છઠ્ઠી ઇન્દ્રિય Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છઠ્ઠી ઇન્દ્રિય

સપના, સ્વપ્ન, ડ્રિમ ઘણા બધા નામ છે અને એના ઘણા બધા રૂપો છે....
આજની વાર્તાનું પાત્ર છે ખુશી..... નામ એવા જ ગુણો.... ઉંમર એની 21 વર્ષની પણ જાણે નાનીમાં હોય એમ વર્તન કરતી....જયારે આપણે જુવાનીમાં પ્રવેશ કરીએને ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ કરવા માટે ખુશ થતા હોઈએ છીએ... ખુશી બીજા લોકોથી અલગ હતી પણ હા પોતાના અભ્યાસ પ્રત્યે એ ખુબ સજાગ હતી...સાયકોલોજી એનો મુખ્ય વિષય હતો, જેમ જેમ એ સાયકોલોજી વિશે ઊંડાણમાં ડગ માંડતી રહી તેમ તેમ સાયકોલોજી પણ એને પોતાની અંદર સમાવતો ગયો....
ખુશીનું મેડિટેશન દિવસે ને દિવસે વધતું જતું હતું.... એને પોતાની છઠ્ઠી ઇન્દ્રિયને સજાગ કરી દીધી હતી ... એને એના અર્ધ જાગ્રત મનમાં ઘૂસીને દરેક સવાલોના જવાબ જાણી લેવા હતા.... પણ કહ્યું છે ને કે અતિ સર્વત્ર વર્જયેત એમજ સાયકોલોજીનો અતિરેક ખુશીને પણ ભારે લાગવા લાગ્યો....
એને હવે રાતે જે સપના આવતા એ સપના હકીકતમાં બનવા લાગ્યા.... જે વસ્તુઓ માં ખુશી ને ખુશી મળતી હતી હવે એજ વસ્તુઓ એની ખુશી ઝુંટવતી હોય એવું લાગવા લાગ્યું.... એક રાત્રે એને સપનું આવ્યું કે, સવારે એના પાપા બાથરૂમમાં જશે ત્યારે તેઓ પગ લપસવાથી પડી જશે એટલે એમને બ્રેઈન હેમરેજ થઇ જશે.... સવારે ખુશી ઉઠી તો તરત દોડતી ગઈ એના પાપા સામે પણ હજુ તો એ બાથરૂમ પાસે પહોંચી ત્યાં સુધીમાં તો એના પપ્પા દરવાજો બંધ કરી ચુક્યા હતા.. ખુશી એમને જોર જોરથી બૂમો મારવા લાગી અને એના પપ્પાને પણ ઉતાવળમાં બહાર નીકળતા પગ લપસી ગયો અને તેઓ બાથરૂમમાં પડી ગયા... ત્યારબાદ ખુશીના પાપાનું સાચેમાં બ્રેઈન હેમરેજ થઇ ગયું અને તેઓ કોમામાં જતા રહ્યા.... આ બધી ઘટનાઓના લીધે ખુશી પણ હવે માનસિક તાણ નો શિકાર બની ગઈ.... હંમેશા ખુશ રહેતી ખુશી હવે નાખુશ રહેવા લાગી.... તેની આસપાસના લોકોએ તેની માનસિક તાણને પાગલનું સ્વરૂપ આપી દીધું....ખુશી આખો દિવસ કંઈક ને કંઈક બબડાટ કરતી રહેતી, ઘરના લોકો પણ ખુશીને કંટાળીને પાગલખાનામાં મૂકી આવ્યા.... 5-6 મહિના થઈ ગયા ખુશીના પાગલખાનામાં ગયાને...પણ કહ્યું છે ને કે સુરજ આથમે છે તો ઉગે પણ છેજ... ખુશીના જીવનમાં પણ એ સોનેરી સવાર આવી જ ગઈ.... એનો બાળપણનો મિત્ર લવ લંડનથી પોતાની ડૉક્ટર ની ડિગ્રી પૂરી કરીને ભારત પાછો ફર્યો હતો...આવતા જ એ સૌપ્રથમ ખુશીના ઘેર ગયો જ્યાં એને ખબર પડી કે ખુશી 5-6 મહિનાથી પાગલખાનામાં છે તો એ વાતથી લવ ને ખુબજ ઝાટકો લાગ્યો ત્યારબાદ એણે ખુશીના ઘરના લોકોને આશ્વાસન આપ્યું કે હવે એ ખુશીને સાજી કરીને જ પાછો ફરશે.... ત્યારબાદ લવ સીધો એ પાગલખાનામાં ગયો ત્યાં સૌ કોઈને જોઈને કોઈ બીજી વ્યક્તિ હોત તો કદાચ ડરી જાત પણ લવ પોતે ન્યુરોલોજીનું ભણ્યો હતો એટલે એણે ખુશીને શોધવાનું ચાલુ જ રાખ્યું.... પાગલખાનું એવી જગ્યા છે જ્યાં જો તમે ખરેખર ગાંડા હોવ તો સાજા થઈને બહાર નીકળો પણ જો સાજા હોવ તો ત્યાંનું વાતાવરણ જ તમને ગાંડુ કરી મૂકતું હોય છે, ખુશી છેવટે એને દેખાઈ જ ગઈ અને એને જોઈને લવ પણ દુઃખી થઇ ગયો કારણકે એ વખતે ખુશી બીજી પાગલ સ્ત્રીઓ સાથે ગાંડાની માફક નાચતી હતી, ત્યારબાદ લવ ડૉક્ટર પાસે ગયો તો એને જાણવા મળ્યું કે ખુશીની પ્રોપર મેડિકલ કન્ડિશન શું હતી અને હવે શું છે.... ત્યારબાદ લવએ પણ ત્યાંજ રહેવાની પરવાનગી લઇ પોતાની રીતે ખુશીને સાજા કરવાનું મન બનાવી લીધું, લવ ધારત તો ખુશીને ઘરે લઇ જઈને સાજી કરી શકાત પણ ખુશી પણ હવે પોતાની જાતને ગાંડી સમજવા લાગી હતી એટલે લવએ ત્યાંજ પ્રયત્નો ચાલુ કરી દીધા.... ખુશી ની છઠ્ઠી ઇન્દ્રિય ને લવએ પોતાની વાતોથી કાબુમાં કરીજ લીધી જેમાં એને 2 વર્ષ લાગી ગયા, લવ અને ખુશીના લગ્ન ધામધૂમથી થઇ ગયા, ખુશીને એના સપનાની કહાનીઓ જે હકીકત બની જતી એને એણે સહજ પણે સ્વીકારી લીધું અને લવ સાથે પોતાની ઝીંદગી સારી રીતે જીવવા લાગી.... એના પપ્પા પણ કોમામાંથી બહાર આવી ગયા....
આજે ખુશી પોતાની છઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરવાની સાથે એને કાબુમાં પણ રાખવા માટેના ક્લાસ ચલાવે છે... લવ એટલે કે પ્રેમ જે ખુશીને એની ખુશીઓ પાછી અપાવી ગયો.... પ્રેમની તાકાત જ કંઈક આવી હોય છે જે ગમે તે રોગનું નિદાન કરી દે છે.....