થાર મરૂસ્થળ (ભાગ-૩૨) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૩૨)

પણ આજ તે અંદરથી ખુશ હતી કે જીગરના શરીરને લીધે જ અમે આ ગામ શોધી શક્યા.પહેલા દુઃખમાં અને આજ ખુશીમાં કોઈને નિંદર આવી રહી ન હતી.
સવાર પડી ગઈ હતી.મિલન જીગર બધા જ જાગતા હતા.એક કવિતા થાકને કારણે આજ દસ દિવસની નિંદર એક સાથે લઈ રહી હતી.

****************************************
થોડીવારમાં જ ગામના ચાર લોકો તે ઝુંપડીની અંદર આવિયા.અમને હવે તમારી ઉપર વિશ્વાસ છે કે તમે ચોર કે લૂંટારા નથી.ઘણા દિવસ રેગીસ્તાનમાં ભટકીને તમે અહીં આવીયા છો.તમે બહાર નીકળી અમારુ ગામ જોઈ શકો છો.ગામની અંદર જ તમને અમારા સરપંચ મળી જશે.જે કઈ પણ વાત તમારે રજૂ કરવી હોઈ તે તેને કહી શકો છો.અહીંથી જ્યાં પણ તમે જવા માંગતા હો ત્યાં જવાની વ્યવસ્થા તમને કરી આપશે.

કવિતાને ભર નિંદર માંથી જગાડી બધાએ ગામની અંદર પ્રવેશ કર્યો.બધા જ જલ્દી પોતાના ઘરે જવા માંગતા હતા.પણ અહીંથી હવે કેવી રીતે ઘરે જવું એ કોઈ જાણતું ન હતું.અમારી સાથે ગામ બતાવા માટે બે ભાઈ આવી રહ્યા હતા.આ રાજસ્થાન રાજ્યના જેસલમેરમાંથી જડયું હોવાથી આ ગામને અમે જડીયા જેવું નામ આપ્યું છે.બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ધાનેરાની ઉતર દિશાએ અગિયાર કિ.મી દૂર રાણીવાડા રાજસ્થાન તરફ જતા આ અમારું જડીયા ગામ આવે છે.

અહીયા ગામમાં એક પુરાણકાલી કૂવો છે.જે કોઈ અનામી સાધુએ બંધાવેલ છે.અને ત્યાં મઠ પણ સ્થાપેલ.ત્યારબાદ વર્ષો પછી પાંતરોડ આંજણા જ્ઞાતિએ આ ગામનું તોરણ બાંધેલ અને વસવાટ અહીં ચાલું કરેલ.પાટણના વનરાજ ચાવડાએ પણ અજ્ઞાતવાસ અહીં ગાળેલ.આજે પણ આ ગામમાં ગઢ નામનું એક ખેતર છે.ત્યાં ખોદકામ કરતાં જૂના સમયના ચલણી સિક્કા ઓ મળી આવે છે.

અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.આ ઉપરાંત નાના ગૃહઉધોગો દ્વારા લોકો રોજી મેળવે છે.જેવું કે ભરત ગૂંથણ,સાવરણી,ઈઢોણી બનાવવાનો.જોગી કોમના લોકા-ટોપલા, ટોપલી, કાતણી, વાંસમાથી બનાવી વેચી પોતાનું ભરણ પોષણ ચલાવે છે.

અમે લોકો અઢીવટા ના નામે ઓળખાતું ધોતીયું, બાંડીયું તથા પાઘડી પહેરે છે.જયારે સ્ત્રીઓ ઘેરદાર ઘાઘરા, કાંસળી તથા ઓઢણું ઓઢે છે.અહીંની સ્ત્રી પુરૂષો રાજસ્થાનની મોજડી પહેરવાના શોખીન છે. અમારો મુખ્ય ખોરાક બાજરી,લીલા શાકભાજી છે.અહીંની મુખ્ય વાનગી પળેવ તરીકે ઓળખાતી કઢી છે.

હા, અમે અતિથિના ખૂબ પ્રેમી છે.આ ગામ રાજસ્થાન રાજ્યની નજીક આવેલું હોવાથી અહીની ભાષામાં રાજસ્થાની ભાષાની છાંટ વરતાય છે. અહીની બોલી મારવાડી બોલીને મળતી આવે છે.

થોડીવાર તે શાંત થયો.પણ હું બધી બાજુ જોઈ રહ્યો હતો.આખા ગામને અમારી વાત ખબર પડી ગઈ હોઈ એવું મને લાગી રહ્યું હતું.જયારે હું પરણવા ગયો તો ત્યારે એટલા બધા લોકો મને અને માધવીને તાકી તાકીને જોઈ રહિયા હતા.આજ ફરી અમને એ જ રીતે આ ગામના લોકો તાકી તાકીને જોઈ રહ્યા હતા.

કેટલાક મકાનોની ગાર અને માટીથી લીપાયેલા હતી તો અતિ ગરીબ વ્યકિતઓ કૂબામાં રહેતા હોઈ એવું લાગતું હતું.અહીના મકાનો એક ઓરડા વાળા જ હતા.ઓરડામાં અનાજ ભરવા માટે કોઠા રાખવામાં આવિયા હતા.મહેમાનો માટે કંઇક અલગ વ્યવસ્થા હોઈ એવું મને લાગી રહ્યું હતું.અહીં જાજરૂ કે બાથરૂમ જેવી સગવડ ઉપલબ્ધ ન હતી.અહીના લોકોનું જીવન પરીશ્રમી હોઈ એવું લાગી રહ્યું હતું.મોટા ભાગના લોકો ખેતરમાં જ મકાન બાંધીને રહેતા હોઈ તેવું લાગી રહ્યું હતું.સંયુકત કુટુંબપ્રથા હજૂ અહી ચાલી રહી હતી.ગામના તમામ જાતિના લોકો સંપ અને સહકાર થી જીવન જીવતા હોઈ એવું મને લાગતું હતું.

થોડીજવારમાં અમે એક નાનકડા ઓરડામાં પ્રવેશ કર્યો.ઓરડાની સામે જ હુક્કો ભરીને મોટી મૂછો વાળા મોટી ઉંમરના વ્યક્તિ ઘણા બધા બેઢા હતા.અમને જોઈને તેમણે હુકકો પીવાનું બંધ કરી દિધું.અમારું સ્વાગત કર્યું.અમને એક સારી જગ્યા એ બેસવાની જગ્યા કરી આપી.

મને પહેલા પ્રશ્ન કર્યો તમારું નામ?હું થોડીવાર તેની સામે જોઈ રહ્યો.પછી મેં કહ્યું મારુ નામ મિલન અને આમનું નામ કિશન આ કવિતા,સોનલ અને માધવી છે.

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup