સોશિયલ સાઇટ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોશિયલ સાઇટ

ખુબ વાંચન નો શોખ ધરાવતો પ્રેમ ને પ્રિતીલીપી પ્લેટફોર્મ મળ્યું એટલે બહું ખુશ રહેવા લાગ્યો . સમય મળે એટલે વાંચવાનુ તેમા પણ જો રચના હોય તો પ્રેમ વાંચવામાં થાકતો નહી.

એક દિવસ એક રચના તેને એટલી ગમી જાય છે. એટલે તે લેખક ખુશ્બૂ બધી રચનાઓ વાંચી. તેની રચનાઓ તેને આકર્ષક લાગી એટલે પહેલા તો કોમેન્ટ થી અભિપ્રાય આપ્યો પણ હજી તેને લાગ્યું મારે તે લેખક ને અભિનંદન આપવા છે એટલે પ્રિતીલીપી ના મેસેજ બોક્સ માં તેમની મેસેજ દ્વારા અભિનંદન પાઠવ્યા. તરત જવાબ આવ્યો 'ખુબ ખુબ આભાર આપનો '

બીજે દિવસે તે  ખુશ્બૂની રચના પોસ્ટ થઈ તે પણ પ્રેમ ને ખુબ ગમી એટલે મેસેજ કરી પ્રોત્સાહન આપ્યું તે ખુશ્બૂ નો સામે રીપ્લાઈ આવ્યો થેન્ક યુ. 
બંનેએ હાય હેલો થી વાત શરૂ થઈ ને ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ પણ બંને વચ્ચે થવા લાગ્યું. ધીરે ધીરે વાતો મા ફ્રેન્ડ બની ગયા. બંનેએ પોતાના ડીપી માં પોતાનો ફોટો રાખ્યો ન હતો એટલે બંને ચહેરા થી અજાણ હતા. પણ કોઈએ હિંમત ન કરી પોત પોતાના ફોટા બતાવવા ની. આખરે તે વાત આવી જાય છે. પ્રેમ તેને જોવા માંગતો હતો પણ કઈ રીતે તે સમજી ન શક્યા એટલે ખુશ્બૂ ને મેસેજ માં કહ્યું તું fb વાપરતી હોય તો મને રીકવેસ્ટ મોકલ. પહેલા તો ખુશ્બૂ જવાબ ન આપ્યો પણ પછી રીકવેસ્ટ મોકલી.

પ્રેમ fb માં ખુશ્બૂ રીકવેસ્ટ જોઈ બહું ખુશ થયો એટલો ખુશ થયો કે મેસેન્જર માં ખુશ્બૂ ને થેન્ક યુ કહી દીધું. ખુશ્બૂ પણ કાંઈક તો સમજી હસે. પછી બંને મેસેન્જર માં વાતો કરવા લાગ્યા.

એક દિવસ પ્રેમ તેના મિત્રો સાથે બેઠો હતો ત્યાં બધાંએ તેને પૂછ્યું આ ખુશ્બૂ કોણ. પ્રેમ પાસે જવાબ હોવા છતાં તે આપી ન શક્યો. જો જવાબ આપેત કે જસ્ટ ફ્રેન્ડ છે તો તે બધા માને તેવા ન હતા એટલે તે ત્યાં થી નીકાળી ઘરે જઈ fb ખોલ્યું તો પ્રેમ ના ફોટા પર ખુશ્બૂ ની લાઇક હતી. પ્રેમ કઈ સમજાયું નહીં શું કરવું. જો ફ્રેન્ડ ને કહીશ તો તે રોજ મારી સાથે મજાક કરશે અને જો ખુશ્બૂ ને લાઇક ની ના કહીશ તો તેને કદાચ ખોટું પણ લાગી જાસે. બીજો રસ્તો મળ્યો નહી એટલે ખુશ્બૂ ને મેસેન્જર માં કહી દીધું મારા ફોટા પર લાઇક કે કોમેટ ન કરવી થોડી વાર તો ખોટું લાગ્યું પણ દોસ્તી વીસે વિચારી ને ઓકે કહી દીધું.

હવે સમય મળે એટલે પ્રીતીલીપી હોય કે મેસેન્જર વાત કરવાનું ભૂલે નહીં. એક દિવસ પ્રેમે ખુશ્બૂ ને વીડિયો કોલ કરવાની પરવાનગી માંગી તો ખુશ્બૂએ તરત પરવાનગી આપી દીધી ને હવે તો રોજ વિડિયો કોલ કરવા લાગ્યા. ને સમય પસાર થવા લાગ્યો. દિવાળી ના દિવસો આવ્યા એટલે પ્રેમ ને પેટલાદ જવાનું થયું. એટલે ત્યાં જઈ ખુશ્બૂ સાથે વિડીયો કોલ માં વાત પ્રેમે કહી દીધું હું પેટલાદ છું ને હું તને મળવા માંગુ છું. ખુશ્બૂ હા કહ્યું એટલે પ્રેમ તેને મળવા ઘરે ગયો. ખુશ્બૂ તેની રાહ જોઈ રહી હતી. ઘર મા કોઈ ન હતું બધાં બહાર ગયા હતા. પ્રેમ ત્યાં ખુશ્બૂ ની ઘરે બે દિવસ રોકાયો. ખુશ્બૂ પ્રેમ ને બહાર ફરવા લઈ ગઈ. પ્રેમ માટે આ બધું નવું હતું એટલે સમજી ન શક્યો કે મારી લાઇફ માં આવી સરસ પળો આવશે.

પ્રેમ ને જવાનો સમય થયો. ખુશ્બૂ ને પ્રેમ જાય તે જરાય ગમ્યું નહીં. પ્રેમે તેને પાસે બોલાવી હગ કર્યું ત્યાં તો ખુશ્બૂ રડવા લાગી. પ્લીઝ પ્રેમ મારાથી દૂર ન જા. પગલી હું ક્યાં જાવ છું. હું તારા દિલ માં છું. આમ પણ આપણે રોજ એક બીજા વિડિયો કોલ માં તો દેખાયે છીએ. તો પછી.. પ્રેમ ત્યાં થી નીકળી ગયો. હવે સમય મળે એટલે પ્રેમ અને ખુશ્બૂ મળતા.

જીત ગજ્જર