ટ્રુથ બિહાઇન્ડ લવ - 47 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 47

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-47
સ્તવન શ્રૃતિ બંન્ને ઘરે પહોચ્યાં પ્રણવભાઇને ખબર કાઢી શ્રૃતિને એમની પાસે બેસાડીને અને અનસુયાબહેન સ્તુતિની પરિસ્થિતની સારી જાણ કરી અને બધાને લઇને હોસ્પીટલ સ્તુતિ પાસે આવ્યો. સ્તુતિને જોતાં જ અનસુયા બ્હેન એની પાસે ગયાં "સ્તુતિ સ્તુતિ આ તને શું થઇ ગયું ? મારી સ્તુતિની આવી દશા કોણે કરી ? એ ક્યાં ગઇ હતી ? ક્યાં કામે ગઇ હતી ? ક્યાં કામે ગઇ હતી ? ક્યા નરાધમે આવું કૃત્ય કર્યું છે. એમ બોલીને સ્તુતિનાં માથે પાટે જોઇને પૂછ્યુ આને આ શું વાગ્યું છે ? શું થયું ?
અનસુયા બ્હેનનું આક્રંદ સાંભળીને નર્સ દોડી આવી. તમે પેશન્ટ સામે આમ ના બોલો. શાંતિ રાખો. અનસુયાબ્હેન કહ્યું "મારી દીકરી આમ પડી છે મને બોલવા નહીં દો ? હું મારી દીકરીને કોઇ નુકશાન નહી. પહોચાડું અહીં બોલું કંઇ નહી બોલું એમ કહીને ધુસ્કે ધૂસ્કે રડી પડ્યં. વિનોદાબ્હેનથી પણ હવે રુદન ના રોકાયું એ અનસુયાબેનને લઇને રડતા રડતા ICU ની બહાર લઇ ગયાં.
એટલામાં ડોક્ટર અને સિધ્ધાર્થ પણ ત્યાં આવી ગયાં. ડોકટરે કહ્યું તમે એનાં મધર છો ? વિનોદાબ્હેને ક્યું હા આ સ્તુતિનાં મધર છે અને અને સ્તવનનાં પેરેન્ટસ છીએ દિકરીની આવી દશા જોઇ કઇ માં રડવું રોકી શકે ? સિધ્ધાર્થે કહ્યું "તમારી દીકરીની સારવાર ચાલે છે તમે અહીં આવો કહીને બાજુનાં રૂમમાં લઇ ગયાં. અને પછી આ સ્તવન આવતાં કહ્યું "અહીં કાળજી લેવાય છે અને જ એને અહીં દાખલ કરી છે અને માથામાં ઇજા પહોચી છે એટલે બેભાન થઇ ગઇ હતી.
ડોક્ટરે કહ્યું "24 કલાક ભારે છે પણ અને આશા રાખીએ છીએ પછી એ ભાનમાં આવી જશે. સ્તવન સ્તુતિ પાસે બેઠેલો બધુ સાંભળી રહેલો એ બહાર આવી ગયો "ડોક્ટર 24 કલાક ? ભાનમાં આવી જશેને ? હું અહીંથી ખસવાનો નથી હું સ્તુતિની પાસે જ રહીશ.
ડોક્ટર કહે અને જે સારવાર કરી રહ્યાં છીએ એ પ્રમાણે આશા છે ભાનમાં આવી જ જશે પરંતુ તમે બધાં અહીં નહીં રોકાઇ શકો. એક જ જણ રહો પ્લીઝ વિનોદાબેન અને વિનોદભાઇ એકબીજા સામું જોઇ રહ્યાં. વિનોદાબહેને સ્તવનને રોકાવાનો છે કહ્યું એ સાંભળીને અનસુયાબહેનને કહ્યું "તમે ચિંતા ના કરો સ્તવન અહીં જ છે અને પ્રણવભાઇને પણ તમારી જરૂર છે તમે નહીં હોવ તો એ ચિંતા કરશે અને પૂછશે તમે અમારી સાથે ઘર ચાલો અને ત્યાં શ્રૃતિ પણ એકલી છે સ્તવન તમને જાણ કરતો કહેશે પછી આપણે વારાફરથી અહીં આવતાં રહીશું.
ઘણુ સમજવ્યા પછી અનસુયાબ્હેન તૈયાર થયાં આ બધાની વાતો સિધ્ધાર્થે ખૂબ ઝીણવટથી સાંભળી રહેલો. અને વિનોદભાઇ બધાને લઇને ઘરે જવા નીકળ્યા અને સ્તવન સ્તુતિ પાસે રોકાયો.
************
સિધ્ધાર્થે થોડીવાર પછી સ્તવન સાથે કંઇક વાત કરી અને એનાં મોબાઇલ પર મેસેજ વાંચીને કહ્યું "તમે ધ્યાન રાખજો અને માટે અરજન્ટ જવાનું થયું છે. ટેઇક કેર તમે સાચાં હશો તો હું તમારી સાથે જ છું અને પ્રોમીસ કરું છું કે જે સાચો જ ગુનેગાર છે એને અને પકડી લઇશું. અને એ પણ થોડાંક જ સમયમાં એની પણ ખાત્રી આપું છું.
નમ આંખે સ્તવન બસ સાંભળી રહ્યો. સિધ્ધાર્થ ગયો પછી સ્તવન ડોક્ટર પાસે ગયો અને સ્તુતિને દાખલ કરી ત્યારથી અત્યાર સુધીની બધી જ વિગત લઇને ચિંતાતુર મને સ્તુતિની પાસે આવીને બેઠો.
સ્તુતિને આમ હોસ્પીટલમાં બેડ પર સૂતેલી જોઇને એને અપાર વેદના થઇ રહી હતી. અપલક નજરે એ સ્તુતિને જ જોઇ રહ્યો. મનમાં વિચારી રહ્યો આ છેલ્લા 2-3 દિવસમાં આ બધુ શુ થઇ ગયું ? જાણે જીવનની આખી વાત જ બદલાઇ ગઇ. સ્તુતિ નેં આ શું કર્યુ ? ક્યાં ગઇ કેમ ગઇ ? તારી સાથે શું શું અને બધાં રહસ્ય તારી સાથે રાખીને બેભાન થઇ ગઇ ? કેમ આમ ? કેમ આવું કર્યું ?
સતત કલાકો સ્તવન એમ જ એની સામે બેસી રહ્યો સ્તુતિનાં શરીરમાં કોઇ હલચલ નહોતી એક જ સ્થિતિમાં સૂઇ રહેલી. નર્સ વારે વારે જોઇ જતી અને એને આપવાનાં ઇન્જેક્શન ચઢાવેલી બોટલમાં ઇન્જેક્ટ કરે જતી હતી અને આમને આમ રાત પડી...
સ્તવને જોયું રાત્રીનાં 9 થવાં આવ્યાં છે અને એને પગરવ સંભળાયો. એણે જોયું શ્રૃતિ ટીફીન-થરમોસ લઇને આવી છે. એણે સ્તવનને બહાર બોલાવ્યો અને કહ્યું જીજુ તમે જમી લો અને તમારાં માટે કોફી લાવી છું.
સ્તવને કહ્યું "મને બીલકુલ ભૂખ નથી કંઇ ખાવુ નથી પ્લીઝ શ્રૃતિએ કહ્યું "એવું થોડું ચાલશે તમે સવારથી કંઇ જ ખાધુ નથી આમને આમ તમે બિમાર પડશો તો દી.. ને હું શું જવાબ આપીશ તમે જમી લો. તમે જમશો પછી જ બધાં જમશે પ્લીઝ.
સ્તવને કહ્યુ કેમ કોઇ જમ્યુ નથી કોઇ ? આમ કેમ ? મને તો ભૂખ જ નથી. મારી ભૂખ, ચેન, આનંદ બધુ જ સ્તુતિ એની સાથે લઇને સૂઇ ગઇ છે મારાંથી નહીં ખવાય.
શ્રૃતિએ કહ્યું "સ્તુતિનાં સમ છે તમે નહીં જમો તો કોઇ નહીં જમે. માં એ નથી ખાધું અંકલ આંટી ભૂખ્યાં છે બધાને ખબર છે તમે નહીં જમો એટલે બધાએ બાકી રાખ્યું છે.
સ્તવને કહ્યું આ કઇ રીત છે ? તું ટીફીન મૂકીને જા હું પછી જમી લઇશ મને ભૂખ લાગશે ત્યારે અને તું જમી ?
શ્રૃતિને આ પ્રશ્ન ગમ્યો. એણે કહ્યું "તમે એક કોળિયો નથી લીધો અને મને પૂછો છો ?કોઇ નહી અમે તમે જમી લો.
સ્તવને કહ્યું "હું ચોક્કસ જમીશ પણ પછી હમણાં મારાંથી નહીં જમાય હું સ્તુતિ પાસે જ બેઠો છું... એનાં સંકેતથી જ જમાશે નહીંતર નહીં જમાય. તું જમી લેજો મંમી પાપા અને અનસુયા આંટી બધાને જમાડી લે.. હું અંદર જઊં છું ટીફીન આપી જા.
શ્રૃતિએ કહ્યું "પ્રોમીસ કરો કે જમી લેશો પછી જ જઊ કારણ કે માં એ કહ્યું તું આવે પછી બધાને જમાડી લઇએ એટલે અંકલ આંટી ઘરે મોકલીએ. અને રસોઇ નથી બનાવી બહારથી જ બધું જ મંગાવ્યું છે.
સ્તવને કહ્યું" તું બધાને જમાડી જમી લે. હું જમી લઇશ જા પ્રોમીસ તું જા ઘરે તારી ઘરે જરૂર છે મને ફોન કરજો હું સ્તુતિની સ્થિતિની જાણ કરતો રહીશ.
શ્રૃતિએ કહ્યું "ઓકે પણ જમી લો હું ફોન કરીશ અંકલ આંટીને જમાડીને ઘરે મોકલું છું દીદીનાં સમાચાર આપતાં રહેજો પ્લીઝ અને શ્રૃતિ ઘરે ગઇ.
શ્રૃતિનાં ગયાં પછી સ્તવને ટીફીન થરમોસ બાજુમાં મૂક્યું અને સ્તુતિની પાસે આવી બેઠો. સ્તુતિ સાથેનાં મીઠાં સંસ્મરણોમાં ખોવાયો અને આમને આમ રાતનાં 12 વાગી ગયાં ખબર જ ના પડી.
સ્તવન સ્તુતિની સામે જોઇ રહ્યો એને લાગણીનો ઉભરો એવો આવ્યો એણે ઉઠીને સ્તુતિનાં ગાલ પર જઇને ચુંબન કર્યું એનો હાથ હાથમાં લઇને બોલ્યો "એય મારી સ્તુતિ કેમ આમ ? આંખો ખોલને જો તારી સામે બેઠો છું તને ખૂબ પ્રેમ કરું છું. મારાથી આવી નારાજગી ? એય મીઠી બોલને.. શું કરું ? શું કરું મને બસ આપણી બધી યાદ તાજી થઇ ગઇ.
એણે સ્તુતિની આંગળી અને પર આછો સ્પર્શ કર્યો અને એની આંગળીમાં પહેરાવેલી હીરાથી વીટીને સ્પર્શીને બોલ્યો. મારી આ વીંટી તને યાદ છે પહેલા પ્રેમની આ નિશાની... તને કોઇ રીતે કોઇપણ હર્ટ જ કેવી રીતે કરી શકે ?
એય તારો સ્તવુ તારી સામે બેઠો છે એકવાર મારી સામે જો મને બોલાવ ને સ્તવુ સ્તવુ મારાં કાન તને સાંભળવા તરસે છે એકવાર જો ને.. પ્લીઝ સ્તવને એનાં હાથ પર ઉષ્મા ભર્યો હાથ ફેરવવા માંડ્યો.
સ્તુતિની આંગળીઓમાં સાવ આછી કોઇ સંવેદના જાણે એને સ્પર્શી એની આંગળીમાં જાણે ચેતન આવ્યું એણે વીંટીવાળી આંગળી આછી ફરકાવી... સ્તવન એકદમ આનંદમાં આવીને બોલ્યો. જો જો તને મારો સ્પર્શ વિવશ કરશે તારે જોવું પડશે. તારાં અંગ અંગમાં લોહીનાં કણ કણમાં હું જ છું હું જ છું એમ બોલતો બોલતે એનાં હાથ પર ચહેરો મૂકીને રડી પડ્યો.
સ્તવનનાં આંસુ એનાં હાથ પર પ્રસર્યા જાણે સ્તુતિનાં લોહીમાં ભળ્યાં અને સંવેદના વધી અને આંગળીમાં હલચલ થઈ અને સ્તવને કહ્યું "પ્રતિભાવ તારો મને સમજાય છે મને સ્પર્શ છે અનુભવાય છે મારી સ્તુતિ તું બોલ આંખ ખોલ મારાથી આ તારી પીડા નથી જીરવાતી સ્તુતિ જો તારો સ્તવુ તારી રાહ જુએ છે.
સ્તુતિનું થોડું હલનચલન થઇ બંધ થયુ જ્યાં સ્તવનનાં ફોનની રીંગ વાગી. સ્તવને જોયું શ્રૃતિની રીંગ હતી એને આશ્ચર્ય થયું એણે ફોન ઊંચક્યો અને....
વધુ આવતા અંકે --- પ્રકરણ-48