Truth Behind Love - 7 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 7

પ્રકરણ-7

સ્તુતિ અને શ્રૃતિતો અનારની વાતો સાંભળી જ રહી એલોકો અનારની અવિરત વાતોમાં જ ગૂથાયેલી રહી.

અનારે કહ્યું "મારા થી એ ઘણો હર્ટ થયો હોય એવું લાગ્યું પણ મેં ના જ પાડી. એને ખૂબ ગુસ્સો આવ્યો મને કહે હું તને ડ્રોપ કરી દઊં તું કહે ત્યાં મારે કામ છે બહાર જવું પડશે નહીંતર ડેડી મારાં પર ખીજાશે.

એકદમ એણે પ્લાન ચેઇન્જ કર્યો અમે લોકો પૂના હાઇવે થી પાછાં ફર્યા અને મને એણે બાંદ્રા હાઇવે પર ડ્રોપ કરી ને જતો રહ્યો. મેં તને ત્યાંથી ફોન કર્યો અને પછી ત્યાંથી હું ટેક્ષીમાં અહીં આવી. મને થયું હું કોને કહું બધું ? ધાર્યું હોત તો ઘરે જઇ શકી હોત પણ હું મોમને કહીને આવેલી હું બહાર જઊં છું લેટ થાય તો ચિંતાના કરીશ અને હું તો કલાકમાં પાછી આવી ગઇ. મોમ મને પૂછી પૂછીને મારી હાલત કરત. શું જવાબ આપવા ? મને થયું શ્રૃતિ નીલમને વાત કરીશ.

નીલમને ફોન કરેલો એનો તો ફોન જ સ્વીચઓફ આવે છે. શ્રૃતિ કહે. એનો ફોન સ્વીચ ઓફ આવે છે ? અને શ્રૃતિએ તરતજ નીલમને રીંગ મારી એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો એને ખૂબ નવાઇ લાગી.. બોલી પછી મોડા ફોન કરીશ. એનો ફોન કદી બંધ જ ના હોય અને એતો કંઇ ખાસ કરતી પણ નથી નોવેલો વાંચ્યા કરે છે. આપણ સરપ્રાઇઝ છે.

શ્રૃતિએ કહ્યું અનાર તેં જે કઇ કર્યુ વિચાર્યું સારું જ કર્યું છે તને ખબર છે તું આગળ વધે એ પ્હેલાંજ તને એ વ્યક્તિની ઓળખ થઇ ગઇ. જોકે અત્યારની છોકરીઓને તો આ બધાથી કંઇ ફરક જ નથી પડતો બધુ કોમન ગણે છે. અત્યારે તો નજર મળી.. ગીફટ મળી.. ફરવા ગયાં અને સેક્સ કર્યું છૂટા પડ્યાં. તું નહીં ઓર સહી આવું બધું જ ચાલે છે.

અનાર કહે.... શ્રૃતિ મેં તો ઘણું જોયું છે પાપા સાથે પાર્ટીઓમાં જઇએ ને તો... છોડને માનવામાં ના આવે એવું થાય છે જોયું છે મને તો સાચેજ આવાં માણસોથી ખૂબ નફરત છે. બહાર કેવાં હોય અને પાર્ટીમાં જુદાં જ દેખાય.

મારી મોમની ઘણી ફ્રેન્ડસ પાર્ટી પહેલાં ઘેર આવતી જતી હોય ત્યારે એટલી સાણી સંસ્કારી હોય અને જ્યારે કબલમાં પાર્ટીઓમાં આવે ત્યારે એમનું ડ્રેસીંગ બોલચાલ, વર્તન અને ડ્રીંક... માય ગોડ હું ઓળખી જ શકું નહીં કંઇક જુદા જ તેવર અને ફલેવરમાં હોય.. સાલીઓ જાણે જાત વેચવા માટે પ્રદર્શન કરતી હોય એવાં ઉઘાડા તો ડ્રેસ પહેરે અને કશાનું ભાન હોય નહીં.

આપણે હજી ઘણાં યંગ છીએ આપણે પહેરીએ, છીએ છતાં ધ્યાન રાખીએ છીએ કે ક્યાં શું કેવું દેખાય છે અને આ બધીઓ એકથી એક ચઢે એવી હોય છે મને ખૂબ ગુસ્સો આવે. મારી મોમને કહું... ફરિયાદ કરુ તો કહે છોડને આપણે શું જેને જેમ જીવવું હોય જીવે.

બાય ધ વે હું બીજી વાત ઉપર ઉતરી ગઇ... મે નક્કી કર્યું છે કે હું બ્રેકઅપ કરીશ મને મેકવાનમાં મારો જીવનસાથી નથી દેખાતો... છેલ બટાઉ મજા કરવા વાળો રોમીયો લાગે છે આઇ હેટ હીમ... એમ કહેતાં કહેતા એની આંખો નમ થઇ ગઇ..

શ્રુતિએ એનો હાથ હાથમાં લઇને ઉષ્મા આપવા માટે પ્રયત્ન કર્યો.. એય અનાર ઠીક છે ચાલ્યા કરે જીંદગી છે.

સ્તુતિએ કહ્યું "તું નસીબદાર છે ખૂબ વહેલી તને ખબર પડી ગઇ તું બચી ગઇ ગમે તેવાનાં સંગમાં તારી જીંદગી ખરાબ થઇ જાત. ભગવાને તને બચાવી લીધી.

સ્તુતિએ આગળ કહ્યું "તું તો ફોરવર્ડ અને માલદાર કુંટુંબમાથી આવે છે એકની એક છે. આ બધું કલ્ચર તેં નજરે જોયું છે છતાં તુ આ બધાથી અલગિક છે મને થોડી નવાઇ લાગે છે. મને એ પણ આશ્ચર્ય છે કે. બધુ જ સ્પષ્ટ પૂછી લઊં કે તું આટલી રીચ છે છતાં અમારાં જેવા ફેમીલીની છોકરીઓ સાથે ખાસ ફ્રેન્ડશીપ છે.

અનારે આંખ લૂછી સ્વસ્થ થતાં કહ્યું "સ્તુતિ હું પૈસાવાળા ફેમીલીમાંથી આવી છું પણ મારી માં સાવ સામાન્ય આવ જ ઘરમાંથી છે મેં મારી નાની-માસી અને માં ને જોયાં છે જીવતાં પૈસા ઉપર કલ્ચર છે. મારી માંનાં સંસ્કાર પર પૈસો ક્યારેય હાવી નથી થયો.

તું મારી વધુ નજીક આવીશ મને વધુ ઓળખીશ. મને મારાં પૈસા કરતાં સાચાં સંબંધોમાં રસ છે. મારી માં નું ઘડતર અને સંસ્કાર છે. આટલું બોલે ત્યાંજ અનારનાં મોબાઇલ પર રીંગ આવી એણે સ્ક્રીનમાં જોયું મેકવાન છે. એણે ફોન ઊચક્યો અને સામેથી મેકવાન બોલ્યો "બેબી ફોન કાપીશ નહીં. આ મારો છેલ્લો જ... એ આગળ બોલે પ્હેલાં જ અનારે ફોન કાપી નાંખ્યો. મોબાઇલ શાંત થઇ ગયો પણ એનાંથી વધુ શાંતિ અનારે અનુભવી.

અનારે કહ્યું એ બોલવા જાય એનો કહેવાનો અર્થ સમજી ગયેલી મેં ફોન કાપી નાંખ્યો. અને પછી ફોન સ્વીચ ઓફ જ કરી દીધો.

અનારે કહ્યું "હાશ ! આજે એટલી શાંતિ અનુભવાય છે કે જાણે હું છૂટી... સાલી કેવી જીંદગી હતી આની સાથે ખોટું ખોટું હસવાનું, મજા કરવાની બીયર વાઇન પીવાનો મસ્તી કરવાની એને જરૂર હોય ત્યારે પ્રેમ કરે નહીંતર સમય જ ના હોય... વારે ઘડી એ પાર્ટીઓમાં જાય હું ફોન કરું તો કહે બેબી આજે નહીં ફાવે સોરી બીઝી શીયુલ છે હું ગુસ્સે થઊ તો કહે... હું શું કરું પાપાનાં કામ પર જવું પડે પાપા આઉટ ઓફ સ્ટેશન છે મારે જ જોવાનું છે.

કેટલીકવાર મેં એનાં મોબાઇલમાં ગંદા ફોટાં અને વીડીયો જોયાં છે મેં ઘણીવાર ઝગડો કર્યો છે કે શું તું આવું બધું જોયા કરે છે ? તને ખબર છે તારું મગજ ખરાબ થઇ જશે તો કહે અને મારાં દોસ્તાર બધાં રાક્ષસ છે હું શું કરું ? ના પાડું તોય આવું બધુ મોકલ્યા કરે છે. અરે યાર તું આવી ગામડીયા જેવી વાતો કેમ કરે છે ? તું તો સાવ બોચું કે ઘોચું છે આટલી બધી નેવો માઇનેડ.

આ યુવાની આ સમય ભોગવવા માટે છે મસ્તી કરી લો હરી લો.... પીને છાકટા થઇને પ્રેમ કરવાની મજા જ કંઇક ઓર છે. એનાં કોઇ કઝીનનાં લગ્નમાં એણે એટલું બધું પીધું હતું એ જેનાં લગ્ન હતાં એની ફ્રેન્ડ જોડે.... તને શું કહ્યુ કહેતાં શરમ આવે છે. એ બેશરમે મને એં ફોટા બતાવેલા મેં એટલો ઝગડો કરેલો કે... ત્યારે જ બ્રેકઅપ થઇ જાત પણ એની બેન મને સમજાવવા આવેલી કે ભાઇ તો ઓકે જ હતો એ છોકરી જ એવી હતી અને અમારી કાસ્ટમાં છોકરીઓ આમ પણ બિન્દાસ હોય એણે એટલું પીધેલું અને ભાઇપણ નશામાં હતો હું ભાઇ વતી સોરી કહું છું અને એ સમયે એણે પેચ અપ કરાવેલું પણ કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી... આજે તો મેં કચડી એ સંબંધ જ કાપી નાંખ્યો છે.

તું નહીં માને શ્રૃતિ આજે મને એટલી હાંશ વર્તાય છે કે ના પૂછો વાત. માં પણ જાણીને ખૂબ ખુશ થશે બાય ધ વે સ્તુતિ હવે તો કોફી પીવી પડશે... હું ક્યારથી મારી રામાયણ ચલાવી રહી છું તમે લોકો પણ બોર થઇ ગયાં હશો કંઇ નહીં કોફી પીએ.

સ્તુતિ કહે "એમાં શું થઇ ગયું આવાજ સમયે સાચાં મિત્રોની જરૂર પડે છે. સાચું શું તે બધું શેર કર્યું. તું હળવી થઇ ગઇ અને અમને લોકોને પણ સમાજના ચરિત્રની પરખ થઇ ગઈ દરેક વસ્તુમાં અનુભવ જરૂરી નથી હોતો કોનો થયેલો અનુભવ પણ ઘણો કામ લાગે છે.

સ્તુતિ કોફી બનાવવા ઊભી થઇ અને શ્રૃતિ અને અનાર વાતો એ વળગયા. શ્રૃતિએ કહ્યું "પેલી નીલમનો ફોન બંધ આવે છે લાવ ફોન કરવા દે... લાગે તો પણ ફોન હજી એનો સ્વીચ ઓફ જ હતો.

અનારે ક્યું મારો ફોન ચાલુ કરું અને માં ને કહી દઊં કે હું શ્રૃતિનાં ઘરે છું અને હમણાં આવુ છું એમ કહીને એણે મોબાઇલ ઓન કર્યો.

થોડીવારમાંજ સ્તુતિ કોફી ત્રણે માટે બનાવીને લઇને આવી. અને ત્યાંજ અનારનાં ફોનમાં મેસેજનો ટ્યુન આવ્યો અનારે ફોન ઉપડીને મેસેજ જોયો તો મેકવાનનો હતો અને એણે સંબંધ કાપ્યો છે એવો મેસેજ હતો બાય કીક અને પાછળ કોઇ ફોન આવી રહેલો. ..... ડાઊનલોડ થયો સ્ક્રીન પર અને એ ફોટો જોઇને અનાર અને શ્રૃતિને જાણે અંધારાં આવી ગયાં.

સ્તુતિએ પૂછ્યું શું થયું ? અને અનારે ફોનો સ્ક્રીન બતાવ્યો તો મેકવાનની બાહોમાં ડ્રીંક્સ પીતી નીલમનો ફોટો હતો કોઇ હોટલનાં રૂમમાં.......

પ્રકરણ -7 સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED