ટ્રુથ બિહાઇન્ડ લવ - 6 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 6

પ્રકરણ-6

સ્તુતિ અને શ્રુતિ વાતો કરતાં હતાં અને શ્રૃતિનો મોબાઇલ રણક્યો. શ્રૃતિએ સ્ક્રીનમાં નામ જોઇને તુરંત ઊંચક્યો, "હાં બોલ-હાં હાં બોલને સાંભળું છું અનાર ...... શું.... શું.... ? શું... કહે છે તું ? ક્યારે ખબર પડી ? કેમ ? હું તો કાલ થી ... કંઇ નહીં પછી શાંતિથી વાત કહ્યુ છું. એક કામ કર રૂબરૂ મળ તો શાંતિથી વાત થશે. એક કામ કર મારાં ઘરે જ આવી જાને. શું ? અરે ના જો મોમ જોબ પર પાપા બેંકમાં જવાના અને હું અને દીદી બસ આવીજા પછી વાત કરીએ છીએ. હાં હા અત્યારે આવી જા ચિંતા ના કર અને ફોન મૂક્યો.

સ્તુતિએ પૂછ્યું ? શું શું શ્રૃતિ ! અનાર હતીને ? કેમ બોલાવી ? માંડીને વાત તો કર...

શ્રુતિએ કહ્યું "અરે દીદી... આ અનાર ખૂબ ગભરાયેલી લાગી એને કોઇ ક્રીશ્ચીયન છોકરા સાથે અફેર છે મેકવાન કરીને છે અને એ લોકો ક્યાંક કરવા ગયાં હશે અને મેકવાને કોઇક અજુગતી માંગણી કરી..... અનારે કહ્યું અત્યારથી નહીં અને પેલો નારાજ થઇ ગયો છે પછી એણે કહ્યું આવી રીતે કેવી રીતે હું માની જઊં અને મેકવાન ખૂબ જ એડવાન્સ છૂટછાટવાળો છે અનાર ફસાઇ છે હવે પેલાને બધુજ જોઇએ એવી માંગણી કરે છે મને કહે તું કાલે મારી સાથે આવીશ ? મેં કીધુ કાલે મારે ઇન્સ્ટીટયુટ જોઇન્ટ કરવાની છે.

આ મેકવાનને ગોરેગાંવમાં મોટું ગેરેજ છે અને કોઇ કારની એજન્સી છે સ્પેરપાર્ટસને બધુ વેચે છે, ખૂબ ફેશનેબલ અને શોખીન છે અનારને એ બારમાં મળી ગયેલો. ડાન્સ પાર્ટનર હતાં એમાંથી પ્રેમ થઇ ગયો. હવે એ લોકો ઘણાં આગળ વધી ગયાં છે અને અનાર વધુ આગળ વધવાની ના પાડે છે.

સ્તુતિ કહે "તો પહેલેથી જ વિચારવું જોઇએને એકતો બીજી કાસ્ટનો છે કેમ પહેલેથી વિચારે નહીં ? શ્રૃતિ કહે "દીદી તું કંઇ બોલીશ નહીં. થાય હવે પ્રેમ માટે ક્યાં નાતજાત હોય છે કંઇ નહીં આવવા દેને પછી બધી ખબર પડે. પણ એ પેલી નીલમને નહીં કહે બધું મને કહી મારું જ માથું પકાવે.

સ્તુતિ કહે તમે ત્રણે જણીઓ એક બીજાને ચઢે એવીઓ છો. શ્રુતિ કહે એય હું હજી સ્ટ્રેટફોરવર્ડ છું. મારી સામે હજી કોઇ આંગળી ના સીંધે દીદી... અને અનાર આવી.

શ્રૃતિએ દરવાજો ખોલી અનારને આવકારી... અનાર શ્રૃતિની ખાસ ફ્રેન્ડ હતી. અનાર, શ્રૃતિ અને નીલમ ત્રણે સ્કૂલથી સાથે હતાં. નીલમ મધ્યમવર્ગની એટલે કે શ્રૃતિ જેવા ઘરની જ દીકરી હતી એનાં ફાધર ગુજરી ગયા છે પણ આર્થિક રીતે સંઘર્ષ કરે છે. ચૂસ્ત વાણીયા છે. મોટું ફેમીલી છે. અનારનાં ફાધર કોઇ કંપનીમાં સી.ઇ.ઓ. છે ગણાં પૈસા વાળાં છે અને અનાર એકની એક દીકરી છે.

અનારની ફેમીલી ઘણી ધનીક અને સેલીબ્રીટીઓની અવરજવર વાળી છે અને અનાર પોતે પણ ઘણી ફેશનેબલ અને આધુનીક વિચારો વાળી છે પણ સાથે સાથે ધાર્યું કરવા વાળી છે. અનારે સાવ ટૂંકુ સ્કર્ટ ઉપર સ્લીવલેસ ટીશર્ટ ગળામાં કોઇ મોઘું રત્ન પહેર્યું હતું એનો જાંબલી ભૂરો નંગ ખૂબ ધ્યાન ખેચતો હતો અને ખૂબ આકર્ષક હતું એનાં છૂટા વાળ અને એકદમ રૂપકડો ચહેરો કોઇ પણ જુએ તો ઘાયલ થાય એવી પર્સનાલીટી હતી.

સ્તુતિએ અનારનું નામ અવારનવાર સાંભળ્યું હતું પણ રૂબરૂ આજે જ જોઇ. એને જોઇને લાગ્યું નહીં કે એને કંઇ ટેન્શન હોય એતો ખડખડાટ હસતી હસતી વાતો કરતી હતી. સ્તુતિ એને જાણી રહી હતી પણ એને કળ કળાતી નહોતી કે આ છોકીરને પ્રોબ્લેમ શું છે ? શેનાં માટે ફોન કરેલો ? અને આટલી પૈસાવાળી ફેશનેબલ છોકરી શ્રૃતિની ખાસ મિત્ર છે ?

શ્રૃતિએ પૂછ્યું "અનાર બોલ શું લઇશ ? ઠડું ગરમ ? તારાં જેવું નથી... યુ નો અહીં આજ પૂછી શકીશ અને એમ કહી હસી પડી... અનારે કહ્યું "અરે શ્રૃતિ નો ફોરમાલીટી મને કંઇજ ના જોઇએ. બાય ધ વે આ તારી દીદી.... આઇ મીન સ્તુતિ ? શ્રૃતિએ બંન્નેને ઇન્ટ્રો કરાવ્યો.

અનારે કહ્યું "નામથી તો હું તમને... તને સારી રીતે જ ઓળખું છું કંઇ પણ વાત હોય તારું નામ મોઢે જ હોય એનાં.

સ્તુતિએ કહ્યું "સાચી વાત તારાં નામની પણ માળા જપતી મેં જોઇ છે ખાસ મિત્રો હોય એટલે સ્વાભાવિક છે. તું અને નીલમ બન્ને શ્રૃતિની ખૂબ નજીક છો હું માનું છું.

અનારે કહ્યું ઓહ.. યા.. યા.. હું શ્રૃતિ અને નીલમ ખાસ સખીઓ... એકદમ બોન્ડીંગ અમારું કંઇ પણ વાત નાની મોટી એકબીજાની સાથે શેર કરીએ જ...

સ્તુતિ વિચારવા લાગી કે આટલાં પૈસા વાળાની દીકરી આ મધ્યમ વર્ગીય શ્રૃતિ અને નીલમની ખાસ ફ્રેન્ડ છે ? અને પોતાની પર્સનલ વાતો શેર કરે છે ? એને ખૂબ જાણવાની તાલાવેલી હતી એટલે જીજ્ઞાસા હતી કે થયું એનાં અંગે બધુજ પૂછી લે પણ ચૂપ રહી.

શ્રૃતિએ કહ્યું "બોલ અનાર તું તો ફોનમાં કેટલી બધી પેનીક હતી... શું થયેલું કહે મને અને અનારે સ્તુતિ તરફ દ્રષ્ટિ કરી. સ્તુતી સમજી ગઇ હોય એમ ત્યાંથી ઊભી થવા ગઇ અ બોલી અરે તમે લોકો વાતો કરો ત્યાં સુધી હું આપણાં બધાં માટે કોફી બનાવું.

અનારે કહ્યું અરે સ્તુતિ બેસને એટલું કંઇ પર્સનલ નથી તું બેસને મને એક નહીં બે નો અભિપ્રાય મળશે. મારાં માટે તું પણ શ્રૃતિ જેવી જ છે ડોન્ટ હેઝીટેટ પ્લીઝ બેસને સ્તુતિ અનારનાં કહેવાથી બેસી ગઇ. આમેય એને કુતૂહૂલ ખુબ હતું જાણવાનું સાથે સાથે એને લાગ્યું કે આ અનાર કોઇને તરત જ પોતાનાં બનાવીને વિશ્વાસ મૂકી દે છે.

અનાર શ્રૃતિની બાજુમાં બેસી ગઇ... થોડી રીલેક્ષ થઇને બોલી "શ્રૃતિ હું અને મેકવાન.... તું બધુંજ જાણે છે હું પણ ખૂબ મોર્ડન અને બિન્દાસ પણ અમુક વાતો એવી છે કે હું ખૂબ મોર્ડન હોવા છતાં ઘણી વાતમાં મારી માં જેવી છું મેકવાન માટે મને પ્રેમ છે મને એની કંપની ગમે છે સાથે ખૂબ હરીએ ફરીએ.. કલબ -બાર બધે જઊં છું મજા કરુ છું પણ આજ સુધી મેં કીસથી આગળ કંઇ કરવા નથી દીધું કંઇ જ નહી બીલવી મી શ્રૃતિ... તને આશ્ચર્ય થાય છે ને મારી વાતથી ? પણ સાચુ કહુ છું. દારૂ પીધા પછી પણ એટલું ભાન હોય છે કે મારાં શરીર પર એ ક્યાં સ્પર્શે છે શું કરે છે. મજા હું પણ લૂટૂં છું પણ સીમા પાર નહીં જ...

શ્રૃતિ અને સ્તુતિ એને એકદમ શાંતિથી સાંભળી રહ્યાં એની બિન્દાસ પર્સનલ વાતો અને અહેસાસ એ સ્પષ્ટ કહી રહી હતી સ્તુતિ એને જોઇને ઊંડા વિચારોમાં પડી ગયેલી... આ છોકરી દેખાય છે શું ? એનું બેકગ્રાઉન્ડ કેવુ છે ? અને સ્વભાવમાં કંઇક જુદી છે છતાં સ્પષ્ટ વકતા છે.

શ્રૃતિ કહે "અનાર હુ એ બધું જાણું છુ તે કીધું છે મને પણ કાલે શું થયું કે તું ડીસ્ટર્બ થઇ ગઇ ?

અનાર કહે એ વાત પર જ આવું છું ડાર્લીગ બધુ તને કહુ ને ... પ્રસ્તાવના કીધા પછી મુદ્દો આવેને ! એમ કહી હસી પડી... કહે કાલે હું મેકવાન સાથે બહાર નીકળી હતી અમે લોકો પબમાં ગયાં બીયર પીધો... મેકવાને થોડો વધુ જ ઠઠાડેલો ત્યાંથી એની કારમાં લોગ ડ્રાઇવ નીકળ્યા હતાં મુંબઇ પૂના રોડ પર થોડાં આગળ ગયા પછી એણે કાર સાઇડમાં કરી અને મને વળગ્યો અને કીસો કરવા માંડ્યો મેં કીધું એકદમ શું થયું ? તને ? આમ થોડીવાર મેં પણ સપોર્ટ કર્યો પછી એણે મારું ટીશર્ટ ઊચું કરીને... મેં કીધુ અહીં રોડ પર શું કરે છે ? કેમ આવું કરે છે ?

એણે કહ્યું "એય અનુ આજે તો હું ફાઇનલ જ કરીશ... તને અહી ના ફાવતું હોય તો ચાલ અહીંથી લોનાવાલા કોઇ હોટલમાં રૂમ લઇશું અને ત્યાં જઇને.... આઇ વોન્ટ ટુ ફક યુ. હું તો સાવ ડઘાઈ ગઇ મેં કીધું યાર તું કેમ આમ આટલું ખુલ્લું કહે છે? તું મને ગમે છે પ્રેમ કરુ છું બટ આઇ એમ નોટ પ્રીપેર ફોર ધીસ. આઇ એમ સોરી...

થોડીવાર તો એકદમ શાંત થઇ ગયો એ.. પછી મારી સામે જોઇને કહે યુ ચીપ... સાવ આવી નેરો માઇન્ડેન્ડ કેમ છે ? તને ખબર છે અત્યારે આ બધું બહુ કોમન છે મારાં બધાં ફ્રેન્ડસ તો કલબ હોટલ ઇવન કારમાં જ પ્રોગ્રામ બનાવે છે એ લોકો ધારે ત્યારે મજા લૂંટે છે અને તું....

મેં એને તરત જ જવાબ આવ્યો કે મેકવાન તું સમજે છે એટલી હું ફોરવર્ડ નથી આઇ એમ સોરી... અમુક પ્રેમની અને મજા માટે ચોક્કસ સમય હોય છે અને એ પ્રમાણે મજા અને મહત્વ છે. આઇ ડોન્ટ બીલીવ ધીસ આઇ એમ સોરી અગેઇન.

એ મને પછી કહે છે.. અનુ તને ખબર છે ? હું તને પ્રેમ કરુ છું. એટલે મેં સીધી જ માંગણી કરી બાકી દરેક હોટલમાં બધાં સેટીંગ હોય છે અને એવી એવી એસકોર્ટસ હોય છે કે તમે કહો એમ કરે અને સેવા આપે તું હજી દુનિયામાં શું થાય શું જાણે છે ? દુનિયા જોઇજ નથી.

પ્રકરણ -6 સમાપ્ત