ઓપેરેશન દિલ્હી - ૨૦ Dhruv vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપેરેશન દિલ્હી - ૨૦

થોડી વાર પછી અંકિત એક થેલી સાથે રૂમ માં દાખલ થયો.
“શું થયું કામ પૂરું થયું કે નહિ?” કેયુરે પૂછ્યું
અંકિતે તેની તરફ થેલી ઉછાળી અને કહ્યું “હું ગયો હોઉં ત્યાં કામ તો પૂરું થાય જ ને.”
કેયુરે થેલી માંથી કપડા બહાર કાઢ્યા એ સાચેજ હોટેલ ના સ્ટાફ ના બે જોડ કપડા લઇ આવ્યો હતો.
“તે આ કેવી રીતે મેળવ્યા?” કેયુર
“એ બહુ લાંબી વાત છે પછી નિરાંતે વાત કરીશું અત્યારે આપણે જે કામ પૂરું કરવાનું છે એ કરીએ તું ઝડપથી આ કપડા પહેરી આવ ત્યાં સુધીમાં હું પણ ચેન્જ કરી લઉં.” અંકિત
ત્યાર બાદ બંને કપડા બદલીને આવ્યા. બંને અસલ વેઈટર જેવા જ લાગતા હતા. બંને એ એક ટ્રોલી માં ચા ના કપ તૈયાર કર્યા.તેમાંથી એક કપ માં બેહોશી માટેની દવા ભેળવી તૈયાર રાખી. ત્યારબાદ બંને રૂમ ની બહાર નીકળી સામેના રૂમ પાસે પહોચ્યાં. ત્યાં પહોચી કેયુરે ડોરબેલ વગાડ્યો થોડી વાર સુધી અંદરથી કશો જવાબ આવ્યો નહિ. આથી કેયુરે ફરી થી ડોરબેલ વગાડી આ વખતે અંદરથી અવાજ આવ્યો.થોડી વાર પછી હુસેનઅલી એ દરવાજો ઉઘાડ્યો સામે વેઈટર ને જોઈ પૂછ્યું “બોલો કોનું કામ છે?”
“તમારુ જ કામ છે સર.. “ કેયુર
“મારું ? પણ મેં તો કશું જ મંગાવ્યું નથી.” હુસેનઅલી
“અમને ખબર છે પણ આ હોટેલ તરફ થી છે.” અંકિત
“અમે તો છેલ્લા પાંચ દિવસ થી આ હોટેલ માં જ છીએ અત્યાર સુધી તો ક્યારેય હોટેલ તરફથી કશું નથી અપાયું તો આજે કેમ?” હુસેન અલી
“આ તો આજે અમારી હોટેલને આજે દસ વર્ષ પૂર્ણ થયા છે. તેથી અહિયાં રહેલ બધા ગ્રાહકોને હોટેલ તરફથી આ છે.” અંકિત
હુસેનઅલી એ બંને ને રૂમમાં આવવા માટે જગ્યા કરી આપી. બંને અંદર દાખલ થયા પછી કેયુરે અંકિત ને ચા બનાવવાનો સંકેત કર્યો. અને હુસેનઅલી બાજુ ફરી અને પુછ્યું “ કેટલી ચમચી ખાંડ સર?”
“બે ચમચી.” હુસેન અલી
ત્યારબાદ અંકિતે ચા બનાવી અને હુસેન અલી ને આપી. જે પીધા બાદ થોડી વારમાં તે બેહોશ થઇ ગયો, જેની જ રાહ કેયુર અને અંકિત ને હતી. જેવો હુસેન અલી બેહોશ થયો તેવી જ બંને એ રૂમ ની તલાશી લેવાનું શરુ કર્યું. તલાશી લેતી વખતે તેને આ રૂમ માંથી ચાર પાંચ બંદુકો મળી આવી તેમજ અમુક નકશાઓ,રોકડા રૂપિયા તેમજ પાસપોર્ટ અને બીજા થોડા અન્ય ડોક્યુમેન્ટ મળી આવ્યા.અંકિતે એ બધા ના ફોટા પોતાના મોબાઈલ માં પાડ્યા અને ત્યાંથી નીકળી ગયા. સાથે સાથે તે એક બંદુક પણ લેતા આવ્યા.બંને શાંતિ થી પોતાના રૂમ માં આવ્યા, વેઈટર વાળા કપડા બદલી રૂમ માં પાર્થ તેમજ રાજ ની રાહ જોતા બેઠા.
@@@@@@@
થોડી વાર બાદ પાર્થ અને રાજ પરત હોટેલ ના રૂમ પર આવી પહોચ્યાં તેણે પોતાનો મેકઅપ દુર કર્યા પછી બધા ફરીથી ચર્ચા કરવા માટે ગોઠવાયા બધાને જાણવાની ઉત્સુકતા હતી કે ત્યાં શું થયું. રાજે આજ સવારથી બની રહેલી તમામ ઘટનાની માહિતી આપી.
“આ તો ખુબ ભયંકર ષડ્યંત્ર છે.” રીતુ
“હા એ તો છે.” પછી કેયુર અને અંકિત સામે જોઇને રાજે કહ્યું “તમે બંને એ શું માહિતી એકઠી કરી છે.”
કેયુરે પણ તેનો પૂરો ઘટના ક્રમ જણાવ્યો અને પેલા નકશા બતાવ્યા.
“આ નકશા શેના છે કઈ ખબર પડતી નથી.”કેયુર
“હા અને એમાં બીજી કોઈ માહિતી પણ લખી નથી.” અંકિત.
“મને લાગે છે કે આપણે હવે આ બાબતની જાણ પોલીસ માં કરી દેવી જોઈએ” કૃતિ
“હા મને પણ એજ યોગ્ય લાગે છે.” રીતુ.
“હવે એ જ આપણી મદદ કરશે.”ખુશી.
“તમારી વાત બરોબર છે. એ પહેલા મો એક મિત્ર શાંતિ નગર પોલીસ માં છે હું તેને વાત કરું તે જ આપણને યોગ્ય માર્ગદર્શન આપશે.” રાજ
રાજે તેને ફોન લગાડ્યો થોડી વાર રીંગ વાગ્યા પછી ફોન ઉપડતા જસામેથી અવાજ આવ્યો “શું વાત છે આજે તો સુરજ પશ્ચિમ માં ઉગ્યો લાગે છે.”
“અત્યારે ખોટી વાતો રહેવા દે, હું કહું છું એ સાંભળ.” રાજ નો અવાજ ગંભીર હતો આથી વિપુલ એ પણ મજાક બંધ કરી અને રાજની વાત ગંભીરતા થી લીધી.
“બોલ શું થયું?”.
ત્યાર બાદ રાજે સમગ્ર ઘટનાક્રમ પહેલેથી જણાવ્યો કે કેવી રીતે તેણે અને અંકિતે એક માણસ પાસે ગન જોઈ પછી બંને એ એનો પીછો કર્યો,બંને ને કેદ થયા,પાર્થે અને કેયુરે તેમને બચાવ્યા,ત્યારબાદ કાસીમ ના ગોડાઉન પર જે વાતો થઇ અને છેલ્લે નકશા વિશે જણાવ્યું.
“આ તો ખરેખર ગંભીર બાબત છે.” વિપુલ
“એટલે જ તો તને ફોને કર્યો છે. હવે શું કરવું? કેમકે જો અહિયાં પોલીસ પાસે જઈશું તો એ ઉલટાના અમારી ઉપર પ્રશ્નોનો વરસાદ કરશે અને એમાં બીજી મુશ્કેલી ઓ ઉભી થશે તને તો ખબરજ હશે પોલીસ ની વાતો કરવાની પદ્ધતિ.” રાજ.
“ એ વાત બરોબર પણ હું એમ શું મદદ કરી શકું?” વિપુલ
“તારા ધ્યાન માં કોઈ એવો ઓફિસર છે કે જે અમારી મદદ કરી શકે અહિયાં?” રાજ
“ત્યાં પોલીસ માં તો કઈ નથી પણ આર્મી માં એક મિત્ર છે જે ચોક્કસ તમારી મદદ કરશે.” વિપુલ
“તો તેનો કોન્ટેક્ટ કરાવી આપ.” રાજે વિપુલ ને કહ્યું ત્યારબાદ ફોન મુક્યો.
@@@@@@@@