સવારે રાજ અને પાર્થ વહેલા ઊઠીને નિત્યકર્મ પતાવી નવરા થયા. ત્યાં સુધીમાં દિયા પણ તૈયાર થઈ આવી ગઈ હતી. તેણે વારાફરતી બંને નો મેકઅપ કરવાનું શરૂ કર્યું. લગભગ બે કલાકની મહેનત પછી બંને નો વ્યવસ્થિત મેકઅપ પૂરો થયો. બંને પહેલાં કરતાં સાવ અલગ લાગી રહ્યા હતા. ત્યાં બાકી બધા પણ ઉઠી તૈયાર થઇ પાર્થ ના રૂમ પર ભેગા થયા. ત્યારબાદ બધા એ ફરીથી એક વખત ગઈકાલની યોજના નું એક વખત ફરી વિશ્લેષણ કર્યું. બધાએ પોતપોતાના કામ વિશે જણાવ્યું. ત્યારબાદ બધાએ ચા સાથે નાસ્તો કર્યો. હવે બધા વાતો કરતા બેઠા પણ ધ્યાન સામેના રૂમ તરફ હતું. કારણ કે તેઓને ખબર હતી કે ગઈકાલ રાત ની વાત જેવી એ લોકોને ખબર પડશે ત્યારે પોતાની યોજના ઝડપથી પૂર્ણ કરવા માટે તત્પર બનશે. બન્યું પણ એવું જ થોડી જ વારમાં સામેના રૂમમાંથી એજાજખાન અને નાસિર બંને નીકળે છે તેને થોડીવાર પછી રાજ અને પાર્થ પણ નીકળી તેની પાછળ જવા લાગ્યા. થોડી વાર બાદ બધા કાશીમ ના ગોડાઉન પર પહોંચ્યાં. એજાજખાન અને નાસિર અંદર દાખલ થયા. પાર્થ અને રાજ બંને ગોડાઉન થી થોડે દુર એક ઝાડ પાછળ છુપાઈને જોઈ રહ્યા હતા.
“રાજ આપણે દીવાલ ની આજુબાજુ જોઇ આગળ વધવું પડશે” પાર્થ
“એક કામ કરીએ બંને અલગ-અલગ દિશામાં જઈએ જેથી આ કામ ઝડપથી પૂર્ણ થાય આ બધું કામ શાંતિથી થવું જોઈએ એને કાળજીપૂર્વક કરવું પડશે.” રાજ.
બંને નિરાંતે દીવાલ નું નિરીક્ષણ કરતા હતા. આખી દીવાલ ચીન હોવાથી લગભગ પાંચ ફૂટ જેટલી હશે તેની ઉપર કાંટાળા તાર ફેન્સીંગ કર્યુ હતું જેથી કોઈ એ દીવાલ કુદી અંદર દાખલ ન થઈ શકે. એ બંને દિવાલોનું નિરીક્ષણ કરતા કરતા ગોડાઉન ની પાછળ બંને ભેગા થયા.
“અહીંયા તો બધું બરોબર છે ચાલ અહીંથી જ કુદી જઈએ” આમ કહી પાર્થ કુદવા જતો હતો. ત્યારે રાજે તેને ઝટકા સાથે ખેચ્યો જેથી પાર્થ જમીન પર પડ્યો.
“શું કરે છે તું પાર્થ આટલી ઉતાવળ કરવાની જરા પણ જરૂર નથી” રાજ
“કેમ શું થયું પણ ઉતાવળ રાખીશું તો પહેલા તેનું કામ પતાવી નાખશે”પાર્થ
“ પણ પહેલા આપણે આપણી સલામતી પણ જોવી પડશે નહીતર આપડે પોતે પતી જઈશું. આ જો કહી રરાજે પાર્થ ને કંટાળી તારમાં જોડેલ ઇલેક્ટ્રિક સપ્લાય વાયર બતાવ્યા અને કહ્યું “જો મેં તને જરા પણ મોડો પહોંચ્યો હોત તો અત્યારે અહીં મારી સાથે હાજર ન હોત,”
“સોરી સોરી હવે ઉતાવળ નહીં કરું પણ આપણને તો એ પણ ખબર નથી કે અંદર કેટલા માણસો છે? કેટલા હથિયાર છે ? ત્યા શું ચાલી રહ્યું છે? તો આપણે આગળ શું કરીશું?”પાર્થ
“તું યાર થોડી શાંતિ રાખ બધું થઈ જશે. પહેલા આપણા દિવાલની અંદર જવું પડશે. એ પહેલા જોવું પડશે કે કમ્પાઉન્ડમાં કેટલા માણસો હાજર છે.”રાજ
બંને ફરીથી આગળના ભાગમાં આવ્યા. ત્યાંથી થોડે દૂર એક ઝાડ પાછળ છુપાઈ ગયા. જ્યાં થી કંપાઉંડ તરફ નજર કરી પરંતુ ત્યાં કશું દેખાતું નહોતું.
“પાર્થ,આ ઝાડ પર ચડીને જો અંદર કોઈ માણસો છે કે નહિ?” રાજ
પાર્થ ઝાડ પર ચડી અંદર કંપાઉંડ મા નજર કરે છે.થોડીવાર બાદ તે નીચે ઉતરી રાજને જણાવે છે કે
“કંપાઉંડમાં કોઈ માણસો દેખાતા નથી આપણને અંદર દાખલ થવામાં કોઈ મુશકેલી નહિ પડે”
રાજ પણ તેની વાતમાં હામી ભારે છે. બંને સાવચેતી પૂર્વક કંપાઉંડમાં દાખલ થઇ અને ગોડાઉન ની દીવાલ પર રહેલી બારી પાસે પંહોચે છે.જેનાથી અંદર ની હલચલ તેમજ વાતો સ્પષ્ટ દેખાતી તેમજ સંભાળતી હતી.રાજે અંદર નજર કરી તો તેણે દેખાયું કે એજાજ અને નસીર ની સામે લગભગ વીસ થી પચીસ માણસો ઉભા હતા.એ બંને ની બાજુ મા મહમદઅને કાસીમ ઉભા હતા.એજજ પેલા બધાને સૂચનાઓ આપી રહ્યો હતો.
“તમને બધાને અહિયાં શું કામ બોલાવવામાં આવ્યા છે એ ખબર છે ને?”એજાજ
“હા” બધાએ એકજ સુર માં બોલ્યા.
“તો હું તમને સમજવું કે તમારે કરવાનું શું છે.”એજાજ
ત્યાર બાદ એજાજે બધાને આગળ ની સુચના આપવાનું શરુ કર્યું.એ સુચના પાર્થ અને રાજ પણ સંભાળતા હતા.
એજાજ જે સુચના આપી એ સંભાળીને રાજ અને પાર્થ ના પગ નીચેથી જમીન સરકી ગઈ.