Operation Delhi - 7 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન દિલ્હી - ૭

બીજા દિવસે સવારે બધા મિત્રો ઊઠીને નિત્યકર્મ પતાવી અને પોતાના રૂમ માં થી બહાર નીકળ્યા, પણ રાજ અને અંકિત હજુ સુધી રૂમમાંથી બહાર આવ્યા ન હતા. એટલે પાર્થને એવું લાગ્યું કે મોડે સુધી જાગ્યા હોવાથી બંને હજુ સુધી સૂતા હશે. પાર્થે તેઓના દરવાજા પર ઘણા બધા ટકોરા માર્યા. તેમજ બેલ પણ વગાડ્યો પરંતુ તેનો કોઈ પણ પ્રત્યુત્તર ન આવ્યો.

“ આ બંને હજુ પણ ઉઠ્યા નથી.” દિયા.

“ પાર્થે રાજ ના મોબાઈલ પર ફોન કરી જો.” રીતુ

પાર્થે રાજ ના ફોન પર ફોન લગાવ્યો. પણ એ સ્વીચ ઓફ આવતો હતો. પછી તેને અંકિતના ફોન પર પણ પ્રયત્ન કર્યો. એ પણ સ્વીચ ઓફ આવતો હતો.એટલે પાર્થ ને લાગ્યું કે નક્કી કશીક ગરબડ છે,નહિતર આ બંનેના ફોન એકસાથે ક્યારેય પણ સ્વીચ ઓફ ન આવે. ત્યાં કેયુર બોલ્યો “લાગે છે કે બંને રાત્રે મોડે સુધી મોબાઈલમાં મૂવી જોતા હશે. અને ફોન ચાર્જર પર લગાવ્યા વગર સુઈ ગયા લાગે છે. જેથી ફોનની બેટરી પણ પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે.”

“એવું ન બને નક્કી કંઇક ગરબડ છે. નહિતર બંનેના ફોન એક સાથે ક્યારેય સ્વીચ ઓફ ન આવે.” પાર્થ.


“ એક કામ કરીએ તો આપણે મેનેજરને બોલાવી ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલી એમને ઉઠાડીએ અથવા જોઈએ કે અંદર શું થયું છે.” પાર્થ.

પાર્થ ની વાત બધાને યોગ્ય લાગી પાર્થ અને કેયુર મેનેજર ને બોલાવવા માટે ગયા. રીતુ,કૃતિ,દિયા અને ખુશી રૂમ પાસે ઉભા રહ્યા. પાર્થ અને કેયુર તેની રાહ જોવા લાગ્યા. થોડી વાર પછી કેયુર અને પાર્થ મેનેજર સાથે આવ્યા. અને રૂમ નું લોક ખોલી બધા અંદર પ્રવેશ્યા પરંતુ ત્યાં કોઈ જ હતું નહીં. તે બંને નો સામાન પણ એમ જ પડ્યો હતો.

“ મેં કહ્યું હતું ને કે કશીક ગડબડ છે. નક્કી ગઈકાલે રાત્રે કંઈક તો થયું છે.” પાર્થ.

“ક્યાંક એવું તો નથી ને કે બંને સવાર સવારમાં આપણી સાથે મજાકના મૂડમાં હોય” ખુશી.

“એ પણ બની શકે કે બંને સવારે કોઈ કામસર બહાર ગયા હોય પાછા આવતા મોડું થઈ ગયું હોય.” કૃતિ.

“બની શકે પણ આ બન્ને એવા તો છે નહીં કે આટલી વહેલી સવારે કંઈક કામ આવે એ પણ દિલ્હીમાં. મજાકના મૂડમાં હોય એવું પણ લાગતું નથી એમ કે ઘરે પણ બને ક્યારેય પણ વહેલા ઊઠતા નથી.” પાર્થ.

“તો હવે શું કરીશું?” દિયા

એક કામ કરીએ થોડી વાર રાહ જોઈએ. હોટલની બહાર આવેલ કેફેમાં આપણે કોફી પીએ ત્યાં સુધી રાહ જોઈએ પછી આ વિચારીએ કે આગળ શું કરવું છે.” પાર્થ.

બધા હોટેલની બહાર આવેલા કેફેમાં કોફી પીવા માટે આવ્યા ત્યાં જઈ પાર્થે બધા માટે કોફીનો ઓર્ડર આપ્યો. વાતો કરતા કરતા બધા કોફી ની રાહ જોતા હોય છેત્યાં પાર્થ ની નજર એક વ્યક્તિના હાથ પર પડે છે તેના હાથ પર બંધાયેલ ઘડિયાળ જોઇ પાર્થ કેયુર ને કહે છે કે “કેયુર સામે જો આ ઘડિયાળ તો એ જ છે કે જે આપણે બધાએ ફ્રેન્ડશીપ ડે પર એકબીજાને ગિફ્ટ આપી હતી.”

“ઘડિયાળ તો એ જ છે. પણ એ આ વ્યક્તિ પાસે કઈ રીતે આવી?” કેયુર.

“ચાલ તેને પૂછી લઈએ.કશુક તો જાણવા મળશે.” પાર્થ.

એ બને તે વ્યક્તિને પૂછવા માટે જાય છે. પરંતુ પેલો વ્યક્તિ તે જ સમયે કેફેમાંથી બિલ ચૂકવી અને બહાર નીકળી જાય છે. પાર્થ અને કેયુર તેની નજીક પહોંચે એ પહેલા તો એ વ્યક્તિ બીજી કારમાં બેસી ત્યાંથી નીકળી જાય છે.

@@@@@@

આ તરફ રાજ તથા અંકિતને રૂમમાં બંધ કરી તેની બધી ચીજવસ્તુઓ લઈ લીધી અને બંને ને ખુરશી પર બાંધી દીધા. એ બંનેને બાંધતી વખતે એજાજ ની નજર રાજ ની ઘડિયાળ પડી તેણે તરત જ તે ઘડિયાળ ના હાથ માં થી કાઢી પોતાના હાથમાં પહેરી. આ તેની બીજી અને સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી. એ ઘડિયાળ ના કારણે તે લોકો ખૂબ જ મોટી મુશ્કેલી માં મૂકવાના હતા. ત્યારબાદ તે બીજા રૂમ મા હુસેનઅલી અને નસીર સાથે આજ ની કામગીરી વિશે ચર્ચા કરવા આવ્યો. સાથે સાથે આવતીકાલના દિવસે કરવાના કામોની વિગતો લીધી ત્યાર બાદ બધા સૂઈ ગયા. સવારે ઉઠીને નાસીરે રાજ અને અંકિત ને એક બેહોશી નું ઇન્જેક્શન આપી બેહોશ કર્યા. એ સમયે એજાજ પોતાની આગળની કામગીરી માટે રવાના થયો. હોટેલની બહાર નીકળીને સૌથી પહેલા કેફેમાં જઈ કોફી પીધી. જ્યાં પાર્થ ની નજર તેના હાથ પર રહેલી રાજ ની ઘડિયાળ પર પડી.કોફી પીધા પછી તે બિલ ચૂકવી બહાર નીકળ્યો.જ્યાં મહમદ એની કાર પાસે રાહ જોતો ઉભો હતો. એ બંને ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ પાર્થ અને કેયુર પરત ફર્યા. કોફી આવી ગઈ હતી એટલે બધાએ કોફી પીધી હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED