થાર મરૂસ્થળ (ભાગ-૩૩) - છેલ્લો ભાગ kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૩૩) - છેલ્લો ભાગ


મને પહેલા પ્રશ્ન કર્યો તમારું નામ?હું થોડીવાર તેની સામે જોઈ રહ્યો.પછી મેં કહ્યું મારુ નામ મિલન અને આમનું નામ કિશન આ કવિતા,સોનલ અને માધવી છે.

****************************************

તમે બધા આ રેગીસ્તાનમાં ફરવા માટે આવીયા હતા?હા,અમે બધા થાર રેગીસ્તાને જોવા માટે આવિયા હતા.પણ અમે અમારો રસ્તો ભૂલી ગયા.આજ આ રેગીસ્તાનમાં અમારો અગિયાર મો દિવસ છે.

તમે દસ દિવસ કેવી રીતે જીવીત રહી શકયા આ બળબળતા રેગીસ્તાનમાં?અમારી પાસે ઘણો બધો નાસ્તો હતો.મિલને બીજી બધી વાત કરવી અનુકૂળ ન લાગી.તે જલ્દી અહીંથી નીકળવા માંગતા હતા.

તમે બધા મિત્રો છો કે પછી તમારામાંથી કોઈના લગ્ન થઈ ગયા છે.અમારા બધાના લગ્ન થઈ ગયા છે.અમે રેગીસ્તાના થારમાં આઠ લોકો ફરવા આવ્યા હતા.પણ તેમાંથી આ કિશની પત્ની અવની,કવિતાના પતિ જીગર અને સોનલના પતિ મહેશનું રેગીસ્તાનમાં જ મુત્યું થયું.અમે પાંચ લોકો જીવીત છીયે અમે અમારા ઘર તરફ જલ્દી જવા માંગીએ છીયે.અમારા માં-બાપ અમને શોધી રહ્યા હશે.

સોનલ અને કવિતા ત્યાં જ રડી પડ્યા.થોડીવાર બધા શાંત રહ્યા.ગામના મુખી એ ઈશારો કરી પાણી મંગાવું અમારા માટે.ઘણી ખુશીની વાત છે કે તમે આવી પરિસ્થિતિમાં જીવતા અહીં સુધી સફર કરી.નહિ તો આ રેગીસ્તાન કોઈને છોડતું નથી.મને એ સંભાળીને ઘણું દુઃખ થયું કે તમારા ત્રણ સાથીનું મુત્યું થયું છે.

તમે ક્યાં જવા માંગો છો અત્યારે?
અમે અમદાવાદ જવા માંગીએ છીયે.ત્યાંથી અમે અમારા ઘર તરફ વહી જશું.નહીં તમે અમારા અતિથિ છો.અને અતિથિનું અમે સન્માન કરીયે છીયે અને ખૂબ પ્રેમ પણ કરીયે છીયે.મુખી એ ફરી ઈશારો કર્યો.
અને એક માણસ તેની પાસે આવીયો.

સામેના ઘરમાં મારી જીપ છે તે બહાર નીકાળ અને લે આ ચાવી આ બધાને તેમના ઘરે જ ઉતારવાના છે.બીજી કોઈ જગ્યા પર ઉતારીને આવતા નહિ.
તેમને મેકી કાલ સુધીમાં તમે ફરી જડિયા ગામ આવી જજો,અને લે આ પૈસા.

બધા જ મુખીની સામે જોઈ રહ્યા.તે ઘણા દયાળુ હોઈ એવું લાગી રહ્યું હતું.મિલને ગામના મુખીનો આભાર માન્યો.મુખી એ કવિતા,સોનલ અને માધવીના હાથમાં
સો સો રૂપિયા આપયા.તમારી જેવી દીકરીના આ
જડિયા ગામમાં પગલાં પડ્યા તે અમારા માટે શુકન છે.કવિતા,માધવી અને સોનલ મુખીને ગળે વળગી પડી.

નહીં બેટા આ તમારું જ ગામ છે.જયારે પણ આવું હોઈ ત્યારે તમારા માટે દરવાજા ખુલા રહેશે.એક ગામના મુખી તરીકે મારી ફરજ છે.કે તમને સહી સલામત તમારી જગ્યાએ પોહચાડું.તમારી જીપ સામે આવી ગઈ છે.બધા જ ગામના મુખીને પગે લાગી
જીપની અંદર બેઢા.

આખું ગામ અમને વળાવા માટે આવ્યું હતું.કોઈ પુરુષ માંથે તગારુ લઇને તો કોઈ સ્ત્રી હાથમાં વેવણ લઇ નાના છોકરાઓ હાથમાં રમવાની વસ્તું ઓ લઈને અમને વિદાઈ આપી રહ્યા હતા.કોઈ બાપ દીકરીના લગ્નની વિદાઈ દેતો હોઈ તેવું કરુણ દ્રશ્ય ઉભું થયું હતું.

બધાની સામે જ અમારી ધીમે ધીમે આગળ જીપ ચાલી.ગામના મુખી એ હાથ હલાવી અમને આવજો કહ્યું.અમને એ ગામ પ્રત્યે પ્રેમ થઈ ગયો હોઈ એવું લાગી રહ્યું હતું.પુર જોશમાં ચાલતી જીપ થોડીજવારમાં રાજસ્થાના જેસલમેરમાં આવી ગઈ.

એક તરફ ખુશી હતી,અને એક તરફ દુઃખ પણ હતું.
કવિતા,સોનલ,અને કિશન વિચારી રહ્યા હતા કે કોઈ અમને સવાલ કરશે ક્યાં છે,અવની?ક્યાં છે,જીગર?
ક્યાં છે,મહેશ?તો અમે શું જવાબ આપીશું.તેમની પાસે કોઈ જવાબ ન હતો.

અમદાવાદ આવાને થોડીજવાર હતી.તમે બધા મારી એક વાત સાંભળો આપણા માંથી કોઈ પણ ક્યારેય એવું કોઈને કહેશે નહીં કે અમે જીવવા માટે જીગરના શરીરના ટુકડા કરી ખાધા હતા.મને તમેં બધા પ્રોમિસ કરો કે તમે કયારેય કોઈને આ વાત કરશો નહિ.બધા એ મિલને પ્રોમિસ કરી.આપણે બધા જીવીત છીયે એ ખુશીની વાત છે.મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે હું મારા ઘરે જઈ રહી છું.એક પછી એક બધા એ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.

(એક વર્ષ પછી )

એક વર્ષ પછી જેમણે જીવનના જોખમ માંથી બહાર નીકળ્યા હતા તે જડિયા ગામની મુલાકાતે બધા ફરી આવિયા.

ગામના મુખીને મળી પ્રણામ કર્યા.ગામના મુખી બધાને જોતા રાજી રાજી થઈ ગયા.મને હતું કે તમે એક દિવસ ફરી આ ગામમાં આવશો જ અને તમે આવ્યા પણ ખરા.મને આનંદ થયો.આ સોનલ જ છે ને.એક વર્ષમાં તો તે સાવ બદલાઈ ગઈ.ઓળખાતી પણ નથી.

અમે અહીં એક કામ માટે આવિયા છીયે.તમે ફરીવાર આજ ગામમાં ભુલા નથી પડ્યા ને.નહિ નહિ એવું કહી નથી.બધા જ હસી પડ્યા.અમે જ્યારે આ ગામમાં આવ્યા ત્યારે ગામમાં કોઈના ઘરે જાજરૂ કે બાથરૂમ જેવી સગવડ ઉપલબ્ધ નોહતી.પણ આજે અમે આ ગામમાં દેરકના ઘરે જાજરૂ જવા માટે અમેં તમને સહાય કરીશું.તમે અમારા પર ઘણો ઉપકાર કર્યો હતો.અમે તે કેવી રીતે ભૂલીએ.

મુખીના આંખમાંથી આજ ફરી આછું ટપકી પડ્યા.
ગામમાં દરેકના ઘરે કવિતા,સોનલ,માધવી,મિલન અને કિશને બધાના ઘરે બાથરૂમ જેવી સગવડ ઉપલબ્ધ કરી આપી.

આજ ફરી બધા અમને તે દિવસની જેમ ગામની બહાર વળાવા માટે આવિયા હતા.ગામ છોડી જવાનું મન થતું ન હતું.આ ગામનો પ્રેમ જ એટલો હતો.ગાડી થોડી આગળ ચાલી ત્યાં જ ગામના મુખી એ હાથ ઊંચો કર્યો.મુખી દોડતા દોડતા ગાડી પાસે આવિયા અ કવિતા,સોનલ અને માધવીને શુકના સો સો રૂપિયા આપિયા.ત્રણેયે ગાડી માંથી નીચે ઉતરી ગામના મુખીના આશીર્વાદ લીધા.


સમાપ્ત....સમાપ્ત....સમાપ્ત....

મારી આ નવલકથા તમને કેવી લાગી તે જરૂરથી મને જણાવજો.જેથી કરી મને કોઈ બીજી નવલકથા લખવાની પ્રેરણા મળે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)