થાર મરૂસ્થળ (ભાગ-૫) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૫)


મનુષ્ય તું પરિશ્રમ કર બહાના જેવો શબ્દ ગીતામાં
એક પણ જગ્યા પર નથી.તું જ તારું ભવિષ્ય નક્કી કરી શકે,બીજા કોઈ નહીં.
લી.કલ્પેશ દિયોરા.

બે લીટીમાં એક ઉપનિષદ છે !!!

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્યનો તડકો એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !

બસ એટલી જ વાર લાગે.મૃત્યુને કોણ રોકી શકે
કોઈ નહીં.પણ જે મૃત્યુનો ડર છે એ ભયાનક હોઈ છે.
તમને ખબર હોઈ કે આ જગ્યા પર મારુ મૃત્યુ નિશ્ચિત છે.એ પળ તમારા જીવનની સૌથી ભયાનક પળ હોઈ છે.

પણ,મૃત્યુની જાળમાંથી બહાર નીકળવા આ ચાર કપલ હાર માનતા નથી.જ્યાં સુધી તેનામાં જીવ છે ત્યાં સુધી તે લડે છે.

*******************

નવેમ્બર મહિનાની થારની સવાર કંઈક અલગ જ હોય છે,આ મહીનો અપૂર્વ આનંદદાયક હોય છે.તેની નયનરમ્યતા,શીતળતા અને સ્વાભાવિક્તા તો કંઈ અલગ જ હોય છે.થારની સવાર એટલે વાતાવરણ બાર મહિના ચાલે એટલો શક્તિસ્ફૂર્તિનો ખજાનો ભરી લેવા માટેની સુવર્ણ તક ! નવેમ્બરમાં છેલ્લા પ્રહરના વાતાવરણમાં થોડી ઠંડી પ્રસરેલી હોય છે.

આખું વાતાવરણ જાણે એક વિરાટ શીતઘરમાં ફેરવાઈ જાય છે.પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્દભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે,ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે આનંદીત આનંદીત
થઈ જાય છે.આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે.

થારની રમણીય સવાર સ્ફૂર્તિદાયક અને ઉત્સાહવર્ધક હોય છે.ગામડામાં વહેલી સવારે લોકો પોતપોતાની દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે.મહિયારીઓ મહી મથવાની કામગીરીમાં લાગી જાય છે.ઘમ્મર વલોણાં ગાજી ઊઠે છે.પ્રભાતિયાં અને દુહાના મીઠા સૂરોથી ગામડાનું વાતાવરણ જીવંત બની જાય છે.

આજ વહેલી સવારે બધા કપલ ત્યાર હતા.ગાડીમાં બેસી તેવો થાર મરુસ્થળ જવા માટે નીકળ્યાં.થોડી
જ વારમાં તેવો થાર મરુસ્થળ પહોચી ગયા.થારનું વાતાવરણ કંઈક અલગ જ હતું.બધા કપલ એકબીજા સાથે ખુશ હતા.

મિલન આપડા ઊંટ ત્યાર છે.ત્રણ ઊંટ પર કપલને બેસવાનું છે.અને એક ઊંટ પર એક એક વ્યક્તી બેસવાનું છે.અને આપડી સાથે એક વ્યક્તિ આવશે.આપડા પાસે પાંચ ઊંટ છે.મીલન અને સોનલ એક એક ઊંટ પર બેસી જશે.ફક્ત એક ઊંટ પર બે વ્યક્તિને બેસવું પડશે.

હા,મહેશ પણ સોનલને ગોબરો ઊંટ નહીં હો...
એ મિલન તું મારી મઝાકનો કર નહીં તો હું અહીંથી જ પાછી વહી જશ.

આવું હું અમદાવાદ ઊંટ લઈને મેકવા....!!!!
બધા જ કપલ એક સાથે હસી પડીયા.મિલન આ બે ઊંટને તું અમદાવાદ તરફ જ લઈ જા.ભાભીને મૂકીને તું આવ ત્યાં અમે થાર મરુસ્થળ ફરી લઈએ...

જીગરભાઈ તમે પણ મારી મઝાક કરો છો.....!!!!

થોડી જ વારમાં ઊંટની સવારી શરૂ થઈ.કોઈ રેગીસ્તાના વખાણ કરી રહ્યું હતું.તો કોઈ ઊંટની
સવારીના.તો કોઈને ડગમગતા ઊંટની સવારીનો ડર લાગી રહીયો હતો.પણ બધા જ કપલ આજ ખૂબ આનંદિત હતા.એકબીજાના ચહેરા પર મુસ્કાન હતી.
કોઈ ગીત ગાય રહયું હતું.તો કોઈ જોકસ કહી રહીયું હતું.

મિલન હું તને એક વાત કહેવી ભૂલી ગયો.હા,બોલને મહેશ.આપડે જે ઊંટ લીધા છે.થાર મરૂસ્થળ જવા
માટે એ એક ઊંટ આપડે ૮૦૦ને બદલે ૪૦૦માં લીધા છે.

હા,તું તો હોશયાર છો,જ ને એટલે જ તો તને એ જગ્યા પર મેકલ્યો તો નહિ તો હું નો જાવ.જેને જે કામ ફાવતું હોઈ એને એ જ જગ્યા પર મેંકાયને...

પણ,સાંભળ આ ઊંટના માલિકને આજ મજા નહોંતી તો કોઈ બીજા વ્યક્તીને મેકલ્યો છે.એટલા માટે તેણે ઊંટના અડધા રૂપિયા લીધા છે,આપડી પાસેથી.

હા,મહેશ પણ તે થાર મરૂસ્થળનો જાણકાર તો છે ને???

હા,મિલન એણે કહયું હું એક વાર ગયેલો છું...!!!

મિલને જલ્દી ઊંટની નીચે ઊતરીને તે છોકરા સાથે થોડી વાતચીત કરી.મહેશ તારો ઊંટ ઉભો રાખ એ જ જગ્યા પર આ બાજુ આવ.મહેશ આ થાર મરૂસ્થળ તું એમ નહીં સમજતો કે એક હાથનો ખેલ છે,ત્યાં જઇને ફરીને આપણે આવી જાશું.

અહીં તેનો જાણકાર જોવી.રેગીસ્તાનનો અનુભવ જોઈએ.હું પણ અહીં બાજુના ગામમાં જ મોટો થયો છું.મને પણ જાણકારી નથી અને મારા બાપુજીને પણ નહીં,અહીં વર્ષમાં ઘણા લોકો આવે છે.આ કુદરતની કરામતને જોવા તેમાથી ઘણા લોકો રેગીસ્તાન ની અંદર જ રહી જાય છે..!!!કારણ કે તેને રેગીસ્તાનની જાણકારી નથી હોતી.

મહેશ તે રૂપિયાની લાલચે બોવ મોટી ભૂલ કરી છે.અને હવે આપડે પાછા ફરી પણ શકીયે તેમ નથી.
આ નાનકડા છોકરાને જોતા મને નથી લાગતું આને રેગીસ્તાનનો અનુભવ જરા પણ હોઈ.

પણ,હું કવ તે તું સાંભળ આપડા ગ્રુપમાંથી કોઈને પણ આ વાતની ખબર પડવી જોઇએ નહીં કે આપડી પાસે
રેગીસ્તાનનો જાણકાર છે,તેની પાસે પૂરતી માહિતી નથી.નહીં તો દરેકની અંદર ડર પેદા થશે.અને એ ડર
આપણને આગળ નહીં વધવા દે.જેવી સ્ફૂર્તિ તારી પેહલા હતી તેવી સ્ફૂર્તિ તું અત્યારે ફરી વાર ઊંટની સવારી કર ત્યારે પણ હોવી જોઈએ..

હા,મિલન....!!!!


*************ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ.માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)