Aakarshan books and stories free download online pdf in Gujarati

આકર્ષણ

હું પહેલેથી ખુબજ દયાભાવનાવાળી છું.... એટલે દર રવિવારે અંધજન મંડળ, અપંગ માનવ મંડળ, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ વગેરે જગ્યાએ જવુ મને ખુબ ગમે, આજના વ્યસ્ત કામકાજમાં ઘરનાં લોકોને પણ નથી ટાઈમ અપાતો પણ હા મારા આ સ્વભાવના લીધે ઘરનું કોઈ પણ વ્યક્તિ મને ટોકતું નથી અને દર રવિવારે હું અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંબંધો બંનાવવા નીકળી પડું છું....
આજે હું અનાથાશ્રમ ગઈ હતી...ખરેખર સંસારની કરુણતા તો જોવો જે સ્ત્રી પોતાના કોખે સંતાન ઝણે છે એનીજ સંખ્યામાં ( છોકરીઓ ) વધારો જોવા મળતો હોય છે....
આપણે ચાહીને પણ કશુંજ નથી કરતા... કેમ??
કેમકે લોકોને બોલતા આવડે છે 'બેટી બચાવો ' પણ જયારે ઘરમાં લાવવાનું હોય સંતાન તો છોકરાનીજ અપેક્ષા રાખતા હોય છે....
એ સિવાય આજે એક વિચિત્ર છોકરી મને જોવા મળી, હા એ આજેજ જોવા મળી મને, છેલ્લે હું 2 મહિના પહેલા આવી હતી ત્યારે તે નહોતી... એ મને વિચિત્ર રીતે ઘૂર્યા કરતી હતી જાણે મેં એની કોઈ વસ્તુ ચોરી લીધી હોય...
બીજા બાળકોને મેં ચોકલેટ અને ફુગ્ગા આપ્યા, એને પણ ઇશારાથી બોલાવી પણ એ ના જ આવી.... એનું વર્તન મને ઘણું અજીબ લાગ્યું...પણ એ નાનકડી પરી જેવીજ હતી, ભૂરી આંખો મને પહેલેથી આકર્ષી છે, એના વાંકડિયા વાળમાં એ એકદમ ઢીંગલી જેવી લાગતી હતી,
પછી બહાર સિસ્ટર નેન્સીને એ છોકરી વિશે પૂછ્યું તો એમણે કહ્યું, ' એનું નામ લીના છે, 2 દિવસથી આવી છે, એની કોક આંટી હતી એ એને અહીં મૂકી ગયા, આવી ત્યારની કોઈજ જોડે વાત નથી કરતી બસ બધાને ટગર ટગર જોયા કરે છે... '
મેં પછી એની પાસે જઈને એની સાથે વાત કરવાનું વિચાર્યું અને હું લીનાની પાસે ગઈ, એ ખુબજ ડરી ગઈ, એના હાથ -પગ ધ્રુજવા લાગ્યા, અને ખબર નહિ એને અચાનક શું થઇ ગયું કે એણે મને જોરથી ધક્કો મારીને ભાગી ગઈ...
સિસ્ટર નેન્સી ખુબજ ગુસ્સે થયાં અને લીનાને ઘણી બૂમો પાડી પણ તે દોડતી દોડતી બહાર ગાર્ડનમાં જતી રહી,
મેં સિસ્ટર નેન્સીને સમજાવ્યા કે લીના પર ગુસ્સો ના કરે અને પછી ત્યાંથી જવાની રજા લઈને હું મારા ઘરે આવી...
પણ મને ક્યાંય ચેન નથી પડતું, મારા બાળકો સાથે હું રમી નથી સકતી, વારંવાર એ લીનાનો ડરેલો ચહેરો મારી આંખો સામે આવી જતો, ખબર નહિ એવું તો શું કનેકશન હતું મારે એની સાથે કે જે મને શાંતિથી રહેવા નહોતું દીધું, રાતે મારા પતિ આવ્યા, તેઓ મારો મૂડ તરત પારખી ગયા, એમણે મને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ મેં ગુસ્સામાં જવાબ આપ્યો, ત્યારબાદ એમણે હુક્કો બનાવ્યો જે એમને ખબર છે કે હું પણ જોડે બેસીને પીતી હોઉં છું એમની સાથે એટલે હું પણ દર વખતની માફક એમની બાજુમાં ગોઠવાઈ ગઈ, અને એમણે ફરી શાંતિથી પૂછ્યું એટલે મેં એમને બધીજ વાત કરી, મારી વાત સાંભળ્યા બાદ તેઓએ મને કહ્યું, ' નવરી તારે મને કહેવી હતી જ વાત તો આટલા નાટકો કેમ કરે, હુક્કા પીવાના બહાના શોધતી હોય છે, અને રહી વાત એ કોયડા જેવી છોકરી લીનાની તો તું કાલે ફરી જજે અને એની સાથે પ્રેમથી વાત કરજે, કોઈપણ વસ્તુની શરૂઆત સહેલી નથી હોતી, આપણે આપણા પ્રયત્નોથી એને સહેલી કરવી પડે છે સમજી,'
અને મેં ફક્ત જવાબમાં સ્મિત રેલાવ્યું..
બીજા દિવસે હું ફરી ત્યાં ગઈ, પણ મને ક્યાંય પણ એ લીના ના દેખાઈ, છેવટે મને સિસ્ટર નેન્સી દેખાયા એટલે મેં એમને જ લીના વિશે પૂછ્યું, તો એમણે કહ્યું કે લીનાને તો ગોદ લઇ લીધી એક ભાઈએ....
મને કાંઈજ ખબર નહોતી પડી રહી કે આ વાત જાણીને હું ખુશ થઉં કે દુઃખી કેમકે અનાથાશ્રમમાં રહેતા છોકરાઓ રોજ સપના સેવતા હોય છે કે કયારે એમનું પણ હકીકતમાં ઘર થશે પણ ખબર નહિ અંદરથી મને ખુબજ ડર લાગી રહ્યો હતો, હું દોડતી ગઈ ઓફિસમાં અને જેણે ગોદ લીધી એની બધી વિગતો લઈને હું ત્યાં જવા નીકળી પડી...
અને જે જગ્યાના ફ્લેટનું સરનામું હતું ત્યાં પહોંચીને મેં નક્કી કર્યું કે હું બસ દૂરથી જ જોઇશ કે લીના બરાબર છે કે નહિ!!
ફ્લેટના બીજા માળે આવેલા છાપરા પર ચઢીને હું બીજા માળના ઘરની મોટા રૂમ પાસે આવેલી બારી પાસે આવી... મને જે સંભળાયું એ સાંભળીને મને પરસેવો છૂટી ગયો, એ માણસ એમ બોલતો હતો કે, ' લીના હજુ કુંવારી છે એટલા માટે એના લાખ રૂપિયાથી ઓછા નહિ લઉં હું '
મેં સહેજ ડોકું કાઢીને જોયું તો લીના એક ખૂણામાં ગુમસુમ થઈને બેઠી હતી.... એ લીના હતી કે એનું પૂતળું એ પણ સમજવુ અઘરું પડે એવા હાવભાવ લીનાના હતા.... મેં માંડ ફોન કાઢ્યો અને પોલીસ સ્ટેશનમાં નંબર લગાવ્યો..મદદ કરો એટલું બોલી ત્યાંતો ફોન કપાઈ ગયો અને મારા પતિનો કોલ આવ્યો જેની રિંગ સાંભળીને રૂમમાં રહેલા માણસો સાવધાન થઇ ગયા...હું ખુબજ ડરી ગઈ... મારો ફોન હાથમાંથી પડી ગયો... એક માણસ મારી પાસે જ આવતો હતો અને ગેલેરીમાંથી મારો હાથ ખેંચીને મને અંદરની બાજુ ખેંચવા લાગ્યો, હું પણ બહુ જોર કરવા ગઈ અને બીજા માળના છાપરેથી સીધી નીચે પટકાઈ....
આંખ ખોલી ત્યારે મારા પતિ અને બાળકો મારી સામું જ જોતા હતા અને રોતા હતા.... ઘડીક તો મને એમ લાગ્યું કે હું મરી ગઈ એટલે આ લોકો રોવે છે... પણ મારા પતિએ જયારે ગાલ પર હળવી ટપલી મારી ત્યારે ભાન આવ્યું કે આ તો હકીકત છે....
હું કાંઈ પૂછું એ પહેલા જ મારા ડાહ્યા પતિએ વાત કરી કે, ' જયારે એમણે મને ફોન કર્યો હતો ત્યારે મેં વાત નહોતી કરી એટલે એમને ડાઉટ ગયો અને પોલીસને જાણ કરી, એ માણસો મારી સાથે દુષ્કૃત્ય આચરવાના હતા પણ પોલીસ અને મારા પતિ સમય પર આવી ગયા, એટલે હું અને લીના બચી ગયા '
ફરી હું લીનાનું પૂછવા જઉ એ પહેલા ફરી મારા હોશિયાર પતિદેવ બોલ્યા કે, ' એને પાછી અનાથાશ્રમ મોકલી દેવામાં આવી છે '
આટલું સાંભળીને મને રાહત થઇ પણ મારા પગમાં ફ્રેકચર થયું હોવાથી મહિનો તો ખાટલો મારે સહેવોજ પડશે એનું ફરમાન આવી ગયું....
2 દિવસ પછી લીના મને હોસ્પિટલમાં મળવા આવી પણ એ કાંઈજ નહોતી બોલતી....
છેવટે મેં એને પ્રેમથી કહ્યું કે, ' બેટા તું મારી દીકરી સમાન જ છો, ખબર નહિ કેમ પણ તને જોઈ ત્યારથી એક બેચેની અનુભવું છું હું, તું મારી સાથે શેર નહિ કરે?? પ્લીઝ '
અને લીનાએ પોતાની આપવીતી કહેવાની ચાલુ કરી, 'હું અને મારા મમ્મી - પપ્પા ખુબજ ખુશ રહેતા હતા, પણ એક દિવસ રસ્તામાં એક્સીડેન્ટ થયો અને એમની ડેથ થઇ ગઈ, ગાડીની બ્રેક ફેલ થઇ ગઈ હતી, મમ્મીએ મને ધક્કો મારીને મને બચાવી લીધી પણ તેઓ ના બચી શક્યા, મારા મામાજીને ત્યાં રહેવા આવી, તેઓ મારી સાથે અડપલાં કરવા લાગ્યા જે એક વખત મામી જોઈ ગયા અને તેઓ મને અહીંયા અનાથાશ્રમ મૂકી આવ્યા, મને જીવવું જ નથી, મારે મારા મમ્મી - પપ્પા પાસે જવુ છે' આટલું કહીને લીના ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી,
મેં પ્રેમથી એના માથે હાથ ફેરવ્યો અને મારા પતિ સામું જોયું જેનો જવાબ હું આંખના ઈશારે સમજી ગઈ અને લીનાને કહ્યું, ' જો બેટા, આજથી તારે એક મોટો ભાઈ અને નાની બહેન છે સમજી, પપ્પા તારા ફ્રેન્ડ બનીને રહેશે એટલે હવે તું અનાથ નથી બરાબર, મને જયારે તું પૂર્ણરૂપે માઁ સમજી લે ત્યારેજ માઁ કહેજે, કેમકે માઁ બોલવાથી માઁ નથી બની જવાતું,'
લીનાએ મારી આંખોમાં જોયું અને પ્રેમથી મને ગળે વળગાડી દીધી અને બોલી, ' લવ યુ મમ્મા '

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED