Darbargadh books and stories free download online pdf in Gujarati

દરબારગઢ

હું(વિજય )6, પૂજા અને રાજ, અમે ત્રણેય બાળપણના મિત્રો છીએ, આજે વર્ષો પછી ભેગા થઇ રહ્યા છીએ અમારા ગામ કાનપરમાં, મારી અમદાવાદમાં કાપડની પોતાની મિલ છે, પરી રાજકોટમાં એમબીએનો અભ્યાસ કરી રહી છે અને રાજ ગામમાં જ પોતાની વાડીમાં કામ કરે છે,
કદાચ 4-5 વર્ષ પછી અમે આજે બાળપણની યાદો અને દોસ્તીને સાંભરવા ગામડે મળવાનું નક્કી કર્યું છે,
એ રાતે અમે લગભગ 8 વાગતા અમારી બેઠકે ભેગા થયાં, આમ તો અમારા ગામમાં છોકરાઓ સાથે છોકરી બેસે જ નહિ પણ ગામમાં ફક્ત પૂજા જ એક છોકરી હતી જે ખૂબજ ભણેલી હતી એટલે એના ઘરમાંથી કયારેય એવી રોકટોક નહોતી જે અમને ગમતું.....
લગભગ કલાક સુધી આમથી તેમ વાતો કરી અને મને એક વિચાર આવ્યો,
'યાર, મને તો હવે કંટાળો આવે છે, એમ થાય છે પાછો અમદાવાદ જતો રહું, રાજીયા તું કેમના દહાડા કાઢતો હોય છે યાર?? '
' તમારા જેવા મોજશોખ વાળાને નો જ ગમે, તમ તારે ઉપડ જા અને આવતો ની ફરી ' રાજે ગુસ્સે થઈને કહ્યું,
' બંધ થાઓ ને યાર, આટલા ટાઈમ પછી ભેગા થયાં તોય બાઝવામાંથી ઊંચા નથ આવતા 'પૂજા એ બેઉને પીઠે ધબ્બો મારતા કહ્યું,
'સારુ સારુ, સોરી, પણ કંઈક મજા આવે એવું કરીએ યાર તો આ આપણી વર્ષો પછીની યાદગાર મુલાકાત બની રહે ' મેં કહ્યું,
'તો તો હાલો દરબારગઢમાં જઈએ એટલે ભૂતો સાથે સંતાકૂકડી રમસુ એટલે તને મજા આવશે હેં ને? !!' રાજે હસતા હસતા કહ્યું,
'અરે હા આ સારો આઈડિયા છે, નાના હતા ત્યારે કોઈ આપણને દરબારગઢની બહાર પણ ફરકવા નહોતું દેતું હવે કોના બાપની તાકાત છે આપણને રોકવાની !!' પૂજાએ રાજી થતા કહ્યું,
'ના ના, વિજ્યા આને સમજાવ, ભણી ભણીને આની ડગરી ચસ્કી ગઈ લાગે છે 'રાજે ગંભીર થઈને કહ્યું,
'બસ હો રાજીયા તારે અમને કઈ નવું કરવા જ નથી દેવું, ચાલ પૂજા આજે તો જાણીજ લઈએ દરબારગઢનું રહસ્ય'એમ કહીને મેં પૂજાનો હાથ પકડીને ચાલવાનું કીધું અને અમે જવા લાગ્યા એ બાજુ....
રાજ ઘણી વાર સુધી ના દેખાયો, હું અને પૂજા એની મશ્કરી કરવા લાગ્યા,
ચાલતા ચાલતા અમે અમારી મંઝિલ પર આવી જ ગયા,
દરબારગઢ.....
નાના હતા ત્યારે એટલી વાત સાંભળેલી કે પહેલાના જમાનામાં દરબારો ગામના લોકોને ભૂલ કરવા પર સજામાં જીવતા ચણી લેતા હતા, જેના લીધે ત્યાં અતૃપ્ત આત્માઓ ભટકે છે.....
પૂજાની હિંમત જોઈને મારી અંદર પણ હિંમત આવી ગઈ અને અમે સાચવીને ડેલો ખોલ્યો, અંદર જતા જ મોટો વડ છે, ત્યાં નીચે ગામના મૂળાદાદા રખેવાળી કરતા આરામ કરતા હતા, મને એટલી તો ખબર હતી કે ચાવીનો ગુચ્છો પણ તેમની પાસે જ હોવો જોઈએ, એટલે મેં પૂજાને ઇશારાથી આગળ જવા કહ્યું અને હું મૂળાદાદાની પથારી પાસે ચાવીનો ગુચ્છો જોવા લાગ્યો અને મારા સદ્દનસીબે મને એ દેખાઈ ગયો, મૂળાદાદાના હાથ નીચેથી હળવેકથી એ ગુચ્છો મેં કાઢ્યો અને દોડતો પૂજા પાસે આવી ગયો, ખુશ થતા થતા અમે તાળું ખોલવા લાગ્યા દરવાજાનું....અને એ ખુલતા જ અમે મહેલમાં પ્રવેશ્યા, પૂજા અને મેં અમારા મોબાઈલમાં ટોર્ચ ચાલુ કરીને આગળ વધવા લાગ્યા, અચાનક મને પાયલનો અવાજ સંભળાયો, મેં પૂજાને કહ્યું તો એણે કીધું કે એને બીજી દિશામાંથી ઢોલકનો અવાજ સંભળાય છે, પૂજાએ કહ્યું એ સાંભળીને મને પરસેવો છૂટી ગયો, તેણે કહ્યું કે બંને અલગ અલગ દિશામાં જઈએ.... મારે કમને એની વાત માનવી પડી... અમે છુટા થયાં,
હું આગળ વધ્યો ત્યાં મને ફરી પાયલનો અવાજ આવ્યો, હું બોલ્યો, ' જે પણ હોય સામે આવે, તમારું દુઃખ સાંભળવા જ હું આવ્યો છું ' એટલામાં પાછળથી મારા ખભે હાથ મુકાયો જોયું તો પૂજા હતી એટલે મારા જીવમાં જીવ આવ્યો, હું બોલ્યો પૂજાને કે આમ કોઈ ડરાવતું હશે તો એ મને જોઈને ખડખડાટ હસવા લાગી, પછી મેં પૂજાને કહ્યું કે ચાલ આપણે જોડેજ આગળ વધીએ અને અમે એક ઓરડા પાસે આવ્યા જ્યાં અલગ અલગ પ્રકારના શસ્ત્રો હતા, ત્યારબાદ બીજા એક ઓરડા પાસે આવ્યા જેને જોઈને લાગતું હતું કે એ કોઈ રાજા કે રાણીનો રૂમ હશે, પછી આગળ ગયા તો એક મોટો ઓરડો આવ્યો જેની પર ખૂબજ મોટુ તાળું અને એની પર લાલ કપડું બાંધેલું હતું, મેં કહ્યું કે, 'પૂજા શું કરવું છે ખોલવો છે આ રૂમ?? ' પૂજાએ રહસ્યમયી સ્માઈલ આપીને હા કહી,
મને એની ચાવી ગુચ્છામાંથી ના ફિટ બેસી અને હજુ હું કાંઈ કહું એ પહેલા તો પૂજાએ સામેથી ચાવી મને આપી, મેં પૂછ્યું તો કહેવા લાગી કે એને રસ્તામાંથી મળી પછી મેં ફટાફટ ઓરડો ખોલ્યો અને અંદર પ્રવેશ્યો, પાછળ વળીને જોયું તો પૂજા ગાયબ થઇ ગઈ હતી અને દરવાજો જાતેજ બંધ થવા લાગ્યો હતો, હું દોડતો ગયો ત્યાં પણ પહોંચું એ પહેલા તો બંધ થઇ ગયો, મને હવે સાચે ડર લાગી રહ્યો હતો, મારા શરીરમાં શિયાળો હોવા છતાં પરસેવો નીકળી રહ્યો હતો, હું જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, મારા પગમાં કંઈક આવતા હું જોરથી લોખંડના સળિયા સાથે ભટકાયો અને મારી કોણીમાંથી લોહી નીકળવા લાગ્યું, હું હનુમાન ચાલીસા બોલવા લાગ્યો એટલામાં એક ખૂણે મને કોઈક બેઠેલું દેખાયું, હું ધ્રુજતા પગે ત્યાં ગયો, એ પગ પર માથું રાખીને બેઠી બેઠી રોતી હતી, મેં હિંમત કરીને પૂછ્યું, 'શું થયું કેમ રડે છે?? '
એણે એનું માથું ઊંચું કર્યું અને બોલી, 'પેલી ચુડેલ મને હેરાન કરે છે '
એની આ વાત સાંભળીને મને ખૂબજ બીક લાગી ગઈ,
મેં ફરી હિંમત કરીને પૂછ્યું 'ક્યાં છે એ ચુડેલ?? '
તેણે માસુમિયતથી કહ્યું, ' આ સામેની દીવાલે ઉંધી બેઠી છે એ જ તો છે,(ધીરેથી બોલી ) મારી પાછળ જે બારી છે ત્યાંથી કૂદી જા તો બચી જઈશ નહિ તો જીવતો નહિ રેવા દે કોઈ તને અહીંયા '
અને હું આ સાંભળીને દોડતો બારી પાસે ગયો, પાછળ ખૂબજ અવાજો થતા હતા પણ એમાં ધ્યાન આપ્યા વગર હું સીધો બારીમાંથી કૂદી ગયો નીચે....
આંખો ખોલી ત્યારે પૂજા, રાજ અને ઘરનાં લોકો હતા, ઘરનાં લોકો ગયા પછી મેં પૂજાને પૂછ્યું, 'તું કેમ મને એકલો મૂકીને જતી રહી હતી?? '
પૂજાને જાણે કંઈજ ખબર ના હોય એમ મને જ બોલવા લાગી, 'ડોબા, આપણે બધા ભેગા થયાં અને પછી તું તારા ઘરે ગયો, પછી ખબર નહિ તને શું થયું તે તું તારા ધાબેથી કૂદી ગયો અને તને અહીંયા લાવ્યા '
હું અકળાયો અને રાજને કીધું, 'રાજીયા સમજાય આને, તને બીક લાગી હતી એટલે તું નહોતો આવ્યો પણ હું જે કહું છું એ સત્ય છે '
રાજે પણ મારી વાત માનવાની ના પાડી દીધી....
મારી પાસે કોઈજ પુરાવો નહોતો મેં જોયેલી આત્માનો.... આજે એના જ લીધે હું બચ્યો છું, મેં પણ કાયમ આ વાત મનમાં જ ધરબી રાખવાનો નિર્ણય લઇ લીધો અને મારી કોણીએ રહેલા ઘા પર હાથ ફેરવવા લાગ્યો.....
આજે દરબારગઢને બહારથી જ જોઈને મલકાઉં છું.... જેની અંદર અપાર રહસ્યો રહેલા છે.....
(દરબારગઢ હકીકત છે બાકીની વાર્તા કાલ્પનિક છે..)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED