ઓપરેશન દિલ્હી - ૪ Dhruv vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપરેશન દિલ્હી - ૪

બીજા દિવસે સવારે બધા ઉઠી તૈયાર થયા ને ફરવા જવા નીકળ્યા. એ પહેલા એ લોકો એ હોટલ ના રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો. ત્યારબાદ એ લોકો પીનવેલી નેશનલ પાર્ક, રોહતાંગ પાસ અને સોલાંગ વેલી ફરવા ગયા. ત્યા એ લોકોએ પ્રકૃતિનું મન ભરીને રસપાન કર્યું અને પ્રકૃતિના નજારા તેમજ તેનું સૌંદર્ય કેમેરામાં કેદ કર્યું. આખો દિવસ ફર્યા બાદ રાત્રે એ લોકો હોટેલમાં આવ્યા.આજે થાક વધારે હોવાથી એ લોકો જમીને વહેલા સૂઈ ગયા.રાજ આજે પણ ગાર્ડનમાં બેસવા ગયો. એને એમ હતું કે કદાચ આજે પણ પેલી છોકરી ના દર્શન થાય. તે એક કલાક જેટલો સમય ત્યાં બેઠો પણ આજે કોઈ હજુ આવ્યું નહીં. આખરે એ કંટાળી પોતાના રૂમમાં જવા રવાના થયો ત્યાં એક કોમળ અને શાંત અવાજ એના કાને પડ્યો “એક્સક્યુઝ મિસ્ટર”

રાજે ચમકીને પાછળ જોયું તો તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેની પાછળ પેલી કાલે જે છોકરી સામે બેન્ચ પર બેઠી હતી,એ રાજ ને બોલાવી રહી હતી. તે દૂરથી તેની પાસે આવી અને બોલી “તમે ગુજરાતી છો?”

“હા” રાજે સામો પ્રશ્ન પૂછતા કહ્યું “શું તમે પણ ગુજરાતી છો?”.

“હા હું પણ ગુજરાતી છું. મારું નામ ખુશી છે.” ખુશી.
“ગુજરાત મા કઈ જગ્યાએ રહેવાનું છે?” રાજે વાત આગળ વધારવા ના હેતુ થી પ્રશ્ન કર્યો.

“હું શાંતિનગરમાં રહું છું” ખુશી

“ શું! તમે પણ શાંતિનગરમાં રહો છો! રાજે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું અને વાત આગળ વધારી “હું પણ ત્યાં જ રહું છું”

“એમ ! કઈ જગ્યાએ? હું ત્યાં કેસર પાર્ક માં રહું છું” ખુશી એ કહ્યું

“હું ત્યાં નટવર નગરમાં રહું છું” રાજ

“વેકેશન હોવાથી મમ્મી-પપ્પા સાથે ફરવા આવી છું પણ એ લોકો વહેલા સૂઈ જાય છે. હું એકલી બોર થઈ જાઉં છું. તેથી ગાર્ડનમાં બેસવા આવી જાવ છું. ગઈકાલે મને લાગ્યું કે તમે પણ ગુજરાતી છો. તમારી સાથે વાત કરવા આવતી હતી. ત્યાં પપ્પા નો કોલ આવ્યો એટલે રૂમમાં ચાલી ગઈ. તમે એકલા જ આવ્યા છો કે ફેમિલી સાથે.?”

“અમે બધા મિત્રો વેકેશન હોવાને કારણે અહીં ફરવા જ આવ્યા છીએ. આ બે દિવસ મનાલી ફર્યા કાલે બજારમાં ખરીદી માટે જઇશું પછી અહીંથી લડાખ જવા રવાના થઈશું” રાજ.

“તમે કઈ કોલેજમાં ભણો છો” ખુશી.

“મહાત્મા એન્જિનિયરિંગકોલેજ સેકન્ડ યર” રાજ.

“એ કોલેજમાંમારી ફ્રેન્ડ પણ છે. એ પણ બીજા જ વર્ષમાં જે કદાચ તમે ઓળખતા પણ હશો” ખુશી

“લગભગ તો કોલેજમાં બધાને જ ઓળખીએ છીએ” રાજ

“એના નામ દિયા અને રીતુ છે” ખુશી.

“શું વાત કરો છો ! એ બંને તમારી ફ્રેન્ડ છે? એ બંને પણ અમારી મારી સાથે જ અહી આવી છે” રાજ.

“એ બન્ને એ તો મને નહોતું જણાવ્યું કે બન્ને અહીં આવે છે. એ બન્નેએ જણાવ્યું હતું કે અમે બન્ને કોલેજના મિત્રો સાથે ફરવા જઈએ છીએ જો મને જણાવ્યુ હોત તો હું પણ તેઓની સાથે જ તમારી જોડે આવત.” ખુશી એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે “શું હું પણ આગળની ટુર તમારી સાથે આવી શકું? કેમકે મારા પપ્પાને અરજન્ટ કામ આવી ગયેલ હોવાથી તેને ફરજિયાત કાલે પાછું ફરવું પડશે.”

“ચોક્કસ આવી શકો. અમારે પણ એક મિત્ર માં વધારો થશે” રાજ.

“ઠીક છે ત્યારે હવે જઈએ એમ પણ વાતોમાં ઘણોબધો સમય પસાર થઈ ગયો છે.” ખુશી.

“ઓકે ગુડ નાઈટ કાલે સવારે રેસ્ટોરન્ટમાં મળી દિયા અને રીતુને સરપ્રાઇઝ આપીએ.” ખુશી.

“કાલે નવ વાગ્યે.” રાજ.

ત્યારબાદ બંને પોતપોતાના રૂમમાં જઈ અને આરામથી ઊંઘી જાય છે સવારે ખુશી ને મળવાના કારણે રાજ સવારે વહેલા ઊઠીને તૈયાર થઈ સૌની પહેલાં રેસ્ટોરેન્ટ પહોંચી જાય છે બધા મિત્રો થોડીવાર પછી રેસ્ટોરન્ટમાં આવે છે

“ કેમ ભાઈ આજે બધાની પહેલા પહોંચી ગયો.” અંકિત

“દરરોજ સૌની છેલ્લે તૈયાર થવાનો વાળો આજે સૌથી પહેલા” કૃતિ એ અંકિતની સાથે રાજ ની મજાક કરતા કહ્યું.

“ના એવું કંઈ નથી આજે સવારે વહેલો ઉઠી ગયો હતો એટલે વહેલો આવી ગયો.” રાજ.

“તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે.”રાજે દિયા અને રીતુ તરફ જોઈ કહ્યું.

“શું છે?” દિયા અને રીતુ બંને એકસાથે પૂછ્યું.

“એ થોડીવારમાં ખબર પડી જશે નહીંતર સરપ્રાઈઝ નો મતલબ શું.” રાજ હજી પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ ખુશી તેને રેસ્ટોરન્ટમાં દાખલ થતી દેખાઇ.

ખુશી પણ રાજને જોઈને તે ટેબલ પાસે આવી અને તેને બધાને ગુડ મોર્નિંગ વિશ કર્યું.

“વ્હોટ અ સરપ્રાઈઝ ખુશી” દિયા અને રીતુ આશ્ચર્યચકિત થતા બોલ્યા.

“ આ તું અહીંયા ક્યારે આવી?” રીતુ

“તું આ જ સરપ્રાઈઝ વિશે કહેતો હતો ને.” દિયા એ રાજ તરફ જોઈ ને કહ્યુ.


“આજ એ સરપ્રાઈઝ છે.” પછી રાજે બધાને કાલ રાત ની વાત કરી અને બધાની સાથે ખુશી નો પરિચય કરાવ્યો તથા નાસ્તા માટેનો ઓર્ડર પણ આપ્યો. બધા નાસ્તો કરી અને બજારમાં ખરીદી કરવા માટે ગયા. ખરીદી કરતા કરતા સાંજ ક્યારે પડી ગઈ એની ખબર પણ ન રહી. બધા પરત ફર્યા અને હોટલના રેસ્ટોરન્ટમાં ડિનર કરી બધા પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે રાજે કહ્યું કે “આજે અહીં આપણો છેલ્લો દિવસ છે. આપણે બધા કાલે અહીંથી લેહ જવા નીકળી શું. અને હજુ તો આઠ વાગે છે, તો બધા ફ્રેશ થઈને થોડીવાર ગાર્ડનમાં બેસીને.”

બધાને રાજ ની વાત યોગ્ય લાગી. બધા થોડીવાર બાદ ગાર્ડનમાં ભેગા થયા.ત્યાં બેસતા બધા મનાલી વિષે વાતો કરવા લાગ્યા. થોડી વાર વાતો કર્યા પછી રાજે આગળ ની ટુર વિશે જણાવતા કહ્યું કે “તો મિત્રો આપણે કાલે અહીંથી જવા રવાના થઈ શું ત્યાં પહોંચતાં લગભગ આપણને સતર કે અઢાર કલાક જેટલો સમય લાગશે.ત્યાં એક જ દિવસ રોકાઇ અને ત્યાંથી આપણે લડાખ જવા રવાના થઈ શું આ બધી મુસાફરી આપણે કારમાં કરવાની રહેશે લડાખ આપણે બે દિવસ રોકાઇ ત્યાંથી આપણે દિલ્હી જવા માટે નીકળી શુ. તો બધા આગળ મુસાફરી માટે તૈયાર છો ને”

બધા એ હકારમાં માથું હલાવ્યું. ત્યારબાદ હોટેલના રૂમમાં જઈ બધા સૂઈ ગયા.