આજે પોતાની સાથે મૌસમે કેવું વર્તન કર્યું તે
મલ્હારની નજર સમક્ષથી પસાર થયું. મલ્હાર મનોમન મૌસમ વિશે વિચારી રહ્યો "મારી જીંદગીમાં મે ઘણી યુવતીઓ જોઈ છે પણ મૌસમ જેવી યુવતી આજ સુધી નથી જોઈ. મને એ સમજમાં નથી આવતું કે આખરે પુરુષોનું અપમાન કરવામાં મૌસમ જેવી યુવતીનો ઈરાદો શું હોય છે? મૌસમ જેવી યુવતીને હું કોઈ દિવસ સમજી નહિ શકું."
તે દિવસ પછી મલ્હારે મૌસમ સાથે વાત કરવાની કોશિશ ન કરી. મૌસમ પણ પોતાના અભ્યાસમાં જ ધ્યાન આપતી. મૌસમને ક્યારેક મનમાં લાગતું કે "મે મેહુલનો ગુસ્સો મલ્હાર પર ઉતારી દીધો. I think મારે મલ્હારને Sorry બોલવું જોઈએ."
પણ પછી મૌસમને વિચાર આવ્યો કે "મલ્હાર પણ તો મેહુલ જેવો છે. મલ્હારની પણ ઘણી બધી યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ છે. બધા યુવકો એક જેવા જ છે. Sorry બોલવાની કોઈ જરૂર નથી."
એક દિવસે ઝરમર ઝરમર વરસાદ આવતો હતો. વરસાદની મૌસમ હતી. આકાશમાં વાદળો છવાયા હતા.
સુહાસી:- "આજે તો ખૂબ વરસાદ આવવાનો લાગે છે. આ એક લેક્ચર પતી જાય એટલે હું તો ચાલી. તારે આવવું છે?"
મૌસમ:- "છેલ્લો લેક્ચર ભરીને જઈએ ને...બહુ મહત્વનો લેક્ચર છે એટલે."
સુહાસી:- "તારે બેસવું હોય તો બેસ. હું તો થોડીવારમાં નીકળી જઈશ."
ધીરે ધીરે બધા જવા લાગ્યા. વરસાદ પણ વધી ગયો હતો. ક્લાસમાં બહુ ઓછી સંખ્યા હતી. છેલ્લો લેક્ચર ભરી મૌસમ પણ જવા નીકળી. વરસાદ રોકાતા ઝડપથી ચાલવા લાગી. કોલેજના ગેટની બહાર નીકળવા જતી હતી ત્યાં પાછો વરસાદ વરસવા લાગ્યો. મૌસમનો દુપટ્ટો પવનને કારણે ઉડ્યો. દુપટ્ટો ઉડીને મલ્હારના ચહેરા પર જઈ રહ્યો. મૌસમ દુપટ્ટો લેવા જાય છે. એક ક્ષણ માટે બંનેની નજર મળે છે. દુપટ્ટો લઈ મૌસમ કોલેજમાં દરવાજાની પાસે રહેલાં પાર્કિગ એરિયામાં વરસાદ રોકાવાની રાહ જોતી ઉભી રહી. મલ્હાર પણ આવે છે. મલ્હાર કારમાં બેસી કાર સ્ટાર્ટ કરી જવા લાગે છે. મલ્હારને ખબર નહિ શું સૂઝ્યું કે કાર ઉભી રખાડે છે. મલ્હાર મૌસમ પાસે આવીને કહે છે "તું ઈચ્છે તો હું તને ઘર સુધી મૂકવા આવું?"
મૌસમ:- "Thanks પણ હું જતી રહીશ."
મલ્હાર:- "વરસાદ વધતો જાય છે. આવા વરસાદમાં ક્યારે પહોંચીશ. આવા વરસાદમાં રિક્ષા પણ ઓછી મળશે."
મૌસમ થોડીવાર વિચારે છે.
મલ્હાર ચપટી વગાડતા કહે છે "ઑ હેલ્લો ક્યાં ખોવાઈ ગયા મેડમ? આવવું છે કે નહિ?"
મૌસમે કારની પાછળનો દરવાજો ખોલ્યો.
મલ્હાર:- "ઑ હેલ્લો મૌસમ હું તમારો ડ્રાઈવર નથી તો પ્લીઝ આગળ આવીને બેસવાનું કષ્ટ કરશો."
મૌસમ:- "હું અહીંથી જતી રહીશ."
મલ્હાર:- "કેમ શું થયું? હું આવું છું ને મૂકવા."
મૌસમ:- "મે કહ્યું ને કે હું જતી રહીશ..."
મલ્હાર:- Come on મૌસમ હું એટલો પણ ખરાબ નથી કે તું મારી સાથે એકલી આવી નહિ શકે. થોડો તો વિશ્વાસ કર...થોડીવારમાં અંધારુ થઈ જશે. રાતના સમયમાં કોઈ સ્ટ્રેન્જર કે ગુંડા બદમાશ ફરતા હોય છે. એટલે કહું છું કે હું તને મૂકવા આવુ છું..."
મૌસમ:- "It's ok હું જતી રહીશ."
મલ્હાર:- "મારી સાથે આવવાનો નિર્ણય કર્યો હતો તો એક જ સેકન્ડમાં કેમ વિચાર બદલાય ગયો. હવે તો ઘર સુધી મૂકવા આવવાની મારી જવાબદારી છે. મે કહ્યું ને કે હું મૂકવા આવીશ. પ્લીઝ કારમાં બેસી જા."
મૌસમ મલ્હાર તરફ નજર કરે છે.
મલ્હાર:- "મે કહ્યું ને કે કારમાં બેસી જા."
પછી મૌસમ મલ્હારની બાજુની શીટ પર બેસી જાય છે. મલ્હાર song ચાલુ કરે છે.
अखियाँ दे कोल
रह जाने दे
कहना है जो
कह जाने दे
तेरे ख्यालों में
बीते ये रातें
दिल मेरा मांगे
एक ही दुआ
तू सामने हो ओर
करूँ मैं बातें
लम्हा रहे यूँ
ठहरा हुआ
पहले तो कभी यूँ
मुझको ना ऐसा कुछ हुआ
दीवानी लहरों को
जैसे साहिल मिला..
ओ..
एक लड़की को देखा तो ऐसा लगा
एक लड़की को देखा तो ऐसा लगा
મલ્હારે મૌસમ તરફ બે થી ત્રણ વાર નજર કરી.
મૌસમે પણ મલ્હાર તરફ નજર કરી. મૌસમથી પૂછાઈ ગયું? "What? શું થયું?"
મલ્હાર:- "તું પહેલેથી જ આવી છે કે શું?"
મૌસમ:- "આવી મતલબ કેવી?"
મલ્હાર:- "તું આમ એકલી એકલી રહે છે. તું થોડી weird નથી?"
મૌસમ કંઈ બોલી નહિ.
મલ્હાર:- "તું લોકોથી થોડું દૂર દૂર રહે છે,કોઈ સાથે ભળતી નથી એટલે તને વિચિત્ર કહ્યું."
મૌસમ:- "હું પોતાના કામથી કામ રાખુ છું. પછી દુનિયા મને જે કહે તે I don't care..."
મલ્હાર:- "મને તો લોકો સાથે હળવા મળવાનું બહુ ગમે. ખાસ કરીને છોકરીઓ સાથે."
મૌસમ:- "એને હળવા મળવાનું ન કહેવાય. એને ફ્લર્ટિગ કહેવાય મિ.મલ્હાર..."
મૌસમ ઘરે જઈ પોતાની જાતને અરીસામાં જોય છે. મલ્હારએ મને કેમ વિચિત્ર કહ્યું.
મૌસમ પોતાની જાતને અરીસામાં જોય છે. એને સમજમાં નથી આવતું કે મલ્હારે પોતાને વિચિત્ર કેમ કહી. મૌસમે વિચાર્યું કે કદાચ જવાબદારી લઈ લઈને માણસનો ચહેરો પણ બદલાઈ જતો હશે. મારી જીંદગીમાં જેટલી સમસ્યાઓ છે એટલી કદાચ જ કોઈને હશે. એટલે મારો ચહેરો મલ્હારને વિઅર્ડ લાગ્યો હશે.
માહી:- " મૌસમ અરીસામાં કેમ વારંવાર જોય છે?"
પંક્તિ:- "લાગે છે કોઈએ કંઈક કહ્યું. Didu કોઈએ તમને કંઈપણ કહ્યું હોય તો મને કહો હું એને છોડીશ નહિ."
મૌસમ:- "ના કોઈએ કશું કહ્યું નથી. માહી અને પંક્તિ મને એક વાતનો સાચ્ચે સાચો જવાબ આપજો."
માહી:- "હા પણ તમે એકવાર બોલો તો."
મૌસમ:- "હું તમને કેવી લાગુ છું?"
પંક્તિ:- "આ કેવો સવાલ છે?"
મૌસમ:- "I Mean કે હું તમને વિચિત્ર લાગુ છું કે?"
માહી:- "કેમ આજે અચાનક આવો સવાલ. મૌસમ ક્યાં ચક્કરમાં પડી ગઈ."
મૌસમ:- "પહેલા તમે બંન્ને મારા સવાલનો જવાબ તો આપો."
પંક્તિ:- "તું સારી જ લાગે છે...બિલકુલ વિચિત્ર નથી લાગતી."
મૌસમ:- "હા પણ તમારા જેટલી સુંદર તો નથી ને?"
માહી:- "મૌસમ એવું તને લાગે છે. પણ ખરેખર તો તું સુંદર જ લાગે છો. દરેકનો જોવાનો નજરિયો અલગ હોય છે."
પંક્તિ:- "didu કહે તો ખરી કે આ સવાલ કેમ તારા મનમાં આવ્યો."
મૌસમ:- "મારી કોલેજમાં મલ્હાર નામનો યુવક છે. બધી યુવતીઓ મલ્હારને ખૂબ પસંદ કરે છે. મલ્હાર સાથે મારો એકવાર ઝઘડો પણ થયો હતો. એ ઝઘડાને ઘણાં દિવસ થઈ ગયા પછી મલ્હાર આજે મને એની કારમાં મૂકવા આવ્યો ત્યારે એણે મને કહ્યું કે હું થોડી વિઅર્ડ છું."
પંક્તિ:- "ઑહ I see હવે મને સમજમાં આવ્યું કે ક્યાં ચક્કરમાં પડી છે?"
મૌસમ:- "એવું કંઈ જ નથી."
માહી:- "શું નથી? અમે તો એવું કંઈ બોલ્યા જ નથી."
મૌસમ:- "મને સારી રીતના ખબર પડે છે કે તમે મને શું કહેવા માંગો છો?"
પંક્તિ:- "didu તમને સમજ પડે છે તો માની લો કે તમારા મનમાં મલ્હાર પ્રત્યે લાગણી..."
મૌસમ:- "એવું કંઈ જ નથી. સમજ્યા તમે બંને?"
રાહી:- "તમે લોકો અહીં મસ્તી કરો છો? મમ્મી ત્યાં તમને જમવા માટે બૂમ પાડે છે."
પંક્તિ અને માહી જમવા જતા રહે છે. મૌસમ પણ એ લોકો સાથે જાય છે.
જમીને મૌસમ ડાયરી લખવા બેસે છે.
"અમુક વાર કોઈ કારણ વગર જ ઉદાસ થઈ જવાય છે. કોઈક વાર ખબર નહિ પણ એકલું એકલું લાગે છે. ખબર નહિ પણ કોઈકવાર એવું લાગે છે કે મારી જીંદગીમાં કંઈક કમી છે, કંઈક ખૂંટે છે. શું એ કમી પ્રેમની છે? પણ મારો પરિવાર તો મને ખૂબ પ્રેમ કરે છે. પ્રેમ પણ ઘણાં પ્રકારના હોય છે. કદાચ મને કોઈ યુવકના પ્રેમની ઝંખના છે. ઘણાં લોકોના નસીબમાં સાચો પ્રેમ હોતો જ નથી. કહેવાય છે કે સાચો પ્રેમ એટલી સરળતાથી નથી મળતો. પણ જીંદગીમાં પ્રેમ જ તો બધું નથી...પ્રેમ સિવાય પણ ઘણાં કામ છે જીંદગીમાં...પણ જીવનમાં એક વિસામો તો એવો હોવો જોઈએ કે જેના ખભા પર માથુ મૂકી રાહતનો શ્વાસ લઈ શકીએ, કોઈ પોતાનું હોય એવું એક ઠેકાણું તો હોવું જોઈએ. હા કદાચ મારી જીંદગીમાં એક વિસામાની કમી છે.
કાશ મને પણ કોઈ એવી વ્યક્તિ મળે જે મારી ચિંતા કરે...એક "કાશ" બહુ બધી "આશ" અને મર્યાદિત "શ્વાસ" વચ્ચે અટવાયેલી રમત એટલે જ જીંદગી..."
એક દિવસે સુહાસી અને એની સાથેની બે ત્રણ યુવતીઓ કોલેજના પાર્કમાં બેસીને ગપ્પા મારી રહી હતી. મૌસમ એ લોકોથી થોડે દૂર બેઠી વાંચતી હોય છે.
સુહાસી:- "તમને બધાને કોલેજમાં સૌથી
good-looking છોકરો ક્યો લાગે છે?"
મૌસમના કાને સુહાસીના શબ્દો સંભળાય છે.
મૌસમ મનમાં જ વિચારે છે કે સુહાસીને બેઠાં બેઠા આવા જ વિચાર આવે છે કે શું?
સુહાસી:- "બોલોને..."
સુહાસી સાથે રહેલી યુવતીઓએ મલ્હારનું નામ લીધું.
સુહાસી:- "મને પણ સૌથી Good-looking મલ્હાર જ લાગે છે. કોલેજની મોટાભાગની યુવતીઓ એના પર જ ફિદા છે. કોઈ યુવતી સિંગલ હોય અને મલ્હારને પસંદ ન કરે એવું બને જ નહિ."
મૌસમે મલ્હાર વિશે વિચારવા લાગી "સૌથી good looking છોકરો મલ્હાર એકલો થોડો છે? બીજા બધા પણ યુવકો હેન્ડસમ છે. જેમ કે...જે હોય તે પણ look જ મહત્વનું ન હોય...માત્ર હેન્ડસમ જ છે...બાકી તો એનામાં બીજું શું વખાણવા લાયક છે? જ્યારે હોય ત્યારે ફ્લર્ટિંગ જ કર્યા કરે છે."
કોલેજના પાર્કમાં જ મલ્હાર અને તન્વી આવે છે. મૌસમને મલ્હાર અને તન્વીની વાતો સંભળાય છે. મલ્હાર તન્વીને મનાવી રહ્યો હતો.
મલ્હાર તન્વી સાથે ખૂબ પ્રેમથી વાત કરી રહ્યો હતો. મલ્હાર અને તન્વી બંન્નેને મૌસમ ક્લાસ તરફ જતા જોઈ રહી.
મૌસમ સુહાસી પાસે આવે છે.
મૌસમ:- "ચાલ ક્લાસમાં જઈએ. લેક્ચર શરૂ થવાનો છે."
સુહાસી:- "કાશ આપણને પણ કોઈ મલ્હાર જેવું મળી જાય. સાંભળ્યું છે કે મલ્હાર અને તન્વી બાળપણના મિત્રો છે. મને લાગે છે કે એ લોકો વચ્ચે કંઈક છે. મૌસમ તે અત્યારે જોયું મલ્હાર કેવી રીતના તન્વીને મનાવી રહ્યો હતો."
મૌસમ:- "હું આવી ફાલતું વાતો પર ધ્યાન નથી આપતી. હું વાંચવામાં વ્યસ્ત હતી."
મૌસમ અને સુહાસી ક્લાસમાં પહોંચે છે.
મલ્હાર હજી પણ તન્વીને મનાવી રહ્યો હતો. આખરે તન્વી મલ્હારથી ખુશ થઈ જાય છે.
મૌસમને રાતના ઊંઘ નથી આવતી. મૌસમની નજર સમક્ષ મલ્હાર અને તન્વીનો ચહેરો આવી જાય છે. તન્વી કેટલી લકી છે કે એને મલ્હાર જેવો ફ્રેન્ડ મળ્યો. શું એ લોકો ફ્રેન્ડ છે કે ફ્રેન્ડથી વધુ. તન્વી કેટલી સુંદર,સ્માર્ટ અને ક્લાસી છે તો પોતાની સુંદરતાનું થોડું તો અભિમાન હોય ને. એટલે જ મલ્હારને એટિટ્યુડ આપે છે. મલ્હાર પણ એને કેવો મનાવી લે છે. કાશ કોઈ મને પણ એવું મળી જાય, જે મને ગુમાવવાના વિચાર માત્રથી પણ ડરી જાય.
એક આશની તલાશ છે,
એક બાથની તલાશ છે,
જે આપે મને દુઃખમાં સાથ...
એવા એક વ્યક્તિની તલાશ છે...
ક્રમશઃ