Operation Delhi - 8 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન દિલ્હી - ૮

ત્યારબાદ પાર્થ અને કેયુર પરત ફર્યા. કોફી આવી ગઈ હતી એટલે બધાએ કોફી પીધી હતી.

“ક્યાં ચાલ્યા ગયા હતા તમે બંને?” કૃતિ.

“અહીંયા જ હતા.” કેયુર તે લોકોને રાજની ઘડીયાળ વાળી વાત કહેવા જતો હતો, એ કંઈ પણ જણાવે એ પહેલાં જ પાર્થે જણાવી દીધું અને કેયુર ને ચુપ રહેવા નો ઈશારો કર્યો. ત્યારબાદ બધાએ કોફીને ન્યાય આપ્યો. બિલ ચૂકવી અને બધા પરત હોટેલ પર આવ્યા.

“હોટેલ પર રાજ અને અંકિત હજુ સુધી આવ્યા ન હતા એટલે ખુશી એ કહ્યું “હવે શું કરશું રાજ અને અંકિત હજુ સુધી આવ્યા નથી?”

બધા પાર્થ અને કેયુરના રૂમમાં બેઠા હતા. પાર્થ એ રૂમ માં આવી ઘડિયાળ વાળી વાત બધાને જણાવી બરાબર એ જ વખતે કેયુર બોલ્યો કે “તેને ટ્રેક કર જેથી તે વ્યક્તિ વિશે કંઈ ખબર પડે કે તે વ્યક્તિ ક્યાં છે.”

“શું ટ્રેક કર એ કઈ મોબાઇલ થોડો છે. એ ઘડીયાળ છે એ થોડી ટ્રેક થાય.” કૃતિએ કેયુર ની વાતનો મજાક ઉડાવતા કહ્યું

“કૃતિ એ માત્ર ઘડિયાળ નથી એ સ્માર્ટ ઘડિયાળ છે. જે અમારી ચારેય પાસે સરખી જ છે.” પાર્થે તેની અને કેયુર ની એવી ઘડિયાળ બતાવતા કહ્યું. તેમજ તેને ઘડિયાળ વિશે વધારે માહિતી આપી. “આ ઘડિયાળ અમે બધાએ ફ્રેન્ડશીપ ડે ઉપર એકબીજાને ગિફ્ટ આપી હતી. જે દેખાય તો સાદી ઘડિયાળ જેવી છે પણ ખરેખર તે સાદી ઘડિયાળ નથી તે એક સ્માર્ટ વોચ છે તેમાં માઇક્રોફોન કેમેરા અને ટ્રેકિંગ ડિવાઇસ પર લાગેલું છે. જેથી કરી અમે બધા એકબીજા ની કોઈ પણ મુસીબતમાં એકબીજા ની મદદ કરી શકીએ.”

“તો પછી રાહ કોની જુએ છે. રાજ અને અંકિત ની ઘડિયાળ ટ્રેક કર. હવે મને પણ લાગે છે કે તે જરૂર કોઈ મુસીબતમાં ફસાઈ ગયા લાગે છે.” ખુશી.

“મને પણ હવે ડર લાગે છે. કારણકે પેલો વ્યક્તિ પણ બદમાશ જેવો લાગતો હતો.” કેયુર.

“હું ટ્રેકિંગ ની વ્યસ્થા કરું છું.” પાર્થ.

ત્યાંથી નીકળી પાર્થ મેનેજર પાસે ગયો. ત્યાં તેણે મેનેજર પાસે એક કોમ્પ્યુટર તેમજ ઈન્ટરનેટ માટેની મદદ માટે કહ્યું.મેનેજરે થોડી વારમાં વ્યસ્થા કરી આપી. પાર્થે તુરંત રાજ તથા અંકિતની ઘડિયાળ ટ્રેક કરી એ બંને નું લોકેશન ટ્રેસ કર્યુ. જેમનું એક હજી એજ એરિયા માં બતાવતું હતું ને બીજું દિલ્હી થઈ દૂર જંગલોમાં હતું.

એજાજ કે જેણે રાજની ઘડિયાળ બાંધી હતી. તે કેફે માંથી નીકળ્યા બાદ દિલ્હી ની બહાર આવેલા જંગલો બાજુ જઇ રહ્યો હતો.પાર્થે એ ફોટા મોબાઈલ માં પડ્યા અને ટ્રેકીંગ સોફ્ટવેર નું મોબાઈલ સાથે કનેક્શન કરી મેનેજર નો આભાર માની ત્યાંથી નીકળી પોતાના રૂમ પર પહોંચ્યો.

રૂમ પર બધા તેની વાટ જોઈને બેઠા હતા. કોઈ સવાલ પૂછે એ પહેલાં જ પાર્થે તમામ હકીકત થી બધાને વાકેફ કર્યા ત્યાં કેયુર બોલ્યો “અંકિત નુ લોકેશન અહીં જ બતાવતું હોય તો આપણે ત્યાં જઈને તપાસ કરવી પડશે.”

“એ થઈ શકે પણ એની માટે આપણે તેનું એક્ઝેક્ટ લોકેશન જોઈએ. અત્યારે એક્ઝેટ લોકેશન આપણને મળી શકશે નહીં. એક્ઝેક્ટ લોકેશન માટે આપણે થોડી વાર રાહ જોવી પડશે.” પાર્થ

“મને પણ લાગે છે કે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. એ બંને તો કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય અને આપણે ઉતાવળ કરી ને કોઈ પણ પગલું ભરીએ તો આપણે પણ મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશું. જેનાથી બહાર આવવામાં ખૂબ જ તકલીફ પડશે અથવા તો બહાર આવી પણ નહીં શકીએ. એટલે હવે આપણે બધું સમજી વિચારીને કરવું પડશે.”દિયા

“આપણે સૌથી પહેલા આજે સવારે કેફે વાળા માણસનો પીછો કરવો પડશે તેની પાસેથી જ આપણને કશીક માહિતી મળી શકશે.” પાર્થ

“પણ આપણે એ માણસને શોધી શું કેવી રીતે?” કેયુર.

“ મેં એ માણસના હાથ પર રાજ ની જે ઘડિયાળ જોઈ હતી તેને ટ્રેક કરી આપણે તે માણસ સુધી કોઈ જઈશું.” પાર્થ.

“પણ તેનું એક્ઝેટ લોકેશન ખબર નથી તો કઈ રીતે પહોંચશો?” ખુશી.

“અત્યારે જે લોકેશન બતાવે છે તે જગ્યાએ જઈએ ત્યાં સુધીમાં તેનું એક્ઝિટ લોકેશન પણ ખબર પડી જશે. તેથી તેની સુધી પહોંચવામાં કોઈ તકલીફ પડશે નહીં.એ પહેલાં આપણે બધા પહેલા આપણા ઘરે જાણ કરીએ જેથી ઘરે કોઈ ચિંતા કરે નહીં. રાજ તથા અંકિત ના ઘરે પણ હું જાણ કરી દઈશ.” પાર્થ ની વાત બધાને યોગ્ય લાગી એટલે સૌપ્રથમ બધાએ પોતાના ઘરે જાણ કરી દીધી. પાર્થ રાજ તેમજ અંકિત ના ઘરે પણ જણાવી દીધું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED