
આ બાજુ કાજલ ના પિતાજી ટી.વી માં ગુજરાતી સમાચાર સાંભળતા હોય છે અને એમા આ વખતે ની યુ.પી.એસ.સી ની પરિક્ષા માં દિપક.એમ.ગઢવી ગુજરાત ના જ નહિ પણ આખા દેશ ના અવ્વલ ટક્કાવારી થી પાસ થયા છે અને એમનો આખા ગુજરાત સહિત દેશ ને ગર્વ છે...
આ સાંભળી ને કાજલ ના પિતાજી કાજલ ના રુમ માં ગયા અને બોલ્યો,,,,એ છોકરા ઉભો થા....દિપક એક દમ ડરી ગયો અને કાજલ પણ ડરતા અવાજ માં બોલી અરે પાપા આમ કેમ વાત કરો છો....કાજલ ના પિતાજી એ એની બાહો ખોલી ને જોર થી બોલ્યા કિંધુ ને ઉભો થા મારો આઇ.એ.એસ ઓફિસર....દિપક કાજલ ના પિતાજી ને ગળે વળગે છે અને આભાર વ્યક્ત કરે છે...
અરે બેટા તે તો તારા ગામ નુ કે જીલ્લા નુ કે રાજ્ય નુ નહિ પણ આખા દેશ નુ નામ રોશન કર્યુ છે અને તુ આખા દેશ નો અવ્વલ આવ્યો છે...97.45% આવ્યા છે તને યુ.પી.એસી માં...
દિપક આ સાંભળી ને એક દમ સ્થંભ થઇ ગયો અને ખુશ થયને એણે ગઢવી સાહેબ ને ફોન કર્યો,
હા હેલો બાપુ જય માતાજી હુ અવ્વલ આવ્યો છુ,
હા દિકરા ખબર છે આજે જ લેટર આવ્યો છે અને તુ ક્યારે આવે છે એ મને કે,હા બસ નીકળુ જ છુ બાપુ,
કાજલ આઇ હેવ ટુ ગો નાવ,થેન્ક્સ અંકલ તમારા બધા આશીર્વાદ થી હુ આ પરિક્ષા ને પાસ કરી ચુક્યો છુ,અરે બેટા આઇ અલવેસ બ્લેશીંગ યુ,નાવ યુ ગો યોર પેરેંન્ટ્સ આર વેઇટ ધેર,એન્ડ કિપ ધીસ માઇ બાઇક્સ કિ,ઓહ નો નો અંકલ હુ બસ માં જતો રહિસ,અરે ના હવે તુ ફેમશ થય ગ્યો છો અને બધા તને ત્યાં ઓડખી જશે માટે તુ આ હેલમેટ અને બાઇક લઇ જા,
ઓકે અંકલ થેન્ક યુ,ઓય હુ પણ આવુ છુ તારી સાથે...
દિપક અને કાજલ બેવ દિપક ના ઘરે જવા નિકળે છે,અને કાજલ દિપક ને કહે છે,
યાર દિપુ તુ તો આમા પણ જીતી ગયો યાર,મારુ શું થયુ હશે મને કેમ લેટર નહિ આવ્યો હોય...!
ઓ મેડમ તમે સાયદ ભુલી ગયા કે જે પાસ થાય એને જ લેટર મડે....
ઓહ હા યાર દિપુ વેલ કાઇ નહિ નેક્સ ટાઇમ બીજુ શુ...!
ઓય દિપુ હુ શુ કહુ છુ કે હુ ઘરે વાત કરુ આપણા બેવ ની
કે નહિ....!
ઓહો તો તમારે લગન ના લાડવા ખાઇ જ નાખવા છે એમ ને...!સારુ એ તો કે છોકરો કોણ છે....?
અચ્છા જી તો તમને નથી ખબર છોકરો કોણ છે....!
ના ના તુ કે...!!!
હિ ઇઝ અન આઇ.એ.એસ ઓફિસર ઇઝ ધીસ સ્ટેસ એન્ડ હિ વેરી સ્મોલ એજ ફર્સ્ટ આઇ.એ.એસ ઇન સ્ટેટ ઔર કન્ટ્રી...મી.દિપક એમ ગઢવી....
દિપકે એક દમ બ્રેક મારી ને ગાડી સાઇડ માં ઉભી રાખી અને બોલ્યો...
તુ મારી સાથે લગન કરવા માંગે છે...
હા તો તારા સીવાય હુ બીજા કોને ઓડખુ છુ અને મે જેટલો તને જાણ્યો છે એટલો તે ખુદે પણ નહિ જાણ્યો હોય યાર...
પણ કાજલ મને સેટ્ટલ તો થય જવાદે યાર પછી આપણે કંઇક ગોઠવી છુ અને તુ જ કેહતી હતી ને કે તારે એમ.બી.એ કરવા યુ.એસ જવુ છે,
હવે મારે કાંઇ નથી કરવુ યાર મારુ સપનુ તો તુ છે અને તારુ સપનુ અને તારી મહેનત બેવ આજે સફલ અને પુરી થઇ છે માટે હુ ફાઇનલી તારી સાથે જ લગન કરીસ તારા પેરેન્સ્ટ નુ ધ્યાન રાખીશ ને તારુ પણ...
યાર અંકલ આંન્ટી માનસે....???
લે કેમ ના માને,નાનપણ થી તને જોતા આવે છે અને તારા જેવો જમાઇ એને આ જગત માં બીજે ક્યાં મડવા નો યાર...હો....મારા જેવો જમાય....વોવ યુ શો ફન્ની યાર...
ખેર આપણે જઇએ બોવ લેટ થઇ ગયુ છે...
દિપક અને કાજલ ઘરે પહોંચે અને બધા એની રાહ જોતા હોય છે,ગામ ના બધા લોકો ગઢવી સાહેબ ના ઘર પર હોય છે,
કાજલ અને દિપક આવે છે,બધા મડિ ને દિપક નુ સમ્માન કરે છે,દિપક બધા ને હાથ જોડિ ને આભાર માને છે,ગામ ના વડિલો દિપક ને આશીર્વાદ છે અને દિપક થી નાના એમને શુભેક્શા આપે છે,
દિપક અને કાજલ માઁ-બાપુજી ના આશીર્વાદ લેવા પાઇ લાગે અને ગઢવી સાહેબ કહે છે કે દિપક શું વીચાર્યુ આઇ.એ.એસ કે પછી આઇ.પી.એસ...????
બાપુ મને તો બેવ ગમે છે કેમ કે બેવ માં દેશ ની સેવા છે,
બસ ફરક ખાલી એટલો છે કે આઇ.એ.એસ માં દેશ ની સેવા સાથે ઉન્નતી અને આઇ.પી.એસ માં દેશ ની સેવા સાથે સુરક્ષા તો ઉન્નતી તમે કરો છો મારે સુરક્ષા આપવી છે,
તો ભલે બેટા આઇ.પી.એસ બનો અને દેશ ની કાનુન વ્યવસ્થા અને સુરક્ષા કરો...
દિપક અને કાજલ અમદાવાદ જવા નિક્ળે છે અને ત્યાંથી દિલ્હિ જશે,,,,,,,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED