ઓપેરેશન દિલ્હી - ૧૬ Dhruv vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપેરેશન દિલ્હી - ૧૬

બીજા દિવસે સવારે જ્યારે કાસીમ નો બીજો માણસ જ્યારે ગોડાઉન પર પહોંચ્યા ત્યારે ત્યાં કોઈને હાજર ન જોઈ તેને આશ્ચર્ય થયું. પછી તેણે આજુબાજુ તપાસ કરી ત્યાં પણ કોઈ દેખાયું નહિ. અંદર ગોડાઉનમાં પણ કંઈ હતું નહીં તે ફરીથી બહાર નીકળતો હતો, ત્યાં તેની નજર ભોયરાના દરવાજા પર પડી જે જે દરવાજો ખુલ્લો હતો. તે ત્યાંથી ભોયરામાં અંદર દાખલ થયો તેને ત્યાં સાંભળ્યું કે કોઈ દરવાજા ને ખોલવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું. તેણે જઈ દરવાજો ખોલ્યો ત્યાં તેણે ડેની ને જોયો જેને જોઈ તેને આશ્ચર્ય થયું તેથી તેને પૂછ્યું “તું અહિયાં શું કરે છે?”

“કહું છું સારું થયું તું આવ્યો. હું તો છેલ્લી બે કલાકથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતો હતો.........” ડેની.

“ આ બધું તો ઠીક પણ તું અહીંયા કેવી રીતે આવ્યો?” સોએબ એ ડેની ની વાત વચ્ચેથી કાપતાં કહ્યું “અને પેલા ત્રણેય ક્યાં છે?”

“ કહું છું કહીને તેને કાલે રાત્રે બનેલી તમામ ઘટના કહી સંભળાવી. અમે બંને છોકરાઓને અહીંથી છોડાવી ગયા.” ડેનિ.

“ કોણ હતા એ?” સોએબ

“ખબર નહિ પણ લાગે છે કે પેલા ત્રણેય કે જે કાલે સવારે આવ્યા હતા. તેનો પીછો કરતા કરતા જ આવ્યા હશે.” ડેની

“ચલ પેલા ત્રણેય ને લઈ આવીએ.” સોએબ

બંને ગોડાઉનની બહાર આવી સામેની ઓરડીમાંથી ઝાકીર,જુસબ અને રોકીને બહાર કાઢ્યા. પછી કાસમને માહિતી આપવા માટે ગોડાઉન માં પરત ફર્યા. ફોન કરીને બધી ઘટના થી કાસીમને વાકેફ કર્યો. કસીમ ગોડાઉનને આવવા નીકળ્યો ત્યાં સુધીમાં પેલા ત્રણેય ને ડેની તથા સોએબ એ ફર્સ્ટ એડ કરી આપ્યું. થોડીવારમાં જ કસીમ ગોડાઉન આવ્યો તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે તે ખૂબ ગુસ્સામાં છે. આવતા ની સાથેજ ગુસ્સા સાથે કહ્યું “બે નાના છોકરાઓ તમને ચારેને માત આપી ને બંને ને છોડાવી જાય તો તમારાથી કશું થઈ શકતું નથી” એમ કહી તેણે ડેની ને બે થપ્પડ ઝીંકી.

“પણ બોસ......” ડેની હજુ વાક્ય પૂરું કરે તે પહેલાં જ કાસીમ બોલ્યો “મારે કંઈ નથી સાંભળવું હું શું જવાબ આપીશ પહેલા લોકોને. તમને ખબર છે કેટલા ખતરનાક માણસો છે. માણસને પલવારમાં મારી નાખે છે તેવા ક્રૂર અને ઘાતકી છે” કસીમે કહ્યું તેમાં તેનો ડર સ્પષ્ટ વર્તાતો હતો.

“ પેલા છોકરાઓ અહીં કેવી રીતે આવ્યા એ જ ખબર પડતી નથી અચાનક આવ્યા અમને કેદ કરી પેલા બન્ને ને સાથે લઈ ગયા” ડેની.

“તમે જંગલમાં એમની તપાસ કરો ત્યાં સુધી હું આ નિ જાણ પહેલાં લોકોને કરતો આવું” એમ કહી કાસીમ ઘટનાની જાણ માટે પોતાની કેબીન તરફ ગયો.

કસીમ ત્યાંથી પોતાની ઓફિસમાં આવ્યો તેણે ફોન કરી મહમદ ને સમગ્ર ઘટના ની જાણ કરતા કહ્યું “મહમદ કાલે રાત્રે તમે જે બે છોકરાઓને તમે અહીં તે જ કરી ગયા હતા તેને કોઈ છોડાવી ગયું.”

“ શું! કોઈ છોડાવી ગયું? કેવી રીતે તારા માણસો ત્યારે શું કરતા હતા?” મહમદ એ આશ્ચર્ય મિશ્રિત ગુસ્સા સાથે કહ્યું.

કસિમે કાલ રાત ની બધી ઘટના નો વૃતાંત કહી સંભળાવ્યો બે ઘડી ફોન પર બંને મૌન રહ્યા પછી મહમદે કહ્યું “શુ કસીમ તારા માણસોએ બે છોકરાઓ ને સંભાળી ન શક્યા”.

“એવી વાત નથી પણ એ બે છોકરાઓ અચાનક ક્યાંથી આવ્યા, બાકી બધું એટલું ઝડપથી બની ગયું કે કંઈ પણ કરવાનો મોકો જ ન રહ્યો,” કાસીમ

“ એ છોકરાના ચહેરા જોયા છે તારે કોઈ માણસ એ?” મહમદ.

“ હા” કાસીમ.

“ માણસને ત્યાં જ રાખજે અમે થોડીવારમાં ત્યાં પહોંચીએ છીએ.” મહમદ.

ત્યારબાદ કસિમે ડેની ને પૂછ્યું કે “તેના ચહેરા બરોબર જોયા છે ને?”

“ હા બરોબર જોયા છે” ડેની.

“ ઠીક છે તું અત્યારે અહી રહેજે હમણાં થોડી વારમાં પેલા લોકો આવશે ત્યારે તેને વર્ણન કરજે” કાસીમ.

આ બાજુ મહમદ ઝડપથી તૈયાર થઇ સીધો હોટેલ પર પહોંચ્યો. ત્યારે ત્યાં હજુ એજાજ નાસીર અને હુસેન અલી હજુ સુધી ઉઠ્યા ન હતા. મહમદે તેઓને ઉઠાડી કાસીમ સાથે થયેલી હકીકત થી વાકેફ કર્યા.

“કસીમ બે નાના છોકરાઓને પણ સાચવી ન શક્યો?” એજાજે ગુસ્સા સાથે કહ્યું.

“ આપણે અત્યારે ત્યાં જવું પડશે તેના માણસો એ પહેલાં બંને છોકરાઓને જોયા છે તો ચાલો આપણે ત્યાં જઈ જેથી ત્યાં કશું જાણવા મળે.” મહમદ

“તને લાગે છે કે આવડા મોટા સહેર મા અપને એને શોધી શકીશું? તું એક કામ કર બહારથી થોડો નાસ્તો તેમજ ચા વ્યવસ્થા કરે ત્યાં અમે ઝડપથી તૈયાર થઈ જઈએ પછી આપણે ત્યાં જઈએ.” એજાજ.

મહમદ ત્યાંથી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવા હોટેલથી બહાર નીકળ્યો. એજાજ અને નાસિર તૈયાર થવા ગયા. થોડી વાર બાદ મહમદ નાસ્તો લઇ આવ્યો. ત્યાં સુધીમાં આ બંને તૈયાર થઈ ગયા બધા એ નાસ્તો કર્યો અને કસીમના ગોડાઉને જવા રવાના થયા.