લોસ્ટેડ - 2 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટેડ - 2

આધ્વીકા પાછી એ જગ્યાએ આવી જ્યાં એણે થોડીવાર પહેલાં રયાનને જોયો હતો.
"એ તું જ હતો રયાન હજારોની ભીડમાં પણ હું તને ઓળખી શકું છું, હું તને શોધીને રઈશ. તારે મને મળવું પડશે અને મારા બધા જ સવાલના જવાબ પણ આપવા પડશે. તે જે કર્યુ એના જવાબ આપવા પડશે; હું તને છોડીશ નઇ, જસ્ટ વેઈટ એન્ડ વોચ." આધ્વીકા ગાડીમાંથી ઉતરી અને જ્યાં રયાનને જોયો હતો એ એરિયામાં બધાને રયાનનો ફોટો બતાવી પૂછપરછ કરી રહી હતી.પરંતુ કોઈએ ક્યારેય રયાનને નતો જોયો એ નિરાશ થતી પાછી ગાડી જોડે આવી અને ગુસ્સામાં એણે પોતાનો હાથ કારના દરવાજા ઉપર માર્યો.

"આધી શું કરે છે તું હે ભગવાન" રયાન ફર્સ્ટ એઇડ બોક્સ લઈને આવતા બોલ્યો. એ ફરી બોલ્યો," આધી..."
"આધ્વીકા નામ છે મારું મને વારંવાર આધી કેમ કે છે તું રયાન?" એ ગુસ્સામાં બોલી.
"કારણ કે તું મારા વગર આધી મતલબ અધુરી છે. એટલે હું તને આધી કહું છું, તને આધી કહેવું એ મારા માટે એક અહેસાસ છે, જે મને એક-એક પળ યાદ કરાવે છે કે મારી જિદંગી તારા નામે કરી દીધી છે મે, મારા દરેક શ્વાસ પર મારી આધીનો પણ હક છે, જે મારા વગર અધુરી છે."
"રયાન તું..." આધ્વીકા કઈક બોલવા જતી હતી ત્યાંજ રયાન વચ્ચે જ બોલી ઉઠ્યો,"તારા હાથ પર પટ્ટી પણ બંધાઈ ગઈ, થેન્ક ગોડ સારું થયું તે આ વાત નિકાળી નઈ તો મારા નાકે દમ આવી જવાનો હતો આટલી પટ્ટી બાંધવામાં જ." એ હસતા હસતા બોલ્યો.
"આ બધી વાતો એટલે કરતો હતો તું બદમાશ."આધ્વીકા એ રયાન નો કાન ખેંચતા કીધું અને ત્યારે જ આધ્વીકાનો ફોન વાગે છે.
"આધી તારો ફોન વાગે છે. મારો કાન છોડ બાપ રે ફોન જો."
"આજે તો હું તને છોડવાની નથી તું...." બીજીવાર ફોન વાગે છે. ફોનની રિંગ સાંભળીએ વર્તમાનમાં પાછી ફરે છે. આંસુ ભરેલી આંખોથી એ પોતાના હાથ તરફ જુએ છે." એક ધા પર મલમ લગાવી બીજો ઘા કેમ આપ્યો રયાન? એ પણ એવો ઘા જે ક્યારેય નઈ રૂજાય. વ્હાય? વ્હાય રયાન વ્હાય." આધ્વીકાનો ફોન અવિરત વાગી રહ્યો હતો, એણે ફોન જોયા વગર ગાડીમાં ફેંક્યો અને ગાડી મરીન ડ્રાઇવ તરફ લીધી.
ખરેખર તો એણે ફોન ઉપાડી લેવાની જરૂર હતી.એણે ફોન ઉપાડ્યો હોત તો એની તરફ આવી રહી મુસીબત ટળી ગઇ હોત, પણ કહેવાય છે ને કે ભાગ્યનું લખેલું ભોગવ્યે છૂટકો. એક જ દિવસમાં આધ્વીકા એ આ બીજી ભૂલ કરી હતી અને આ ભૂલની કીંમત બહું બધા લોકોએ ચૂકવવાની હતી.

***

બ્લેક કલરની બલેનો કાર અમદાવાદ-પાલનપુર હાઇવે પર પૂરપાટ દોડી રહી છે. પ્રથમ, રોશન, મોન્ટિ, સમિર અને સાહિલ બાલારામ પેલેસ નજીક આવેલા વિકેન્ડ હોમ પર વેકેશન મનાવવા જઈ રહ્યા છે.
મોન્ટી નો ફોન વાગે છે.એ ફોન રિસિવ કરે છે,"હેલ્લો મા હા હું પહોંચીને ફોન કરીશ.....હા મે સોનુ દિ ને ફોન ટ્રાય કર્યો પણ એ રિસિવ નથી કરતાં. હું એમને થોડીવારમાં ફરી કોલ કરી ઈન્ફોર્મ કરી દઈશ,....બાય મા." મોન્ટી ફોન મૂકી દે છે.
"સોનું દીદી થી તારી આટલી ફાટે છે કેમ ફટ્ટુ?" રોશન મોન્ટી નો મજાક ઉડાવે છે." એન્ડ વ્હોટ અબાઉટ યુ? તુ તો સોનું દી જ્યાં હોય એ શેરીમાં પગ મુકતા પણ ડરે છે ફટ્ટુ." સમિર રોશનને જવાબ આપે છે. રોશન મોઢુ ફેરવીને બેસી જાય છે. બધા એના ઉપર હસવા લાગે છે.
બધા જ યુવાનોએ હમણાં જ કોલેજ પુરી કરી હતી એટલે એન્જોય કરવા નીકળ્યા હતા, પણ વિધિના લેખમાં તો કદાચ બીજુ જ કઈક લખાયેલ હતું. પોતાના ભવિષ્યથી અજાણ માત્ર આજને જીવી લેવા આ ૫ યુવાનો એક એવા સફર પર નિકળી ચુક્યા હતા જ્યાંથી પાછા વળવાનો કોઈ જ વિકલ્પ નો'તો, એક એવી સફર જેની મંજિલ કદાચ એક જ હતી, જેનો આ યુવાનોને અણસાર સુધ્ધાં નો'તો.
બલેનો પાલનપૂર પહોંચી ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું. એમની ગાડી એરોમા વટાવી આબુ હાઇવે પર જઈ રહી હતી. પ્રથમ ગાડી ચલાવી રહ્યો હતો.બાકીના છોકારાઓ વાતો અને મસ્તી કરી રહ્યા હતા.
"પ્રથમ કેટલી વાર લાગશે હજુ આપણને?" સાહિલ અકળાઈ રહ્યો હતો." "વીસેક મીનીટ નો જ રસ્તો છે, રાત છે ને જંગલ છે એટલે. તું ચિલ કર હમણાં પહોંચી જઈશું." પ્રથમ ગાડીને ચિત્રાસણી તરફ વાળતા બોલ્યો. અડધા કલાક પછી સાહિલ ફરી બોલ્યો," પ્રથમ અડધો કલાક થયો આ રસ્તો પુરો જ નથી થતો." "અરે યાર આપણે અહીં એક જ વાર આવેલા છીએ એટલે પ્રથમ ને એકઝેક્ટ આઇડીયા નહીં હોય કે કેટલો ટાઇમ લાગશે, પહોંચી જઈશું આપણે શું કામ ટેન્શન લે છે. આ લે તુ પાણી પી." સમિર પાણીની બોટલ સાહિલ ને આપે છે. સાહિલ પાણી પીવા બોટલ ખોલે છે, ને અચાનક ઝટકો લાગવાથી બોટલ નીચે પડી જાય છે.
"પ્રથમ હવે મને ટેન્શન થાય છે એક તો આ રસ્તો લંબાતો જાય છે, અને હવે ગાડી પણ નખરા કરી રહી છે.આપણે બીજીવાર અહીં નો'તું આવવાનું, યાદ છે ને ૪ મહિના પહેલાં અહીં શું થયું હતું." રોશન ડરતા ડરતા બોલ્યો."શટ અપ રોશન તને કેટલી વાર કીધું છે કે એ વાત ભૂલથી પણ તારા મોઢે ના લાવતો." પ્રથમ ગુસ્સામાં બોલે છે, અને રોડ સાથે ટાયર ધસાવાના કર્કશ અવાજ સાથે ગાડીને જોરદાર બ્રેક લાગે છે.

ક્રમશ: