થાર મરુસ્થળ (ભાગ-૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરુસ્થળ (ભાગ-૧)

માનવીને જીવવા માટે એક લક્ષ જોઈએ,
અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેનામાં રહેલી દરેક શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
લી કલ્પેશ દિયોરા..

થાર મરૂસ્થળ એક ભયાનક સ્થળ છે.રાજસ્થાનના રણમાં આવેલું છે.ઉનાળામાં અહીં રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાય છે.અહીં ઉનાળામાં 60 ડિગ્રી તાપમાન હોય છે.એક અદભુત અને સૌંદર્ય ત્યાનું વાતાવરણ હોય છે.જ્યાં જીવવું મુશ્કેલ છે,જે જગ્યા પર ગરમીનો પ્રકોપ છે, સર્પનો ત્યાં વસવસાટ છે.જોવા જેવું અને માણવા જેવું સ્થળ એટલે થાર મરૂસ્થળ.

આ વાત છે,આજથી પંદર વર્ષ પહેલાંની.જીગર અને કવિતા,મહેશ અને સોનલ,મિલન અને માધવી,કિશન અને અવની,આ આંઠ લોકો રાજસ્થાનના રેગીસ્તાનમાં થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેને ખાવા પડે છે.

૧.
થાર મરૂસ્થળ જવાની તૈયારી...


કવિતા તારા ફોનની રીંગ વાગી રહી છે,
હા,જીગર મને સંભળાય છે.તને તો એમજ છે,કે હું સાંભળતી જ નથી,મેં ક્યાં કહ્યું કવિતા કે તું બહેરી છો.મેં તને એટલું જ કહ્યું કે કવિતા તારા ફોનમાં રિંગ વાગે છે.

હા,સોનલ બોલ...!!!કઈ કામ હતું.નહીં,પણ મહેશ એમ કહી રહિયા હતા કે,થાર મરૂસ્થળ જમવા માટે ખાસ કઈ મળશે નહીં તો તમારે જે લેવું હોઈ તે અહીંથી લઈ લેજો...

હા,સોનલ મને જીગરે હમણાં જ કહ્યું.તું ચિંતાનો કર મેં દસ દિવસનો નાસ્તો લઇ જ લીધો છે,અને તું પણ થોડો ઘણો નાસ્તો લઈ લે જે,અને સાંભળ તમે સમય સર અમદાવાદ પહોંચીને કાલે અમને ફોન કરજો...

હા,કવિતા અમે તમને કાલે સાંજે ૪:૦૦ વાગે ફોન કરીશું.

ઓકે ,અત્યારે હું ફોન મુકું છું..!!

ઓકે,બાય..!!!

સારું અવની તું અને કિશન આજ મારા ઘરે આવી ગયા મને થોડી કામમાં તું મદદ પણ કરીશ.આ મિલન તો કઈ મદદ નહીં કરે..

હા,અને બેગમાં વસ્તુ બોવ ભરતી નહીં.થાર મરૂસ્થળ હનીમુન મનાવા જઈએ ત્યાં બેગ તો મારે જ લઈને ફરવાનું છે,તું તો કઈ લશ નહીં...

બે વર્ષ થઈ ગયા આપણા લગ્નને અને આજ મિલન તું એમ કહે છો.કે હું તને હનીમૂન મનાવા થાર મરૂસ્થળ
લઈ જાવ છું.

ભલેને બે વર્ષ થયા પણ તને બે વર્ષ પછી લઈ તો જાવ છું ને માધવી,અને આ પૂછ તારી બાજુમાં રહી એ અવનીને સાથે ફરવા જવાની એક ઓર મજા છે,એ તું
થાર મરૂસ્થળથી આવીશ પાછી ત્યારે તને ખબર પડશે...

હા,એ તો ખબર રેગીસ્તાનમાં ઊંટ શિવાય કઈ નહીં હોઈ જોવામાં..

શું મિલન હવે તું ભાભી જોડે હું અહીં આવીયો ત્યારથી માથાકૂટ કરે છો.

હું નહીં તે કિશન...!!!!
હવે તો એને ઊંઘમાં પણ બક બક કરવાની ટેવ પડી ગઈ છે.ગઈ કાલે ઊંઘમાં પણ તે બેગ પેકીંગ કરતી હતી.મિલન તું રૂમાલ લઈ લે જે,મિલન પહેલો લાલ શર્ટ લઈ લે જે.મેં તો નિંદર માંથી જાગીને લાલ શર્ટ મારી બાજુમાં હતો,તે મનિષાને આપીયો.પછી ખબર પડી મેડમજી નિંદરમાં બોલી રહિયા હતા,મને એમજ હતું કે રાત્રે તે પેકીંગ કરે છે.એક સાથે હસી બધા હસી પડીયા..

તું પણ મિલન..!!!!

હા,તો કાલે કેટલા વાગે નીકળવાનું છે.
માધવી ૪:૦૦વાગે એ લોકો આવી જાશે આપણે ચાર વાગે ગાડી લઈને જાવાનું છે,એમને લેવા....

ઓકે... મિલન..

બસ બસ...!!!!અહીં ઉભી રાખ ગાડી કિશન.
એ લોકો અહીં આસપાસ જ કંઈક હશે.મિલન ફોન લગાવને જિગરને હા,બસ કરું જ છું,ફોન મનીષા ગાડી તો પાર્કિંગ સારી જગીયા પર કરવા દે ટ્રાફિક સામે તો તું જો.....

એ... એ...મિલન અહીં ગાડીમાં જ તમે બંને ઝઘડી નહીં પડતા.

કિશન તું ડર નહીં,બૈરીને સમજાવી એ પેટમાં કાચ નાખવા બરોબર છે.થાર મરૂસ્થળ જતા જતા એક વાર તો હું કાચ ખાઇ જ લશ...

હજુ તારા લગ્ન થયાં નથી એટલે હજુ તું નવો નિશાળયોછે.તું હજુ પ્રેમમાં છો,તું વહેમમાં પડીશને ત્યારે તને ખબર પડશે.જેમ શતનારાયની કથા આવે એમ,બૈરી કથા આવે એ કથા હું તને સમય આવશે ત્યારે કહીશ....

હા,એ કથા શીખી લેજો....કિશન..!!!

સાંભળ જો પાછળથી અવાજ આવીયો એ ત્યારીમાં છે,તું ત્યાર રહેજે નહીં તો તારી લોલી પોપ થઈ જાશે...

બસ બસ અહીં રાખ ગાડી આજ અડ્રેસ છે.મેં એને અહીં ઉભા રેહવાનું કહ્યું હતું,તે અહીં કહી હોવા જોઇએ....

ઓઇ મિલન...!!!!!અહીં પાછળ...!!!
હા, જીગર....!!!!!

યાર ઘણા દિવસો પછી તારા દર્શન થયા જીગર
હા..!!યાર તારા દર્શન પણ, એક વાર કોલેજ પુરી થાય પછી ક્યાં કોઈ પાસે મળવાનો સમય જ છે.આની કરતા કોલેજ સારી હતી.દરરોજ સાથે ચા અને નાસ્તો.....

હા,યાર..!!!

કવિતા બેગ ગાડીની ડીકીમાં મૂકી દીધી...
હા,જીગર...!!!બસ ગાડીમાં બેસું છું,ચાલ મિલન
હું અને કવિતા પાછળ બેસી જાશું.માધવી તું અને મિલન આગળ અને વચ્ચે કિશન ,અવની અને મહેશ અને સોનલ....

વાહ,જીગર તે ગોઠવણી મસ્ત કરી જેના નવા લગ્ન થયા છે,અને જેમના લગ્ન બાકી છે એ વચ્ચે..!
કિશન તારું અમારે ઘ્યાન તો રાખવું પડે ને તારા અને અવનીના તો હજુ લગ્ન પણ નથી થયા.

મહેશ આ કિશન આવાનીં ના પાડી રહ્યો હતો કે મારા લગ્ન હજુ નથી થયા મારે નથી આવું થાર મરૂસ્થળ.
મેં કહ્યું કે અઠવાડિયામાં તું ચાર વાર રાજકોટ જા છો. એની કરતા ફર ને અમારી સાથે તને પર્સનલ રૂમ પણ મળશે.આમ પણ પર્સનલ રૂમનો રાજકોટમાં ભાઈનો કઈ મેળ નોહતો પડતો અને પર્સનલ રૂમની વાત સાંભળીને ભાઈએ "હા" પાડી દીધી...

મિલન તું મઝાકનો કર....!!!
કિશન તું ડર નહીં અવની એ તને કહી નહીં કે
કેમ કે અવનીનો જ મારા પર ફોન આવીયો હતો,તને મનાવા માટે અવની એ તો હા,જ પાડી હતી.એમણે કહ્યું કે મારે અત્યારે કોલેજમાં રજા છે.અને હોસ્ટેલની તમે ચિંતાનો કરો..

બંને હસી પડીયા.....

ગાડી ધીમે ધીમે રાજસ્થાન તરફ જઈ રહી હતી.
મિલન ધીમે ચલાવ આગળ રસ્તો ખરાબ છે.
હા,કિશન મને દેખાય છે.તું ચિંતાનો કર ભાભીના ખોળામાં માથું મૂકીને નિરાંતે નિંદર કરી લે કાલ તારે જ ગાડી ચલાવાની છે...

ત્યાં જ ગાડીની બહાર ધડાક કરતો અવાજ આવીયો..

શું થયું મિલન...?


*************ક્રમશ**************


રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ.માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)