Kyarek to madishu - 2 books and stories free download online pdf in Gujarati

ક્યારેક તો મળીશું - ભાગ ૨

મૌસમ કોલેજ જવા માટે તૈયાર થતી હોય છે ત્યાં જ પાડોશમાં રહેતા કોકિલાબહેન આવે છે. મૌસમ કોકિલાબહેનને આવકાર આપે છે. કોકિલાબહેનને જોઈને ભારતીબહેન રસોડામાંથી બહાર આવે છે. મૌસમ કોલેજ જવા માટે નીકળી જાય છે.

કોકિલાબહેન ભારતીબહેનને જણાવે છે કે મૌસમ માટે એક પરિવારે પૂછાવ્યું છે. એ પરિવાર ખૂબ સારો છે. મૌસમ ત્યાં લગ્ન કરીને સુખી રહેશે.

ભારતીબહેન:- "પણ મૌસમ તો હજી ભણે છે."

કોકિલાબહેન:- "આપણે ક્યાં લગ્નનનું નક્કી કરવાનું છે. માત્ર જોવાનું રાખીએ ને? કદાચ યુવકને મૌસમ ગમી જાય તો..!"

ભારતીબહેન:- "સારું હું મૌસમ સાથે વાત કરીશ."

મૌસમ કોલેજ પહોંચે છે. મૌસમ પોતાનામાં જ મગ્ન ચાલતી ચાલતી ક્લાસ તરફ જઈ રહી હોય છે. મલ્હારની નજીકથી પસાર થતી મૌસમનું ધ્યાન નહોતું. પણ મલ્હાર તો મૌસમને નિહાળી જ રહ્યો.

સાંજે મૌસમ પાર્ટ ટાઈમ જોબ કરવા હોટલ પહોંચે છે. મૌસમને વેઈટરની જોબ માફક આવી ગઈ હતી. મૌસમ પોતાનું કામ પતાવી ઘરે પહોંચે છે. ફ્રેશ થઈ મૌસમ આરામ કરે છે. બાજુના ટેબલ પર રાહી લખવા વાંચવામાં વ્યસ્ત હતી. ભારતીબહેન મૌસમને કોકિલાબહેન શું કરવા આવ્યા હતા તે જણાવે છે. ભારતીબહેનની વાત સાંભળી મૌસમ ઠંડો પ્રતિભાવ આપે છે.

મૌસમ:- "મમ્મી સાચું કહું તો મારે લગ્ન જ નથી કરવા. લગ્ન કરીને શું મળી જવાનું છે? ઉલ્ટા ઘણી જવાબદારી માથા પર આવશે. એટલે હું આ લગ્નના ઝંઝટમાં પડવા જ નથી માંગતી. બસ ભણવા માંગુ છું. જેથી કોઈ સારી નોકરી મળી જાય એટલે પછી તમે ઘરમાં આરામ કરજો."

"ભલે...પણ બેટા અત્યારે લગ્ન કરવા કોણ કહે છે? તું અત્યારે ભણવામાં ધ્યાન આપ. આવતીકાલે સવારે ફક્ત તને જોવા આવવાના છે." આટલું કહી ભારતીબહેન રૂમમાંથી નીકળી જાય છે.

બીજા દિવસે સવારે મૌસમને જોવા કોકિલાબહેન સાથે એ પરિવાર આવી પહોંચે છે. મૌસમ અને માહી પાણી આપે છે. કોકિલાબહેન મૌસમનો પરિચય કરાવે છે. મેહુલનું ધ્યાન મૌસમ પર ઓછુ અને માહી પર વધારે જાય છે. ખાલી ગ્લાસ લઈને મૌસમ અને માહી રસોડામાં જાય છે.

મેહુલ પર કોઈનો ફોન આવતા બહાર વાત કરવા જાય છે. મૌસમ અને માહી ચા-નાસ્તો લઈ આવે છે.

કોકિલાબહેન:- "મૌસમ મેહુલકુમાર બહાર ગયા છે. જા બહાર ચા આપી આવ."

મૌસમ:- "જી માસી."

મૌસમ ચા લઈ બહારની તરફ જાય છે.

મેહુલના શબ્દો મૌસમને સંભળાયા. કોઈ યુવતી સાથે વાત કરતો હતો. મૌસમને મેહુલની વાત પરથી એવું લાગ્યું કે કદાચ કોઈ યુવતી સાથે વાત કરતો હોય. વાત કરીને ફોન મૂકી દીધો. જેવો ફોન મૂક્યો કે બીજી જ પળે ફરી ફોન રણકી ઉઠ્યો. મેહુલે ફોન રિસીવ કર્યો. મેહુલ બીજી કોઈ યુવતી સાથે મીઠી મીઠી વાત કરવા લાગ્યો. મેહુલની વાત સાંભળી મૌસમને એટલો તો ખ્યાલ આવી ગયો કે મેહુલ યુવતીઓ સાથે મીઠી મીઠી વાત કરી યુવતીઓને પટાવે છે. મૌસમને થોડો ગુસ્સો આવ્યો.

વાત કરી ફોન મૂકી દીધો. મેહુલ જેવો પાછળ ફર્યો કે મૌસમ સામે ચા લઈને ઉભી હતી. મૌસમને જોઈ મેહુલના ચહેરાનો તો રંગ જ ઉડી ગયો. પણ મૌસમે એવી રીતના વર્તન કર્યું કે પોતાને જાણે કે કંઈ ખબર જ નથી. મૌસમના વર્તન પરથી મેહુલ પણ મૌસમ સાથે નોર્મલ રીતે વાત કરવા લાગ્યો. મેહુલ મૌસમ સાથે માહી વિશે વાત કરવા લાગ્યો.

પછી મૌસમ અને મેહુલ ઘરમાં ગયા. ત્યાં જ
રૂમમાંથી પંક્તિ બહાર આવે છે. મેહુલની નજર પંક્તિ તરફ ગઈ અને પંક્તિ પર જ અટકી ગઈ. મૌસમ મેહુલના વર્તન પરથી બધુ સમજી ગઈ.

મેહુલ અને મેહુલના પરિવાર જતા રહે છે.
મૌસમ પણ કોલેજ જવા નીકળી પડે છે.

મૌસમને કોલેજના ગેટ પાસે જ સુહાસી મળી જાય છે.

સુહાસી:- "Hi what's up?"

મૌસમ:- "Hi..."

મૌસમ કંઈક વિચારતી વિચારતી ચાલતી હતી.

મૌસમને વિચારમાં ડૂબેલી જોઈ સુહાસી મૌસમને પૂછે છે છે "શું થયું મૌસમ? શું વિચારે છે?"

મૌસમ:- "કંઈ નહિ યાર...આ યુવકો ખબર નહિ પોતાની જાતને શું સમજે છે?"

એટલામાં જ સુહાસી જોડે એક યુવક ભટકાય છે.

પેલો યુવક "સૉરી" બોલે છે.

સુહાસી કંઈ બોલે એ પહેલાં જ મૌસમ બોલી પડે છે "ખબર નથી પડતી કે સામેથી કોઈ આવે છે તો ઉપર જોઈને ચાલવું જોઈએ. કે પછી જાણી જોઈને ટક્કર મારી. હવે પછી જો આવી રીતના ટકરાઈશ ને તો પછી જોઈ લેજે. સૉરી બોલવાનો પણ ભૂલી જશે. સમજ્યો?"

પેલા યુવકે તો મૌસમને ગુસ્સામાં જોઈ ચાલતી જ પકડી.

સુહાસી:- "આજે તો મેડમ બહુ ગુસ્સામાં લાગે છે. શું થયું છે?"

મૌસમે સુહાસીને મેહુલની વાત કરી વિસ્તારમાં જણાવ્યું.

મૌસમ અને સુહાસી પગથિયા ચઢતા ક્લાસમાં જતા હોય છે. ત્યાં જ ખૂણામાં મલ્હાર ત્રણ ચાર યુવતીઓ સાથે મજાક મસ્તી કરતો હોય છે.

મૌસમ:- "અમીર ઘરના નબીરાઓને બસ યુવતીઓને મીઠી મીઠી વાતોમાં ફસાવતા જ આવડે છે અને આ યુવતીઓ અમીર ઘરના યુવકોને જોઈ એમની વાતોમાં આવી જઈને મૂર્ખ બને છે."

સુહાસી:- "ના યુવતીઓ પોતાની અદાથી યુવકોને ફસાવે છે. જો મલ્હારને પોતાની અદાથી અને વાતો કરવાની સ્ટાઈલથી પેલી યુવતીઓ કેવી રીતે પટાવે છે. તો પેલી યુવતીઓ મૂર્ખ નથી પણ સ્માર્ટ છે. અને મલ્હાર છે જ એટલો હેન્ડસમ અને સ્ટાઈલિશ કે કોઈપણ યુવતી ફિદા થઈ જાય. અને અધૂરામાં પૂરું અમીર ઘરનો નબીરો."

મૌસમ:- "મને તો એમજ લાગે છે યુવકો જ યુવતીઓને ફસાવે છે. મલ્હારને જ જોઈ લે. કેવી રીતના એ યુવતીઓ સાથે મજાક મસ્તી કરી રહ્યો છે. અને હા મને તો મલ્હાર જરાય હેન્ડસમ નથી લાગતો."

મલ્હાર મૌસમને દરરોજ નોટીસ કરતો. મૌસમ અને મલ્હારે આટલા દિવસમાં એકબીજા સાથે હાય હેલ્લો પણ નહોતું કર્યું. મલ્હાર એના ફ્રેન્ડસ સાથે ક્લાસમાં આવે છે. મલ્હારે આટલા દિવસમાં ક્લાસની બધી યુવતી સાથે ફ્રેન્ડશીપ
કરી લીધી હોય છે. મૌસમને બેંચ પર બેઠેલી જોઈ મલ્હારે વિચાર્યું કે મૌસમ સાથે હાય હેલ્લો કરી વાતની શરૂઆત કરું.

મૌસમને તો મેહુલ વિશે વિચારી વિચારીને ગુસ્સો આવતો હતો. ને અત્યારે મલ્હારને યુવતીઓ સાથે ફ્લર્ટિંગ કરતા જોયો એટલે મૌસમને વધારે ગુસ્સો આવતો હતો.

મૌસમના મનની પરિસ્થિતિથી અજાણ મલ્હારે મૌસમને કહ્યું "હેલો...મારું નામ મલ્હાર શાહ... અને તમારું?"

અત્યારે જ બનેલી મેહુલ અને મલ્હારના વર્તનની ઘટનાથી મૌસમ થોડી ગુસ્સામાં હતી. એટલે મૌસમે થોડું ગુસ્સાથી કહ્યું "નામ જાણીને શું કરશો?"

મલ્હાર સહજતાથી જ બોલ્યો "અરે બસ હું તો એમજ પૂછી રહ્યો હતો. કોલેજની બધી યુવતીઓ મારી ફ્રેન્ડસ બની રહી છે તો મે વિચાર્યું કે આપણે પણ ફ્રેન્ડ બનીએ."

મૌસમ:- "હું અહીં ભણવા માટે આવી છું. ફ્રેન્ડસ બનાવવા માટે નહિ....તો પ્લીઝ મારે તમારી સાથે કોઈ ફ્રેન્ડશીપ નથી કરવી."

આ વાત સાંભળી મલ્હારના ફ્રેન્ડસ અનિમેષ,પૂજા,પાયલ,તન્વી બધા હસી પડે છે.
મૌસમ એ લોકો તરફ જોઈ કહે છે "આમાં હસવા જેવું શું છે? ઑહ તો તમે તમારી બેવકૂફી પર હસી રહ્યા છો."

મલ્હાર:- "એક્સક્યુઝમી તમે તો વગર કારણે મારી સાથે rude behave કરો છો."

મૌસમ:- "હા તો?"

મલ્હાર:- "I think મે તમારી સાથે વાત કરી મારો ટાઈમ વેસ્ટ કર્યો."

મૌસમ:- "મિસ્ટર મલ્હાર તમે તમારો નહિ પણ મારો ટાઈમ વેસ્ટ કર્યો."

મલ્હાર:- "I can't believe this...કેટલીક યુવતીઓને એટિટ્યુડ દેખાડીને યુવકો પાસેથી Attention જોઈતું હોય છે."

મૌસમ:- "એટિટ્યુડ...ઑહ પ્લીઝ...હું તમારા જેવા યુવકોને ભાવ પણ નથી આપતી."

મલ્હાર તો પોતાની બેંચ પર બેસી ગયો. મનમાં જ કહ્યું "ખબર નહિ કઈ વાતનું અભિમાન છે."

મૌસમ કોલેજથી છૂટીને હોટલનું કામ પતાવીને ઘરે જવા માટે ઉભી હોય છે. રિક્ષા કે સીટીબસ જે પહેલા મળે તેમાં જવાનું વિચારતી હતી. મૌસમની નજર બાંકડા પર બેસેલા વૃધ્ધ પતિ પત્ની પર જાય છે. મૌસમ વૃધ્ધ દંપતિને જોઈ રહી. બંને એકબીજાની કાળજી રાખી રહ્યા હતા. બંને એકબીજાનો હાથ પકડી પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા.

રિક્ષા આવી અને મૌસમ બેસી ગઈ. ઘરે જઈ ચા પીને થોડીવાર અભ્યાસ કરે છે. જમીને પછી ડાયરી લખવા બેસે છે.

"આખરે વૃધ્ધ દંપતી વચ્ચે એવું તો શું હતું કે આ ઉંમરે પણ તેઓ એકબીજા સાથે છે. આખી જીંદગી બંન્ને એકબીજા સાથે કેવી રીતના રહી શકે. ખબર નહિ એવી તે કંઈ લાગણી હશે જે એકબીજાને જોડી રાખે છે. માહીએ એક પ્રેમકથા વાંચવા આપેલી. એમાં લખ્યું હતું "પ્રેમ એવો અહેસાસ છે જે મનનાં સૂકા રણમાં પણ પૂર લાવી શકે છે."

પ્રેમ તો મારા માટે ફક્ત એક શબ્દ છે. પ્રેમનો અનુભવ પણ નથી થયો. જ્યારે પ્રેમનો અનુભવ થશે તો કેવું લાગશે? પણ શું મને પ્રેમનો અનુભવ મળશે? શું મારા નસીબમાં પ્રેમ લખાયો છે? પિતાના પ્રેમ માટે પણ કેટલી તરસી ગઈ હતી. પિતાનો પ્રેમ ન મળ્યો. સ્ત્રી જ્યારે જન્મે અને ઉંમરલાયક બને ત્યાં સુધી એના જીવનમાં એના પિતા એનો પ્રથમ પુરુષ હોય છે. સ્ત્રીની આંખ સતત એના પિતા જેવા દેખાતા, એના પિતા જેવી પ્રકૃતિ ધરાવતા પુરુષને શોધે છે. શું જીંદગીમાં એ પળ આવશે કે કોઈ મને ચાહે. એવો કોઈ પુરુષ હશે જે મને ચાહે. એ પુરુષ મને ચાહશે તો મને કેવી લાગણી થશે એની તો હું કલ્પના સુધ્ધાં નથી કરી શકતી. કારણ કે કોઈ પુરુષના પ્રેમનો અનુભવ નથી કર્યો. કોઈને પ્રેમ મળે છે તો કોઈને નથી મળતો. મારા નસીબમાં પ્રેમ હશે કે નહિ? હશે તો ક્યાં હશે તે? શું કરતો હશે? ક્યાંક તો હશે અને ક્યારેક તો મળશે..."

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED