ક્યારેક તો મળીશું - ભાગ ૫ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યારેક તો મળીશું - ભાગ ૫

જશવંતભાઈ અને જીતેશભાઈ બંન્ને ભાઈઓએ બિઝનેસ પાર્ટી રાખી હતી. જશવંતભાઈ અને વસુધાબહેનને સંતાનોમાં પ્રથમ,સાક્ષી અને વેદ. જીતેશભાઈ અને વત્સલાબહેનને સંતાનોમાં મલ્હાર અને રાઘવ. જશવંતભાઈ અને જીતેશભાઈની એકમાત્ર બહેન જયનાબહેન. જયનાબહેન બંન્ને ભાઈઓની લાડકી હોવાથી જયનાબહેન આ ઘરમાં જ રહેતા હતા. જયનાબહેનના લગ્ન અવિનાશભાઈ સાથે થયા હતા. અવિનાશભાઈ આ ઘરમાં ઘરજમાઈ તરીકે આવ્યા હતા. જયનાબહેન અને અવિનાશભાઈને સંતાનોમાં રાજન અને સોહમ.

થોડીવાર પછી Song વાગે છે. રાઘવ અને સોહમ ડાન્સ કરે છે.

आज रात जाना मैनू प्यार कर ले
दुनिया दे सारे रूल फ़ैल कर ले
साडे नाल पुरे तेरे याद कर ले
आजा लिप लाॅक कर ले
बूम बूम बूम से बूम बूम बूम बूम
बूम बूम बूम ए everybody sing a long

आजा आजा मीठी मीठी बात सोनिये
लव मैं करांदा पूरी रात सोनिये
ओ छड दुनिया नु मेरी बांहो में तू आ
आजा लिप लाॅक कर ले

પાર્ટીમાં યુવક યુવતીઓએ વિવિધ સોંગ્સ પર ડાન્સ કરીને પાવરફુલ પર્ફોર્મન્સ આપ્યું. ડીનર લઈ કેટલાંક કપલે ઘર તરફ પ્રયાણ કર્યું તો કેટલાંક કપલ મોડે સુધી ગ્રુપમાં બેસી ગપશપ કરી પછી ઘરે ગયા.

રાઘવ અને સોહમ તો ઘરની પાર્ટી છોડી નાઈટ ક્લબમાં પહોંચી ગયા. ડાન્સ કર્યો અને છેલ્લે ટકિલાના શોટ લગાવી ઘરે આવ્યા.

રાતે મોડે સુધી પાર્ટી કરી રાઘવ નિરાંતે સૂઈ રહ્યો હતો. સવારે રાઘવના રૂમમાં સોહમ આવ્યો અને રાઘવને ઉઠાડવા લાગ્યો.

સોહમ રાઘવને ઢંડોડતા કહે છે "રાઘવ ઉઠ કોલેજ જવામાં મોડું થાય છે."

સોહમે થોડીવાર રાઘવને ઉઠાડવાની કોશિશ કરી પણ રાઘવ ન ઉઠ્યો તે ન જ ઉઠ્યો.

સોહમે વિચાર્યું કે રાઘવ આવી રીતના નહિ ઉઠે.
સોહમે મોટા અવાજે Song ચાલું કર્યું.

રાઘવ:- "શું કરે છે સોહમ? ઊંઘવા દે."

છતા પણ રાઘવ એને ઉઠાડી દે છે.

તૈયાર થઈ રાઘવ અને સોહમ કોલેજ જાય છે.

માહી કોલેજના બીજા વર્ષમાં અને પંક્તિ કોલેજના પહેલાં વર્ષમાં હતી. માહી એની ફ્રેન્ડ નિશા જોડે વાતો કરતા કરતા આવતા હતા. અને સામેથી પણ રાઘવ અને સોહમ આવતા હતા. રાઘવ અને સોહમ બંન્ને માહી અને નિશાની સામે આવી ગયા. માહી અને નિશા એક સાઈડ પરથી નીકળ્યા તો રાઘવ અને સોહમથી પણ એ જ સાઈડ પરથી નીકળ્યા. રાઘવના ચહેરા પરનું મોહક સ્મિત જોઈને માહીનો ચહેરો પણ મલકી ઉઠ્યો.

માહી અને નિશા ચાલતા થયા.

રાઘવ અને સોહમ ત્યાં જ ઉભા રહ્યા.

રાઘવ:- "કોણ હતી એ છોકરી?"

સોહમ:- "માહી નામ છે એનું. ટીચરની છોકરી છે. પણ તારે જાણીને શું કરવું છે? એને ડીનર પર લઈ જવાનો છે?"

રાઘવ:- "હા કદાચ લઈ પણ જાઉં. ટીચરની છોકરીને ડેઈટ પર લઈ જવાની એક અલગ જ મજા હોય છે."

રાઘવ અને સોહમ બાઈક લઈને ફરવા નીકળી પડે છે.

એક દિવસે મૌસમ અને સુહાસી કેન્ટીનમાં બેઠા હોય છે. મલ્હાર અને એના ફ્રેન્ડસ પણ કેન્ટીનમાં આવે છે. અનિમેષની નજર મૌસમ પર પડે છે.

અનિમેષ:- "મલ્હાર સાચું કહું તો તારે મૌસમને સૉરી બોલવું જોઈએ."

મલ્હાર:- "What? હું શું કરવા સૉરી બોલું?"

અનિમેષ:- "ખરેખર ભૂલ તો તારી જ હતી. લાઈબ્રેરીમાં જેટલાએ તારા અને મૌસમનો ઝઘડો જોયો હશે તે બધા તને જ દોષી ઠેરવશે."

તન્વી:- "અનિમેષ તું કંઈક વધારે જ મૌસમનું ઉપરાણું નથી લઈ રહ્યો! તને મૌસમ કંઈક વધારે જ ગમે છે. જ્યારે હોય ત્યારે એની જ સાઈડ લે છે."

અનિમેષ:- "Hi મૌસમ"

મૌસમ:- "hi અનિમેષ."

અનિમેષ ઉભો થઈ કહે છે "Come on guys તમે બંન્ને આ કોલેજના બ્રિલિયન્ટ સ્ટુન્ડન્ટ છે. તમારી વચ્ચે ફ્રેન્ડશીપ ન હોય તો વાંધો નહિ પણ દુશ્મની પણ ન હોવી જોઈએ.

સુહાસી:- "હા અનિમેષ સાચું કહી રહ્યો છે. મૌસમ અને મલ્હાર તમને બંનેને એકબીજાથી કોઈ ફરિયાદ છે?"

મલ્હાર:- "ના મને કોઈ ફરિયાદ નથી."

મૌસમ:- "મારી પાસે એટલો ફાલતું સમય નથી કે દોસ્ત અને દુશ્મન બનાવતી ફરું. મને પણ કોઈ ફરિયાદ નથી."

મૌસમ ઘરે જઈ વિચારી રહી હતી. Thank God કે મારે મલ્હારને મે જે સંભળાવવું હતું તે સંભળાવી દીધું. એના શબ્દોથી હ્દયને જે ઘાવ થયો એનો બદલો મે લઈ લીધો.

સમય વીતતો ગયો. મૌસમની કોલેજનું છેલ્લું વર્ષ પણ પૂરું થવા આવ્યું હતું.

એક દિવસે મૌસમને ઘરનું કામ કરતા કરતા સહેજ મોડુ થઈ ગયું. મૌસમ જલ્દી જલ્દી હોટલ પહોંચે છે. તો હોટલનો માલિક ત્યાં જ ઉભો હોય છે.

મૌસમ:- "I am sorry sir..."

મેનેજર :- "જો મૌસમ હું દરરોજના કચકચથી પરેશાન થઈ ગયો છું. અહીં ગ્રાહકો પરેશાન થઈ ગયા છે અને તને કોઈ ચિંતા જ નથી."

મૌસમ:- "નહિ સર...તમે તો જાણો છો કે આ જોબ મારા માટે કેટલી મહત્વની છે. ઘરનું કામ કરવામાં સહેજ મોડુ થઈ ગયું."

મેનેજર:- "બસ મૌસમ હવે જાઓ કામમાં લાગી જાઓ."

મૌસમ:- "જી સર..."

બપોરે ત્રણ વાગે મૌસમ પંક્તિને ફોન કરી હોટલ બોલાવે છે.

મૌસમ:- "સારું થયું કે પંક્તિ તું અહીં આવી ગઈ. મારે મેનેજર સાથે થોડી વાત કરવી છે. તું અહીં જ ઉભી રહે."

મૌસમ:- "એક્સક્યુઝમી સર..."

મેનેજર:- "Yes."

મૌસમ:- "મને Over timeની પેમેન્ટ જોઈએ છીએ."

મેનેજર:- "હું કાલે તારી સાથે વાત કરીશ."

મૌસમ:- "મારી મમ્મી માટે ગિફ્ટ અને સાડી લેવી છે. એમની બર્થ ડે આવે છે."

મેનેજર:- "શું મજાક છે? વખાણ કરવા પડશે તમારા...જેણે કરવા જેવું છે તે કંઈ નથી કરી રહ્યા અને તમારે બર્થડે સેલિબ્રેટ કરવું છે...ગિફ્ટ ખરીદવી છે. એના માટે જેમને પોતાની દીકરીઓની કોઈ પરવા જ નથી. એમના માટે ગિફ્ટ ખરીદવું છે. અરે એ તો કોઈ પણ ગિફ્ટ માટે લાયક નથી."

મૌસમ:- "sorry sir હું તમારી રીસ્પેક્ટ કરું છું...તમારા હોટલનો સ્ટાફ હું છું...મારી મમ્મી નહિ...એ કેવા છે તે હું જ જાણું છું...જ્યારે તમે મારી મમ્મીને મળ્યા જ નથી તો તમને કેવી રીતના ખબર કે તેઓ કેવા છે..."

મેનેજર:- "આપણા સમાજમાં એક માતા એની દીકરીની પરવરિશ કરવામાં પોતાની ફરજો બજાવે છે. દિકરીઓ માતાની પરવરિશ નથી કરતી."

મૌસમ:- "બસ સર...એ જેવા છે તેવા, પણ એ મારા મમ્મી છે. અને હું એમના વિશે કંઈ જ ન સાંભળી શકુ. ભલે પછી સામે બોલવાવાળું કોઈપણ હોય."

પંક્તિ થોડે દૂર ઉભી રહી મૌસમ અને મેનેજરની વાત ક્યારની સાંભળી રહી હતી.

મૌસમ પંક્તિ પાસે જાય છે અને કહે છે "મે તને અહીં રૂપિયા લેવા માટે બોલાવી હતી. પણ વાંધો નહિ. હું સાંજે મેનેજર સાહેબને વાત કરીશ. તું જા."

પંક્તિ હોટલની બહાર નીકળે છે. પંક્તિનું ધ્યાન મેનેજર તરફ જાય છે.

મેનેજર કોઈને ફોન કરીને કહે છે "હું હોટલની બહાર નીકળી ચૂક્યો છું. હું આવું છું Ok..."

મેનેજર કારમાં બેસવા જાય છે ત્યાં જ પંક્તિ આવે છે.

પંક્તિ કોયલ જેવા મીઠા ટહુકાથી બોલી "આજે મારી Diduએ જે પણ કહ્યું તે સાંભળી મારા મનને બહુ ખરાબ લાગ્યું."

મેનેજર:- "ખરાબ તો મને પણ લાગ્યું."

પંક્તિ:- "અરે તમારું મૂડ તો હજી સુધી ખરાબ છે. કેમ ન આપણે કોફી પીવા જઈએ. મે સાંભળ્યું છે કે કોઈ સાથે ઝઘડો થયો હોય અને કોઈબીજા સાથે કોફી પીવા જઈએ તો મૂડ પણ સારું થઈ જાય છે."

મેનેજર ફોન પર કહે છે "હા ડાર્લિંગ પ્રોગ્રામ કંઈક ચેન્જ થયો છે. એમાં એવું છે કે કંઈક મીટીંગ આવી ગઈ છે."

પંક્તિ મેનેજરને લઈ કોફી પીવા કેફેમાં જાય છે. પંક્તિ એના ફ્રેન્ડસને પણ બોલાવી લે છે. પછી પંક્તિ મેનેજર સાથે મીઠી મીઠી વાત કરી શોપિંગ પર લઈ જાય છે. પહેલા કેફે માં કોફી અને નાસ્તાનું બિલ પછી શોપિંગનું બિલ...મેનેજર તો ચિંતામાં મૂકાઈ ગયો.

પંક્તિ એક મૉલમાં એક લેડીને જોઈ કહે છે.

પંક્તિ:- "તમે આમની વાઈફ છો ને? એક્ચ્યુઅલી મે જ તમને ફોન કર્યો હતો. તમને એ જણાવવા માટે કે તમારો હસબન્ડ કેટલો સ્વીટ અને નાઈસ પર્સન છે."

સ્વીટી:- "તમે એકવાર ઘરે તો ચાલો. તમારી બધી સ્વીટનેસ ન કાઢી ને તો મારું નામ પણ સ્વીટી નહિ."

પંક્તિ:- "શું કહ્યું હતું મારી diduને મારી મમ્મી વિશે... કે એ ખરાબ છે. અને તમે પોતાની પત્નીને જૂઠું બોલીને એક યુવાન છોકરી જોડે મૉલમાં ફરો છો તો તમે ખરાબ નથી? મિસ્ટર કઠોરીયા આ બધી વસ્તુ જે તમે ખરીદી છે ને તે મારી બહેનો અને મારા મમ્મીની છે. આ તમારી સજા છે સમજ્યા તમે?"

પંક્તિ મેનેજરના હાથમાં રહેલી શોપિંગ બેગ લઈને ચાલતી પકડે છે.

મલ્હાર ક્યારેક ક્યારેક મૌસમ વિશે વિચારતો ''જ્યારથી આ છોકરીને જોઈ છે ત્યારથી જ હું એને સમજી નથી શક્યો. મૌસમમાં નથી તો હું કોઈ ખામી શોધી શક્યો કે નથી તો કોઈ ખૂબી."

રાતે જમીને ભારતીબહેન,પંક્તિ અને માહી ટીવી જોઈ રહ્યા હતા. મૌસમ પોતાના રૂમમાં આવી. મૌસમ બારી પાસે બેસી. બહારથી મંદ મંદ ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો. મૌસમ વાદળો વચ્ચે ઘેરાયેલા ચંદ્ર અને ચાંદની રાતે ચમકી રહેલા તારાઓને જોઈ રહી.

મૌસમના મનનાં ક્યાંક ને ક્યાંક મલ્હારની યાદો હતી. મૌસમ એ ક્ષણ ભૂલી નહોતી શકતી. મલ્હારે પોતાને જીવના જોખમે બદમાશોથી બચાવી પોતાને સ્પેશિયલ ફીલ કરાવ્યું હતું. એ ક્ષણ કેટલી અદ્ભૂત હતી કે પોતે પણ કોઈ માટે ખાસ છે. શું એ અદ્ભૂત લાગણી પ્રેમની હતી...ના એ લાગણી તો એક વ્હેમની હતી...એ તો એક ભ્રમ જ હતો.

મૌસમની આંખોમાં આંસુ આવી ગયા. ત્યાં જ મૌસમને ટીવીમાંથી એક Song ના શબ્દો સંભળાયા.

ऊपर खुदा आसमां नीचे जहां
सब हैं मगर हाय तुझे ढूंढे ये नज़र
तू आया ना आई खबर
साथिया.. बेलिया.. साथिया बलिया
कच्चे धागे सच्चे प्यार के ना तोड़ना
तेरे बिन...
तेरे बिन नही जीना मर जाना ढोलना
तेरे बिन नही जीना मर जाना ढोलना

तुने हममे कभी याद किया ना
हम तुझे भूल ना पाए
है तेरा इंतज़ार
तू मिले एक बार
मर के भी तेरा हाथ नै छोड़ना
तेरे बिन..
तेरे बिन नही जीना मर जाना ढोलना
तेरे बिन नही जीना मर जाना ढोलना

આ songના શબ્દો સાંભળી મૌસમને મલ્હારની વધારે યાદ આવવા લાગી. મૌસમે ડાયરીમાં લખ્યું "તું આવીને જતો પણ રહ્યો અને હું તો આજે પણ તારી રાહમાં છું. એ પ્રેમની ક્ષણ હતી ત્યારે વાતાવરણ કેટલું ખુશનુમા હતું. એ ક્ષણ, એ પળ કેટલી સુંદર હતી. એ સુંદર પળ જ મારા માટે જીંદગી હતી.
પણ એ ક્ષણમાં થયેલો પ્રેમ કદાચ ખોવાઈ ગયો છે. આ પ્રેમ પણ કિનારા પરની રેતીમાં ખોવાઈ ગયેલી વીંટી જેવો છે મળશે એની આશામાં ને આશામાં તમે શોધ્યા જ કરો."

મૌસમ એ ક્ષણોને મમળાવ્યા કરતી જે ક્ષણમાં એને મલ્હાર સાથે પ્રેમ થયો હતો. એ ક્ષણ..એ પળ મૌસમને સતાવતી રહી હતી. મૌસમને મલ્હારને મળવાની ઈચ્છા થાય છે...એની સાથે વાત કરવાની ઈચ્છા થાય છે...

ક્રમશઃ