ટ્રુથ બિહાઇન્ડ લવ - 48 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 48

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-48
સ્તવન સ્તુતિ પાસે બેસી રહેલો. અપલક નયેને એને જ જોઇ રહેલો. અચાનક સ્તુતિ સાથે થયેલા બનાવથી બેચેન હતો. સ્તુતિને સ્પર્શીને સંવેદના અનુભવી રહેલો. સ્તુતિએ પણ જાણે પ્રતિભાવ આપ્યો. એને આનંદ થયો સ્તુતિ મારો સ્પર્શ અનુભવે છે ક્યાંક ઉંડાણમાં એને સંવેદના છે મારાં એની સાથેનાં સંબધની સ્પર્શની આહટ એહસાસ છે જ સ્તુતિ પાછી જાણે નિર્જીવ થઇ અને સ્તવનનો ફોન રણક્યો એણે તરતજ ઉપાડ્યો જોયું શ્રૃતિનો ફોન છે.
સ્તવનને ગુસ્સો આવ્યો મનમાં બબડયો આ તારા લીધે જ થયું છે એ કંઇક તારાં માટે જ... પાછો વિચાર બદલ્યો. જાણ્યા વિનાં કોઇને દોષ કેવી રીતે આપુ. એ તો મારું કામ નીપટાવીને આવું છું એવુ કહેલુ એણે કારણતો મનેજ બનાવ્યો હતો શું થયું હશે ? શ્રૃતિ ફોનમાં હલો હલો સ્તવન કહેતી હતી એણે એનામાં ધ્યાન પરોવ્યું "હાં શ્રૃતિ બોલ ? ક્યારની હલો હલો કરુ છું તમે કઇ કેમ બોલતા નથી ?
સ્તવને કહ્યું "સ્તુતિને મારો સ્પર્શ અનુભવ્યો છે એની આંગળીઓએ હલચલ કરી છે મેં જોયુ છે અનુભવ્યું છે સ્તવને આનંદ સાથે કહ્યું "શ્રૃતિ કહે" ઓહ. સારુ છે દીદી જલ્દી ભાનમાં આવી જાય હું મહાદેવને એજ પ્રાર્થના કરું છું. પણ જીજુ તમે જમ્યાં ? મેં ખાસ એટલે ફોન કર્યો છે.
સ્તવને કહ્યું ના મને ભૂખ જ નથી શું કરું મારું ચિત્ર સ્તુતિમાં જ છે હું કેવી રીતે કોળીયો ગળે ઉતારું ? મારી સ્તુતિએ પણ કંઇ ખાધુ નથી આ બોટલોથી દવા અને પાણી જાય છે એય 48 કલાકથી ભૂખી જ છે ને ? એને મૂકીને હું કેવી રીતે જમી શકું ?
શ્રૃતિ કહે "તમે માંદા પડશો તો શું થશે ? દીદીનું ધ્યાન કોણ રાખશે ? પ્લીઝ તમે જમી લો. થોડું તો ખાઇ લો. હું પણ નથી જમી... પછી થોડીવાર ચૂપ રહી એનાં રડવાનો અવાજ સાંભળી સ્તવને ક્યુ "તું કેમ રડે છે ? સારું થઇ જશે સ્તુતિને ઓકે હું થોડું જમી લઊં છું તું પણ જમી લે તારે પણ દોડધામ કરવાની છે... હું સ્તુતિને... સારું જમી લઊં છું...બાય કહીને ફોન મૂક્યો.
સ્તવન સ્તુતિની સામે જોઇ રહ્યો. વિવશતા બંન્ને બાજુ હતી સ્તુતિને અકસ્માત હતો એ કંઇ પણ સમજવા સાંભળવા વિવશ હતી અને સ્તવન એની સ્થિતિ જોઇને સહન કરવા વિવિશ. સ્તવને ટીફીન ખોલી થોડું ખાધું ના ખાધું પાછું મૂકી દીધું. થરમોસમાંથી કોફી કાઢી અને કોફી મગ હોઠ પર ધર્યો અને એને સ્તુતિ સાથેની સાંજ યાદ આવી ગઇ એની આંખો ભરાઇ આવી એ સ્તુતિની સામે જોઇને બોલ્યો તારાં વિના કોળીયો નથી ભરાતો નથી કોફી પીવાતી હું શું કરું મને આવી સ્થિતિમાં મૂક્યો તું આટલી પીડામાં ગઇ છું કેમ કરીને આ પળ વિતશે ? સાજી થા. મારી જાન મારાથી નથી સહેવાતું.
આમને આમ સ્તુતિનો હાથ પોતાનાં હાથમાં રાખી બેસી રહ્યો. સ્તુતિને જોયા કરતો હતો હાથ ફેરવ્યા કરતો હતો નર્સ બે વાર આવીને ગઇ એ સ્તવનને જોઇને ચિંતામાં પડી. એને વિચાર આવ્યો આ કેવો પ્રેમી છે એક પળ એણે હાથ નથી છોડ્યો. વિચારતી વિચારતી એ રૂમની બહાર નીકળી.
***************
ચીફ સિધ્ધાર્થનાં મોબાઇલ પર મેસેજ આવ્યો એને સીધો હોટલ પર પહોચીને મેનેજરને મળ્યો સાથે એણે એનાં પી.એસ.આઇને રાખેલ. એ લોકોએ સીસીટીવી કેમેરાનાં ફુટેજ જોયાં અને હોટલ મેનેજર સાથે બધાં સવાલ પૂછ્યાં. આમાં સ્તુતિ હોટલમાં આવે છે રીસેપ્શન પર પૂછે છે પછી ક્યાં જાય છે એ કંઇ જ દેખાતું નથી આમાં ફુટેજ મીસ છે અને પૂરાં ફુટેજ જોઇએ એમાં શું ઘાલમેલ છે ? તમારુ આ બધુ મેનેજ કોણ કરે છે તમે અપરાધીને બચાવવા માંગો છો.
મેનેજરે કહ્યું "સર અને કંઇ છૂપાવતાં નથી અને કોઇને બચાવવા માંગતા નથી પરંતુ શોર્ટ સર્કીટ થવાને કારણે 30 સેકન્ડ માટે પાવર ફેઇલ થયેલો તરત જ જનરેટરથી ચાલુ થઇ ગઇ હતી વચ્ચે જે બ્રેક આવ્યો એમાં કેમેરા બંધ થયેલાં પછી થોડી સેકન્ડમાં ચાલુ થયાં છે પછી એ સ્તુતિ આઇ મીન આ છોકરી ક્યા ફલોર પર ગઇ નથી સમજાતું કોને મળી કેમ મળી ખબર નથી.
સિધ્ધાર્થે કહ્યું પણ ફલોર પર લોબીનાં સ્ટેર કે લીફ્ટ પાસે કેમેરા હશેને ? એ બધાં જ ફુટેજ મને બતાવો અને એનો પૂરો રેકર્ડ મને સીડીમાં જોઇએ તમે એ દિવસમાં તમારે ત્યાં જે કોઇ ગેસ્ટ આવ્યાં હોય એનું રૂમ વાઇઝ લીસ્ટ આપો. અને જો શંકાસ્પદ હશે એની તપાસ કરીશું મને માંગેલું બધુ જ ડીટેઇલ્સમાં જોઇએ અને બે કલાકમાં જ.
મેનેજરે કહ્યું "સર ઘણાં ગેસ્ટ હતાં, મુલાકાતીઓ પણ બધાની એન્ટ્રી છે અમારી પાસે અને અમારે ત્યાં પ્રતિષ્ઠિત લોકો જ આવે છે. ગેરકાનુની કોઇ કામ થતાં નથી અમારી એવી શાખ છે.
સિધ્ધાર્થે કહ્યું "તમારી શાખ અને પ્રસિધ્ધીની વાતો પછી કરજો પહેલા મેં જે માંગ્યુ બધુ જ આપો અને તુરંત મેનેજરે કહ્યું "સર હું બધું જ આપની સમજ હાજર કરું છું ઘટનાને બે દિવસ થઇ ગયાં હજી તમે મને પૂરો રીપોર્ટ નથી આપી શક્યાં આમાં તમારી કોઇ રમત કે નિષ્કાળજી હશે તો પ્હેલાં તમને જ અંદર બંધ કરી દઇશ અને સમજીશું તમારી જાણમાં જ બધું થયું છે. બધુ જ મને આજે જ આપો.
મેનેજરે કહ્યું "સર એવું કંઇ નથી પણ હોટલમાં સતત ફંકશન અને ગેસ્ટની અવરજવરને કારણે પૂરતો સમય નથી મળ્યો.
સિધ્ધાર્થ કહે મારે કારણો નહીં જોઇએ રિઝલ્ટ જોઇએ હમણાં શેનાં ફંકશન હતાં કોણે રાખેલાં ? કોણ ગયું આવ્યું બધુ જ મારે જાણવું છે. મારો PSI અને બીજો સ્ટાફ અહીંજ ડ્યુટી પર છે મને આજે બધું જ મળી જવું જોઇએ ગમે તેવો મોટો માથાનો હશે અને ફોડી લઇશુ એમ કહીને સિધ્ધાર્થ સ્ટાફને બધુ સમજાવીને ત્યાંથી નીકળી ગયો.
*********
સવારે શ્રૃતિ સ્તવન માટે ચા નાસ્તો લઇને આવી. સ્તુતિનાં ICUનાં રૂમ પાસે આવી કાચનો દરવાજો ખોલીને અંદર પ્રવેશી એણે જોયું કે સ્તવન સ્તુતિનો હાથ એનાં હાથમાં લઇને ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. બે પળ એને સમજ જ ના પડી કે શુ કરે ! ઉઠાડે કે સૂવા દે...
એણે થરમોસ રેક પર મૂકીને એમાંથી કોફી કાઢી.. સ્તવનને અવાજ આવ્યો એની આંખ ખૂલી ગઇ. એણે જોયુ શ્રૃતિ કોફી અને નાસ્તો લઇને આવી છે.
સ્તવને પૂછ્યું "પાપાને કેમ છે ? એમને જાણ કરી ? શ્રૃતિએ કહ્યું "પાપાને સારું છે. ના નથી કરી જાણ હજી. તમે શરૂ કરેલું એજ હજી ચાલે છે મને સ્તુતિ જ સમજે છે હું અત્યારે સ્તુતિ અને શ્રૃતિ બંન્નોનાં રોલ ભજવી રહી છું હું શું કરું મને નથી સમજાતું.
સ્તવને કહ્યું "ઇટ્સ ઓકે એ મને સારું થાય એટલે કહી જ દઇશું. અને ત્યાં સુધીમાં સ્તુતિને ભાન આવી જાય પછી તો કોઇ પ્રોબ્લેમ નથી. કાલે થોડો સળવળાટ મેં જોયો અનુભવ્યો છે... આવી જ જશે ભાનમાં.
સ્તવને કોફી પીધી ત્યાં ડોક્ટર રાઉન્ડમાં આવી ગયાં. એમણે સ્તુતિનાં રાત્રીનાં રીપોર્ટસ અને બધી નોંધ જોઇને સ્તુતિને તપાસી.
સ્તવને કહ્યું "સર શું લાગે છે ? કાલે મેં એની આંગળીઓમાં હલચલ જોઇ છે એણે જાણે મારાં સ્પર્શનો જવાબ આપેલો.
ડોક્ટરે કહ્યું "મને આશા છે વધુમાં વધુ બે દિવસમાં ભાન આવવું જ જોઇએ બાકીનું બધુ જ નોર્મલ છે બસ માથામાં થયેલી ઇજાએ મગજ પર થોડું ડેમેજ છે અને એ આવી જશે એમાં પોઝીટીવ પ્રોગ્રેસ છે.
સ્તવને આશા સાથે કહ્યું "આવી જશે મને વિશ્વાસ છે. ડોક્ટરે કહ્યું "તમે એનાં સીસ્ટર છો ? અહી તો ભૂલાવામાં પડી ગયો કે મારું પેશન્ટ ઉભું થઇ ગયું પણ ટવીન્સ લાગો છે અને અદૃલ સ્તુતિ જેવાં જ દેખાવ છો એમાં ભલભલાં ભૂલ ખાઇ જાય છે કંઇ નહીં ટેઇક કેર અને બે થી વધુ કોઇ રોકાશો નહીં આમ તો માત્ર એક જણ જ એલાઉ છે.
સ્તવને કહ્યું "ના ના આતો હમણાં જશે જસ્ટ કોફી નાસ્તો લઇને આવી હતી.
ડોક્ટરે કહ્યું પણ ધરેથી કેમ લાવો છો ? હોસ્પીટલની કેન્ટીનમાં બધુ જ મળે છે અને એ પણ સ્વચ્છ અને ઘર જેવું જ હોય છે.
સ્તવને કહ્યું થેંક્યુ સર. જરૂર લાગે કેન્ટીનમાંથી મંગાવીશ ડોક્ટરે કહ્યું સાંજે રાઉન્ડમાં આવશે ત્યારે ઘણો પ્રોગ્રેસ હશે એમ કહીને તેઓ ચાલ્યા ગયાં.
શ્રૃતિએ કહ્યું "ના કેન્ટીનમાંથી નથી મંગાવવાનું છેવટે હોસ્પીટલની કેન્ટીન હું તમારે માટે સવાર બપોર સાંજ લાવીશ. આવી જઇશ. તમે દીદીનું હું તમારું ધ્યાન રાખીશ....
વધુ આવતા અંકે --- પ્રકરણ-49