jai jai garvi Gujarat books and stories free download online pdf in Gujarati

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત
હાસ્ય કથા :-
ગાળ અને લાળ બંનેનું સયુંક્ત મિશ્રણ એવા-એવા એન્ટિવાઇરસ ઊભા કરે છે કે ભલભલા વાઇરસ ઉભી પુછડિએ નાસી જાય છે ! એમ મનાય છે કે આપણે ત્યાં આ બાબતમાં સુરતી લોકોની માસ્ટરી છે ! એમ કહેવાય છે કે ત્યાં બહેનો- માતાઓ પણ......... ભરી-ભરીને.... આપે છે ! આવી માસ્ટરીને હિસાબે એમ મનાય છે કે સુરત શહેર માં કોઈપણ આફત લાંબો સમય ટકી શક્તી નથી ! આનુ જીવતું જાગતું ઉદાહરણ પ્લેગ છે ! વરસો પહેલા આ શહેર ઉપર પ્લેગ નામના વાઈરસે એટેક કરેલો , આનો સામનો આ ખમીરવંતી પ્રજાએ એન્ટીપ્લેગ વાઇરસ નો મોઢેથી છંટકાવ કરતાં એમ મનાય છે કે આ પ્લેગનો વાઇરસ ઉભી પુછડિએ નાઠો હતો જે પછી આજ સુધી આ વાઇરસે આ નગરીની સામે જોવાની હજુ સુધી હિમ્મત કરી નથી ! આજ રીતે આ શહેરમાં વરસો પહેલા જોરદાર પૂર હોનારત જેવી કુદરતી આફતો સર્જાણી હતી. આ સિવાય પણ નાની-મોટી આફતો તો આ શહેર ઉપર આવતી જ રહે છે ! આવા સંજોગોમાં આ પ્રજા પોતાની પાસે રહેલા આ હાથવગા ( મો વગા ! ) શસ્ત્રોનો છૂટથી ઉપયોગ કરે છે અને મુસીબતોને ભાગવું ભારે થઇ પડે છે ! આ બાબતમાં એમ મનાય રહ્યું છે કે સુરત માં રહેલા આવા અમુક ગુરુઓને ગુરુ બનાવીને આખા ગુજરાતમાં આવી જાતી -પ્રજાતિ વસે છે જે ભલ-ભલી આફતોને ગાળ-લાળ ના સયુંક્ત મિશ્રણ થકી , એન્ટિવાઇરસ ઊભા કરીને , તેનો છંટકાવ કરી ભગાડી મુકે છે !
વરસો પહેલા મોરબીમાં ભયંકર મચ્છુ હોનારત થયેલી આ પછી આ શહેર ડબલ-ત્રણ ગણી ઝડપે વિકાસ પામ્યું છે . આ જ રીતે ગાંધીધામ-કંડલા બાજુ વાવાઝૉડાએ વિનાશ વેરેલો ત્યાર બાદ આ જ શહેરો જેટ સ્પીડે આગળ વધ્યા છે . 2001 માં સમગ્ર કચ્છ-ભુજ માં જોરદાર ધરતીકંપ થયેલો ખાસ કરીને ભુજમાં તેની વ્યાપક અસર થયેલી . અત્યારે ભુજમાં તમે જઈને જોઇ આવો ભુજનો કેવો જબર-જસ્ત વિકાસ થયેલો છે . આ બધા ના મુળમાં આ બધી ખમીરવંતી પ્રજાનું આ એન્ટિવાઇરસ શસ્ત્ર હોવાનું આપણે માની શકીએ !
આપણે ત્યાં જો વરસાદ ન પડે ને તો વરસાદને પણ બે બે કટકા દેવા વાળા પડ્યા છે ! અને ...... વરસાદને આવવું જ પડે છે ! આથી ઉલ્ટુ જો વરસાદ 8 દિવસ સુધી અનરાધાર દીધે રાખે ને તો પછી તે બંધ થઈ જાય તેના માટે પણ બે બે કટકા ..............આપે છે ! આ એન્ટિવાઇરસ ના છંટકાવ થી 8 માં દિવસે વરસાદ સાવ ડાહ્યો-ડમરો થઈ ને તુરત જ બંધ પડી જાય છે ! આ ઉપરાંત અહી ગુજરાતમાં એવા-એવા આ રાસાયણિક પ્રક્રિયાના એક્ષ્પર્ટ હોય છે કે જયારે ભારત ક્રિકેટ મેચ રમતું હોયને ત્યારે જો સામેની ટીમ ની વિકેટ પડતી ન હોય તો આવા હથિયારોનો ઉપયોગ પાનના ગલ્લે ,ચા ની હોટલોમાં શરૂ થઇ જાય છે અને તેની તાત્કાલિક અસર પેલા જામી ગયેલા વિદેશી ખેલાડી બેટ્સમેન ઉપર થાય છે ! હજુ તો ‘ચા’ આવે તે પહેલા 1 નહીં પરંતુ 3 થી 4 વિકેટો ઉપરા- છાપરી પડી જાય છે ! ભારત ની ટીમ હાર માથી જીત ની બાજી માં આવી જાય છે ! આવા-આવા ખતરનાક એન્ટિવાઇરસ ના કસબીઓ અહિયાં ઠેર-ઠેર જોવા મળે છે !
અત્યારે કોરોના વાઇરસે કહેર મચાવી છે કહે છે કે અમુક-અમુક દેશો આવા કુત્રિમ વાઇરસ લેબોરેટરી માં તૈયાર કરી ને દુશ્મન દેશો ઉપર આનો પ્રયોગ કરે છે . અત્યારે ચીન આવા પ્રયોગ કરવા જતાં સેલ્ફઆઉટ થયું હોય તેવું અમુક નિષ્ણાંતોને લાગી રહ્યું છે ! પસ્તાવાના દરિયામાં અત્યારે ચીન ડૂબકાં મારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ! ખુબજ મથામળ ને અંતે પણ આ ચપટાઓ આ વાઇરસ ને કંટ્રોલ કરી શક્યા નથી ત્યારે ‘બિનસતાવાર’ અહેવાલો મુજબ આ લોકોએ આપણી મદદ લીધી છે કે આ વાઇરસને કઇ રીતે કંટ્રોલ કરવો ?! ખાસ કરીને સુરતી લોકોની મુલાકાતે આવીને તેનુ પ્રતિનિધિ મંડળ માહિતી લઇ ગયું હોય તેવી માહિતી ‘સુત્રો કી માને તો’ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે ! આગળ જાણવા મળ્યાં મુજબ આ સુરતી લોકોએ સર્વપ્રથમ તો આ પ્રતિનિધિ મંડળ ને જ બે- ચાર સુરતી ........ આપી દીધી હતી પછી તેઓને પ્રેમથી સમજાવ્યા હતા કે ભાઈ ચપટાઓ --- આ રીતે નિર્દોષ પશુ-પક્ષીઓ , જાનવરો , પ્રાણીઓ ઉપર જુલ્મ કરીને પછી હાથે કરીને આવા ખતરનાક વાઈરસો ઉભા કરો છો અને પછી કઇ ન થાય એટલે શુ અમારી પાસે ધોયળા આવો છો ? શરમ નથી આવતી ? આવા જુલ્મો નિર્દોષ પ્રાણીઓ ઉપર કરતાં ? બોલો ! આજ થી જ પાણી લો કે અમો આજ પછી આવા દુષકર્મો બંધ કરીશું ત્યાર પછી જ અમે લોકો તમારી કઇક સહાયતા કરી શકીએ , બોલો ! પ્રતિનિધિ મંડળ ગાય જેવુ થઇ ગયું ! ખુબજ પ્રાયશ્ચિત કરીને આ પ્રતિનિધિ મંડળે કાલા –વાલા કરતાં આપણાં આ સુરતી લોકોએ આ ચપટાઓને બે – ચાર મંત્રો આપતા , આ ચપટાઓ અત્યારે આ મંત્ર લઇને પાછા પોતાના દેશમાં જતાં રહ્યા છે ! જોઇએ હવે આ મંત્રોની આગળ ઉપર શુ અસર થાય છે ! જો નિયત સાફ હશે તો ચોકકસ આ મંત્રો અસર કરશે જ , તેમાં બે મત ન હોય શકે ! આ વસ્તુ એટલા માટે કહેવી પડે છે કે આ વસ્તુને આ સુરતની ભલી- ભોળી પ્રજાએ વારંવાર અનુભવી છે અને કહેવાય છે કે સાફ ‘વિશ્વનિયતિ’ ને પ્રતાપે આવી ભયંકર હોનારતોને બે- ચાર શબ્દો મા નાથી પણ છે ! આ છે આપણી ભલી- ભોળી સુરતી તથા ગુજરાતી પ્રજા ! જોઇએ હવે આગળ આ ચપટાઓની ‘નિયત’ વિશ્વ પ્રત્યે કેવી સાફ સૂથરી છે !
બધા મળીને પ્રેમથી બોલો – જય જય ગરવી ગુજરાત , જય જય ગરવી ગુજરાત , જય જય ગરવી ગુજરાત !!! સૌનો આભાર .

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)

બીજા રસપ્રદ વિકલ્પો