ઓપેરેશન દિલ્હી - ૧૯ Dhruv vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપેરેશન દિલ્હી - ૧૯

રાજ અને પાર્થ ના નીકળી ગયા બાદ કેયુર અને અંકિત તેમજ ચારે છોકરીઓ એ વિચાર થી બેઠી હતી કે સામે ની રૂમ માં કેવી રીતે દાખલ થવું અને અંદરની માહિતી મેળવવી.
“કઈ વિચાર્યું કે અંદર કેવી રીતે જવું?.”આખરે મૌન તોડતા ખુશી એ પૂછ્યું.
“ના હજુ સુધી તો કઈ વિચાર્યું નથી.કઈ સૂઝતું જ નથી.”કેયુર
“મારે પણ એવુજ છે.કઈ સૂઝતું નથી.” અંકિત
“એ બધું તો ઠીક પણ આપણે એ પણ જોવું જોઈએ કે અંદર રહેલ માણસ કેટલો ભયંકર છે અને તેની પાસે હથિયાર પણ હશે.” રીતુ.
“”યસ.....................”કેયુરે ખુશ થતા બૂમ પાડી.
“શું થયું ભાઈ આમ બૂમો કેમ પાડે છે.”અંકિત
“યાર એક સરસ આઈડીયા છે.”કેયુર
“શું?” બધા એક સાથે બોલી ઉઠ્યા.
“પણ એમાં અપને આ હોટેલ ના કોઈ સ્ટાફને વિશ્વાસ મા લેવો પડશે.....”
“એ બધું છોડ તું પહેલા તારો પ્લાન જણાવ.” અંકિતે તેની વાત વછે થી કાપતા કહ્યું.
“તો સાંભળો મારો પ્લાન એ છે કે અપને હોટેલના કોઈ માનસ જોડે થી હોટેલના સ્ટાફ ના કપડા લઇ આવીએ અને રૂમ સર્વિસ ના બહાને ત્યાં અંદર જઈ શકાય.” કેયુર
“પ્લાન તો બરબર છે પણ કપડા ની વ્યસ્થા કેવી રીતે કરશો.?” રીતુ
“એટલે જ તો કહું છું કે અપનો હોટેલ ના કોઈ સ્ટાફ ને વિશ્વાસમાં લેવો પડશે.” કેયુર
“કપડાની વ્યસ્થા હું કરું છું. ત્યાં સુધી મા તું આગળ નું આયોજન કરી રાખ.” એટલું કહી અંકિત ત્યાંથી આગળ ની વ્યસ્થા કરવા માટે ગયો.
@@@@@@

કાસીમના ગોડાઉન ઉપર રાજ અને પાર્થની હાલત કફોડી થઇ ગઈ હતી. હવે આગળ શું કરવું એ બંને નક્કી નહોતા કરી શકતા.કારણ કે એ બંને એ જે સાંભળ્યું એ ખુબજ ભયાનક હતું. જેના કારણે સમગ્ર દેશમાં દહેશત નો માહોલ થઇ શકે તેમ હતો. એજાજે તેના માણસોને યોજના જણાવી.”તમને બધાને કાલથી અહીજ આગળની જરૂરી ટ્રેનીગ આપવામાં આવશે જે આપણને ને આ યોજનામાં ઉપયોગી હશે. હવે સાંભળો આજ થી ચાર દિવસ પછી આપણે દિલ્હી માં આવેલા એક મોલ પર હુમલો કરીશું. આ વખતે આપણે દિલ્હી ના એક મોલ પરહુમલો કરીશે આ વખતે આપણે સરકારને મોટા પ્રમાણ માં નુકશાન કરી અને દેશ ને બરબાદ કરવાનો છે.એટલે પહેલા આપણે માણસો ને બંદી બનાવી અને ત્યાર બાદ સરકાર પાસેથી એવી કીમત વસુલ કરીશું કે એના કરને સરકાર નું મોટા પ્રમાણ માં નુકશાન થશે.”
“પણ સરકાર એટલી કીમત આપશે શા કારણે એના કરતા તો એ કોઈ ને કોઈ રીતે અપના ઉપર હુમલો કરી શકે.” એજાજ ની વાત કાપી ત્યાં હાજર વ્યક્તિઓ માંથી એક વ્યક્તિ બોલ્યો.
“ના, આ વખતે એવું નહિ થાય કારણકે આપણી પાસે ત્યાં બંદી બનાવેલા માણસો માં સરકારનો એક ખાસ માણસ પણ બંદી હશે. જેથી સરકાર ને અપની વાતો ચોક્કસ સ્વીકાર્વીજ પડશે.”એજાજ
“એ કયો માણસ હશે જેના કારણે સરકારે અપની વાત માનવી પડે.”બીજો એક વ્યક્તિ બોલ્યો.
“એ હશે હાલના મંત્રીઓ માના એક અગત્યનો મંત્રી જે ચાર દિવસ પછી એ મોલ માં ના એક કાર્યક્રમ માં હાજરી દેવા માટે આવવાનો છે એનું નામ છે ચિરાગ ત્રિપાઠી.”
નામ સાંભળી ને બધા આશ્ચર્યચકિત થઇ ગયા. કેમ કે ચિરાગ ત્રિપાઠી એ ખુબજ હોશિયાર અને બુદ્ધીશાળી નેતા હતો.જેને પોતાની બુદ્ધિંપ્રતિભા થી ખુબજ નાની ઉમર માં મોટા પદ ઉપર આવ્યો હતો.એક સામાન્ય કાર્યકર થી પોતાના રાજનીતિક કરિયરની શરૂવાત કરી થોડાજ વર્ષો માં દેશના એક મહત્વ ના સંરક્ષણ ખાતામાં એ મંત્રી તરીકે કાર્યરત હતો.તે આ હોદ્દા ને સંભાળ્યા બાદ દેશની સુરક્ષા માટે તેને ઘણા ફેરફારો કાર્ય હતા. જેના કારણે દેશની સુરક્ષા પહેલા કરતા વધુ સુરક્ષિત અને મજબુત થઇ ગઈ હતી જે અમુક દેશોને પસંદ નહોતું.જેના કરને આ ષડયંત્ર ની રચના થઇ હતી. અને એ માટે હુસેન અલી ને આ મિશન નો કારભાર સોપ્યો હતો જેના કરને એ ત્રણેય અત્યારે અહિયાં હાજર હતા. પરંતુ એ ત્રણેય તો માત્ર એક મહોરા જ હતા.
રાજ અને પાર્થ પણ આ માટે થીજ ગભરાયેલા હતા. એબંની અત્યારે ત્યાંથી નીકળી જવું યોગ્ય લાગ્યું. એટલે એ બંને ત્યાંથી નીકળી હોટલ જવા રવાના થયા. જ્યાં બીજું એક રહસ્ય તેઓની રાહ જોતું ઉભું હતું.