Operation Delhi - 17 books and stories free download online pdf in Gujarati

ઓપેરેશન દિલ્હી - ૧૭

રાજ અને અંકિત આરામ કરીને ઉઠ્યા ત્યારે જમવાનો સમય થઈ ગયો હતો. રાજે પાર્થને અને ફોન લગાવ્યો “પાર્થ તમે જમી લીધું કે બાકી છે?”

“તમને મૂકીને અમે જમી લઈએ તેમ લાગે છે તને?” પાર્થ.

“ના મને હતું જ એટલે મેં ફોન કર્યો.તો અમારા કરને હજુ સુધી તમે પણ ભૂખ્યા છો.” રાજ.

“હવે બહુ વધારે થાય છે.” પાર્થ .

“ તું જમવાનું અહીં રુમ પર જ લઇ આવ ત્યાં સુધીમાં અમે ફ્રેશ થઈ જઈએ પછી સાથે જમીશું બધા.” રાજ.

“તમે ફ્રેશ થાઓ અમે જમવાનું લઇ ત્યાં પહોંચીએ છીએ.” પાર્થ .

પાર્થ અને કેયુર અને જમવાનું લેવા માટે હોટલની બહાર ગયા. થોડીવાર પછી બંને જમવાનું લઈને સીધા રૂમમાં જ આવ્યા.રાજ અને અંકિત પણ ત્યાં સુધીમાં ફ્રેશ થઈ ગયા હતા. પાર્થ અને કેયુર રૂમ પર પહોંચ્યા ત્યારે બધા બેઠા બેઠા વાતો કરતા હતા. પાર્થ અને કેયુર આવ્યા પછી બધા જમ્યા ત્યારબાદ ફરીથી બધા વાતો કરવા બેઠા.

“હવે આગળ શું કરવાનું છે?” કેયુર.

“પહેલાં તો આપણે તેઓ ઉપર નજર રાખવાની છે. પણ તેઓને ખબર ન પડે એ રીતે જો તેઓને ખબર પડી કે તેનો પીછો કરી રહ્યું છે તો હવે આપણને નહીં જ છોડે.” રાજ.

“એ કામ હું અને કેયુર કરીશું કેમકે તેઓ એ તમને જોયા નથી એટલે એમાં કોઈ તકલીફ નહીં પડે.” પાર્થ.

“તમને જોયા નથી એટલે એવું નથી કે તમને નહી ઓળખે તમે ગોડાઉનમાં જે લોકોને કેદ કર્યા છે. તેમાંથી કોઈ કે તમને જોયા જ હશે. ને જો એ તેમના માણસો હોય તો અત્યાર સુધીમાં તો ખબર પડી જ ગઈ હશે.” રાજ

“તો શું કરીશું હવે કોઈ પાસે સારો આઇડિયા છે?” અંકિત.

બધા વિચારવા લાગ્યા ત્યાં જ અચાનક દીયા બોલી “એક આઈડીયા છે”.

“શું?” બધા એક સાથે બોલી ઊઠ્યા.

“મેકઅપ.” દિયા.

“મેકઅપ?” પાર્થ.

“આપણે મેકઅપ કરીને એવી રીતે તૈયાર કરીએ તો જેના કારણે અસલી ચહેરો નજરમાં જ ન આવે.” દિયા

“ શું આઈડિયા છે” કૃતિ.

“ ન આઈડિયા તો સારો છે. પણ આમાંથી કોઈને મેકઅપ કરતા આવડે છે?” રાજ.

દિયા એ રીતુ સામે ઈશારો કરી અને કહ્યું “આ બેઠા અહીંયા કવીન ઓફ મેકઅપ કોઈપણ પ્રકારના મેકઅપ કરી શકે છે.”

બધા ને આ વાતની નવાઈ લાગી બધા રીતુ તરફ જોવા લાગ્યા. કેમ કે આખા ગ્રુપમાં એક જ એવી હતી કે બહુ ઓછું જરૂરિયાત મુજબનું બોલતી. તે બધાથી અલગ હતી તે ક્યારેય પોતાની આવડત વિશે કોઇને જણાવતી નહી. જ્યારે મેકઅપ ની વાત કરી ત્યારે તેને પણ નવાઈ લાગી હતી કે દિયા મેકઅપ વિશે કેમ ખબર પડી.

“ આ શું બોલે છે દિયા તું?” રીતુ


“બસ હવે રહેવા દે મને બધી ખબર છે. તારા મેકઅપ અને મેકઅપને કારણે બનેલા કિસ્સાઓ ની”. દિયા

“ ક્યાં કિસ્સા? કેવા કિસ્સા? અમને કંઈ ખબર પડે એવું બોલો” કેયુર

“બહુ લાંબી સ્ટોરી છે પણ અત્યારે એ બધી વાત જવા દે અત્યારે આપણને આમાં રીતુ જ મદદરૂપ થઈ શકશે મેકઅપ કરવા મા.” દિયા

“તું મેકઅપ કરી શકીશ ને રીતુ?” પાર્થ

“ હા હું કરી આપીશ પણ એના માટે મારે સામાન જોઈશે.”રીતુ.

“તને મળી જશે તું લિસ્ટ તૈયાર કરી કેયુર ને આપી દે એ તેની વ્યવસ્થા કરી આપશે.”પાર્થ

ત્યારબાદ રીતુ એ સામાનનું એક લિસ્ટ તૈયાર કરી આપ્યું કેયુર એ મુજબની વસ્તુઓ બજારમાંથી લઇ આવ્યો ત્યાં સુધીમાં રીતુ રાત પણ થવા આવી હતી. જેથી બધા એ હોટલમાં જમવાનું મંગાવી જમ્યા પછી બધા ફરીથી આગળ ની વાતો કરવા બેઠા.

“ કાલે સવારે વહેલા ઉઠી તૈયાર થવું પડશે કેમકે મેકઅપમાં વાર લાગશે.” રાજ

“ બરોબર છે હું અને કેયુર વહેલા ઉઠી જઈશું. મેકઅપ કરાવીને આઠ વાગ્યા પહેલા તૈયાર રહીશું.” પાર્થ

“ ના હું પણ આવીશ.” રાજ.

“ના તારી અને અંકિત ની તબિયત હજી ખરાબ છે તમારે આરામની જરૂર છે. એટલે તમે બંને અહીં હોટેલ પર જ રહેજો અમે જઈશું.” પાર્થ

“મારી તબિયત એટલી પણ ખરાબ નથી કે મારે આરામ કરવો પડે” રાજ.


ઓકે તો હું અને રાજ તેમની પાછળ જઈશું. કેયુર તેમજ અંકિત કોઈપણ રીતે સામેના રુમ પર જઈ અને ત્યાં તપાસ કરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરજો”. પાર્થ ત્યાર બાદ બધા થોડીવાર માટે બેઠા થોડી વાર બેઠા બાદ બધા પોતાની રૂમ ઊંઘવા માટે ગયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED