ક્યારેક તો મળીશું - ભાગ ૬ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યારેક તો મળીશું - ભાગ ૬

ભારતીબહેનની બર્થડે હતી. એટલે કેક ખાઈને બધા બેઠા હતા. પંક્તિને કંઈક યાદ આવતા પોતાના રૂમમાં ગઈ અને ગિફ્ટ અને સાડી લઈ આવતા ખુશીથી કહ્યું "સરપ્રાઈઝ...."

મૌસમ:- "પંક્તિ આ ગિફ્ટસ ક્યાંથી લઈ આવી. I mean કે આ ગિફ્ટ લેવાના રૂપિયા ક્યાંથી આવ્યા. મેનેજરે તો મને રૂપિયા નહોતા આપ્યા."

પંક્તિએ મેનેજરને કેવો પાઠ ભણાવ્યો તે વિગતવાર જણાવ્યું.

રાહી:- "પંક્તિdidu એ સારું જ કર્યું."

માહી:- "હા આવા લોકોને તો આવો બોધપાઠ મળવો જ જોઈએ."

ભારતીબહેન:- "એ વાત બરોબર પણ મૌસમની નોકરીનું શું? અત્યારે તો વાંચવાની રજા છે એટલે હોટલે નથી જતી પણ પછી તો નોકરી કરવા જશે ને?"

મૌસમ:- "વાંધો નહિ મમ્મી હું મેનેજર સાથે વાત કરી લઈશ."

પંક્તિ:- "didu તમારે ત્યાં જવાની જરૂર નથી.
તમારી એક્ઝામ પૂરી થઈ જાય પછી ક્યાંક ને ક્યાંક તમને ફુલ ટાઈમ જોબ મળી જશે."

મૌસમની છેલ્લાં વર્ષની કોલેજની એક્ઝામ હતી. છેલ્લું પેપર હતું. મૌસમ અને સુહાસી એક્ઝામ આપી કેન્ટીનમાં બેસી નાસ્તો કરી રહ્યા હતા.

મલ્હાર અને મલ્હારના મિત્રો પણ કેન્ટીનમાં બેઠા હતા. મૌસમને જોઈ અનિમેષને પોતાના મનની વાત કહેવાની ઈચ્છા થઈ આવી. અનિમેષ એકીટસે મૌસમને જોઈ રહ્યો. અનિમેષને આમ મૌસમને અપલક નજરે નિહાળતા મલ્હારે પૂછ્યું "कहा खो गए जनाब!"

અનિમેષે ધીરેથી મલ્હારના કાનમાં કહ્યું
"યાર મને એક છોકરી ગમે છે. સાચું કહું તો કોલેજના પહેલા દિવસથી જ મને ગમવા લાગી હતી."

મલ્હાર:- "એવું છે...તો તો આપણો તને ફુલ સપોર્ટ છે. પણ એ તો કહે કે એ છોકરી છે કોણ?"

અનિમેષ:- "સાચુ કહું તો મૌસમ મને પહેલા દિવસથી જ ગમી ગઈ હતી."

અનિમેષના મુખેથી મૌસમનું નામ સાંભળી મલ્હારને થોડો શોક્ડ લાગ્યો.

"તમે બધા વાતો કરો. હું જરા મૌસમને મળીને આવ્યો." આટલું કહી અનિમેષ મૌસમ પાસે ગયો.

મૌસમ અને અનિમેષ બંન્ને વાતો કરી રહ્યા હતા.
મલ્હાર પણ પોતાના મિત્રો જોડે વાત કરતો હતો. પણ મલ્હારનું ધ્યાન વાતોમાં ઓછું અને અનિમેષ તથા મૌસમ પર વધુ હતું. દૂરથી મલ્હાર આ બંનેને નિહાળી વિચારતો હતો કે એવી તો શું વાતો કરતા હશે. મલ્હાર થોડો નજીક જઈ સાંભળવા માંગતો હતો કે આ લોકો તો એવી શું વાતો કરે છે.

થોડીવાર પછી અનિમેષ અને મૌસમને મલ્હારે હસતા જોયા. મલ્હારને થોડી જેલીસી જેવું ફીલ થયું.

થોડીવાર વાતો કરી અનિમેષ મલ્હાર પાસે આવ્યો. મલ્હાર અનિમેષને થોડે દૂર લઈ ગયો.

મૌસમ અંદરથી થોડી ઉદાસ હતી. મૌસમ વિચારતી કે આજે છેલ્લો દિવસ છે. મલ્હારને છેલ્લી વાર જોઈ લઉં. એમ વિચારી મલ્હાર તરફ નજર કરી. મૌસમને એમ હતું કે કદાચ મલ્હાર પણ પોતાને જોઈ રહ્યો હોય પણ મલ્હાર તો અનિમેષ જોડે વાત કરવામાં મશગૂલ હતો. મૌસમ મલ્હારને જોતી જોતી સુહાસી સાથે ગેટની બહાર નીકળી ગઈ.

जो मिलते हैं वो बिछडते भी हैं,
हम नादान थे
एक शाम की मुलाकात को
जिंदगी समझ बैठे।

મૌસમને ક્યારેક ક્યારેક મલ્હારની યાદ સતાવતી. મૌસમ મનોમન જ કહેતી "મારું હ્દય કેમ મલ્હારની રાહ જોય છે. જીંદગીમાં એકવાર તો મલ્હાર સાથે મુલાકાત થવી જ જોઈએ."

महसूस तो होती है पर
मुकम्मल नहीं होती
कुछ हसरतें आँखों में
रहती हैं इंतज़ार बनकर

થોડા દિવસ પછી મૌસમની એક્ઝામનું રીઝલ્ટ આવી જાય છે. મૌસમ સારા માર્કસે પાસ થાય છે. મૌસમ નોકરી માટે બે ત્રણ જગ્યાએ અરજી કરે છે. મૌસમને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવે છે. એક કંપનીમાં ગઈ તો ત્યાં તો પહેલેથી જ કોઈની લાગવગથી એક યુવતીને જોબ માટે પસંદગી થઈ ગઈ હતી.

બીજા દિવસે મૌસમ કોઈ બીજી કંપનીમાં ઈન્ટરવ્યું આપવા ગઈ. મૌસમ લિફ્ટમાં ગઈ. લિફ્ટ બંધ થાય તે પહેલા જ એક ગોગલ્સ પહેરેલો યુવક આવ્યો.

ઝડપથી આવ્યો હોવાથી મૌસમથી એ યુવક સામે જોવાઈ ગયું.

મૌસમ મનમાં જ વિચારે છે "મલ્હાર અહીં શું કરે છે? ઑહ તો મલ્હાર પણ અહીં ઈન્ટરવ્યું આપવા આવ્યો છે. ઑહ નો ક્યાંક મલ્હારની લાગવગ હોય તો મલ્હાર ઈન્ટરવ્યું માટે સિલેક્ટ થઈ જશે. શાહ ઈન્ડસ્ટ્રીઝ છે ને મલ્હારની અટક પણ શાહ છે. પણ મલ્હાર તો અમીર ઘરનો છે એને નોકરીની શી જરૂર? આ અમીર ઘરનાના યુવકોના પણ કેટ કેટલા શોખ હોય છે. શોખ ખાતર જ નોકરી કરવા માટે આવ્યો હશે."

મલ્હાર પણ મૌસમને જોય છે. બંનેએ એકબીજાને જોયા પણ કોઈ કંઈ બોલ્યું નહિ.
મલ્હારને મૌસમને જોઈ વિચાર આવ્યો "અમુક લોકોને એવો Attitude હોય છે કે સામે વાળી વ્યક્તિ જ્યાં સુધી એને સામેથી ના બોલાવે ત્યાં સુધી કોઈ સાથે ના બોલે." પછી મલ્હારે જ કહ્યું
"Hi મૌસમ..."

મૌસમ:- "hi મલ્હાર..."

મલ્હાર:- "તું અહીં?"

મૌસમ:- "હા અહીં ઈન્ટરવ્યું માટે આવી છું."

લિફટ અટકે છે. મૌસમ મલ્હારને bye કહી waiting રૂમમાં બેસે છે. થોડીવાર પછી એક યુવતી મૌસમને બોલાવવા આવે છે. મૌસમ ઓફિસની કેબિનમાં જાય છે તો એક યુવક બારી બહાર જોતો ઉભો હોય છે. મૌસમ અંદર દાખલ થઈ કહે છે."May i come in sir.."

યુવક:- "Yes come in..."

મૌસમ અંદર આવીને ઉભી રહે છે. એ યુવક ફરે છે. મૌસમ તો થોડા આશ્ચર્ય સાથે એ યુવકને જોઈ રહી. એ યુવક મલ્હાર હતો.

મલ્હાર:- "મિસ મૌસમ પાઠક Please Have A Seat."

મૌસમ ખુરશીમાં બેસે છે.

મૌસમ અને મલ્હારની નજર મળે છે.

મલ્હાર:- "તમારા માટે નૈતિકતા કેટલી મહત્વની છે?"

મૌસમ:- "નૈતિકતા મારા માટે ખૂબ મહત્વની છે.
નૈતિકતાથી જ વ્યક્તિનું અસ્તિત્વ હોય છે."

મૌસમ ઘરે જાય છે. બીજા દિવસે મૌસમ પર ફોન આવે છે. કંપનીની તરફથી મૌસમને જણાવ્યું કે આજથી નોકરી જોઈન કરવાની છે. મૌસમ તો ખુશ થઈ ગઈ.

મલ્હાર મૌસમને બધાનો પરિચય આપે છે. પછી મલ્હાર મૌસમનો પરિચય આપે છે.

મલ્હાર મૌસમને એક ફાઈલ આપતા કહે છે
"આ ફાઈલ મહત્વની છે. હું ઈચ્છું છું કે આ કામ સાંજે ૬ વાગ્યા સુધીમાં થઈ જવું જોઈએ ઑકે? મારે એક મીટીંગમાં જવાનું છે."

મલ્હાર જતા જતા કહે છે "અને હા ઑફિસમાં હું તારો બોસ છું અને તું એક કર્મચારી..."

મૌસમ:- "જી સર..."

મૌસમ પોતાની કેબિનમાં બેઠી હોય છે કે એક યુવતી આવે છે. એ યુવતી સલોની હોય છે.

સલોની:- "આ બેલેન્સ એકાઉન્ટની ફાઈલ છે. આ ફાઈલનું કામ પતાવી દેજે."

સલોની:- "ઑકે મારી ફાઈલનું કામ પતી જશે એટલે તમારી ફાઈલનું પણ કામ પતાવી દઈશ."

સલોની:- "listen મૌસમ આ ફાઈલનું કામ પણ એટલું જ મહત્વનું છે. અને બોસનું કામ તો ૬ વાગ્યા સુધી પતી જ જશે."

સલોની જતી રહે છે. મૌસમ પાસે સ્ટાફની એક વ્યક્તિ આવે છે. પોતાનો પરિચય આપતા કહે છે "I am khillani..."

મૌસમ:- "nice to meet you"

મિ.ખિલ્લાની:- "કંઈ મદદની જરૂર હોય તો કહેજો."

મૌસમ:- "ઑકે..."

ખિલ્લાની:- "અત્યારે મિસ સલોની અહીં આવી હતી."

મૌસમ:- "એ આવી તો હતી પણ પોતાનું બધું કામ મને સોંપી ગઈ. તમે જ કહો હું એનું કામ કરીશ તો મારું કામ ક્યારે પૂરું કરીશ?"

ખિલ્લાની:- "never mind તમે આ બંને ફાઈલ કમપ્લીટ કરી દો."

મૌસમ:- "What?"

મિ.ખિલ્લાની:- "મારા કહેવાનો મતલબ એ હતો કે મિસ સલોનીની ફાઈલ એટલી જ મહત્વની છે જેટલી કે બોસની ફાઈલ. મિસ સલોની બોસની ખાસ માણસ છે."

મૌસમ:- "પણ હું એનું કામ શું કરવા કરું?"

મિ.ખિલ્લાની:- "અમને પણ મિસ સલોની પસંદ નથી. પણ અમે મિડલ ક્લાસ છીએ. અમે અહીં કામ કરવા આવીએ છીએ. પછી અમે એ નથી વિચારતા કે ક્યું કામ કોનું છે અને કોનું નહિ. અમને કામ સોંપે છે તો અમે કરીએ છીએ."

મૌસમ:- "પણ મિસ્ટર ખિલ્લાની..."

મિ.ખિલ્લાની:- "જુઓ તમે અહીં નવા છો એટલે કહું છું. પણ કામ તો કામ જ હોય છે."

મૌસમ:- "thanks..."

મિ.ખિલ્લાની:- "Ok bye..."

મૌસમ સ્વગત જ બોલે છે "એક્ચ્યુઅલી કામ તો કામ જ હોય છે."

સાંજે મલ્હાર મૌસમને ફોન કરીને બોલાવે છે.

મૌસમ:- "સર તમે મને બોલાવી?"

મલ્હાર:- "૬ વાગી ગયા તમારા?"

મૌસમ:- "શું?"

મલ્હાર:- "મે તમને આ ફાઈલ ૬ વાગ્યા સુધીમાં મારા ટેબલ પર મૂકવા કહ્યું હતું. અત્યારે સવા છ વાગી રહ્યા છે અને મારે તમને ફોન કરીને બોલાવવું પડે છે."

મૌસમ:- "સર તમે જે ફાઈલ સલોનીના હાથમાં જોઈ રહ્યા છો તે...."

મૌસમ:- "સલોનીની ફિકર કરવાની જરૂર નથી.
સલોની પોતાનું કામ પૂરું કરી ચૂકી છે."

ફાઈલ આપો મને.

મૌસમ:- "પણ...સર..."

મલ્હાર:- "શું છે આ? આમાં તો કંઈ જ કામ નથી થયું. તમે સવારથી શું કરી રહ્યા હતા?"

મૌસમ:- "એક્સક્યુઝમી સર..તમારી ગેરસમજ થાય છે. તમે જે સલોનીના હાથમાં ફાઈલ જોઈ રહ્યા છો તે બધું કામ મારી પાસે કરાવ્યું છે. એ જ કહીને કે આ કામ પણ તમારું જ છે. અને એટલું મહત્વનું છે જેટલું કે આ કામ."

સલોની:- "આ તું શું કહી રહી છે મૌસમ? પોતાનું કામ પૂરું ન કરી શકી એટલે તું મારા પર blame કરે છે. સર આ કામ મે પૂરું કર્યું છે. એ ખોટું બોલે છે."

મલ્હાર:- "મૌસમ તમે એને દોષ દઈ રહ્યા છો જેણે આ કામ પૂરું કર્યું છે. હું તમને એક કલાકનો સમય આપું છું. આ કામ ફિનીશ કરીને આવો. Go and finish કરીને મને મળો."

મૌસમ:- "ના સર હું અહીં કામ નહી કરી શકું. લોકો પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાત પૂરી કરવા કામ કરે છે. પણ મારી ઈચ્છાઓ અને જરૂરિયાત એટલી બધી પણ નથી કે મારે મારા આત્મસન્માનને દબાવવું પડે. કદાચ તમને મારી વાતથી ખોટું લાગ્યું હોય સર પણ મારો એવો કોઈ જ ઈરાદો નહોતો તમને ઠેસ પહોંચાડવાનો. જો તમે મારી કોઈ ભૂલ માટે મને કંઈક કહ્યું હોત તો મને જરાય પણ ખોટું ન લાગત સર પણ જો બીજા કોઈ વ્યક્તિને લીધે મારા પર આંગળી ચીંધાય તો એ મને બિલકુલ મંજુર નથી. સર હું આ નોકરી છોડી રહી છું."

મૌસમ સલોની તરફ જોઈને બોલે છે "તને મારી નોકરી પણ મુબારક..."

મૌસમ કેબિનની બહાર નીકળી પોતાનું પર્સ લઈ નીકળી જાય છે.

ક્રમશઃ