ટ્રુથ બિહાઇન્ડ લવ - 46 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 46

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-46
સ્તુતિનાં આવાં પગલાંથી કોઇને કંઇ જ સમજાતું નહોતું શા માટે સ્તુતિ ગઇ ? એનો ફોન સ્વીચ ઓફ કરી શ્રૃતિ પાસે મૂકી ગઇ અને પછી કોઇને ખબર જ ના પડી રાત્રી સુધી આવી નહીં આમનો આમ સવાર પડી... સ્તવનનાં આવ્યા પછી ફરિયાદ નોંધાવવા ગયાં ત્યાં સ્તુતિની ભાળ મળી અને હોસ્પીટલ આવ્યાં સ્તુતિની સ્થિતિ જોઇ અને ઇન્સપેક્ટરે ફોટો બતાવ્યા બાદ બધી સ્થિતિ સ્પષ્ટ થઇ પરંતુ ચીફ સિધ્ધાર્થે જાણે અણીયાણાં પ્રશ્નો પછી શ્રૃતિ અને સ્તવનને દ્વીધામાં મૂકી દીધા.
પહેલાં તો સ્તવનને ખબરજ ના પડી આનો શું જવાબ આપવો પણ એણે બચાવમાં કહ્યું "અમે આવા માણસો નથી એવાં કુટુંબમાંથી આવતાં નથી આવાં પ્રશ્નો પૂછી અમને વધુ પીડાં ના આપો. તમારી રીતે બધી તપાસ કરી શકો છો અમે સંપૂર્ણ સહકાર આપીશું.
ખાસ તો સિધ્ધાર્થનો પ્રશ્ન ખૂબ અણીયાળો લાગ્યો કે બંન્ને બહેનો એક સરખી દેખાવની ઉમરની છે તમારે સ્તુતિ સાથે કોઇ અણબનાવ અને આની સાથે કોઇ ખાસ લગાવ ?
શ્રૃતિએ સિધ્ધાર્થને કહ્યું "સર તમને જે વિચાર આવે એ જ સત્ય સમજી પ્રશ્નો ના કરો. આ મારાં જીજુ છે અને અમારી વચ્ચે કોઇ એવો લગાવ નથી મારી દીદી મને ખૂબ વ્હાલી છે અને એકબીજા માટે જીવ આપી દઇએ એમ છે.
સિધ્ધાર્થે કહ્યું "તમે મને પહેલેથી જ બધી વાત સમજાવો. કે ખરેખર શું થયું છે ? તમારી દીદીએ આવું પગલું કેમ ભર્યું ?
શ્રૃતિએ કહ્યું "મેં તમને કહ્યુ જ છે કે હું થાકી હતી રજા હતી આરામ કર્યો મારી દીદીએ મારી જાણ બહાર એનો ફોન મારી પાસે મૂકી મારો લઇને કેમ ગઇ નથી ખબર અને હું મારી દીદીને ફોન મારો શું કામ આપું ? અને એ મારો ફોન સામેથી શા માટે લે ? અને હું સૂઇ ગઇ હોઊં ત્યારે જ એ ફોન શા માટે બદલે ?
સિધ્ધાર્થે કહ્યું "એ તારી વાતમાં દમ તો છે પણ એવું શું કામ હતું કે એ તારો ફોન લઇ ગઇ ? તારો ડ્રેસ પહેરીને ગઇ ? એમાં એ વાત સ્પષ્ટ થાય છે કે તમે બે બ્હેનો સરખી જ દેખાવ છો ભલભલા એમાં થાપ ખાય એમાં કંઇ ન માનવા જેવું કશું નથી.
શ્રૃતિ કહે "તમને જે પ્રશ્ન થાય છે એજ મને થાય છે કે એવું શું કામ હતું કે દીદીએ આવું કર્યું. અને બધાએ એ વિચાર આવે છે કે જે કંઇ કામ કરવા ગઇ એ એણે કોઇ સાથે શેર નથી કરી ના મારી સાથે ના સ્તવન જીજુ સાથે અરે નીકળતાં માં એ પૂછ્યું તો માં ને કંઇ કીધુ નહીં ઉપરથી ખોટું કીધું કે સ્તવનનું કોઇ કામ છે પતાવીને આવું છું.
સિધ્ધાર્થે શંકાશીલ નજર સ્તવન સામે જોયું કે તમે શું એવું કામ સોંપેલુ ? સ્તવને કહ્યું મેં કાંઇ કામ નથી સોંપ્યુ મને કંઇ ખબર જ નથી અને બે દિવસથી મારો તો ફોન જ બંધ હતો મેં બેગ્લોર સર્વિસ સેન્ટરમાં રીપેરમાં આપેલો તમે કહો તો હું એની રસીદ બતાવવા તૈયાર છું સર તમે ખોટી દિશામાં પ્રશ્નો કરો છો. અમારી ચિંતા અને પીડા વધારી રહ્યાં છો એમાં તમે તપાસની દિશા જ ખોટી પકડી રહ્યાં છો. સ્તુતિનાં સાચાં જે અપરાધી છે એમને પકડવા માટે પ્રયત્ન કરો. સ્તવનથી ના રહેવાયુ સિધ્ધાર્થેને કડવી વાણી સંભળાવી દીધી.
સિધ્ધાર્થે કહ્યું "મને કંઇ શીખવશો નહીં મને પુરેપુરુ ભાન છે હું શું કરી રહ્યો છું. અને મારી તમને કોઇ રીતે હેરાન કરવાની ભાવના નથી પરંતુ બધીજ રીતે તપાસ કરવાની અમારી રીત છે અને ટેવ છે. ઘણીવાર બહારનાં કરતાં ઘરનાં જ શત્રુ હોય છે. બાય ધ વે અને તપાસ આગળ કરીશું હમણાં તમે જઇ શકો છો. જ્યારે જરૂર પડે તમને બોલાવીશું તમે બેંગ્લોર મારી જાણ વિના જશો નહીં મને જાણ કરીને જ જઇ શકશો.
સ્તવને કહ્યું "શું હું શંકાના દાયરામાં છું ? તમે શું કહો છો ? મારી ફીયાનસી આટલી ગંભીર ઇજા પહોયેલી છે અને તમે ... ? શ્રૃતિથી ના રહેવાયુ "સર તમે ખોટી દિશામાં છો.. તમે કહેશો ત્યારે હાજર થઇશું પરંતુ સાચાં ગુનેગાર ને શોધો.
સિધ્ધાર્થે કહ્યું "તમારી લાગણી દુભવવા નથી માંગતો પણ ઘટનાઓ જે રીતે મને જાણવા મળી છે તે પ્રમાણે મને બધાં જ વિચાર અને શંકાઓ થાય છે. તમારી આ દીદી ગઇ એ પછી તમારાં ફાધરને એક્ષીડેન્ટ થયો એ ચાલતાં જતાં હતાં... એવુ નથી ને કે તમારાં કોઇ ષડયંત્રની એમને ખબર પડી ગઇ હોય એનાં ટેન્શનમાં ચક્કર ખાઇ પડ્યાં હોય અને બાઇક સાથે અથડાયા હોય ? મને કંઇ સમજાતુ નથી પરંતુ હું બધી જ તપાસ કરીને સાચાં નિર્ણય પર આવી જઇશ અત્યારે તમારાં બધાનાં મોબાઇલ નંબર અને ડીટેઇલ્સ લખાવી જાવ જરૂર પડે બોલાવીશ પછી તમે જઇ શકો છો.
સ્તવનને શું આ બધું શું થઇ રહ્યું છે એનું મન ચકરાવે ચઢ્યુ અને થયું સ્તુતિ ભાનમાં આવી જાયતો આ બધાનો એક સાથે ઉકેલ આવી જાય. એમાંથી બોલાઇ ગયું "સર તમે જે વિચારતાં હોવ એ પણ સ્તુતિ ભાનમાં આવતાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જશે. અમારી ડીટેઇલ્સ લખાવી દઊં છું અને કહેશો ત્યારે હાજર થઇ જઇશું. અને તમારી જાણ વિના અથવા પરમીશ વિના બેંગ્લોર નહીં જઊ એની ખાત્રી આપું છું.
આમ વાત કરી બધી ડીટેઇલ્સ લખાવીને શ્રૃતિ અને સ્તવન બંન્ને જણાં પોલીસ સ્ટેશન છોડી ઘરે જવાં નીકળી ગયાં ચીફ સિધ્ધાર્થ બંન્ને ને જતાં જોઇ રહ્યો અને પગથી માથા સુધી માપી રહ્યો આ લોકો કેટલાં સાચાં ખોટાં મને ખબર પડી જશે.
**************
પ્રણવભાઇને ઘરે લાવી દીધાં હતાં. સ્તવન શ્રૃતિ ઘરે પહોચ્યા વિનોદભાઇ અને વિનોદાબેન પણ ત્યાંજ હાજર હતાં. પ્રણવભાઇએ સ્તવનને જોઇને કહ્યું "ઓહ દીકરા તું આવી ગયો ? સ્તુતિ ક્યાં ? પ્રણવભાઇનાં આ પ્રશ્ને બધાનાં મોં બંધ કરી દીધાં.
સ્તવને કહ્યું "સ્તુતિ આ રહી મારી સામે તો છે અને શ્રૃતિ કલ્યાન્ટને મળવા માટે ગઇ છે. સ્તવનનો જવાબ સાંભળી બધાં જ આશ્ચર્ય પામ્યા અને સડક જ થઇ ગયાં. સ્તવનને શ્રૃતિને આંખનાં ઇશારે ચૂપ રહેવા કહ્યું.
શ્રૃતિ સમજી ના સમજીને બોલી "પાપા હું તમારી પાસે તો છું કેમ આમ પૂછો છો ? એમ કહીને એમની પાસે ગઇને પૂછ્યું કેમ છે હવે તમને ?
પ્રણવભાઇએ શંકા વિના કહ્યું "ઓહ ઓકે.. મને એમ કે તું ક્યાંક ગઇ છું.. પણ કંઇ નહીં હવે મને સારું છે ચિંતા નથી બસ જલ્દી સાજો થઇ જઊં ઓફીસે ઘણાં કામ બાકી છે.
અનસુયાબેનની આંખમાં આંસુ આવી ગયાં એ ત્યાંથી ખસીને કીચન તરફ જતાં રહ્યો. વિનોદાબેન એમની પાછળ ગયાં "તમે કેમ ચિંતા કરો છો. પ્રણવભાઇને કહ્યુ જણાવવાનું નથી એટલે સ્તવને સમય સૂચકતાં વાપરીને એવો જવાબ આપ્યો છે હમણાં એ લોકોને બધુ પૂછીએ છીએ.
વિનોદાબ્હેને શ્રૃતિને કહ્યું "સ્તુતિનું પાપા સાથે બેસ સ્તવન અને વિનોદભાઇને અંદરનાં બીજા રૂમમાં બોલાવ્યાં. પૂછ્યું "સ્તુતિની ભાળ મળી ? શું થયું પોલીસ સ્ટેશને ?
સ્તવને કહ્યું "સ્તુતિ દવાખાનામાં છે એને ઇજા પહોચી છે બેભાન છે અને હજી ભાન નથી આવ્યું એને હું મળીને જોઇને આવ્યો છું તમે રૂબરૂ વાત કરવા જ ઘરે આવ્યો છું હવે હું દવાખાને જઇ રહ્યો છું.
આટલું સાંભળતાં જ અનસુયા બહેને બૂમ પાડી રડી પડ્યા શું થયું છે મારી સ્તુતિને ? મને પહેલાં જ હોસ્પીટલ લઇ જાઓ પહેલાં જ ચાલો.
સ્તવને કહ્યું "ચાલો આપણે જઇએ છીએ પણ પપ્પાને સૂઇ જવા દો એમને જરૂરી દવા આપી દો પછી લઇ જઊં. શ્રૃતિ એમની પાસે બેસસે આપણે હોસ્પીટલ જઇએ છીએ. સ્તવને શ્રૃતિને કહ્યુ "પાપાને દવા આપી આરામ કરાવ ત્યાં સુધી હું આ લોકોને સ્તુતિ પાસે લઇ જઊં છું. ખબર નથી આ બધાનો અંત ?.. અનસુયા બહેને કહ્યું "અંત શું આવશે એટલે ? શું થયું છે ?
સ્તવને કહ્યું પહેલાં સ્તુતિ પાસે જઇએ પછી બધી જ વાત કરુ છું. બધુ સારું થઇ જશે પરંતુ હિંમત રાખજો.
અનસુયા બહેનને કંઇ જ સમજાતું નહોતું. હવે એમણે સ્તુતિનાં સમાચાર જાણવા એટલે એમનું મન સ્તુતિમાં હતું. મારી સ્તુતિને શું થયું ? પહેલાં મને એની પાસે લઇ જાવ.
શ્રૃતિને પ્રણવભાઇ પાસે બેસાડીને બધાં નીચે લઇને સ્તવન હોસ્પીટલ પહોચ્યો ત્યાં સ્તુતિનાં રૂમમાં જવા અંદર પ્રવેશ્યો ત્યારે સિધ્ધાર્થ ત્યાં જ હતો. એ થોડો અચક્યો પછી કહ્યું "સ્તુતિની મધર અને મારાં પેરેન્ટસ આવ્યાં છે સિધ્ધાર્થ બહાર આવી ગયો. અનસુયા બ્હેન સ્તુતિ પાસે ગયાં અને બોલ્યાં "સ્તુતિ - સ્તુતિ તને આ શું થઇ ગયું ?
વધુ આવતા અંકે --- પ્રકરણ-47