સોનું ની સગાઈ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સોનું ની સગાઈ

રાજકોટથી અમદાવાદ જતી બસમા મહેક અને તેના મમ્મી પપ્પાએ ત્રણ સીટ બૂક કરાવી. તેના મમ્મી પપ્પા બસ માં તેના નંબર વાળી સીટ પર બેસ્યા તો મહેક ની સીટ પાછળ ના ભાગમાં હતી એટલે તે તેની સીટ લઈ મ્યૂઝિક સાંભળવા લાગ્યો. થોડો સમય થયો એટલે બસ આખી ફૂલ થઈ ગઈ સિવાઈ કે મહેક ની બાજુની સીટ. તે પણ બૂક કરેલી હસે પણ હજી સુધી કોઈ આવ્યું ન હતું.

બસ જેવી નીકળી ત્યાં એક છોકરીએ બસ ઊભી રખાવી ને તે બસ માં ચડી. એક હાથમાં સ્કૂલ બેગ અને બીજા હાથમાં સુટકેસ હતી. આજુ બાજુ જોયું પણ એક સીટ ખાલી ન મળી પાછળ જોયું તો એક સીટ ખાલી હોય તેવું લાગ્યું. પેલા અમદાવાદ ની ટિકિટ લીધી ને મહેક પાસે આવી ને બોલી 'સીટ ખાલી છે કોઇ આવવાનું છે ' ખબર નહીં પણ મારી બૂક કરેલી નથી ને અત્યારે તો ખાલી છે. મહેકે જવાબ આપ્યો. તેણે ઉપર બેગ અને થેલો ઉપર મુકી આરામ થી સીટ પર બેસી ગઈ.

મહેક તેના હસતાં ચહેરા સામુ જોઈ રહ્યો. તેણે પણ મોબાઇલ કાઢી ને તેમના મમ્મીને કૉલ કર્યો. હું બસ માં બેસી ગઈ છું. બાય મમ્મી કહી ફોન કટ કરી નાંખ્યો. તેણે મહેક ની સામે જોયું મહેલ ને કહ્યું હાય. મહેકે પણ હાય કહ્યું. પછી બંનેએ ઇન્ટ્રોડક્સન કર્યું 
હું મહેક તમે. 
હું સોનુ. 
પછી સોનુંએ ફોન માં ઇન્ટરનેટ યુઝ કરવા લાગી તો મહેક મ્યૂઝિક સાંભળવા લાગ્યો.

એક કલાક જેવું થયું એટલે સોનું ઉભી થઈ બેગ લેવા ગઈ પણ બેગ બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી એટલે મહેકે કહ્યું હું મદદ કરું. ના મારે બસ પાણી જોતું તું. રહેવા દો હું આપું છું પાણી. બને ફ્રેન્ડલી વાતો કરવા લાગ્યા. બંનેને એકબીજાની વાતો ગમી એટલે ફ્રેન્ડ થયા ને એક બીજાએ નંબર આપ લે કર્યો. ત્યાં મહેક ના પપ્પા મહેક ને સોનું સાથે વાત કરતા જોઈ ગયા એટલે મહેક પાસે આવી ને બોલ્યા બેટા તારી મમ્મી બોલાવે છે તું ત્યાં બેસ. 
હું અહીં બેસુ છું. મહેક નું મોં બગાડ્યુ પણ પપ્પાની વાત તો માનવી પડે એટલે મમ્મી પાસે જઈને બેસી ગયો.

મહેક મ્યૂઝિક સાંભળી રહ્યો હતો ત્યાં મેસેજ આવ્યો 
હાય.
 મહેકે જોયું તો સોનું નો મેસેજ એટલે તરત રીપ્લે આપ્યો. ને પછી તો ચેટ કરવા લાગ્યા. ત્યાં મહેક નાં મમ્મી હેડફોન માં સોંગ સંભાળવા લાગ્યા એટલે મહેક કહ્યું ચાલ વોઇસ પર વાત કરીયે. સોનું પણ હેડફોન કાન માં લગાવી મહેક સાથે વાતો કરવા લાગી. મહેકે તેના વિશે પૂછ્યું. તેણે કહ્યું 
હું અમદાવાદ રહું છું ને રાજકોટ કોર્સ કરું છું. એક છોકરો જોવા આવે છે એટલે ઘરે જાવ છું પણ તમે..?

હું છોકરી જોવા જાવ છું. પછી તો એક બીજાએ પોતાની પર્સનલ વાતો કરવા લાગ્યા. બને કેમ બહું સારા મિત્રો હોય તે રીતે અમદાવાદ આવ્યું ત્યાં સુધી વાતો કરી. 

સોનું બસ માંથી ઉતરી તે તેની રીતે ઘરે જતી રહી. પણ મહેકે તે છોકરી વાળા નું ઘર જોયું ન હતું એટલે એક રિક્ષા વાળાને એડ્રેસ બતાવી તે છોકરી વાળા ની ઘરે પહોંચ્યાં. મહેમાન આવકાર આપી અંદર બેસાડ્યા ને ચા પાણી મંગાવ્યા. બધા વાતો કરી રહ્યા હતા ત્યાં છોકરી ચા લઈ આવી બધાં ને ચા આપી રહી હતી. મહેક ને ચા આપી તો બંને એક બીજાની સામે જોઈ રહ્યા. આંખોના ઈશારા થયા. એક ખુશી ની લહેર દોડી.

બંને પરિવારો એક બીજા ને ઘર અને માણસો ગમી ગયા એટલે છોકરા છોકરી ની ઈચ્છા માટે તેમને પૂછવા મા આવ્યું. બને તો ફટાક ઉભા થઈ બોલ્યા અમને ગમે છે. તમે ના કહો તો પણ અમે એક બીજાને પસંદ કરીએ છીએ. ત્યાં બધાં ખડખડાટ હસવા લાગ્યા. મહેક ના પપ્પાએ સોનું સામે જોયું તું બસ માં હતી ને. હા અંકલ હું જ હતી તમારા દીકરા ની ફ્રેન્ડ અને હવે હા પાડો તો પત્ની. 
તો વેવાઈ હવે મોં મીઠું કરાવો...

જીત ગજ્જર