થાર મરૂસ્થળ (ભાગ-૩૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૩૧)

માધવી રેગીસ્તાનમાં એવા ઘણા ઘર છે.જ્યાં લાઈટ છે જ નહીં.આ રેગીસ્તાન જેવા વિસ્તારમાં લાઈટ ક્યાંથી લેવા જવી.માટે આપણે એ તરફ આગળ ચાલવું જોઈએ જો આપડા આજ ભાગ્ય હશે તો આપણને તે ગામ મળી જશે.નહિ તો આ રેગીસ્તાન તો છે જ.દસ દિવસથી અહીં રેતીમાં જ છીયે.આજની રાત પણ અહીં રેગીસ્તાનમાં જ વિતાવીશું.

*****************************************.
એટલી બધી રાત થઈ ગઈ હતી કે બાજુમાં એકબીજાના ચેહરા પણ સ્પષ્ટ દેખાય રહ્યા હતા.તો પણ રેગીસ્તાનમાં જીવવા માટે આગળ ચાલી રહ્યા હતા.થોડીજવારમાં કોઈ ગામ આવી જશે એવી આશા એ બધા આગળ ચાલી રહ્યા હતા.

થોડું આગળ ચાલતા કુતરાઓના અવાજ આવા લાગીયા.બધાને થયું નક્કી તે જગ્યા પર કોઈને કોઈ તો રહે છે.કુતરાઓના અવાજ આવી રહ્યા હતા તે સાંભળી એકબીજા એ સામ સામે બોલવાનું બંધ કરી દીધું.

થોડા આગળ ચાલ્યાં તો ઘણા બધા ઊંટ જોવા મળ્યા અમને બધાને જોઈને ઊંટ ડરી રહ્યા હોઈ એવું લાગી રહ્યું હતું.ઊંટની બાજુમાં જ નાનકડી એવી દસ પંદર ઝુંપડી હોઈ એવું લાગી રહ્યું હતું.બધાના ચહેરા પર હાસ્ય હતું.કે આપણને કોઈને કોઈ ગામ મળી જ ગયું.એકબીજાને ભેટી રહ્યા હતા.હજુ પણ ગામની અંદર કૂતરાના અવાજ બંધ થઈ રહ્યા ન હતા.

મિલન અને કિશન એક નાનકડી એવી ઝુંપડીની પાસે આવિયા.અંદર રહેલ માણસોને ઊંઘમાંથી ઉઠાડવા કોશિશ કરી.પણ કોઈ બહાર આવી રહ્યું ન હતું.એક પછી એક એમ બે ત્રણ ઝુંપડી પર જઇને મિલને અવાજ કર્યા પણ કોઈ બહાર આવી રહ્યું ન હતું.

ઝુંપડીની અંદર બધા ડરી ગયા હોઈ એવું લાગી રહ્યું હતું.રાત્રીના લગભગ બે વાગી ગયા હતા.અંદર રહેલા લોકોને એવું લાગી રહ્યું હતું કે બહાર કોઈ ચોર લૂંટારા છે.અને તે આપણને લૂંટવા માટી આવી રહ્યા છે.

ત્યાં જ મોટો અવાજ થયો અને એક સાથે લાકડી અને બીજા ઘણા બધા હથિયાર સાથે દસ પંદર જણા
ઝુંપડી માંથી બહાર નીકળ્યા.જીગર અને મિલન તો ડરી ગયા.માધવી કવિતા અને સોનલ પણ આ જોઈને ડરી ગયા.બધી જ બાજુ તે અમને શોધી રહ્યા હતા.

મિલને પહેલા ત્રણેયને આગળ જવાનું કહ્યું.માધવી,કવિતા,અને સોનલ ત્રણેય આગળ ગયા.તેને જોઈને બધાએ હથિયાર અને લાકડી મેકી દીધા.રાજસ્થાના ગામની સ્ત્રી ચોર કે લૂંટારા ન હોઈ શકે તમે કોણ છો.તે રાજસ્થાનની મારવાડી જેવી ભાષામાં બોલી રહ્યા હતા.

અમે આ રેગીસ્તાનમાં દસ દિવસથી ભુલા પડ્યા છીયે.ઘણા દિવસ પછી તમારું આ ગામ અમને મળ્યું છે.અમારી સાથે બીજા બે લોકો પણ છે.જીગર અને મિલન ઝુંપડીની બહાર આવિયા.બધા એ ફરી લાકડી અને હથિયાર હાથમાં લઈ લીધા.

તમે અમરાથી ડરો નહિ.અમે કોઈ ચોર કે લૂંટારા નથી.
અમે આ થાર રેગીસ્તાનમાં ફરવા માટે આવિયા હતા કોઈ કારણ સર રસ્તો અમે ભૂલી ગયા છીએ.દસ દિવસથી રેગીસ્તાનમાં ફરી રહ્યા છીએ.

તમે ખોટું બોલી રહ્યા હોઈ એવું અમને લાગી રહ્યું છે.
દસ દિવસ સુધી આ બળબળતા રેગીસ્તાનમાં કેવી રીતે તમે જીવીત રહી શકો?શક્ય જ નથી.તમારા કપડાં જોઈને તો એવું લાગી રહ્યું છે કે તમે કોઈ ચોર અને લૂંટારા છો.

ત્યાં જ કવિતા પડી ગઈ.તમે અમારા પર વિશ્વાસ કરી અમારી મદદ કરો અમે ઘણા સમયથી પાણી પણ પીધું નથી અને કોઈ અન્ન પણ ખાધું નથી.અમે તમારા પગમાં પડીયે છીયે.અમારામાં થી એકની તબિયત પણ સારી નથી. જો તેને પાણી ન મળ્યું તો તે મરી પણ શકે છે.

આમને સામેની ખાલી પડેલ એક ઝુંપડી રેહવા માટે આપી દો.પાણી અને ખાવાનું પણ આપજો સવારે અમે બધા તમારી સાથે વાત કરીશું.અમારા બે માણસો તમારી ઝુંપડીની બહાર રહેશે.કઈ પણ બહાર આવીને તમે કરશો તો એ ઝુંપડીને અમે ત્યાં જ સળગાવી દેશું અને તમને પણ.

આપનો ખુબ આભાર.બધા જ સામેની ઝૂંપડીની અંદર ગયા.ત્યાં રેહવા માટે અને આરામ કરવા માટે સારી જગ્યા હતી.થોડીજવારમાં પાણી અને ખાવાનું લઈને બે લોકો આવિયા.બધાએ ઘણા દિવસ પછી પાણી પીધું.અને અન્નનો દાણો મોં મુક્યો.સૌથી પહેલા કવિતાને પાણી અને અન્ન આપી સારી જગ્યા પર સુવરાવી દીધી.બધા આજ ખુશ હતા.એકબીજાને ભેટી રહ્યા હતા.કવિતા હજુ પણ થોડી દુઃખમાં હતી
જીગરના મુત્યુંથી.

પણ આજ તે અંદરથી ખુશ હતી કે જીગરના શરીરને લીધે જ અમે આ ગામ શોધી શક્યા.પહેલા દુઃખમાં અને આજ ખુશીમાં કોઈને નિંદર આવી રહી ન હતી.
સવાર પડી ગઈ હતી.મિલન જીગર બધા જ જાગતા હતા.એક કવિતા થાકને કારણે આજ દસ દિવસની નિંદર એક સાથે લઈ રહી હતી.

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup