Operation Delhi - 10 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન દિલ્હી - ૧૦

કેફે માંથી નીકળી મહંમદ તથા એજાજ કાસીમને મળવા તેના ગોદામ પર જવા નીકળ્યા.ગોદામ પર જવાનો રસ્તો કાચો તેમ જ જંગલમાંથી પસાર થતો હોવાથી તેઓને પહોંચતા થોડો સમય લાગ્યો. ત્યાં પહોંચ્યા પછી મહમદે કાસીમનો એજાજ સાથે પરિચય કરાવ્યો. કાસીમ દેખાવમાં થોડો નીચો,તેના મોઢા ઉપર ડાબી આંખની ઉપર જૂના ઘાવ નું નિશાન હતું,ગોળ ચહેરો, ભૂરી આંખો અને વર્ણ થોડો કાળો હતો. તેનો ગોદામ જંગલની વચ્ચે વિશાળ જગ્યામાં બનાવ્યુ હતું. તેમાં પ્રવેશતાની સાથે જ પહેલા ઘણા બધા વૃક્ષો હતા જેના કારણે કોઈને પણ અંદાજ ન આવે કે આની પાછળ પણ કોઈ બાંધકામ કરેલું હશે.તે એક વેરહાઉસ જેવું હતું જેમાં વસ્તુઓનો સંગ્રહ માટે એક મોટો હોલ હતો તેમાં લગભગ દસથી બાર ટકો એકસાથે પાર્કિંગ થઈ શકે. આ સિવાય તેમાં હોલના અંતિમ ભાગમાં એક સીડી ઉપરની તરફ જતી હતી. ત્યાં કાસીમ માટે ઓફીસ બનાવવામાં આવી હતી. એ જગ્યાએ બેસી સંપૂર્ણ ગોદામમાં થતી પ્રવૃત્તિઓ નિહાળી શકાય. આ સિવાય તેમાં બીજા ત્રણ રૂમો માં બનાવેલ હતા. એમાં ક્યારેક કોઈ એજાજ જેવા મહેમાનો આવ્યા હોય તો તેની રહેવાની વ્યવસ્થા થઈ શકે. આમ તો કાસીમ નામ પૂરતો એક્સપોર્ટ નો બિઝનેસ હતો. પરંતુ તેની આડમાં તે ઘણા ગેરકાનૂની કામ કરતો હતો. જેમાં દાણચોરી હથિયારોની હેરાફેરી જેવા કામો નો સમાવેશ થતો હતો. આવા કામ માટે તેણે તેના ગોદામમાં એક ટનલ બનાવી ભોંયરામાં પણ બાંધકામ કરેલું હતું. ત્યાં મોટા મોટા સાતથી દસ રૂમો હતા જેમાં અલગ-અલગ સામાન રહે. તેની વગ પણ તે વિસ્તારમાં હતી જેથી જ મહમદે આ કામ માટે તેની પસંદગી કરી હતી. તેના બે કારણો હતાં નંબર-1 કે તેનું એક્સપોર્ટ નું કામકાજ હોવાથી ચેકપોસ્ટ ઉપર તેની ઓળખાણ હતી તેથી ત્યાંના લોકોનું બહુ ઉંડાણથી ચેકિંગ થતું ન હતું. અને તેના સંબંધો મોટા-મોટા વ્યક્તિઓ સાથે હતા. નેતાઓ,પોલીસ કે જેને અમુક રકમ નિયમિત હપ્તો પહોંચાડતો હતો. આ કારણે તે બધા હથિયારો તેમજ અન્ય સામાન સરળતાથી હેરફેર કરાવી શકે. ત્રણેય કાસીમની ઓફિસમાં આવ્યા. ત્રણે માટે ચા લાવવાનું તેણે કહ્યું અને ચર્ચાનો પ્રારંભ કર્યો

“અમારો સામાન ક્યાં સુધીમાં આવી જશે?”એજાજ

“હજુ ચારથી પાંચ દિવસ થશે અહીં પહોંચતા.” કસીમ

“હજુ પાંચ દિવસ થશે. આપણા નક્કી થયા મુજબ આવતીકાલે અમારો સામાન અહીં આવી જવો જોઈતો હતો. એજાજ

“એ મને ખબર છે પર અત્યારે પરિસ્થિતિ થોડી વિકટ છે એટલે થોડું મોડું થશે.” કાસીમ

“જેમ બને તેમ વહેલી તકે મને મારો સામાન મળે તેમ કરવું. જેથી અમારું કામ પૂરું કરવામાં વિલંબ ન થાય.” એજાજ

“ હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ કે તમને તમારો સામાન જલદીથી મળી રહે.” કાસીમ

“આ વાત ચાલતી હતી ત્યાં ચા આવી બધાએ ચા પીધી. ત્યારબાદ એજાજે કહ્યું “તારે હજી એક મદદ કરવી પડશે.”

“કેવી મદદ” કાસીમે પૂછ્યું.

એજાજે કંઈક ગઈકાલ રાતનો સમગ્ર ઘટનાક્રમ કાસીમ સંભળાવી અને કહ્યું કે “એ બંને છોકરાઓને અહીંયા કેદ રાખવા પડશે.”

“પણ અહીંયા કેમ?” કાસીમ

“કારણ કે જો તેને હોટેલમાં રાખીએ તો કોઈને કોઈ તકલીફ પડે. કોઈને ખબર પડે તો આખી યોજના પર પાણી ફરી વળે તેથી.” એજાજ

“કંઈ વાંધો નહીં પણ તમે તેને અહીંયા ખસેડો તો કોઈને ખબર ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો નહીંતર મારા પર પણ મુશ્કેલી આવી જશે.” કાસીમ

“કોઈને ખબર ન પડે એ માટે મોડી રાત્રે તેને ત્યાંથી અહીંયા લાવીશું. તેને અહીં જ કેદ રાખીશું કે જ્યાં સુધી એ ખબર ન પડે કે એ લોકો કોણ છે અને આપણા વિશે કેટલું જાણે છે?” એજાજ

“ઠીક છે મારા માણસો રાત્રે અહીં હશે. તમે ગમે ત્યારે આવી જજો.” કાસીમ

એજાજ તથા મોહમ્મદ ત્યાંથી નીકળ્યા. કારણ કે જ્યાં સુધી તેઓનો સામાન ન આવે ત્યાં સુધી તેઓની કોઈપણ યોજના આગળ વધી શકે એમ ન હતી. તેથી એ લોકો હોટેલ પર પરત આવવા રવાના થયા. ત્યાં પાર્થ તેમજ કેયુર તેમની રાહ જોતા વેઇટિંગ એરિયા માં બેઠા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED