lakshya books and stories free download online pdf in Gujarati

લક્ષ્ય

લક્ષ્ય


આ વાર્તા એક સર્વાઇવર ઉપર છે જેમાં દરેક ના જીવન ઉપર એક સાહસ રચાયું છે આશા રાખું છું કે તમને મારી વાર્તા ગમે અને તમે એને બહુ જ પ્રેમ આપો......
તો ચાલુ કરીએ એક સાહસ કથા ભરી વાર્તા


નામ એનું લક્ષ્ય હતું,,ઉંમર એની 20 વર્ષ પરંતુ એની ઉંમર કરતાં વધારે સમજણો ભાસે....
એના જીવનમાં ફક્ત એક જ લક્ષ્ય હતો કે એના માતા પિતા નું અને તેના દેશનું નામ રોશન કરે,
એની માતા એક એસ્ટ્રોનોમર છે જે હાલ બે વર્ષથી ચંદ્રયાન મિશન ઉપર છે...
એના પપ્પા એક સર્વાઇવર છે જે અલગ અલગ જગ્યાએ જઈને પોતાના નસીબ સાથે રમત રમે છે...
લક્ષ્ય ના પપ્પા હંમેશા એક જ વાત કહેતા હોય છે કે 'મોત ક્યારે આવે એ કોઈને ખબર નથી હોતી પણ મોત જ્યારે પાસે હોય ત્યારે માણસને એનો ડર મોતની વધારે નજીક લઈ જતો હોય છે...'
બે-ત્રણ દિવસથી લક્ષ્યની તબિયત સારી નથી એટલા માટે એના પપ્પા એને દવાખાને લઇ જાય છે જેમાં રિપોર્ટ કરતાં ખબર પડે છે કે લક્ષ્યને કેન્સરની બીમારી છે

પોતાના દીકરાની બીમારી જાણીને નિમિત ભાઈ પડી ભાંગે છે,, પાંચ છ દિવસ સુધી એ એ મુંબઈ તેમ જ અમદાવાદ, દિલ્હી સુધી બધા જ સારામાં સારા દવાખાનાઓમાં બતાવી જોવે છે પરંતુ એમને નિરાશા જ મળે છે...
છેવટે એ લક્ષ્ય ને જણાવવાનું નક્કી કરે છે કે એ કેન્સરની બીમારીથી પીડિત છે અને એની પાસે વધારે સમય નથી!!
નિમિત્તભાઈ જ્યારે લક્ષ્યના રૂમમાં જાય છે ત્યારે એ એક બુક વાંચતો હોય છે જેનું નામ હોય છે 'ફ્રોમ અર્થ ટુ ધ મુન'
નિમિતભાઈ ચોપડી વાંચી ને દુઃખી થઈ જાય છે કે એ એમનું દુઃખ પોતાની પત્ની સાથે પણ શેર નથી કરી શકવાના કેમકે એમની પત્ની એમનાથી ઘણી જ દૂર છે, લક્ષ્ય ને પણ એ મિશન ઉપર જવાની બહુ જ ઈચ્છા હોય છે,
નિમિત્તભાઈ લક્ષ્ય ને બધું જણાવી દે છે પરંતુ લક્ષ્ય ના મોઢા ઉપર એક અજબ ની સ્માઈલ હોય છે અને એ કહે છે પપ્પા મને આ વાતની પહેલેથી જ ખબર છે જયારે તમે અને ડોક્ટર મારા રિપોર્ટ વિશે વાત કરતા હતા ત્યારે હું સાંભળી ગયો હતો અને મને મોત થી ડર નથી લાગતો પપ્પા પરંતુ મારે કમોતે નથી મળવું મારે કંઈક કરી ને મરવું છે મારે મારી મમ્મી ને પપ્પા નું નામ રોશન કરવું છે, તમે અને મમ્મી એ તમારા જીવનમાં બહુ જ સ્ટ્રગલ કર્યું છે મારે પણ એ સ્ટ્રગલ કરવી છે અને પછી મોતને ભેટવું છે અને લક્ષ્યએ છેવટે નક્કી કરી દીધું હોય છે કે એને શું કરવું હોય છે અને એના પપ્પા ને જણાવવાનું નક્કી કરે છે..
એ એના પપ્પાને જણાવે છે કે હું માઉન્ટેન સર કરવા ઈચ્છું છું, ભલે મારી ઉંમર નાની હોય પણ હું કંઈક હાંસિલ કરવા માંગુ છું મારું નામ પાછળથી લોકો યાદ કરે એવું કંઈક કરવા માંગુ છું!!
પહેલા તો આ વિચાર નિમિત્ત ભાઈ ને દુઃખી કરે છે પરંતુ પછી એમને થાય છે કેખરેખર આ મારો છોકરો છે જે અમારું જ નામ રોશન કરવા માટે તૈયાર છે અમારું જ નહીં પરંતુ દેશનું નામ રોશન કરવા માટે તૈયાર છે તો પછી હું એના આ સારા કામ માં શા માટે નિમિત્ત ના બનું !! પછી બંને બાપ-દીકરો તૈયારી કરવા લાગે છે માઉન્ટેન ચઢાણ માટે!!
માઉન્ટેનની ચડાઈ માટે તેઓ બીજે દિવસે નીકળી પડે છે, માઉન્ટેનની ઊંચાઈઓ સર કરવા માટે,,
જે વાતથી એ લોકો તદ્દન અજાણ હોય છે કે આગળ તેમની સાથે શું થવાનું છે??
પહેલા દિવસે નિમિત્તભાઈ અને લક્ષ્ય ઘણું ખરું ચઢાઇ કરી લે છે ત્યારબાદ રાતે એ લોકો આરામ કરવાનું વિચારે છે.. આરામ કરતી વખતે એ લોકો મોબાઇલમાં જોવે છે પરંતુ નેટવર્ક નથી હોતું, કેમકે એ લોકો ખૂબ જ ઊંચાઇ ઉપર હતા જ્યાં નેટવર્ક નું નામોનિશાન નથી હોતું, બીજે દિવસે એ લોકો આગળ એમની સફર ચાલુ કરે છે પરંતુ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હોય છે જાણે તેમને આગળ ના જવા માટે ચેતવી રહ્યો હોય એવું ભાસે છે,,
નિમિત્તભાઈ લક્ષ્યને સમજાવે છે કે આપણે રોકાઈ જઈએ બેટા કેમ કે આગળ જવું મને નથી લાગતું આપણા માટે સારું રહે.... પણ લક્ષ્ય કહે છે કે પપ્પા મારા માટે હવે રોકાવુ નામુમકીન છે,જ્યાં સુધી હું મારું લક્ષ્ય પૂરું નહિ કરું ત્યાં સુધી મોત ની પણ તાકાત નહિ કે મારી સામે આવે અને પછી એ લોકો આગળ જવા લાગે છે પરંતુ તોફાન ખૂબ જ હાહાકાર મચાવી રહ્યું હોય છે એટલે લક્ષ્યને વિચાર આવે છે કે પોતે તો મરી જવાનો છે પણ તેના પપ્પાને શું કરવા કોઇ ઇજા પહોંચવા દે એટલા માટે એ વિચારે છે કે એમ પણ રાત થવા આવી હોય છે એટલા માટે રાતવાસો તો કરવો જ પડશે,પછી આગળ જતા ત્યાં એક ગુફા દેખાય છે અને એ લોકો ત્યાંજ જવાનું વિચારે છે,, અંદર નું દ્રશ્ય જોઈને લક્ષ્યને ખૂબ જ નવાઈ લાગે છે કેમકે આ ગુફા વિશે આજ સુધી તેણે જાણ્યું પણ ન હતું અને વાંચ્યું પણ નહોતું, નિમિત્તભાઈ પણ જણાવે છે કે મેં ઘણી વાર આ માઉન્ટેન પર ચઢાણ કર્યું છે પણ મને આ ગુફા વિશે ક્યારેય જાણવા મળ્યું નથી, મને લાગે છે આ ગુફા પહેલા બરફથી ઢંકાઇ ગઇ હશે એટલા માટે કોઈનું ધ્યાન આ ગુફા ઉપર નહીં ગયું હોય અને પછી એ લોકો ગુફાની અંદર જાય છે તો ત્યાં એક મૂર્તિ પડી હોય છે મૂર્તિ કોઈ પ્રાચીન મૂર્તિ હોય એવું લાગતું હોય છે, પ્રાચીન મૂર્તિ ને જોઈને વિચાર આવે છે કે જરૂર આ પહેલાના સમયની મૂર્તિ હશે અને આ બરફની ચાદર નીચે ઢંકાઈ ગઈ હશે પછી આગળ જતાં જુએ છે તો મૂર્તિ ના મુખ પાસે એક હીરો પડ્યો હોય છે, લક્ષ્ય એ હીરો હાથમાં લઇ લે છે, એ ખુબ જ ચમકદાર હોય છે, લાલ રંગના એ હીરા પર 920 કોતરેલું હોય છે,, જેના પરથી એ લોકો એ અનુમાન પર આવે છે કે જરૂર આ સન ઈસવીસન 920 વર્ષ પૂર્વ નો હશે, એની ચમક પૂરી ગુફામાં અજવાસ પાથરી રહી હોય છે.. નિમિત્તભાઈ લક્ષ્યને જણાવે છે કે આ ખૂબ જ કીમતી હીરો લાગે છે... જેની ખોજ મારાં દીકરા એ કરી છે (કહીને હસે છે )
લક્ષ્ય કહે છે પપ્પા હા આખરે મારી યાત્રા સફળ નીવડી,, હીરો લેતાની સાથે જ બહાર ખૂબ જ તોફાન મચી જાય છે જે વાતથી અજાણ આ લોકો અંદર ચાલી ગયા હોય છે પછી તો એ તોફાન ધીરે-ધીરે ગુફામાં પ્રવેશી રહ્યું હોય છે ગુફા માં અચાનક બરફ નાં ગોળા પડવાના ચાલુ થઇ જાય છે,
લક્ષ્ય એના પપ્પાને કહે છે કે પપ્પા ચાલો ભાગીએ પરંતુ ભાગવા જતા લક્ષ્ય પડી જાય છે એટલે એ નિમિતભાઈ ને કહે છે કે પપ્પા તમે આ હીરો લઈને જતા રહો, હું હવે આગળ નહીં આવી શકું!!
નિમિત્તભાઈ ના પાડે છે કે ના હું તારી વગર નહી જઉં તો પણ લક્ષ્ય નથી માનતો અને કહે છે કે "પપ્પા હું તો હવે જીવવાનો નથી પણ તમારે અને મમ્મીએ જીવવાનું છે એટલા માટે તમને મમ્મી ના સમ છે માટે એના માટે થઈને જતા રહો,, હું મારું નસીબ હશે તો પાછો આવી જઈશ પણ તમે બહાર જાઓ જો તમને કંઈ પણ થઈ જશે તો હું મારી જાતને જિંદગીભર માફ નહિ કરી શકું!!"
એટલા માટે નિમિત્તભાઈ ના છુટકે પોતાના દીકરાની જીદ આગળ ઝૂકીને બહાર તરફ જતા રહે છે અને ગુફાની બહાર આવતા એક પથ્થર માથાંમાં વાગે છે એટલે બેભાન થઈ જાય છે,, વાતાવરણ હવે શાંત થઈ ગયું હોય છે ધીરે ધીરે ગુફાની અંદર પણ આજ વાતાવરણ ધીમે ધીમે શાંત પડવા લાગ્યું પણ ગુફા હવે ધીમે ધીમે બંધ થવા લાગી હતી કેમ કે એની ઉપર પથ્થરો અને બરફની ચાદર પથરાતી જતી હતી..
નિમિત્તભાઈને જ્યારે ભાન આવે છે ત્યારે બહુ જ મોડું થઇ ચૂક્યું હોય છે એ ગુફા પૂરી બંધ થઈ ગઈ હોય છે તેઓ 2 દિવસ સુધી ખૂબ જ રડે છે પરંતુ તેઓ કશું પણ કરવા અસમર્થ હોય છે,, તેઓ ધીમે-ધીમે એવરેસ્ટ પાર કરીને નીચે આવતા હોય છે અને પછી એમના ઘર તરફ પ્રયાણ કરે છે અને પછી વિચારે છે કે ગમે તેમ કરીને પોતાની પત્નીને આ સમાચાર આપીને જ રહેશે કે હવે આપણો દિકરો આ દુનિયામાં નથી પરંતુ એણે એના જીવતેજીવ એવું કામ કર્યું છે જે આપણે પણ નથી કરી શક્યા ,,એણે એક અનોખો કિંમતી હીરો શોધી કાઢ્યો છે જે ખુબજ બહુમૂલ્ય છે!!
તેઓ જ્યારે પાછા આવે છે ત્યારે મોબાઈલ બંધ થઈ ગયો હોય છે એટલે ઘરે આવીને તેઓ પહેલા જ મોબાઇલ ચાલુ કરે છે, મોબાઇલમાં ચાલુ થતાં જ તેમને 20 થી 25 મિસકોલ બતાવે છે તેમ જ બે મેસેજ બતાવવામાં આવે છે, મિસ કોલ તેમના પત્નીના ચંદ્રયાન મિશનના સ્પેસ સેન્ટર ઇસરોમાંથી કરવામાં આવ્યો હોય છે તેમજ મેસેજ પણ એમના તરફથી જ હોય છે મેસેજમાં લખ્યું હોય છે કે
"આપની પત્ની Mrs. દિક્ષિતા જોશી ચંદ્રયાન મિશન ઉપર પાછા વળતી વખતે એક તોફાનમાં ચંદ્રયાન મિશન ફસાઈ ગયું હતું એટલા માટે તેમનું યાન ક્રેશ થયું હોવાથી તેઓ મૃત્યુ પામ્યા છે,, we are sorry for that"
બીજો મેસેજ આવ્યો હતો કે અમે તમારો ખૂબ જ સંપર્ક કર્યો પરંતુ તમારો ફોન નેટવર્ક બહાર આવે છે એટલા માટે અમે તમને મેસેજ કર્યો છે તમારી પત્ની ની છેલ્લી ઇચ્છા હતી કે તેમનો પુત્ર પણ ચંદ્ર ઉપર જાય અને પોતાનું નામ રોશન કરે.
આ મેસેજ વાંચીને નિમિતભાઈ પડી ભાંગ્યા કેમકે એ કઈ રીતે પોતાની પત્નીને કહી શકે કે તેમનું આ સપનું અધૂરું જ રહેશે, કેમકે હવે એમનો દીકરો એની સાથે નથી રહ્યો એ સાથે બીજું દુઃખ એ પણ હતું કે પોતાના દીકરાના મૃત્યુ વખતે પણ એ એમની સાથે ન હતા અને પોતાની પત્નીના મૃત્યુ વખતે પણ એમની સાથે ન હતા!!જેના લીધે તેઓ ખૂબ જ દુઃખી રહ્યા 15-20 દિવસ સુધી એ કોઈની સાથે વાત નથી કરતા કે કોઈની સાથે મળતાં પણ નથી..
અચાનક તેમને વિચાર આવ્યો કે શું મારા દીકરા અને મારા પત્ની નું બલિદાન આ જ હતું કે મારે હવે આવી રીતે બેસી જવાનું છે??
ના મારો દીકરો અને મારી પત્નિ બન્નેની એવી ઇચ્છા હોય કે હું પણ કંઇક કરી બતાવું!!
પછી જે હીરો લક્ષ્યએ પ્રાપ્ત કર્યો હતો એના વિશે નિમિતભાઈએ પુરાતત્વ વિભાગને જાણકારી આપી અને કઇ રીતે એમનો દીકરો આ હીરો શોધતા મોતને ભેટ્યો હતો એ પણ જણાવ્યું!!
જેના લીધે મર્યા પછી પણ લક્ષ્યને BRAVE youngster નો પુરસ્કાર આપવામાં આવ્યો અને એનું નામ હંમેશાં યાદ રહે એવી રીતે વિવિધ દેશો ના પુરાતત્વ વિભાગોમાં યાદ રાખવામાં આવ્યું!!
it's not the end but now real story is beginning.........
કહાની અભી બાકી હે મેરે દોસ્ત...... ?




દસ વર્ષ બાદ





"મિશન મંગળ"


જી હા ISRO દ્વારા મિશન મંગળ યાન જઈ રહ્યું છે મંગળ ઉપર નવા નવા સંશોધનો કરવા માટે જેના માટે એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે જે મંગળ પર જઇને એની સપાટી,હવામાન તેમજ બીજી જરૂરી જાણકારી પૂરી પાડશે, તેમજ તે રોબોટ ચાર વર્ષના ગાળા સુધી મંગળ ગ્રહ પર નું રિસર્ચ કરશે અને પછી પોતે જ યાન સહીત નષ્ટ થઇ જશે, બધી માહિતી આપ્યા પછી અહીંથી જ ઇસરો દ્વારા તેને ક્રેશ કરી નાખવામાં આવશે!! આ ભારત દેશનો સૌથી સફળ અભિયાન બની રહેશે જો રોબોટ સારી રીતે કામ કરી શકશે તો??
તો શુ લાગે છે તમને કે એક રોબોટ આ કામ કરી શકશે??
તમારા અભિપ્રાય અમારા ટોલ ફ્રી નંબર પર જણાવી શકો છો 9998886565
આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ "આજસુધી"
આ સાંભળ્યા બાદ નિમિતભાઈને વિચાર આવ્યો આ કે આજ પળ છે મારી પાસે મારી પત્ની અને મારા દીકરા ના બલિદાન ને સફળ કરવાનું,, મારી 10 વર્ષની મહેનત હવે કામ માં આવી શકસે !!
એટલા માટે એમણે એમની રીતે બધી તૈયારીઓ કરવાની ચાલુ કરી દે છે એક રીતે જોવા જાઓ તો ઇન્ડિયામાં કે બીજી કોઈ પણ દેશમાં ઈચ્છામૃત્યુ અમલ નથી થતું એટલા માટે જ આ મિશન મંગળમાં કોઇ પણ માણસને સામે ચાલીને મોકલવામાં નથી આવતો એમાં રોબોટ જઈ શકે છે એવી જ એની સિસ્ટમ બનાવવામાં આવી હતી ત્યાં કોઈપણ માણસ ના જઈ શકે કેમકે એ યાન પાછું આવવાનું નથી રિસર્ચ કર્યા પછી એ યાનને ક્રેશ કરી નાખવાનું છે!!
નિમિત્તભાઈ ગમે તેમ કરીને એ યાનના કોલ્ડસ્ટોરેજ માં છુપાઈ જાય છે, એક વખત યાન પ્રયાણ કરી લેશે એ પછી એને પાછું આવવું અશક્ય છે બસ એટલે તેઓ એની જ રાહ જોતા હતા..
5
4
3
2
1
0
અને યાન એની સફરે નીકળી ગયું...
યાન લગભગ પૃથ્વી ની બહાર આવી ચૂક્યું હતું 4 કલાક માં,, રોબોટ મોનિટર ઉપર બધી માહિતી દઈ રયું હતું.
ઇસરોના એન્જિનિયર યાનની દેખરેખ કરી રહ્યા હતા.
Dr. કિરણ શાહ ઈસરોના ચેરમેન તેમજ એક સફળ સાયન્ટિસ્ટ હતા,
અચાનક તેમનું ધ્યાન કેમેરા નંબર 4 પર પડ્યું જેમાં એક માણસ સાચવીને બહાર ની તરફ જઈ રહ્યો હતો..એમને એ માણસને મોનીટર આગળ આવતા જોયો એટલે એમણે તેને માઇક લગાવવા માટે કહ્યું એ માણસ બીજું કોઈ નહીં પરંતુ નિમિતભાઈ હતા, નિમિતભાઈએ માઈક કાન ઉપર રાખ્યું,
નિમિતભાઈએ જણાવ્યું કે તેઓ કઈ રીતે અહીંયા પહોંચ્યા સાથે એમ પણ જણાવ્યું કે 'મને મારા મરવાની ફિકર નથી પરંતુ હું આ દેશ માટે કંઈક કરી નાંખવા માગું છું જેમ મારી પત્ની અને મારા દીકરાએ આ દેશ માટે બલિદાન આપ્યું હતું તેમજ હું પણ, એટલા માટે જ મહેરબાની કરીને આ યાનને પાછું લાવવાની મહેનત ના કરશો, હું સાથે મરી જઉં તો પણ મને એનો રંજ માત્ર પણ અફસોસ નહિ રહે એટલા માટે હું મારી પુરતી મહેનત લગાવવા માંગુ છું મિશન મંગળયાનને સંપૂર્ણપણે સફળ કરવા માટે તેના માટે મારે તમારા લોકોની મદદની જરૂર છે એટલા માટે તમે લોકો મને એટલી મદદ કરી દો કે અહીંયા જમવાનું ક્યાં સુધી મારો સાથ આપી શકશે તેમજ અહીંયા મારે કઈ રીતે સફર કરવું પડશે??
Dr.કિરણ એ જણાવ્યું કે તમારું યાન હવે ધીરે ધીરે મંગળ ગ્રહ તરફ પ્રયાણ કરી રહ્યું છે, મંગળ તરફ જતા એને ઓછા માં ઓછા 150 થી 300 દિવસ લાગતા હોય છે મિશન મંગળયાન ને આશરે 200 દિવસ જેવું લાગશે,
નિમિત્તભાઈએ જણાવ્યું કે તેઓ 10 દિવસ સુધી ખાધા વગર રહી શકશે કેમકે આ માટે તેમણે ઘણી મહેનત કરી છે.
Dr.કિરણ ના જણાવ્યા પ્રમાણે નિમિત્તભાઈ પાસે પાણીનો પૂરતો જથ્થો છે અને જમવા માટે પણ એમાં અમુક પેકેજીસ રાખેલા છે એમ તો એ પેકેજ ની કોઈ જરૂર ના હોય પરંતુ ત્યાં મંગળ ઉપર ફૂડ પરીક્ષણ માટે તેમણે ખાવાના પેકેજની પણ વ્યવસ્થા કરી રાખી હતી.
Dr.કિરણ નિમિત્તભાઈ ને રોજ કંઈક નવું શીખવતા અને રોજ કંઈક નવું જણાવતા જેના લીધે નિમિતભાઈ પણ પૂરી ધગશ થી પોતાનું કામ કરતા હતા,
ધીરે-ધીરે દિવસો પસાર થતા ગયા,
100 દિવસ
150 દિવસ
170 દિવસ
180 દિવસ
190 દિવસ
191 દિવસ
200 દિવસ
201 દિવસ
202 દિવસ
અને 203 માં દિવસે જ્યારે એ યાન ખરેખર મંગળની ધરતી ઉપર સફળતાપૂર્વક ઉતરી ચૂક્યું હતું,,
આ સાથે જ ભારતના ઇસરોએ ખૂબ જ મોટી સફળતા હાંસિલ કરી હતી જેની સફળતાનો પ્રત્યેક ક્ષેય ફક્ત અને ફક્ત નિમિત્તભાઈને જાય છે.
ત્યારબાદ તેઓએ મંગળની ધરતી ઉપર એમની નવી સફર ચાલુ કરી, ત્યાંનો દિવસ પૃથ્વીના દિવસ બરાબર જ હોય છે પરંતુ ત્યાંનું તાપમાન ખૂબ જ અલગ છે જેના માટે આપણે એક અલગ ટેકનોલોજી સ્થાપવી પડે જે વાતાવરણને નિયંત્રિત કરી શકે...અચાનક એમને મંગળના પહાડો ઉપર એક આકૃતિ નજર આવી, તેમણે એ આકૃતિનો પીછો કર્યો પરંતુ આકૃતિ ક્યાંય વિલીન થઈ ગઈ, તેઓ તેને પોતાનો ભ્રમ સમજ્યા અને આગળ નું કામ કરવાનું ચાલુ કર્યું, પહાડની નીચે એમને એક ઝરણું દેખાયુ જે ખૂબ જ વિસ્મયજનક હતું એમને એમ કે મંગળની ધરતી ઉપર પાણી મળવું એ ખુબ જ સફળતા કહેવાય જે કામ નાસા પણ નથી કરી શક્યું આજદિન સુધી એટલા માટે નિમિત્તભાઈ ખૂબ જ પ્રસન્ન થયા આ જાણીને કે મંગળ ઉપર પાણીના અવશેષો મળી ગયા છે, તેઓ એ પાણી છે કે નહીં એ જાણવા માટે નીચે ગયા પરંતુ એમણે જોયું કે એ પ્રવાહી પાણી નથી પરંતુ એક ચીકણું પ્રવાહી જેવું છે એમણે તે પણ જોયું કે જે સૂર્યના કિરણોથી મંગળની ધરતી ઉપર એમની નવી સફર ચાલુ કરી, ત્યાંનો દિવસ પૃથ્વીના દિવસ બરાબર જ હોય છે પરંતુ ત્યાંનું તાપમાન ખૂબ જ અલગ છે જેના માટે આપણે એક અલગ ટેકનોલોજી સ્થાપવી પડે જે વાતાવરણને નિયંત્રિત કરી શકે...અચાનક એમને મંગળના પહાડો ઉપર એક આકૃતિ નજર આવી, તેમણે એ આકૃતિનો પીછો કર્યો પરંતુ આકૃતિ ક્યાંય વિલીન થઈ ગઈ, તેઓ તેને પોતાનો ભ્રમ સમજ્યા અને આગળ નું કામ કરવાનું ચાલુ કર્યું, પહાડની નીચે એમને એક ઝરણું દેખાયુ જે ખૂબ જ વિસ્મયજનક હતું એમને એમ કે મંગળની ધરતી ઉપર પાણી મળવું એ ખુબ જ સફળતા કહેવાય જે કામ નાસા પણ નથી કરી શક્યું આજદિન સુધી એટલા માટે નિમિત્તભાઈ ખૂબ જ પ્રસન્ન થયા આ જાણીને કે મંગળ ઉપર પાણીના અવશેષો મળી ગયા છે, તેઓ એ પાણી એમ પણ જોયું કે જે સૂર્યના કિરણો મંગળની ધરતી ઉપરનાં આ ઝરણાં માં પડતા હતા ત્યાં પરપોટા દેખાય છે ખરેખર તે પાણી છે કે નહીં તે માટે એમને તે ચાખવાનું મન થઈ ગયું, કેમ કે એ ઝેરી છે કે બિનઝેરી એ જાણવું પણ જરૂરી છે,અને તેઓ પોતે કોઈ વૈજ્ઞાનિક તો નહોતા કે જોઈને જાણી શકે એટલા માટે એમણે એ વસ્તુ ચાખવાનો નિર્ણય કર્યો એ ચાખ્યા પછી એમણે નોંધ્યું કે નક્કી આ પ્રવાહી નુકસાન પહોંચાડે એવું નહોતું કેમકે એમને 5 દિવસથી પાણી નહોતું પીધું અને જાણે એમની વરસો વરસ ની તરસ આ પ્રવાહી બુઝાવી ગયુ તું, જેનું મંગળ પર પાણી નાં નામે નામોનિશાન નહોતું લાગતું હવે એને તમે પાણી કહો કે અન્ય પ્રવાહી પણ એ એક રીતે મંગળની ધરતી ઉપર વૈજ્ઞાનિકો માટે એક નવી શોધ બરાબર જ હતું,
નિમિત્તભાઈની જોડે આવેલો રોબોટ પણ એના કામે લાગી ગયો હતો પણ રોબોટ માટે આ કામ થોડુંક અઘરું હતું કેમકે રોબોટ માટે સમજવું બધું ઘણું અઘરું હતું એ બધું સરળતાથી સમજી શકે એવો નહોતો એ ખાલી બધી વસ્તુઓ એકઠી કરી અને મોનીટર આગળ બધી વસ્તુઓ રાખીને સામે બતાવી શકે એમ હતો એનાથી વિશેષ કશું જાણી કે જણાવી શકતો નહોતો,
નિમિત્તભાઈ ચાલતા ચાલતા ખૂબ જ આગળ આવી ગયા હતા જેનું એમને ભાન પણ નહોતું રહ્યું કે હવે મંગળ ઉપર પણ રાત થવા આવી છે અને રાતનું મંગળ ખૂબ જ ઠંડું હોય છે એટલે કે એનું વાતાવરણ -73 ડિગ્રી celciusમાં હોય છે જે એમના માટે સારું નથી એટલા માટે એમણે ફટાફટ યાન તરફ પ્રયાણ કરી જવું જોઈએ આથી તેઓ ફટાફટ ત્યાં તરફ જવા નીકળે છે રસ્તામાં તેમને પાછી એક માનવ આકૃતિ દેખાય છે એ પાછા એ માનવ આકૃતિ ની પાછળ જવાનો પ્રયત્ન કરે છે પરંતુ ફરીથી એ આકૃતિ એમને માત આપી દે છે
આમ જોવા જાઓ તો નિમિત્તભાઈ ખરેખર એક બહાદુર માણસ કહેવાય કેમ કે એક માણસ જે એક અજાણ્યા ગ્રહ ઉપર,, જ્યાં આજ સુધી કોઈ પણ માણસ જઈ નઈ શક્યો તેમજ તેમને એનું જ્ઞાન પણ નથી કે ત્યાં કંઈ ખાવા પીવા પણ મળશે કે નહી???
નિમિત્તભાઈએ દસ દિવસથી કશું ખાધું ન હતું એટલા માટે એમને અશક્તિ આવી ગઈ હતી પરંતુ મંગળની ધરતી ઉપર એમણે વિચાર્યું કે હું ખેતી કરીશ અને મારા માટે ભોજનની વ્યવસ્થા પણ કરીશ,, હવે મારે મરવાનું નથી કેમકે હવે મારે આ દુનિયાની નવી હકીકતોથી વાકેફ કરવાના છે જેનાથી મારી દુનિયા તદ્દન અજાણ છે મારા પૃથ્વીજનો એ વસ્તુઓને જાણે અને સમજે બસ એ જ મારું એકમાત્ર લક્ષ્ય છે મારો લક્ષ્ય પણ આ જ વિચારતો હતો એને પણ એક દિવસ ચંદ્ર પર જવું હતું એતો ના જઈ શક્યો પણ એ આ વાત જાણીને ખૂબ જ ખુશ થશે કે એના પિતાજી ચંદ્ર પર નહીં પરંતુ મંગળ ઉપર જઈને આવ્યા છે જ્યાં એની માતા પણ નથી જઈને આવી શકી,
નિમિત્તભાઈએ નેટવર્કિંગ વિશે ઘણું બધું જાણી લીધું હતું તેઓ પોતાનું કામ ખૂબ જ દિલથી કરી રહ્યા હતા, પંદર દિવસ બાદ એ જ્યારે મંગળયાન ઉપર મોનિટર વિભાગમાં ગયા ત્યારે એમને જાણવા મળ્યું કે મોનીટર ખરાબ થઈ ગયું છે એટલા માટે ઈસરો જોડેનો સંપર્ક તૂટી ગયો છે પોતે સંશોધનો માં એટલા વ્યસ્ત થઇ ગયા કે એમણે આ વિશે ધ્યાન જ ના આપ્યું,, રોબોટ પણ આ વિશે કશું કરી શકે એમ નોહતો એટલે પોતે જ હવે આ મોનીટર ને ઠીક કરશે અને તેઓ લાગી ગયા એને સરખું કરવામાં જેમાં એમને બે દિવસ લાગી ગયા હતા,બે દિવસ બાદ જ્યારે તેઓ મોનીટર ઉપર આવ્યા ત્યારે Dr.કિરણ એમની જ રાહ જોઈને બેઠા હતા તેમના ચહેરા ઉપર ચિંતા ના હાવભાવ સ્પષ્ટ દેખાતા હતા તેમને ચિંતા થઇ ગઈ હતી કે નિમિત્તભાઈને આખરે કઈ થઈ તો નથી ગયું ને??!!
ત્યારબાદ નિમિત્તભાઈએ એમને 15 દિવસમાં જે કર્યું એ બધું જ જણાવ્યું અને એ પણ જણાવ્યું કે ત્યાં પાણી નથી પરંતુ એક અન્ય પ્રવાહી છે તેમજ ખેતીમાં પણ તે પ્રવાહી પાણી ની ગરજ સારે છે અને એ પ્રવાહી વર્ષો વર્ષ સુધીની તરસ બુઝાવી શકે છે તેનું એક ગ્લાસ અમૃત કહો કે પાણી કહો એ પીધા પછી મને દસ દિવસ સુધી તરસ નથી લાગી અને એ પ્રવાહી ના લીધે કંદમૂળ જેવું અન્ન બહુ જલદી પકવાઈ જાય છે તેમણે બે દિવસ પહેલાં જ ત્યાં કંદમૂળ રોપ્યા જેના પરિણામ સ્વરૂપે બે દિવસમાં જ બટાકા અને ગાજર ઊગી નીકળ્યા છે જે મારું ભોજન પણ છે અને જે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે આઈ હોપ કે હું પણ તમને આ ભોજન કરાવી શકત!!
Dr.કિરણનાં મોઢા ઉપર એક સ્મિત આવી ગયું, ત્યારબાદ નિમિત્તભાઈ એ વિચાર્યું કે એમને જે આકૃતિ દેખાઈ હતી એના વિશે કહે પરંતુ એમને પૂરી જાણકારી નોહતી એટલા માટે એમણે એ વાતને બહુ આગળ વધારી નહીં અને ચૂપ રહ્યા,
Dr. કિરણ એ એમને જણાવ્યું કે તમારી જાણ બહાર અમે તમારી પાછળ એક યાન મોકલાવ્યું હતું
જે તમને બચાવવા માટે એ આશરે 100 દિવસો બાદ તમારે ત્યાં તમારી આગળ આવી જશે એટલા માટે હું તમારી આગળ હાથ જોડુ છું કે તમે આટલા દિવસો સુધી કોઈ પણ એવું પગલું નામ ભરતા કે જેના લીધે અમારે તમને ખોવા પડે! Dr. કિરણનાં જવાબમાં નિમિત્તભાઈ એ ફક્ત એક હાસ્ય રેલાવ્યું,
ત્યારબાદ
50
80
101
102
104 મા દિવસે એ બીજું યાન મંગળ ઉપર પ્રયાણ કરી ગયું નિમિત્તભાઈ ઘણી ખરી શોધો કરી નાખી હતી ત્યારબાદ નિમિતભાઈ યાનમાં એમની શોધો વિશેના લેખ અને પોતાના નવા નવા વસ્તુઓના અવશેષો બાંધવા લાગ્યા તેમણે પાછા જવાનો નિર્ણય લઈ લીધો કે તેઓ હવે શાંતિથી પાછા જશે અને દુનિયાને બતાવશે કે તેઓ ખૂબ મોટી સફળતા હાંસિલ કરી લાવ્યા છે,
યાન નું વજન ખૂબ જ વધી ગયું હતું કેમ કે એમણે જે પણ શોધખોળ કરી હતી એ બધાના અવશેષો અને એના લીધે ખૂબ જ વજન વધી ગયું હતું એટલે યાન ઉપર જવામાં તકલીફ પડી શકે છે પરંતુ નિમિત્તભાઈ એ વસ્તુ માંથી એક પણ વસ્તુ ઓછી કરવા નહોતા માગતા એમને દરેકે દરેક વસ્તુ સાથે લઈ જવી હતી પરંતુ બે દિવસની મહેનત અને વિચાર બાદ એમણે નક્કી કર્યું કે પોતે અહીં રહી જશે જેથી વજન ઓછું રહેશે અને યાન સફળતાથી પાર થઈ શકશે એમને મોનિટર ઉપર જણાવી દીધું કે હવે એ યાન ને પાછું પૃથ્વી તરફ લઈ જવા માટે તૈયારી કરી ચૂક્યા છે કાલ સવાર પડતાં જ આ યાન પૃથ્વી તરફ નીકળવા માટે તૈયાર થઈ જશે
પરંતુ પોતે અહીંયા જ રહેશે એવું નાં જણાવ્યું,,
બીજા દિવસ ની સવાર એમને માટે અલગ સવાર લઈને આવવાનું હતું, નિમિત્તભાઈએ યાનને શાંતિથી ટેક ઓફ કર્યું અને પોતે પેરાશુટ થી કૂદી ગયા,
નીચે પડતી વખતે તેઓ નાં ચેહરા ઉપર સ્મિત રેલાતું હતું અને તેઓ એમજ વિચારતા હતા કે એમનું લક્ષ્ય એમણે સરસ રીતે પ્રાપ્ત કર્યું અને તેઓ સદાય લોકો માટે જીવન માં આગળ વધવા માટે નિમિત્ત બની રહેશે.....
ત્યારબાદ એમનું શુ થયું એ કોઈને પણ ખબર નોહતી,, એક આકૃતિ આ જોઈને હાસ્ય રેલાવતી હતી પણ એ કોણ હતી એના વિશે કાંઈજ ખબર નોહતી પડી....
207 દિવસો બાદ બીજું યાન સરસ રીતે લેન્ડ થયું અને Dr.કિરણ તેમજ સમગ્ર જગત નાં મહાન વૈજ્ઞાનિકો નિમિતભાઈ ને વધાવવા માટે ઉભા હતા પરંતુ જયારે એમણે ખબર પડી કે નિમિતભાઈ નથી આવ્યા ત્યારે ફક્ત ભારત જ નહિ પરંતુ દુનિયાભર નાં લોકો ની આંખ માં નિમિતભાઈ માટે નો પ્રેમ છલકાતો હતો......

આવુજ જીવન હોય છે એક સર્વાઈવર નું જે તેમની ખોજને એક અલગ મુકામ પર લઇ જવા ઇચ્છતું હોય છે તેમજ દેશ માટે જીવન પણ ત્યાગી દે છે!!!!
A big salute to every survivor who has died during his quest and has provided a great inspiration for the people!!
Jai Hind

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED