ક્યારેક તો મળીશું - ભાગ ૧૯ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યારેક તો મળીશું - ભાગ ૧૯



જયનાબહેને રાજીવ પંચાલ સાથે વાત કરી પણ
રાજીવ પંચાલ નું કહેવું હતું કે માહીએ ના પાડી એનો મતલબ એવો જરાય નથી કે હું પંક્તિ સાથે લગ્ન કરી લઉં...મને તો માહી પસંદ છે.

જયનાબહેન:- "માહીની તો ના છે."

રાજીવ:- "વાંધો નહીં એની મરજી ન હોય તો શું કરી શકીએ. હું અન્ય કોઈ યુવતીને શોધી લઈશ."

સાંજે પ્રથમ અને મલ્હાર વાતો કરતા બેઠા હતા.

પ્રથમ:- "તને જેની સાથે લવ થયો છે તેનું નામ તો જણાવ."

મલ્હાર:- "બહુ જાણવાની તાલાવેલી છે એમ. પહેલા તું તો જણાવ."

પ્રથમ:- "પહેલા તારો વારો..."

મલ્હાર:- "Ok જણાવી દઈશ. તું જાણીશ ને તો તારા પગ તળેથી જમીન સરકી જશે."

પ્રથમ:- "અચ્છા તો એમ વાત છે. હવે તો હું નામ જાણીને જ રહીશ."

મલ્હાર:- "આપણી જ ઑફિસમાં છે. મૌસમ પાઠક..."

મૌસમનું નામ સાંભળીને પ્રથમને તો શોક્ડ જ લાગ્યો.

મલ્હાર:- "મૌસમ સામે મેં પ્રેમનો એકરાર કર્યો ને મૌસમે પણ મને હા પાડી છે."

આ સાંભળીને પ્રથમ પોતાની જાતને સંભાળી ન શક્યો.

પ્રથમ:- "મલ્હાર મને થોડું કામ છે. પછી વાત કરીએ." એમ કહી પ્રથમ પોતાના રૂમમાં જતો રહ્યો.

વસુધાબહેન ભારતીબહેનને બોલાવે છે. ભારતીબહેન અને વસુધાબહેન વાતો કરે છે. વસુધાબહેન પ્રથમ અને મલ્હારના ફોટા હોય છે તે બતાવે છે.

વસુધાબહેન:- "હજી ઘણી વાતો કરવાની બાકી છે પ્રથમ અને મૌસમ વિશે. આપણે પછી શાંતિથી મળીને વાતો કરીશું. અત્યારે મારે એક લગ્નપ્રસંગમાં જવાનું છે. ઘરના બધા જ જતા રહ્યા છે. માત્ર હું અને જશવંત છે ઘરમાં. હવે અમારે પણ નીકળવું જોઈએ."

ભારતીબહેન:- "જી જરૂર વ્યવહાર તો સાચવવો જ પડે. આપણે પછી નિરાંતે વાતો કરીશું."

ભારતીબહેન ખુશ થતા થતા ઘરે પહોંચે છે. મૌસમ, માહી અને પંક્તિ ઘરમાં નહોતા. ભારતીબહેન રાહીને બધી વાત કરે છે. પ્રથમ સાથે મૌસમની જોડી ખૂબ સરસ લાગશે.

પ્રથમ ઑફિસમાં મૌસમને બોલાવે છે.

પ્રથમ:- "મૌસમ તું તો છૂપી રૂસ્તમ નીકળી. મને લાગે છે કે આપણે હજુ સુધી એટલા સારા મિત્રો નથી બન્યા. એટલે તે મારાથી વાત છૂપાવી. મલ્હાર અને તું...."

મૌસમ:- "સૉરી પ્રથમ. હું તને મારા અને મલ્હાર વિશે કહેવાની જ હતી."

પ્રથમને ખ્યાલ આવી ગયો કે મૌસમ પણ મલ્હારને પ્રેમ કરે છે એ જાણીને પ્રથમે પોતાના દિલની વાત દિલમાં જ રહેવા દીધી.

પ્રથમે ઘરે પણ જશવંતભાઈ ને જણાવી દીધું કે મારે મૌસમ સાથે લગ્ન નથી કરવા. પ્રથમ જશવંતભાઈ અને વસુધાબહેન વચ્ચે ઘણીવાર સુધી વાત થઈ. જશવંતભાઈ અને વસુધા બહેનને પ્રથમ પરની વાતચીત પરથી લાગ્યું કે પ્રથમને શરૂઆતમાં ગમી હશે પણ પછી પ્રથમને લાગ્યું હોય કે કદાચ આકર્ષણ હશે.

જશવંતભાઈ:- "પ્રથમ તારી મરજી...બાકી તો અમને મૌસમ ગમતી જ હતી."

વસુધાબહેન મનમાં જ વિચારે છે કે આમ પણ મને મૌસમ એટલી બધી ખાસ પસંદ નહોતી. સારું થયું કે પ્રથમે જ ના પાડી દીધી.

વત્સલાબહેન જીતેશભાઈને મલ્હાર અને મૌસમ વિશે વાત કરે છે. જીતેશભાઈ પણ ખૂબ ખુશ થાય છે.

વત્સલાબહેન અને જીતેશભાઈ બંને ભેગા મળી આખા પરિવારને મૌસમ અને મલ્હાર વિશે વાત કરે છે. જશવંતભાઈ સમજી ગયા કે પ્રથમે મૌસમ માટે કેમ ના પાડી તે. પરિવારે નક્કી કર્યું કે મૌસમના ઘરે ક્યારે જવું તે. આખો પરિવાર વાતોએ વળગ્યા હતા. એટલામાં જ વેદ આવે છે. બધા વેદને મળીને ખુશ થયા. મલ્હારભાઈનું નક્કી કરવા જવાના છે એ સાંભળીને વેદ પણ ખુશ થયો.

રાતે ઊંઘવા ત્યારે જશવંતભાઈ પ્રથમ પાસે આવે છે. પ્રથમ ઉદાસ હતો.

જશવંતભાઈ પ્રથમને ગળે લગાડી કહે છે "I am proud of you my son."

પ્રથમ પણ જશવંતભાઈ ને ગળે વળગી પડે છે.

થોડીવાર પછી જશવંતભાઈ એ પૂછ્યું "શું મૌસમ અને મલ્હાર..."

પ્રથમ:- "હા પપ્પા મૌસમને પણ પૂછ્યું અને મલ્હાર સાથે પણ વાત થઈ. બંન્ને એકબીજાને પ્રેમ કરે છે."

જશવંતભાઈ:-"તારું દિલ ખરેખર ખૂબ મોટું છે. મને ગર્વ છે તારા પર."

જશવંતભાઈ થોડીવાર પછી પોતાના રૂમમાં જતા રહે છે. વેદ પ્રક્ષેશ સાથે પાર્ટી કરવા ગયો હતો. પાર્ટી કરીને ઘરે આવે છે. પોતાના રૂમમાં સૂવા જાય છે. પણ વેદની નજર પ્રથમના ખુલ્લાં રૂમ તરફ પડે છે. પ્રથમ કોઈ ઊંડા વિચારોમાં હતો. વેદ પ્રથમના રૂમમાં જાય છે.

વેદ:- "ભાઈ કોના વિચારોમાં છો. લાગે છે કે ભાભીના વિચારોમાં છો. ભાઈ કોઈ ગમે છે તમને. મને કહો."

પ્રથમ:- "હા હતી એક છોકરી...પણ હવે કોઈ ફાયદો નથી."

વેદ:- "કેમ શું થયું. તમે કહો તો હું વાત કરું."

પ્રથમ:- "એ છોકરી બીજા કોઈને ચાહે છે."

વેદ:- "વાંધો નહીં ભાઈ. તમને એના કરતા પણ કોઈ સારી મળી જશે.

પ્રથમ:- "મને ખબર છે કે તું મારું મન રાખવા કહે છે."

વેદ:- "ના ભાઈ સાચું કહું છું. ક્યારેક ને કયારેક તો મળશે જ. એમ પણ મને કોઈકે કહેલું કે પ્રેમ તો ક્યારેક તો મળી જ જાય છે. તમને પણ કોઈક પ્રેમ કરશે તે મળી જ જશે."

પ્રથમ:- "એવું છે. કોણે કહેલું."

વેદ:- "ભાઈ છે એક છોકરી."

પ્રથમ:- "ઑહ તો એમ વાત છે."

વેદ:- "સારું ભાઈ હવે મને ઊંઘ આવે છે. Good night..."

વેદ જતો રહે છે. પ્રથમ મનમાં જ વિચારે છે. મને તો મૌસમ ન મળી પણ આશા છે વેદને તો એ છોકરી મળી જાય જેને એ પ્રેમ કરે છે.

બીજા દિવસે રાઘવ અને સોહમ સિવાય બધા મૌસમના ઘરે નક્કી કરવા જાય છે.

ભારતીબહેન બધાનું સ્વાગત કરે છે. મૌસમ તૈયાર થઈ આવે છે અને પહેલા મલ્હારને પછી બધાને પાણી આપે છે. મૌસમ અને એની બહેનો ચા નાસ્તો લઈને આવે છે. મૌસમ અને એની બહેનો ઘરના બધાને ઓળખતી હતી પણ વેદ ને પહેલી વાર જોયો હતો. મલ્હાર વેદનો પરિચય આપે છે.

વત્સલાબહેન:- "મારા મલ્હાર માટે તમે તમારી મૌસમને આપી. ખરેખર અમે ખૂબ નસીબદાર છે."

ભારતીબહેન અને રાહી થોડા મૂંઝાઈ ગયા પણ બધા હતા એટલે ભારતીબહેન તરત સ્વસ્થ થઈ બોલ્યા ખરેખર તો અમે નસીબદાર છે કે અમને મલ્હાર મળ્યો.

ભારતીબહેને વિચાર્યું કે તો આનું નામ મલ્હાર છે. મને લાગ્યું કે આનું નામ પ્રથમ હશે. કદાચ વસુધાબહેન તે દિવસે લગ્નની જવાની ઉતાવળમાં હતા ત્યારે મલ્હાર ની જગ્યાએ પ્રથમનુ નામ લઈ લીધું હશે. પણ ખરેખર તો એ લોકો મલ્હાર અને મૌસમનું નક્કી કરવા આવ્યા હતા. અને હું પણ આ મલ્હારને પ્રથમ સમજી બેઠી હતી. વસુધાબહેને કદાચ મલ્હાર માટે જ મૌસમને પસંદ કરી હતી અને ભૂલથી પ્રથમનુ નામ લેવાઈ ગયું હશે. અને આમ ફોટામાં તો મલ્હાર જ ગમી ગયો હતો. સારું થયું કે અહીં જ મારી ગેરસમજ દૂર થઈ ગઈ.

રાહી ને પણ કંઈક મનમાં લાગ્યું કે કંઈક તો એવું છે જે ખબર નથી.

પ્રથમ બધાની નજર ચૂકાવીને બહાર નીકળી ગયો.
મૌસમ અને એની બહેનો ચા નાસ્તો આપવામાં બિઝી હતા. મૌસમનું ધ્યાન જાય છે કે પ્રથમ તો બહાર ઉભો છે.

મૌસમ:- "સાંભળ રાહી. પ્રથમને ચા નાસ્તો આપી આવ."

રાહી:- "લાવો Didu."

પ્રથમ બહાર ઉભો રહી મોબાઈલમાં મૌસમનો ફોટો જોતો હતો.

રાહી પાછળ ધીમે રહીને ચા નાસ્તો લઈને આવી.
રાહી એ પાછળથી જોયું તો પ્રથમ મૌસમનો ફોટો જોઈ રહ્યો હતો. પ્રથમને તો ખ્યાલ પણ નહોતો કે પાછળ રાહી ચા નાસ્તો લઈને ઉભી છે. રાહી અચાનક પ્રથમ સામે આવીને પ્રથમને મૂંઝવણ માં મૂકવા નહોતી માંગતી એટલે રાહીએ ધીમે રહીને બે કદમ પાછળ હટાવી લીધા. પોતાને કંઈ ખબર જ નથી એવું જતાવીને રાહી ધીરે રહીને કહે છે " ચા નાસ્તો લઈ આવી છું."

રાહી નો અવાજ સાંભળતા પ્રથમ પાછળ ફરીને જોય છે.

પ્રથમ:- "ઑહ હા."

રાહીને પ્રથમની આંખો ઉદાસ લાગી.

રાહી:- "કોના‌ વિચારોમાં ખોવાયેલાં છો."

પ્રથમ:- "કોઈના નહી. ચાલો અંદર જઈ ચા નાસ્તો કરીએ."

રાહી:- "અંદર જઈને ચા નાસ્તો કરીએ એના કરતા અહીં જ બેસીને કરીએ. અહીં ફૂલો છે... પતંગિયાં છે અને આ ટેબલ ખુરશી પણ."

પ્રથમ:- "હા વાતાવરણ તો સારું છે પણ આ સુંદર વાતાવરણમાં કોઈ કંપની આપવાવાળુ પણ હોવું જોઈએ."

રાહી:- "હા તો હું કંપની શોધી લાવું છું."

પ્રથમ:- "કંપની શોધવાની જરૂર નથી. તમે છો ને?"

રાહી:- "Ok પણ આ તમે તમે કહેવાની જરૂર નથી. હું તમારા કરતા કદાચ ત્રણ ચાર વર્ષ તો નાની છું. તો તું કહી શકો."

પ્રથમ:- "ઑકે તો શું ભણે છે તું?"

આવી રીતના પ્રથમ અને રાહી વચ્ચે ખાસ્સી વાર સુધી વાતચીત ચાલી.

સાંજે રાહી પ્રથમ વિશે જ વિચારી રહી. પ્રથમ didu ને one side લવ કરે છે. મલ્હાર અને મૌસમ માટે પ્રથમે કોમ્પ્રોમાઈઝ કર્યુઁ. એના દિલ પર શું વીતી હશે.

બીજા દિવસે અનાયાસે જ વેદ અને માહીની મુલાકાત એક કોફી શૉપમાં થાય છે.

વેદ:- "Hi."

માહી:- "hi વેદ..."

વેદ:- "તમારું નામ મને કોઈની યાદ દેવડાવે છે."

માહી:- "એવું કોની યાદ દેવડાવે છે."

વેદ:- "છે એક છોકરી જે સ્ટોરી લખે છે."

માહી:- "એવું સ્ટોરી તો હું પણ લખું છું."

વેદ:- "ક્યાંક તમે એ માહી તો નથી જેની સાથે હું પોતાની શાયરીઓ શેર કરું છું."

માહી:- "માહી તો કોમન નેમ છે. ઓકે તો એ માહીની કોઈ એક નવલકથાનું શીર્ષક જણાવો."

વેદ:- "અત્યારે થોડા દિવસ પહેલાં જ એમણે એક સ્ટોરી લખી છે. ક્યારેક તો મળીશું..."

માહીને આશ્ચર્ય થયું.

માહી:- "ઑહ તો તમે લંડન વાળા VJS છો."

વેદ:- "યસ વેદ જશવંત શાહ અને તમે માહી... મતલબ કે સાચું નામ પણ માહી અને ઉપનામ પણ માહી..."

સાંજે વેદનો મેસેજ આવે છે. બંન્ને વચ્ચે વાતો થવા લાગી. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ માહીને રાઘવના વર્તન પરથી ખ્યાલ આવે છે કે રાઘવ એને પ્રેમ નથી કરતો. માહી અને વેદની દોસ્તી વધતી જાય છે.

પ્રક્ષેશ સાથે રહીને પંક્તિને પણ ખ્યાલ આવે છે કે જીવનમાં સૌથી વધુ મહત્વ પૈસાનું નહિ પણ પ્રેમ મહત્વનો છે.

રાહી અને પ્રથમ વચ્ચે પણ ધીમે ધીમે વાતો થવા લાગે છે.

મૌસમ અને મલ્હાર સંબંધ વિશે રાઘવ,વસુધાબહેન અને જયનાબહેને શરૂઆતમાં થોડી આનાકાની કરી પણ પછી માની ગયા.

મૌસમ અને મલ્હારના લગ્ન ધામધૂમથી થયા.
ધીમે ધીમે રાહી-પ્રથમ, પંક્તિ- પ્રક્ષેશ અને માહી-વેદ
એકબીજાના મન મળતા હોવાથી તેઓના પણ લગ્ન થઈ ગયા.

સમાપ્ત.....