ટ્રુથ બિહાઇન્ડ લવ - 5 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 5

પ્રકરણ-5

મયંકે સ્તવનને બુમ પાડી કહ્યું "હવે મૂકતે ફોન ક્યારના વાત વાત કર્યા કરો છો જબરા છો તમે લોકો તો બસ થાકતાં નથી હું ક્યાંરનો બીયર લાવ્યો છું. સાલા અમારાં ગુજરાતમાં દારૂબંધીનાં નામે બનાવટ છે. કહેવાય શું ડ્રાય સ્ટેટ-દારૂબંધી છે અરે જ્યારે જોઇએ ત્યારે મળે જોઇએ તેટલો મળે પણ બંધી એટલી કે કશો વિશ્વાસ ના પડે અને પકડાઇએ તો સેટીંગ કરવા પડે.

સ્તવન મયંકને સાંભળી રહેલો એણે સ્તુતિને કહ્યું "હવે આનું બડ બડ ચાલુ થશે તને પછી ફોન કરીશ બાય ડાર્લીંગ. સ્તુતિએ કહ્યું "એય સંભાળજે આખો દિવસ પી પી ના કરાવે આ તારો રૂમ પાર્ટનર... બહુ અસર પડે છે સંગતની ધ્યાન રાખજો. બાય ધ વે કઇ કાસ્ટનો છે ? સ્તવને કહ્યું અરે પટેલ છે સુરતનો અને હીરાનો વેપાર છે બસ ઘી કેળા છે અહીં આવ્યો ત્યારનો મોજ મજા કરે છે. પણ મને મારી ચાદરની અને સંસ્કારની ખબર છે ચિંતા ના કર જે કંઇ હશે વ્યાજબી હશે અતિરેક નહીં અને શું નિર્ણય લે છે જણાવે બાય પછી ફોન કરીશ એમ કહી સ્તવને ફોન મૂક્યો.

ખરો છે સ્તવન તું ક્યારનો વતો કરે છે અલ્યા આટલી વાતો કરુ હું તો ગાંડો થઇ જઊં પેલી નીલુ વધુ વાતો કરે ત્યારે કહેવું પડે કેટલું બોલે છે ? ચાલ પછી વાત કરીશ અને એની વાતોમાં શું હોય ! આજે ક્યું અને કેટલું શોપીંગ કર્યું તું આવે ત્યારે મારાં માટે શું લાવીશ ? તારી યાદ આવે છે તું ક્યારે લગ્નનું નક્કી કરીશ મારાં પેરેન્ટસ ઉતાવળ કરે છે. બસ આના સિવાય બીજી વાત નહીં યાર આ બૈરાઓ તો મગજનો દુઃખાવો થઇ જાય છે એની સાથે વાત કર્યા પછી મગજ એટલું ગરમ થયુ કે લાવ બીયર ઠોકીએ. તો ફ્રેશ થવાય જો 6 ટીન લાવ્યો છું મસ્ત.

સ્તવન કહે "અરે પણ તું સમજાવને ભણવાનું પુરુ થાય પછી તરત કરી લઇશ લગ્ન મયંકે કહ્યું "અરે અહીં કોને ભણવું છે. ડીગ્રી મળી જાય એટલે બસ બાપાને શોખ થયો છે કે સમાજમાં બતાવાય કે મારો દીકરો માસ્ટર્સ કરે છે અમારાં ફેમીલીમાં કોઇ ભણ્યું નથી. મારી બેન કોલેજનાં પહેલાં વર્ષમાં હતી પરણાવી દીધી. જીજુ સારા મળ્યાં છે લગ્નનાં 6 મહિનામાં તો કેનેડા જતાં રહ્યાં. દર વરસે આવે છે અહીં રહીને શોપીંગ કરીને પાછા જાય છે મજા કરે છે. મારે એ નીલુનાં પેરેન્ટસ ખૂબ દબાણ કરશે તો લગ્ન વચ્ચે જ કરી લેવાં પડશે પછી પાછો અહીં ભણવા આવી જઇશ એવું લાગશે તો બીજો ફલેટ ભાડે લઇ લઇશ એક રૂમ તારો રાખીશ ચિંતા ના કર. એમ કહીને હસવા લાગ્યો.

સ્તવન વિચારમાં પડી ગયો કે જેવો સમાજ કુટુંબ અને આર્થિક સ્થિતિ વિચાર વર્તનમાં કેટલો ફરક પડી જાય. પછી ટીન તોડીને સીપ લેવાથી ચાલુ કરી. બંન્ને મિત્રોએ વાતો કરતાં કરતાં 4 ટીન પુરી કરી દીધાં.

સ્તવને કહ્યું "ભાઇ મારો. કોટા પુરો કાલથી કોલેજ શરૂ થાય છે સવારે ઉઠવું પડશે અને ફ્રેશ થઇને કોલેજ જવાનુ છે તારે તો હીરાનો વેપાર છે વાંધો નથી મારે તો ભણીને જોબ શોધવાની છે કોઇ પેઢી નથી. એમ કહીને ઉભો થઇ ગયો. મયંકે પણ કમને પીવાનું બંધ કર્યું અને સૂવાની તૈયારી કરવા માંડી. સ્તવન કહે અત્યારે જમવું નથી આ બીયર સાથે જે ચકલાણું ખાવાનું હતું બહુ થઇ ગયું અત્યારે નહીં ખવાય. મયંક કહે મેં તો મંગાવ્યું છે ભૂખ્યા નહીં સૂવાય મારાથી સ્તવને કહ્યું "શું મંગાવ્યું છે ?

મયંકે કહ્યું "આપણાં બન્નેનું મંગાવ્યુ જે યાર મસ્ત ગરમા ગરમ ડબલ ઓમલેટ એક ખીમો.. અને ત્યાંજ ડીલીવરી બોય આવી ગયો. સ્તવને કંઇ ચર્ચા વિના ખાઇ લીધું. અને મયંકને થેંક્સ કહ્યું હજી આગળ કંઇ બોલે તે પહેલા મયંકનાં તો નસ્કારો બોલવા ચાલુ થઇ ગયાં સ્તવને ફ્લેટસ બધુ ડસ્ટબીનમાં નાખ્યુ યુઝ એન્ડ થ્રોજ હતું બધુ અને પછી હાથ પગ ધોઇ સૂવા માટે બેડ તરફ ગયો.

***********

પ્રણવભાઇએ બેંકમાં વી.આર.એસ.ની એમ્પલીકેશન આપી દીધી અને મંજૂર થાય પૈસા આવે ત્યાં સુધી અંધેરીમાંજ નાની ઓફીસની જગ્યા શોધવાનું શરૂ કરી દીધું જે ચર્ચા થઇ હતી એ પ્રમાણે આગળ પગલાં ભરવા ચાલુ કરી દીધાં અને શ્રુતિ-સ્તુતિને પણ ક્યું "મેં તપાસ કરી છે અહીં આપણાં અંધારીમાંજ ઇન્સ્ટીટયુટ છે 3-4 એમાં સારી ઇન્સીટ્યુટ પણ મેં શોધી છે બેત્રણનાં નામ-ડીટેલ્સ લાવાની તમે લોકો વધારે તપાસ કરીને નક્કી કરી લો અને પછી મને ફીસ વગેરે કહો તો હું ભરી દઊ.

શ્રુતિ કહે "શું વાત છે પાપા તમે તો ઝડપ કરીને કાંઇ.... બહુ શોધી આવ્યા ? કઇ કઇ હો તો હું પછી તપાસ કરી આવીશ. દીદી ઘરનું જોશે હું એ કરી લઇશ પ્રણવભાઇએ કહ્યુ "એક ઓપરેટીંગ મીડીયા ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ જે અંધેરી ઇસ્ટમાં છે બસ ડેપોની સામેજ છે બીજી સોફટવેર પ્રોડકશન એન્ડ ઇન્સ્ટીટયુટ જે અંધેરી આપણા વેસ્ટમાંજ છે સ્ટેશનની નજીક જ છે એટલે ટ્રેઇનનાં ધક્કા નહીં આપણાંજ એરીયામાં હોય એટલે.

અત્યાર સ્તુતિ સાંભળી રહેલી એણે ક્યું "પાપા આ વેસ્ટ વાળી ઇન્સ્ટીય્ટ સારી છે મેં એનાં વિશે સાંભળ્યુ છે સ્ટેશન પાસે છે અને આખાં બે ફલોર પર છે મારી ફ્રેન્ડ અનાર પણ કદાચ એજ જોઇન્ટ કરવાની છે મને એનાથી જાણ થઇ હતી આપણે ચર્ચા થયાં પછી અનાર સાથે વાત થઇ ત્યારે જાણવા મળ્યું હતું.

શ્રુતિ કહે "અનારે તપાસ કરી છે તો પરફેક્ટ જ હશે અને સ્ટેશન પાસે છે ગુડ દીદીનો આપણે આજે જઇ આવીએ અને કોર્સની ડીટેઇલસ જાણીને ફી જાણી નક્કી કરી લઇએ પછી પાપા ફી ભરી દેશે.

સ્તુતિએ ક્યુ એય ઉત્સાહી... આજે નહીં કાલે જઇશું કાલે ગુરુવાર છે સાંઇબાબાનાં દર્શન કરી આશીર્વાદ લઇને કાલે ફાઇનલ કરીશું ફી પણ ભરી દઇશું.

શ્રુતિ એ ક્યુ ઓ મારી સ્કોલર... આજે તપાસ કરીશ તો કાલે ફાઇનલ ફી ભરીશું કાલે કંઇ ના ફાવ્યું તો ? સ્તુતિ કહે ઓકે તારી વાત પણ સાચી છે ચાલ આજે જ તપાસ કરી આવીએ.

ક્યાંય સુધી બંન્ને દીકરીઓનો સંવાદ સાંભળી રહેલાં પ્રણવભાઇ બોલ્યાં "હાશ અંતે બંન્ને જણાં વચ્ચે સહમતિ તો થઇ મને એમ કે નિર્ણય તો લેશો જ નહીં પછી હસતાં હસતાં કહે જાવ અત્યારે જ જઇ આવો અને મને જાણ કરો ત્યાં સુધી બેંકમાં જઇને પાછો આવું છું.

શ્રુતિ અને સ્તુતિ બંન્ને જણાં ઇન્સ્ટીયુટમાં જઇ આવ્યાં. ત્યાં સુધીમાં પાપા પણ આવી ગયાં હતાં. સ્તુતિએ ક્યું "પાપા અને તપાસ કરી છે. ખૂબ સરસ કોર્ષ છે અને કોર્ષ પછી એ લોકો જોબ પણ ઓફર કરે છે એટલે કે જોબની ગેરંટી બીજુ કે સ્વતંત્ર વ્યવસાય પણ કરી શકાય છે આપણે એજન્સી લઇને પણ કામ કરી શકીએ પપા અને 6 મહિનાનો કોર્ષ છે અને આગળ જેટલું શીખવું હોય શીખી શકાય.

પ્રણવભાઇએ બધી જ માહિતી લીધી અને ફી પણ બંન્ને દીકરીઓની ભરી આવ્યા. આ બેચ બે દિવસ પછી ચાલુ જ થવાની હતી અને બંન્ને દિકરીઓ શીખી લે અને પોતે પણ એ કામનાં વ્યસ્ત થઇ જાય.

પ્રણવભાઇએ સ્તુતિ-શ્રુતિને બોલાવીને ક્યું "કાલથી તમારી બેચ ચાલુ થશે મારું વી.આર.એસનું પણ નક્કી થયુ છે મને મળી જશે અને પૈસા આવે ત્યાં સુધી મેં તમારી ઇન્સ્ટીયુટથી જ થોડે આગળ સનપ્લાઝામાં નાની ઓફીસ પણ જોઇ લીધી છે હવે થોડું આગળ પાછળ કિંમતમાં થાય છે જોઇએ શું થાય છે નહીં પહોંચાય તો રેન્ટ પર લઇશ એ બંન્ને રીતે આપવા તૈયાર છે. પણ હું આ બે દિવસમાં પાકુ જ કરી લઇશ એ નક્કી જ.

ખાસ એ વાત કરવાની કે તમે લોકો ડીજીટલ માર્કેટીંગ કે એમાં જે કામ કરો એમાં હું સાથે સાથે ટાઇપીંગ, સાયકલોસ્ટાઇલ, ઝેરોક્ષ-કલર પ્રીન્ટીંગ વિગેરે સાથે સાથે ચાલુ કરીશ આમ કંઇને કંઇ કામ મળ્યાં કરશે અહીં ઘણી કંપનીઓ છે એનાં કોન્ટ્રાક્ટ પણ ળી શકે મારી બેંકનું કામ હું લઇ આવીશ ત્થા મોટાં બજારો વાળા જે વેપારીઓ છે એ લોકોનાં સંપર્ક કરીશું તારી માં નાં પાલિકા થકી સંપર્કો છે એ બધાનો કોન્ટેક્ટ કરીશું મને લાગે ચે કોઇ વાંધો નહીં જ આવે.

સ્તુતિ કહે "વાહ પાપા તમે તો બધું જ જાણે ગોઠવી દીધું અને બંન્ને બહેનો પણ ખૂબ મહેનત કરીશું અને ત્યાં શ્રુતિનો ફોન રણક્યો એણે ઊંચક્યો "હલો હાં હાં બોલ- સાંભળું છું શું કહે છે ? ક્યારે ખબર પડી ? પણ હુંતો કાલથી ..... કંઇ નહીં પછી વાત કરું છું...

પ્રકરણ -5 સમાપ્ત.