ટ્રુથ બિહાઇન્ડ લવ - 2 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રુથ બિહાઇન્ડ લવ - 2

ટ્રુથ બિહાઇન્ડ લવ

પ્રકરણ-2

સ્તુતિની વર્ષગાંઠનો દિવસ આજે સ્તવને ખાસ સાથે ખૂબ આનંદમય બનાવી દીધેલો સ્તવનને એ વર્ષગાંઠની મીઠી મધુર યાદો વાળી સાંજ યાદ આવી ગઇ. સ્તવનને યાદ છે કે આટલી મધુર સાંજ સુધીનાં સંબંધે પહોંચવા કેટલી રાહ જોવી પડી હતી...

વર્ષોથી ઓળખતાં સ્કૂલ સમયથી બંન્ને જણાં એકબીજાને ઓળખતાં હતાં. સ્તવન સ્તુતિને સ્કૂલ સમયથી ખૂબ પસંદ કરતો હતો. સ્કૂલીંગ પુરુ થયું અને કોલેજમાં બંન્ને જણાંએ એડમીશન લીધું. જીવનની આ સફરમાં સતત સાથે ને સાથે જ રહ્યાં. જાણે જીવનની એક એક પળ સાથે વિતાવી હતી.

ગ્રેજ્યુએટ કર્યા પછી સ્તવન બેંગ્લોર આવ્યો ત્યારે બંન્ને જણાં શારીરીક જુદા થયાં સ્તવનને જુદાઇ ઘણી અઘરી પડી રહી હતી. સ્તુતિ અને સ્તવન બંન્ને નો અર્થ સરખોજ છતાં પ્રાર્થનાની રીતમાં જાણે નામનોજ ફરક એવી રીતે આ બંન્ને પ્રેમીજીવ સાવ એકજ હતાં.

સ્તવન નાં બેંગ્લોર ભણવા ગયાં પછી સ્તુતિએ વિચાર્યુ કે એ માસ્ટર્સ કે કંઇ નહીં પણ કોઇ શોર્ટ કોર્સ કરશે જેમાં જાણવાં પણ ઘણું મળે અને સ્તવનની સાથે જ રહી શકાય આજે નહીં તો કાલે પરીણય લગ્નમાં પરીવર્તીત થશે ત્યારે પણ સાથે જ રહેવાય મારે ક્યાંય બહાર જવું જ ના પડે. સ્તુતિએ સ્તવન સાથે ઘણી ચર્ચા કરી હતી. સ્તવને કહ્યું તું એવું કરજે જેમાં તને રસ હોય એમ જ ડીગ્રી લેવાં ખાતર ના ભણીશ. હું ભણું ત્યાં સુધીમાં તું એ ક્ષેત્રમાં પારંગત થઇ જાય એવું કાંઇક કરજે.

બેંગ્લોર જતાં પહેલાં સ્તુતિને સ્તવન સાથે આવી બધી ચર્ચા થયેલી. સ્તુતિ સ્તવન સાથે ટેક્ષીમાં એરપોર્ટ પણ આવી હતી એને મૂકવા. રસ્તામાં આખાં રસ્તે બંન્ને પ્રેમી પંખીડા પ્રણય ચેષ્ટા જ કરતાં રહેલાં હોઠ થી હોઠ મિલાવીને રસ માણતાં રહેલાં. બંન્ને લગ્ન પહેલાં કોઇ શારીરીક સંબંધ કરવામાં માનના નહોતાં અને બંન્ને જણે એ પ્રમાણે સંયમ રાખેલો. સ્તવનને વિદાય આપતાં સ્તુતિની આંખો ભરાઇ આવેલી. સ્તવને કહ્યું હું પરદેશ નથી જતો હું આવીને મળી જઇશ પાછો મીડટર્મ બ્રેકમાં અને મોબાઇલ થી ડીજીટલ કનેકશનતો ચાલુ જ રહેશે.

સ્તવને કહ્યું "સ્તુતિ તારાં હોઠથી હોઠ મળતાં જ હું પૂરી સંતૃપ્તિ લઇ લઊં છું સંયમનો સમય ગાળો પસાર થઇ જાય એનીજ રાહ જોઉં છું. તું નક્કી કર આગળ શું કરવું છે અને હું પણ વિચારીશ એવું કાંઇક કરીએ કે જેમાં તારુ નોલેજ વધે અને ઘરે બેઠાં કામ કરવું હોય કરી શકે તને એમ ના લાગે આટલું શીખ્યા પછી કંઇ કરતી નથી.

સ્તુતિ કહે "એય સ્તવન એવું કંઇ નથી હું તને જોવામાં પ્રેમ કરવામાં જ મારો સમય વિતાવી દઇશ તારાથી એક પળ જુદા થવાનું મને નહીં જ ફાવે. શ્રુતિ પણ આવું જ કંઇક કરવા વિચારે છે એ કાલે કોઇ એની ફ્રેન્ડ સાથે કાઉન્સીલર પાસે ગઇ હતી અને પછી શું થયું ખબર નથી જે હશે તને જણાવીશ. સ્તવનની ફલાઇટની સૂચનાનું એનાઉન્સમેન્ટ થયું અને સ્તવને સ્તુતીને બાહોમાં પરોવી પ્રેમ કર્યો અને આંખમાં આંખ મિલાવીને પ્રેમ સંદેશ આપ્યો બંન્નેની આંખો સજળ થઇ અને હાથ મિલાવીને ઉષ્મતાની આપ લે કરી. સ્તુતિએ પોતાની જાત પર માંડ કાબૂ કર્યો અને સ્તવનને વિદાય આપી.

જેવો સ્તવન ગયો જ્યાં સુધી દેખાતો રહ્યો ત્યાં સુધી જોતી રહી અને પછી આંખોનો બાંધ છૂટી ગયો અને ધૂસકે ને ધુસકે રડી પડી. એને કલ્પનાજ નહોતી આવતી કે સ્તવન વિનાં એ કરશે શું ? આમ કેમ દિવસો વિતશે. હવે ક્યારે આવશે અને રૂબરૂ જોવા મળશે ? સ્તુતિ ભારે હૈયે ઘરે પાછી આવી.

સ્તવનથી છૂટી પડી ત્યારથી જાણે શરીરમાં જીવજ નહોતો સાવ નિર્જીવ જેવી થઇ ગઇ આખાં શરીરમાં જાણે શિથિલતાં આવી ગઇ હતી. એને ખાવાનું મન ના થયું એણે માંને ખાવાની ના પાડી. માં એ બે ચાર વાર પૂછ્યું પણ ના જ કહેતી રહી. મને મન નથી ભૂખ નથી. પેટમાં ઠીક નથી એવાં બહાના કરતી રહી. શ્રુતિ બોલી માં એ નહીં જમે સ્તવન બેંગ્લોર ગયો આજે ... હવે બેનબા મૂડમાં જ નહીં રહે.. સ્તુતિએ કહ્યું "શ્રુતિ તું ચૂપ રહે અને તારું સંભાળ મારી વાતમાં વચ્ચે ડબ ડબ નહીં કરવાનું શ્રુતિ કહે માં કેટલી વાર બોલાવે તને સાચું કારણ કહે નહીં તો મારે કહેવું પડ્યું એમાં મે શું ગુનો કર્યો. માંએ કહ્યું બસ હવે આમ નાની વાતમાં જીભાજોડી ના કરો.

શ્રુતિએ કહ્યું "માં જીભાજોડી શું તું ક્યારની એને પૂછ્યા કરે છે પણ એ સાચો જવાબ ના આપે તો મેં કીધું સ્તુતિએ કહ્યું "મેં માંને જવાબ આપ્યાજ તારે વચમાં બોલવાની ક્યાં જરૂર ? હાં સ્તવન બેંગ્લોર ગયો એટલે મૂડ નથી બસ. ખબર પડી ગઇને તો હવે રહેજે.

શ્રૃતિ બોલી "મારે શું ? માં પણ પાલિકાથી થાકીને આવી અને રસોઇ બનાવી મને એની દયા આવી.

સ્તુતીએ કહ્યું "રોજ સાંજે હું જ બનાવું છું આજે મારે એરપોર્ટ જવાનું થયું લેટ થયું તો તારે બનાવી દેવી જોઇએને આટલી માં ની દયા ખાય છે તો કેમ ના બનાવી ? પણ તને તારાં મોબાઇલ અને ગ્રુપમાંથી સમય જ ક્યાં હોય છે. બસ ચપડ ચપડ બોલતાં જ આવડે છે.

શ્રૃતિ બોલી માં જો આને કહી દે હવે વધારે બોલે છે. હું મારી ફ્રેન્ડસ સાથે હતી અને પછી કાઉન્સીલર પાસે ગઇ હતી આગળ શું કરવું. તે સમજવા માટે પણ મોડું થઇ ગયું.

માં એ કહ્યું "બસ કરો બંન્ને જણાં.. મેં ફરીયાદ કરી કે તમારાં બંન્ને જણમાંથી કોઇ એ કેમ રસોઇના કરી ? મેં આવીને કરી લીધીને પછી શું ક્કળાટ છે ? અને તું ત્યાં કાઉન્સીલર પાસે ગઇ હતી શું સલાહ આપી શું કરવું જોઇએ ? શ્રૃતિએ કહ્યું "અરે માં ઠીક છે બધો ટાઇમ પાસ મને પણ બધી ખબર જ હતી પણ નીલમે કહ્યું એટલે ગઇ. મને કહે તમારાં રીઝલ્ટ, તમારાં સ્વભાવ, રૂપ, બોડી લેગ્વેજ પરથી એવું લાગે છે કે તમે એરહોસ્ટેસ, ડીજીટલ માર્કેટીંગ સેલ્સ ગર્લ કે પછી હોટલ્સમાં સારું કામ કરી શકો એ માટેનાં શોર્ટ ટર્મ કોર્સ પણ છે. માં એ કહ્યું "તમે બંન્ને શાંતિથી વિચારજો જે સારું હોય એ કરજો. અને ઝગડયા ના કરો હવે તમે લોકો નાના નથી બંન્ને એક સમયે જન્મી છે છતાં એકતા કેમ નથી ? આખો દિવસ ઘૂરક્યા કરો છો ?

"અરે શું થયું કોણ ધૂરકે છે ઝગડે છે ? એમ બોલતાં પાપાની એન્ટ્રી થઇ અને બંન્ને સ્તુતિ અને શ્રૃતિ દોડીને પાપાને વ્હાલથી વળગી ગઇ. પિતા પ્રણવભાઇ બોલ્યા ઘર આવવાની રાહ જ જોઉં ક્યારે મારી દીકરીઓને જોઊં અને મારી આંખો સંતોષનો દમ લે... ટ્રેઇનમાં આવતાં બસ આ બે જણીઓ જ મનમાં ફરતી હોય શું કરતી હશે ? ભણતી ઝગડતી કે રમતી હશે ?

સ્તુતિ અને શ્રુતિ બંન્ને હસી પડી. પાપાએ કહ્યું બસ આવી જ રહેતી હોય તો તમે બંન્ને નાનેથી મોટી સમજણી થઇ ગઇ મારાં ખભે આવી ગઇ છતાં ઝગડવાનું બંધ નથી થયું અને બંન્નેને એકબીજા વિના ચાલતું પણ નથી. સ્તુતિએ શ્રુતિને ગાલે ચીમટો ભરીને ક્યું ભલે પાંચ મીનીટ નાની છે પણ નાની છે ને એટલે ખૂબ વ્હાલી છે એનું બધું. સાંભળી લઊં છું.

અનસૂર્યાબેન બંન્ને દીકરીઓની સામે જોઇ રહ્યાં અને બોલ્યા મારી બંન્ને દીકરીઓ મારી બે આંખો છે બંન્નેએ એક સરખી રીતે જોઊં છું ઉછેરૂ છું કંઇ પણ થાય તમે બેઉ જણીઓ એકબીજાનો સાથ ક્યારેય ના છોડશો ક્યારેય નહીં.

શ્રૃતિ બોલી ભલે હું દીદીથી નાની 5 જ મીનીટ છું પણ હું વાઘ જેવી છું દીદી જેવી સરળ ભોળી અને ગભરૂ નથી મારી દીદીનો વાળ વાંકો ના થવા દઊં અને માં -પાપા એકબીજાની સામે જોઇ સંતોષથી જોઇ રહ્યાં.

જમવાનું પત્યા પછી પ્રણવભાઇએ બંન્ને દીકરીઓ ને બોલાવીને પૂછ્યું તમારું ગ્રેજ્યુએશન પતી ગયુ છે. આગળ શું વિચાર્યું છે સ્તવનતો માસ્ટર્સ કરવા બેંગ્લોર પણ આજે ગયો. મારે એની સાથે વાત થઇ સ્તુતિ મૂકવા ગઇ હતી એ મને ખબર છે અને મારી દીકરીની પસંદગી મન પસંદ છે.

શ્રૃતિએ કહ્યું "પાપા મારાં ધારવા પ્રમાણે અત્યારને સમયનાં ડીજીટલ માર્કેટીંગનું જ ભણાય એમાં શોર્ટ કોર્સીસ છે 15 દિવસથી શરૃ કરીને 6 માસનાં કોર્ષ છે મારી ઇચ્છા એવી છે કે આ કોર્ષ દીદી કરે અને હું એરહોસ્ટેસ નું શીખું. શું કહેવું છે તમારું ?

પ્રણવભાઇ થોડીવાર વિચારમાં પડી ગયાં અને કહ્યું કે મારા નોલેજ પ્રમાણે.....

પ્રકરણ -2 સમાપ્ત.