Dill Prem no dariyo che - 11 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 11

સાંજ થવા આવી હતી ને મહેર હજુ ધરે નહોતો આવ્યો. પરી તેના રૂમમાં બેઠી હતી ને બાહાર આન્ટીએ અવાજ લગાવ્યો. તે બાહાર નીકળવા જતી હતી ત્યાં જ તેનો હાથ લાગતા ટેબલ પરથી બધી જ બુકો નીચે પડી ગઈ. તેને બધી છ બુકો ઉપર મુકી દીધી પણ તેમાંથી એક લેટર નીચે પડી ગયો જે પરીના હાથમાં આવ્યો. તે લેટર ખોલે તે પહેલાં જ આન્ટીનો બીજી વાર અવાજ આવ્યો ને તે કાગળ બેડ પર મુકીને નીચે ઉતરી ગઈ.

"આન્ટી, તમે કહી જાવ છો..?? "

"હું એકલી નહીં તું પણ મારી સાથે આવે છે."

"હું પણ.... કયાં...??? "

"અમારી ક્રિટી પાર્ટી છે, તને પણ મજા આવશે."

"ના,પછી ક્યારેક આવી આજે નહીં. હમણા મહેર આવશે તો મારે તેની સાથે બેસી થોડી તૈયારી કરવાની છે"

"મહેર આજે લેટ આવવાનો છે. સાયદ રાત પણ થઈ જાય. તું એકલી અહીં બોરીગ થઈ જાય એના કરતાં ચલ મારી સાથે મજા આવશે." પરી તે આન્ટીનું માન રાખી તેની સાથે ગ્ઈ તો ખરી પણ તેને ત્યાં મજા નહોતી આવતી. એક તો ત્યાં બધી તેની મમ્મીની ઉમરની બધી લેટ ને તેમાં તેના વિચારો હજું મીતાની વાતો પર ફરતા હતા. મુશ્કેલથી પાર્ટી પુરી થઈ ને તે બંને ધરે આવ્યાં. હજું પણ મહેર ધરે નહોતો આવ્યો ને રાત પણ થઈ ગઈ હતી. તે તેની રૂમમાં ગઈ ફ્રેસ થઈ તે બેડ પર સુવાની તૈયારી કરતી હતી ત્યાં જ તેને તે લેટર દેખાણોને તેને તે લેટર ફટાફટ હાથમાં લીધો ને ખોલી વાંચવા લાગી.

'મહેર, હું તને બહું પ્રેમ કરુ છું. પણ કંઈક ડર લાગે છે. તને આ વાત કહેતા કે તું મને આ બધું જાણયાં પછી સ્વિકાર નહીં કરે તો... પણ આજે મારે તને કંઈક કહેવું છે. મારા પોતાની જિંદગી વિશે. તું જેવી મને સમજે છે તેવી હું નથી મે તારી સાથે પણ રમત રમી. પણ મને કયાં ખબર હતી કે આ રમત મારા પર જ ઉલટી થઈ પડશે. મને તારી સાથે રમત રમતમાં જ પ્રેમ થઈ ગયો. પણ આ વાત જયારે મે સમજી ત્યારે થોડું મોડું થઈ ગયું હતું. કાલે સાંજે આપણે મળ્યાં પછી જયારે હું ધરે જ્ઇ રહી હતી ત્યારે મારા પર એક વ્યક્તિનો કોલ આવ્યો. તેમને મને તેના સ્ટુડિયો પર સોન્ગ રેકોર્ડ કરવા બોલાવી ને હું ત્યાં ગ્ઈ. સોન્ગ જબરદસ્ત બન્યું. તે ખુશીમાં અમે ત્યારે જ પાર્ટી પ્લાન કરીને આખી રાત તેની ઉજવણી કરી. મે એટલી પીધી હતી કે મને ત્યાં શું બન્યું તેનો પણ અદાજો ન હતો. હું ઘરે આવી પછી થોડાક સમય પછી મે મારો ફોન જોયો તો એમાં મારા જ વિડીયો લીક થયેલો હતો. કાલે રાત્રે જે પણ બન્યું તે બધું જ આ વિડીયોમાં મે જોયું. હું વિશ્વાસ પણ ના કરી શકું તેવું કંઈક મારી સાથે બની ગયું હતું. હજું હું વિડિયો બંધ કરુ તે પહેલાં જ તેનો ફોન આવ્યો કે જો તે તેનું સોન્ગ રીલિઝ થવા દેશે તો તેની સાથે જ આ વિડીયો પણ લીક થઈ જશે. મારે શું કરવું તે હવે મને સમજાતું ન હતું. એક પળમાં હું સુપરસ્ટાર બની જવાની હતી ને બીજી પળ મારી જિંદગી બેકાર થઈ જવાની હતી. જેની દુનિયા સામે કોઈ વ્યેલ્યું નહોતી થવાની. મહેર મારી જિંદગી મારુ સપનું હતું ને આજે તે જ સપનું તુટે તે પહેલાં જ હું મારી જાતને ખતમ કરી દેવા માગું છું. આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મહેર, જો કદાચ હું આ દુનિયામાં જ ના રહું તો તે મારુ કંઈ નહીં બગાડી શકે ને જો તેવું કંઈ કરવાની કોશિશ પણ કરશે તો મારી મોતનો જીમેદાર તે ગણાશે. મહેર, મારે તારી સાથે જિંદગી જીવવી હતી પણ તે હવે શકય નથી પ્લીઝ તું મારા કારણે તું તારુ કરિયર નહીં બગાડતો. મે મારુ સપનું પૂરું કર્યું છે. આજે સાંજે જયારે તને મારા ન હોવા ના સમાચાર મળશે ત્યારે દરેક ન્યુઝ ટીવીમાં મારી જિંદગીની છેલ્લું સોન્ગ વાગતું હશે. ભલે આ દુનિયાએ મને પહેલા ના ઓળખી પણ મરતા મરતા જરુર તે બધા મારા દિવાના થઈ જશે. બાઈ, આ લેટર ખાલી તારા માટે હતો જે કયારે પણ કોઈના હાથમાં નહીં આવવા દેતો આ્ઈ લવ યુ.- તારી મિતા'

પરીના હાથમાં લેટર એમ જ પડયો રહયોને તે ત્યાં જ પડી ભાંગી ગઈ. તેની આખોમાંથી ખાલી આશું જ વહેતા હતા. તેનું વિચારો વગરનું મન ખાલી થઈ ગયું હતું. તે બસ રડે જતી હતી. તેનો રડવાનો અવાજ મહેરે સાંભળ્યો ને તે રૂમમાં આવ્યો.

"પરી, શું થયું....??? " પરીએ કંઈ પણ જવાબ આપ્યા વગર જ તે લેટર મહેરના હાથમાં મુકયો.

"વોટ, તે આ લેટર કોને પુછી લીધો...?? મે તારા પર વિશ્વાસ કરયો તેનો એ મતલબ નહીં કે તું મારી કોઈ પણ વસ્તુંને હાથ લગાવી શકે. ભુલ મારી છે કે મે તને આ રૂમમાં રહેવાની પરમિશન આપી. પરી આ રૂમ ખાલી મિતાની હતી. તેની વસ્તુને કોઈ હાથ નહોતું લગાવી શકતું તો તું કેવી રીતે લગાવી શકે. હું તને બધી જ વાત કરવાનો જ હતો. શું એટલું પણ સબર ના થયું તારાથી કે તે બધી બુકોને ખોલી મિતાની હકીકત જાણવાની કોશિશ કરી...!!!!ખબર નહીં કેમ મે તારા પર વિશ્વાસ કરી લીધો. મારે કંઈ કહેવું જ નહોતું જોઈએ." પરીને સંભાળવાની જગ્યાએ તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. જાણે તેની કિંમતી વસ્તું પરીએ લઇ લીધી હોય.

"સોરી, મહેર મને નહોતી ખબર આ મીતાનો લેટર હશે..." મહેર એટલો ગુસ્સામાં હતો કે તેની સામે પરી ગમે એટલી માફી માંગી કોઈ ફાયદો ન હતો. "મહેર, મે અહીંની કોઈ પણ વસ્તુંને હાથ ક્યારે નથી લગાવ્યો" તેની આખોમાં આસું એમ જ વરસી રહયા હતાં છતાં પણ તે મહેર પાસે માફી માંગી રહી હતી. તેની કોઈ ભુલ જ ના હોવા છતાં મહેર તેને વગર વાતે દોશી ઠેરાવી રહયો હતો.

"સોરી.... કહેવાથી હવે શું બદલી જશે. જિંદગી તો મારી હતી ને તે થઈ ગઈ મારાથી અલગ. તેમાં તને શું ફરક પડવાનો." મહેરના આ શબ્દો પરીને દિલથી લાગી ગયા. તેની રડતી આખોમાં આસું રુકી ગયાં ને તે ઊભી થઈ મહેર સામે જ બોલી ઊઠી,

"ફરક પડે છે મહેર મને કેમકે, હું પણ એક છોકરી જ છું. તને એવું લાગતું હોય કે મે તારી જિંદગીમાં દખલગીરી કરવાની કોશિશ કરી છે તો હવે નહી કરુ. ભુલ થઈ ગઈ મારી કે મે નીચે પડેલી બુકને ઉપર મુકવાની કોશિશ કરી, ભુલ થઈ ગઈ મારી કે મે તે લેટરને વાંચયો જે સાયદ મારે નહોતો વાંચવો જોઈએ રાઈટ, પણ હવે ભુલ થઈ ગઈ છે તો મારે તેને સ્વિકારી પણ પડશે. અત્યારે તો શક્ય નથી પણ કાલે તારા ઉઠયા પહેલા જ આ ધરેથી હું નિકળી જાય. બસ. "

♥ ♥ ♥♥ ♥ ♥♥ ♥ ♥
મિતાની હકિકત જાણયાં પછી પરીને તકલીફ તો થઈ હતી પણ મહેરનો આ ગુસ્સો તેના દિલને વધારે તકલીફ આપી ગયો ત્યારે શું ખરેખર પરી મહેરની જિંદગીથી દુર થઈ જશે.......???? શું પરી મિતાની હકિકતથી ડરીને પોતાનું સપનું તોડી નાખશે...?? શું હશે પરીનો આગળનો રસ્તો તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.... (ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED