Thar Mrusthal - 7 books and stories free download online pdf in Gujarati

થાર મરૂસ્થળ (ભાગ-૭)



તમારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તમે આગળ વધો.

એ આવેલ પરિસ્થિતિ જ તમને આગળ વધવામાં મદદ કરશે.

લી. કલ્પેશ દિયોરા.

સાંજ પડે એ પહેલાં આપડે કોઈ ગામ ગોતવું પડશે
નહીં તો રેગીસ્તાનમાં જ આજની રાત વિતાવી પડશે.
અને સાંભળ.તારે અમારી સાથે જ આવાનું છે તું જ અમને અહીં લઈને આવીયો છો.અને તારે જ અમને કોઈ ગામ ગોતી આપવું પડશે.

સારું સાહેબ હું કોશીશ કરીશ...!!!!

**********************

શું તમે વાત કરી રહિયા છો?

મને પણ કઈ સમજાતું નથી જયારથી આપડે ઊંટની
સવારી કરી ત્યારથી મહેશ અને મિલન કંઈક વાત કરી રહિયા છે.જીગર મને કંઈ સમજાતું નથી.

શું મિલન આગળ જવામાં કઈ તકલીફ છે..?

નહિ બસ ઊંટ ત્યાર છે તમે ઊંટની ઉપર બેસો એટલી જ વાર છે.અહીંથી થોડે દુર એક ગામ છે.ત્યાં આપડે રહેવાનું છે.

સારું ચાલો એ ગામમાં જ આરામ કરીશું.બધા જ
ઊંટની સવારી કરવા ફરી ત્યાર થઈ ગયા.ધીમે ધીમે ઊંટ આગળ વધી રહયા હતા.જીગર અને માધવી એકબીજાની મસ્તી કરે જતા હતા.

અચાનક પવન ફૂંકાયો ચારે બાજુ ડમરી ઉડવા લાગી
બધા જ એકબીજાના હાથ પકડવાની કોશિશ કરી રહયા હતા.પણ એક બીજાના હાથ પકડી શકતા ન હતા.રેગીસ્તાનની રેતીની ડમરીમાં એકબીજાના ચહેરા
પણ જોઈ શકતા ન હતા.ઘડીકમાં શું બની ગયું કોઈને ખબર પણ ન પડી.

જીગર મને હવે ડર લાગે છે.આપણે આગળ ન જવું જોઈએ.કવિતા આ રેગીસ્તાન છે.આવી નાની રેતીની ડમરીઓ અહીં ઊડતી જ રહે.ડરવાની જરુર નથી. હમણાં ગામ આવશે ત્યાં આપડે વિરામ લેશું.

પણ,કવિતાના ધબકરા હવે વધી રહયા હતા.તે ડરવા લાગી હતી.જીગરને કહી રહી હતી.આજ પછી કાયરેય હું થારમરુસ્થળમાં પગ નહીં મુકું.

હા,અહીં એક જ વાર આવવાનું હોઈ કવિતા દરરોજ રેગીસ્તાનમાં ચકકર લગાવા આવવાનું ન હોઈ.
શાન્તિ રાખો.અને ધીમે ધીમે આગળ વધો.

મને એ જ ખબર પડતી નથી કે આ મોતનું સ્થળ છે કે ફરવાનું.કવિતા મને પણ તારા જેટલો જ ડર લાગે છે.

હા,અવની....!!!!

ધીમે ધીમે આગળ જતાં સાંજના છ વાગી ગયા એક પણ ગામ જોવા ન મળ્યુ.હવે બધાને ડર લાગી રહીયો હતો.મિલન અને મહેશને પણ હવે મોતનો ડર લાગી રહીયો હતો.

મહેશ મને નથી લાગતું કે હવે કોઈ ગામ આવે..
આ ઊંટ પણ હવે થાકી ગયા છે.તેને પણ આરામની જરૂર પડે કે નહીં.મિલન હું પણ એ જ વિચાર કરું છું.મને પણ એ જ મનમાં વિચાર આવે છે,કોઈ ગામ આવે એવું મને નથી લાગી રહીયું.અને દેખાય પણ નથી રહીયું.

આપણે હવે બધાને કહી દેવું જોઈએ કે આપડે રસ્તે ભુલા પડીયા છીએ અને આ રેગીસ્તાનમાં જ રાત વિતાવવાની છે.

એ લોકો ડરી જશે મિલન...?

હા,તો કેહવું તો પડશે જ ..!!આજ નહીં તો કાલ ડરનો અનુભવતો એ ને કરવો જ પડશેને.હું અને તું ક્યાં સુધી આગળ એમ જ વધતા રહેશું..

તું ઊંટ ઉભા રખાવ હું બધાને વાત કરું છું.

હા, મિલન..!!

બધાને અહીં થોડીવાર ઉભું રહેવાનું છે.એક અગત્યની વાત કરવાની છે.

શું થયું મહેશ? કેમ તે ઊંટને ઉભા રખાવયા?

મિલન વાત કરે તે સાંભળ જીગર...!!!

હું જે વાત કરું એનાથી કોઈએ ડરવાનું જરૂર નથી.જો ડરીશું તો આપણે જ આગળ જવામાં તકલીફ પડશે.હા,તો આપડે જે રેગીસ્તાનના રસ્તે જવાનું હતું.એ રસ્તાના બદલે આપડે ભૂલથી બીજો રસ્તો પસંદ કરી લીધો છે.

પણ આપડી સાથે તો થારમરુસ્થળનો જાણકાર છે
મિલન એ જ સૌથી આગળ ચાલી રહીયો છે.તેને તો રસ્તાની જાણ હોવી જોઈએ ને?

હા,છે પણ કોઈ કારણ સર તે રસ્તો ભૂલી ગયો છે.
(મહેશનું નામ આપવું મિલનને યોગ્ય ન લાગ્યું.)હા, જો કોઈ ગામનો આવે તો એવું પણ બને કે આપડે આજની રાત રેગીસ્તાનમાં જ વિતાવી પડે.માટે જે પણ તમારી પાસે જમવાનું છે,તે થોડું ઘણું તમારી પાસે રાખજો.કાલે આપડે તેની જરૂર પણ પડે.

હા,કોઈ એ ડરવાની જરૂર નથી આ થારનો જાણકાર આપણને ગમે તેમ કરી કોઈ ગામ પર લઈ જશે.

પણ,મિલન તમે બંને લોકો એ અત્યાર સુધી અમને કેમ ન કહ્યું?

અમને એમ હતું કે સાંજ સુધીમાં કોઈ ગામ આવી જશે પણ કોઈ ગામ દેખાયુ નહીં.જીગર જે થઈ ગયું એ થઈ ગયું એ વાતને યાદ કરી અફસોસ નહિ કર.
આપડે અત્યારે આગળ વધવું જોઈયે.

*************ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ.માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED