TRUE LOVE books and stories free download online pdf in Gujarati

TRUE LOVE

નામ હતું એનું દીપિકા, દીપિકા દેખાવમાં ખૂબજ ઘાટીલી પણ એનો વર્ણ શ્યામ હતો, કોલેજ પૂરી કરીને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી, એના ઘરમાં એની મમ્મી અને એ બસ બેજ જણા હતા, એના મમ્મી પપ્પાએ ડિવોર્સ લઇ લીધા હતા અને દીપિકા એની મમ્મી સાથે અને એનો ભાઈ જયદીપ એના પપ્પા સાથે રહેશે એવી વાત હતી.....
બીજું પાત્ર છે પવન.... નામ એવાજ ગુણો, એકદમ શાંત અને સરળ સ્વભાવ, દેખાવડો પણ ઘણો, પહેલી નજરમાં કોઈ પણ છોકરી ફિદા થઇ જાય પણ તેને એકજ તકલીફ હતી અને એ હતી હકલાઈ ને બોલવાની.... પવનને આ વાત બિલકુલ નહોતી ગમતી કેમકે એના બોલવાના લીધે એ ઘણીવાર મશ્કરીનું પાત્ર બની જતો, તેનું કોઈજ ફ્રેન્ડ નહોતું બનવા માંગતું, સોશિયલ મીડિયાથી પણ તે દૂર જ રહેતો.... એક દિવસ પવનની ફરી મશ્કરી થઇ અને તે આંખમાં આંસુ સાથે પપ્પા પાસે આવ્યો અને બોલવા લાગ્યો, 'મારો રો શું.. શું વાંક છે પપ્પા, બધા મને હે.. હે.. હેરાન જ કરતા હોય છે '
પવનનાં પપ્પા ખૂબજ સમજદાર વ્યક્તિ હતા, તેમણે કહ્યું, 'બેટા સુખ - દુઃખ જીવનનો ક્રમ છે... રહી વાત કોઈની સાથે મિત્રતાની તો તું સોશિયલ મીડિયામાં એકટીવ થા, લોકો સાથે મિત્રતા કેળવ, તને સારુ લાગશે બેટા '
એ જ દિવસે રાતે પવને પપ્પાની સલાહ માની અને ફેસબુક ચાલુ કર્યું, નવા નવા લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને ઘણા બધા લોકોની પ્રોફાઈલ પણ જોઈ, જેમાં એક હતી દીપિકા દેસાઈ જેની પ્રોફાઈલ પવનને ખૂબજ ગમી ગઈ અને તેણે ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલી દીધી....
1.. 2.... 3....... 4.......... 5 માં દિવસે દીપિકાએ તે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને તેણે પણ પવન રાવલની પ્રોફાઈલ જોઈ તો એને ખૂબજ નવાઈ લાગી કે આટલો હૅન્ડસમ છોકરો મને કેવી રીતે રિક્વેસ્ટ મોકલે? !!
જેવી રિક્વેસ્ટ સ્વીકારાઈ એવો તરત પવનનો મેસેજ આવ્યો,
પવન : હાય 🙋‍♂️
દીપિકા : હાય.... 🙋
પવન : હાઉ આર યુ?? 💁‍♂️
દીપિકા : ફાઈન એન્ડ યોર પ્રોફાઈલ ઇઝ સો નાઇસ..... 👌
પવન : થૅન્ક યુ, યુ આર ઓલ્સો નાઇસ... 🙆‍♂️
દીપિકા : તમારો આભાર પણ આપણે ગુજરાતી માં વાત કરીએ?? કેમકે હું આપણી માતૃભાષાની જ આગ્રહી છું, 🙅
પવન : હા હા વાંધો નહિ, મને કોઈ વાંધો નથી ગુજરાતીમાં વાત કરવાનો, વાત કરવી જરૂરી છે 😁
દીપિકા : અચ્છા મારી સાથે જ વાત કરવી ગમે છે કે બીજી છોકરીઓને પણ આ જ જવાબ મળે છે?? 🤷‍♀️
પવન : નાં ના, છોકરીઓમાં ફક્ત તમારી સાથે જ વાત કરું છું,એક વાત કહું?? 🤦‍♂️
દીપિકા : હા બોલો 🙂
પવન : તમે ખૂબજ સુંદર લાગો છો !!!👌👰
દીપિકા મેસેજ જોઈને ડરી જાય છે કારણકે તે જે ફોટા મૂકતી એમાં તે ગોરી ગોરી જ દેખાતી પણ હકીકત કંઈક જુદી જ હતી.... પણ તેણે પણ ચૂપ રહેવાનું જ પસંદ કર્યું,
દીપિકા : તમારો આભાર પણ મારી કરતા તમે વધારે સુંદર છો, 😊
પવન માનમાંજ બોલે છે કે, સુંદરતા જ લોકો જોતા હોત તો મારું કોઈ ફ્રેન્ડ હોત...
પવન : તમારો ખુબ આભાર... 😇
અને તે રાતે આખી રાત બે અજાણ્યા લોકો ઓનલાઇન રહીને ઇશ્કનું પ્રથમ સોપાન ચઢી રહ્યા હતા,
6 મહિના સુધી આમજ ચાલ્યું અને હવે તો દીપિકા અને પવનને એકબીજા વગર બિલકુલ ચાલતું નહોતું તેઓ ઓનલાઇન ઇશ્ક ફરમાવવા લાગ્યા હતા પણ એક પણ વખત તેઓ એકબીજાને મળ્યા નહોતા કે વિડીયો કોલ પર પણ વાત નહોતા કરતા,
છેવટે દીપિકાને થયું કે મારે હવે આ સંબંધમાં શરૂઆત ભલે ખોટું બોલીને કરી હોય પણ હવે વધારે નહિ ખોટું કહેવું, અને તે રાતે જ દીપિકાએ મેસેજ કર્યો,
દીપિકા : પવન મારે તને એક બહુ જ અગત્યની વાત કરવી છે
પવન : મારે પણ કરવી છે,
દીપિકા : જે તું મને જોવે છે હકીકતમાં હું એવી નથી, મારો વર્ણ શ્યામ છે, મોબાઈલમાં ફિલ્ટર વાપરીને હું મારા ફોટા મૂકતી હોઉં છું....
પવન ઘણી વાર સુધી ઓનલાઇન રહે છે, દીપિકા પવનના જવાબની રાહ જોતી હોય છે પણ પવન જવાબ જ નથી આપતો...
આ વાતને 10 દિવસ વિતી જાય છે, દીપિકાના મનમાં જાત જાતના સવાલો ઉદ્દભવે છે, કેમ પવને જવાબ ના આપ્યો?? એને ખોટું લાગ્યું હશે?? એને ગુસ્સો આવ્યો હશે?? એણે મને છોડીજ દીધી છેવટે બીજા લોકોની જેમ.....
એક દિવસ દીપિકાને જે કંપનીમાં નોકરી હતી એ કંપની બંધ થઇ ગઈ અને તેણે બીજી નોકરી જોવાની ચાલુ કરી જેમાં એક કંપની એની લાયકાતવાળી જ હતી,
દીપિકા એ કંપનીમાં ગઈ અને એને તે જોબ મળી પણ ગઈ, સહી કરાવવા તે બોસની કૅબિનમાં ગઈ અને અંદર પ્રવેશી, ચાર આંખો ભેગી થઇ અને એકબીજાની સામું જોયું, તે બોસ બીજું કોઈ નહિ પવન જ હતો, દીપિકા ગુસ્સે થઈને બહાર જતી હતી ત્યાં પવને ઉભા થઈને દીપિકાનો હાથ પકડી લીધો અને દીપિકાને દીવાલના ટેકે રાખીને એના અધરો પર પોતાના અધર મૂકી દીધા, કેટલીય વાર સુધી બેઉ પ્રેમી પંખીડા પ્રેમના ભૂખ્યા એકબીજાને વળગી રહ્યા, થોડી વાર બાદ બંને છુટા પડ્યા અને પવને દીપિકાનો ચહેરો પકડ્યો અને એની આંખમાં આંખ પરોવતો બોલ્યો, 'દી દી દીપિકા હું પ..પ.. પણ તને ખૂબજ પ્રેમ કરું છું, પણ મને આ.. આ વાતની ખા.. ખામી છે એટલે તને ક..ક.. કહી ના શક્યો.....' અને દીપિકાએ પવનના હોઠ પર આંગળી રાખી દીધી અને પ્રેમથી બોલી, 'મને કોઈજ વાંધો નથી કેમકે હું તને ચાહું છું તો તારી ખામીઓને પણ ચાહીશ....

ઓનલાઇન ઇશ્ક તમારી પ્રોફાઈલની જેમ ફેક ત્યારે જ બને છે જયારે તમે ખોટું દર્શાવો છો, જો સાચો પ્રેમ દિલથી કરવામાં આવે તો ઓનલાઇન ઇશ્ક પણ ફોરએવર ઇશ્ક બની જતો હોય છે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED