આજે પરીની આંખ થોડી વહેલી ખુલી ગઈ. તેને જોયું તો તે તેની રૂમમાં જ સુતી હતી. તેને યાદ આવ્યું કે કાલે તે રાત્રે તે બહાર સોફા પર હતી. જરુર મહેર તેને અહીં લાવ્યો હશે. તે નાહી ધોઈ ને બહાર નિકળી તો અંકલ આન્ટી પણ આવી ગયા હતા.
" અરે, પરી, તું આટલી જલદી ઉઠી ગઈ. ચલ ચા પીવા."
"ના, હું સવારે ચા નથી પીતી, તમે લોકો કયારે આવ્યાં????"
" બસ, જો હજુ આવ્યાં છીએ. બેસ. કેવો ગયો કાલે તારો પહેલો રાઉન્ડ?????" પ્રકાશભાઈ પરીને બેસવાની જગ્યા આપી તે બંને વાતોમાં લાગી ગયાં.
" બહું જ સરસ હતો અંકલ, પહેલાં તો હું ડરી ગઈ કે આટલા બધા લોકોમાં મારો નંબર આવશે કે નહીં. પણ પછી મે થોડી હિંમત કરી એક મસ્ત ગીત ગાયું. લોકોની અવાજ અને જજની તાળીયો વચ્ચે તે ગુંજી ઉઠ્યું. મારી આશા કરતા પણ તે એટલું સરસ ગવાણું કે જજ મને પહેલીવાર માં પાસ કરી દીધી. "
"આટલું પણ ખુશ થવાની જરૂર નથી પરી મેડમ, આ હજું શરૂઆત હતી. હજું તો તારી કરતા સારુ પરફોર્મન્સ આપવા વાળા કેટલા બધા છે ને તેમાંથી કંઈક પંદર કે વીસને પાસ કરવાના છે. તેમાં તું પાસ થઈ જા પછી કહજે કે તારુ સિલેક્શન થયું." મહેરનું આમ બોલવું કોઈ ને ના ગમ્યું ખાસ કરીને પરી ને તેને સામે જ જવાબ આપતા કહ્યું કે " ખબર છે મને, પણ મને વિશ્વાસ છે મારા પર કે હું તે રાઉન્ડ પણ પાર કરી લેવા"
"વિશ્વાસ તો ત્યાં આવેલા બધા ને હોય છે" તે આટલું બોલી બહાર ચાલવા લાગ્યો. ના તેને તેના મમ્મી પપ્પા ને કંઈ પૂછયું ના કંઈ જ બીજી વાતો કર્યા વગર તે ત્યાંથી એમ જ નિકળી ગયો.
બધા તેને જતા જોય રહયા. તેનું આવું બિહેયવ પરી ને થોડું અજીબ લાગ્યું. કાલ સુધી તો બધું જ બરાબર હતું ને અચાનક મહેરને આ શું થયું. તેના વિચારો કંઈ બીજું વિચારે તે પહેલાં જ નિતાબેન બોલ્યાં "બેટા, તું ટેશન ના લેતી, પોતાના પર વિશ્વાસ રાખજે. બીજો રાઉન્ડ પણ તું પાર કરી શકી" આટલું કહીને તે પણ તેના રૂમમાં જતા રહયાં ને પ્રકાશ અંકલ પણ તેના માથા પર હાથ ફેરવી બહાર જતા રહયાં. કોઈ કંઈ જ બોલ્યું ન હતું.
વિચારો વચ્ચે ખોવાયેલ પરીનું મન વિચલિત થતું જતું હતું. કંઈક અજીબ ફિલ થવા લાગ્યું હતું. તે ફરી તેના રૂમમાં ગઈ. પોતાની બેગમાંથી તે તસ્વીર કાઠી તે જોવા લાગી. આ તે જ, પરિવાર છે જેને કયારે પણ તેની આખમાં આસું નહોતા આવવાં દીધા ને આજે મહેરના આટલા શબ્દો પર પણ તેને રડવું આવતું હતું. 'કાશ, પપ્પા તમે મારો સાથ દીધો હોત તો મારે તે ઘરને છોડવું ન પડત. અહીંની દુનિયા થોડી અજીબ લાગે છે મને. મહેરના મમ્મી-પપ્પા બહું સારા છે. તે મને તેની બેટીથી પણ વધારે સાચવે છે. પણ, પળ પળ મને તમારી યાદ આવે છે. દિવસનો એક પળ પણ એવો નહીં હોય કે મે તમને યાદ ન કરયા હોય. કાલે પહેલો રાઉન્ડ પુરો થયો ને તેમાં મારુ સિલેક્શન થયું. પણ મહેરની વાતો મને ડરાવે છે. તે મને હિંમત આપવાની જગ્યાએ મને કહે છે કે હજુ બીજો રાઉન્ડ પુરો કર તો કહેવાય. મને નથી સમજાતું તેનું આવું બિહેયવ. તે એક જ અહીં છે જેને હું ઓળખું છું. જો તે મારો સાથ નહીં આપે તો હું બીજા કોની મદદ માંગી' તેના વિચારો તે તસ્વીરને ફરિયાદ કરતા હતા ને આખો એમ જ રડતી હતી.
"મારી ફરિયાદ પુરી થઈ ગઈ હોય તો હવે આપણે સ્ટુડિયો પર જ્ઈ્એ..!!"
"મારે ત્યાં શું કામ છે..."
"કેમ, પ્રેકટીસ નથી કરવી હવે.... કે થાકી ગઈ "
" થાકવા માટે નથી આવી અહીં " તે રેડી થઈ મહેરની સાથે સ્ટુડિયો પર ગઈ. આખો દિવસ જ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત રહયાં. સાંજે ઘરે જતી વખતે બંને વચ્ચે થોડી વાત થઈ તે પણ સંગીત પર જ તેના સિવાય બીજી કોઈ વાત ન હતી. ના મહેરે તેને કંઈ પૂછયું હતું. ના પરી તેને કંઈ કહેવા માગતી હતી. ઘર સુધી આમ જ ખામોશી ચાલ્યાં કરી. કેટલા દિવસ સુધી આમ જ બને વચ્ચે ચાલતું રહયું. પણ કયાં સુધી બંને વચ્ચે ચુપી રહી શકવાની હતી.
"મહેર, હું જોવ છું તને કે તું મારી બધી જ વાતો ઇગનોર કરે છે, જો તને મારાથી આટલી જ પ્રોબ્લેમ હતી તો મારી સાથે દોસ્તી શું કામ કરી???દોસ્તીતો દુરની વાત મને આ ધરે લઇ આવ્યો તું ને હવે મારી સામે જોતા કે મારી સાથે વાત કરતા તને નથી ગમતું. મે એવું તને શું કહી દીધું કે તને ખોટું લાગ્યું. જો કાલની વાતનું તને ખોટું લાગ્યું હોય તો મને એ સમજાતું નથી કે મે તને એવું કંઈ કીધું જ નથી. કાલે સાંજે મારે તારી સાથે વાત કરવીથી કંઈક બતાવવું હતું. પણ તારી પાસે સમય જ કયાં હતો મને સાંભળવાનો. સોરી, હું થોડી વધારે જ અપેક્ષા રાખી બેઠી તારી પાસે." પરીનો ગુસ્સો ઉપર સુધી પહોંચી ગયો હતો. તે ગુસ્સામાં પણ ક્યુટ લાગતી હતી. ન બોલવાના શબ્દો તે બોલી રહી હતી. સાયદ તે ભુલી ગ્ઈ હતી કે આ તેનું ઘર નહીં પણ કોઈ બીજાનું છે.
"તું જેવું વિચારે છે એવું નથી.... "
"તો કેવું છે.... મહેર....??? " તેનો અવાજ એકદમ ઢીલો થઈ ગયો હતો. ગુસ્સામાં થોડી ખામોશી ભળી ને તે કંઈક જાણવા માગતી હોય તેવા ભાવ સાથે મહેર સામું જોઈ રહી.
"આ્ઈ એમ સોરી પણ હું તારો સાથ નહીં આપી શકું"
"વોટ, પણ મે કયારે એવું કીધું તને કે તું મારો સાથ આપ. મને તો તું અહીં સુધી લઇ આવ્યો એ જ બહું છે. તું કંઈ છુપાવે છે ને મારાથી...... ????" બંને વચ્ચે ફરી એક છુપી આવી ગઈ હતી.
"ના, તો.... "
"મહેર તને બરાબર ખોટું બોલતા પણ નથી આવડતું. ભલે આપણી દોસ્તીના હજું થોડા દિવસ જ થયાં છે. પણ હું તારા ચહેરા ને જોઈ એટલું તો સમજી જ શકું કે તું ખોટું બોલે છે"
"ઓ.... તો મેડમ, હવે મને સમજવા પણ લાગયા. કહી કોઈ ચક્કર તો નથી ને.....???"
"સ્ટોપ...... વાત બદલવાની જરૂર નથી."
"શું કરી મારા વિશે જાણીને જેમાં ખાલી તકલીફ અને દર્દ સિવાય બીજું કંઈ જ નથી. તું જોઈ શકે છે જે ચહેરા ને તે ખાલી બહારથી જ ખુશ લાગે છે પણ અંદરથી કંઈ નથી. તને શું લાગે કે હું ખાલી તને એમ જ ના કહું છું. પરી, તું જે દુનિયાને સારી સમજે છે તે જ દુનિયાએ મારી અને તારી જેવા કેટલાઈ લોકોની જિંદગી વિખેરી દીધી છે."
"મને એ જ નથી સમજાતું કે તું બધી જ વખતે આ દુનિયાને ખરાબ શું કામ કહે છે. જયારે તું પણ તે જ સંગીતની દુનિયામાં રહે છે"
"મજબુરી ઇન્સાનને બધું જ કરાવે છે. પણ તું નહિ સમજે આ વાત કે મે શું ખોયું છે...... "તે આગળ બોલતા અટકી ગયો. ને પરી તેના આસું ભરેલા ચહેરા ને જોતી રહી.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શું હશે મહેરની મજબૂરી...?? કોને તેને ખોઈ દીધા.....??? શું તે બધી હકીકત પરીને બતાવી શકશે....??? શું કામ પરીને મહેરની વાતનું આટલું ખોટું લાગતું હતું....?? શું ખરેખર તે તેને પ્રેમ કરવા લાગી હતી..... ?? શું છે તેની કહાની નો આગળનો ભાગ તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.... (ક્રમશઃ)