Kyarek to madishu - 18 books and stories free download online pdf in Gujarati

ક્યારેક તો મળીશું - ભાગ ૧૮


માહીએ VJS ને મેસેજ કર્યો. "શું એકબીજાને પ્રેમ કરવા ફક્ત વિશ્વાસની જ જરૂર છે? I mean કે અમુક સમયે એકબીજાને થોડુંક સમજવાની અને સમજાવવાની પણ જરૂર હોય છે...રાઈટ...?"

VJS :- "તમારી વાત એકદમ સાચી છે... હું તમને કંઈક પૂછી શકું?"

માહી:- "હા..."

VJS :- "જીવનમાં કંઈ પ્રોબ્લેમ છે? તમે ઈચ્છો તો તમારી પ્રોબ્લેમ મારી સાથે શેર કરી શકો."

માહીએ થોડી વાર વિચાર કર્યો. પછી VJS ને મેસેજ કર્યો "actually પ્રોબ્લેમ છે પણ તમે મારા માટે અજાણ્યા છો."

VJS :- "It's ok...તમારી વાત પણ સાચી છે.
I understand...."

માહીએ વિચાર્યું કે સ્પષ્ટ શબ્દોમાં તો હું નહિ કહું પણ આડકતરી રીતે તો મારી પ્રોબ્લેમ જણાવી જ શકું ને?

માહીએ મેસેજ કર્યો " સંબંધ સાચવવા માટે શું કરવું જોઈએ.? I mean કે મને ખ્યાલ છે કે એકબીજા પર વિશ્વાસ કરીને સંબંધ નિભાવવો જોઈએ. પણ આ બધું મારા માટે કોમ્પલીકેટેડ છે."

VJS:- "સમજી ગયો. I think બોયફ્રેન્ડ પ્રોબ્લેમ...
રાઈટ?"

માહી ને વિચાર આવ્યો કે આ વ્યક્તિએ અંદાજો લગાવ્યો હશે.

માહી:- "હા બોયફ્રેન્ડ પ્રોબ્લેમ..."

VJS:- "બોયફ્રેન્ડ પ્રોબ્લેમ એટલે કહી શકું કે એ તમારી નજીક આવવાની કોશિશ કરે છે. રાઈટ?"

માહી:- "હા રાઈટ પણ તમને કેવી રીતના ખબર?"

VJS:- "એ તો અંદાજો લગાવ્યો. ને તમને એના પર વિશ્વાસ નથી. I mean કે તમે એની સાથે હજી comfortable નથી."

માહી:- "હા મેં મારા બોયફ્રેન્ડ પાસે થોડો સમય માંગ્યો."

VJS:- "કેટલા સમયથી તમે સાથે છો."

માહી:- "બસ હમણાં જ. પહેલી મુલાકાત ગઈકાલે જ થઈ."

VJS:- "અને પહેલી મુલાકાતમાં જ એ તમારી નજીક આવવાની કોશિશ કરે છે તો..."

માહી:- "તો શું?"

VJS :- "તો એનો મતલબ એ કે કદાચ એ તમને લવ નહીં કરતો હોય...પહેલી જ મુલાકાતમાં જ એણે તમારી સાથે આવું કરવાની કોશિશ કરી."

માહીને પણ લાગ્યું કે વાત સાચી છે.

માહી:- "મારી નજીક આવે એ પહેલાં જ થોડો સમય માંગ્યો. અને એ માની ગયો પણ થોડો નારાજ હતો."

VJS:- "I think તમારે તમારા સંબંધને થોડો ટાઈમ આપવો જોઈએ. આ સમય દરમ્યાન તમને ખ્યાલ આવશે કે સામેની વ્યક્તિ કેવી છે તે. તમારી વાત પરથી લાગે છે કે તમે સમજદાર છો."

માહી :- "મારા કરતા તમે વધારે સમજદાર છો. Thank you...મારી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. Thank you so much... શું આપણે ફ્રેન્ડસ બની શકીએ."

VJS:- "આપણે ફ્રેન્ડ જ છીએ. તમારી સ્ટોરી વાંચી ત્યારથી જ તમારો ફ્રેન્ડ બની ગયો છું."

માહી:- "oh so sweet."

VJS:- "તમારી સાથે રૂબરૂ મુલાકાત કરવાની ઈચ્છા છે જો તમારી મરજી હોય તો જ."

માહી:- "વિચારીને કહીશ."

VJS:- "ઑકે નો પ્રોબ્લેમ...એમ પણ હું અત્યારે લંડનમાં છું. ગુજરાત આવીશ ત્યારે મેસેજ કરીશ."

માહી:- "ચોક્કસ મને મેસેજ કરજો. અત્યારે તો નહીં પણ આપણે ક્યારેક તો મળીશું જ."

VJS:- "હા મને પણ લાગે છે કે આપણે ક્યારેક તો મળીશું..."

માહી:- "તમારી સાથે વાત કરીને મન હળવું થઈ ગયું."

VJS:- "ઑકે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો સંકોચ વગર મને જણાવજો."

માહી:- "ઑકે..."

VJS:- "ઑકે તો મળીએ...Bye..."

માહી:- "Bye..."

માહીએ વિચાર્યું કે આ વ્યક્તિ સારો છે. કોણ હશે? જે હશે તે પણ એની વાત પરથી લાગ્યું કે બહુ સમજદાર અને મેચ્યોર હશે. શું કહ્યું એ વ્યક્તિએ કે ક્યારેક તો મળીશું... આ title પર એક નોવેલ લખવા જેવી ખરી. Nice title "ક્યારેક તો મળીશું..."

મેસેજ કરીને માહી કૉલેજ જવા માટે તૈયાર થઈ.
મૌસમ ઑફિસે જવા અને પંક્તિ,માહી અને રાહી ત્રણેય કૉલેજ માટે નીકળ્યા જ કે વરસાદ વરસવા લાગ્યો. એટલે બધા છત્રી લઈને નીકળ્યા.

કૉલેજમાં જઈ માહીની નજર રાઘવને શોધે છે.

રાઘવ અને સોહમને ક્લાસમાં આવતા જોઈને માહી રાઘવને hi કહે છે.

રાઘવ:- "hi."

માહી:- "રાઘવ મારાથી નારાજ છે તું?"

રાઘવ:- "હું નારાજ હોઉં કે ન હોઉં તને શું ફરક પડે છે?"

માહી:- "રાઘવ થોડું તો સમજ...મારા માટે આ બધું એટલું સહેલું નથી."

રાઘવ:- "ઑહ રિયલી? તું સમજે છે મને?"

એટલામાં જ ક્લાસમાં પ્રોફેસર આવે છે. રાઘવ અને માહીની વાત ત્યાં જ અટકી જાય છે.

મલ્હાર ઘરે પહોંચે છે. મલ્હારને તો હવે દરેક જગ્યાએ મૌસમ નજરે પડે છે. મલ્હારના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. તે જ સમયે વત્સલાબહેન ત્યાંથી પસાર થાય છે. પોતાના રૂમમાં બેઠેલા મલ્હારને આમ એકલો હસતો જોઈ વત્સલાબહેન મલ્હારના રૂમમાં જાય છે.

સાંજે ભારતીબહેન મલ્હારના ઘરે જાય છે. ભારતીબહેન દરવાજાની બેલ વગાડે છે.
નોકર દરવાજો ખોલે છે.

મોટું અને આલિશાન બંગ્લો જોઈને ભારતીબહેન અંદર જતા અચકાય છે. કાદવવાળા ચંપલ બહાર જ કાઢે છે અને છત્રી પણ બહાર જ મૂકે છે. વસુધાબહેન તે જ સમયે નીચે આવતા હોય છે.

વસુધાબહેન:- "કોનું કામ છે તમારે?"

ભારતીબહેન:- "જી મારે જશવંતભાઈ નું કામ છે. હું મૌસમની મમ્મી."

વસુધાબહેન:- "ઑહ તો તમે છો મૌસમના મમ્મી.
ટીચર છો ને તમે? ખૂબ સરસ શિક્ષા આપી છે મૌસમને. મૌસમ ઘણી સમજદાર છે."

વસુધાબહેન છત્રી અને ચંપલને જોઈ કહે છે "મૌસમની સાથે સાથે તમે પણ ઘણાં સમજદાર છો.
છત્રી અને ચંપલ બહાર જ મૂકી આવ્યા કે જેથી અમારું ઘર બગડે નહીં તો તમે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું મૌસમને આ ઘરમાં ઘરનું વાતાવરણ બગાડવા આવવા દઈશ. મૌસમ જો આવશે તો આ ઘરનું વાતાવરણ બગડી જશે. તો પ્લીઝ હવે તમે અહીંથી જઈ શકો છો."

વસુધાબહેન સડસડાટ પગથિયાં ચઢીને ઉપર જાય છે.

વત્સલાબહેન:- "મલ્હાર આજે કેમ બહું ખુશ લાગે છે?"

મલ્હાર:- "મમ્મી મને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો છે."

વત્સલાબહેન:- "કોણ છે એ યુવતી? શું નામ છે?"

મલ્હાર:- "મૌસમ..."

વત્સલાબહેન:- "સેક્રેટરી છે તે."

મલ્હાર:- "હા મમ્મી એ જ."

વત્સલાબહેન:- "મૌસમ એક બહુ સારી છોકરી છે. મને પણ એ ગમે છે."

મલ્હાર:- "મમ્મી I love you..."

મલ્હારના રૂમની બહારથી પસાર થતી વસુધાબહેન મલ્હાર અને વત્સલાબહેનની વાત સાંભળી જાય છે.
વસુધાબહેન વિચારે છે "ઘરની પ્રોપર્ટી માં ભાગ પડાવવાનું કામ તો હું ન કરી શકી પણ પ્રથમ,મૌસમ અને મલ્હારના પ્રણયત્રિકોણ થી તો આ ઘરનાં ભાગલા પડી જ જશે."

વસુધાબહેનના શબ્દો સાંભળી ભારતીબહેન દરવાજાની બહાર જવા લાગ્યા. એટલામાં જ વસુધાબહેને ઉપરથી બૂમ પાડી "એક મિનીટ."

ભારતીબહેને અવાજની દિશામાં જોયું.

વસુધાબહેન પગથિયાં ઉતરીને આવ્યા.

વસુધાબહેન:- "મને મૌસમ ખૂબ પસંદ છે. એકચ્યુઅલી હું તો તમારી પરીક્ષા લઈ રહી હતી. મારા પ્રથમ માટે મૌસમ મને ખૂબ ગમે છે. તો હું આ સંબંધને પાક્કું સમજું."

ભારતીબહેન:- "તમારો ખૂબ ખૂબ આભાર બહેનજી."

વસુધાબહેન મંદિરમાં રહેલા ચાંદીનો એક સિક્કો આપી ભારતીબહેનને આપતા કહે છે. આ શુકનનો સિક્કો છે. રાખો તમારી પાસે.

ભારતીબહેન નમસ્તે કરીને વિદાય લીધી. ભારતીબહેન તો ખુશ થઈ ગયા કે મૌસમનું આ પરિવારમાં નક્કી થઈ ગયું.

મલ્હારના રૂમમાંથી બહાર આવતા વત્સલાબહેન પૂછે છે "કોઈ આવ્યું હતું કે...કોઈને બૂમ પાડતા સાંભળ્યા.

વસુધાબહેન વત્સલાને કંઈ કહેવા નહોતા માંગતા. જો પોતે કહી દેશે કે ભારતીબહેન અહીં આવ્યા હતા તો મારી આખી યોજના પર પાણી ફરી વળશે."

વસુધાબહેન:- "કોઈ બહેન હતા. ભૂલથી અહીં આવી ગયા હતા."

વત્સલાબહેન રસોડામાં જઈ નોકરોને શું બનાવવું તે કહેવા જાય છે.

એટલામાં જ જયના પર્સ લઈ બહાર આવે છે.

વસુધાબહેન:- "ક્યાં જાય છે જયના?"

જયનાબહેન:- "રાજીવને એક યુવતી પસંદ છે. એ યુવતી સાથે વાત કરવા જાઉં છું."

વસુધાબહેન:- "હું પણ તો જાણું કે એ યુવતી છે કોણ?"

જયનાબહેન:- "મૌસમની બહેન માહી પાઠક..."

વસુધાબહેન:- "perfect..."

જયનાબહેન મૌસમના ઘરે જવા નીકળે છે.

રાહી પોતાના રૂમમાં વાંચવામાં વ્યસ્ત હતી.
માહી રાઘવને લઈને વિચારોમાં ખોવાયેલી હતી.
પંક્તિ પેલા ડ્રેસ વિશે વિચારી રહી હતી. આજ સુધી પંક્તિએ નાની નાની ચીજવસ્તુ માટે કોમ્પ્રોમાઈસ કર્યા છે. પણ હવે પંક્તિથી સહન નહોતું થતું.

એટલામાં જ ઘરના દરવાજે ટકોરા પડે છે.
મૌસમ,માહી અને પંક્તિની નજર પડે છે તો જયનાબહેન હોય છે.

પંક્તિ મનમાં જ કહે છે "આ હીટલરની કાકી અહીં કેમ આવી છે?" ત્રણેય બહેનો જયનાબહેનને જોઈ થોડી સેકન્ડો માટે તો વિચારમાં જ પડી ગયા.

જયનાબહેન:- "છોકરીઓ મને અંદર નહીં બોલાવો."

મૌસમને ખ્યાલ આવતા તરત જ જયનાબહેનને આવકાર આપ્યો.

માહી પાણી લઈને આવી.

જયનાએ મોઢું ચઢાવ્યું કે પાણી કેવું હોય ને કેવું નહીં.

જયનાબહેન:- "No thanks... એકચ્યુઅલી હું અહીં માહીની વાત કરવા આવી છું. તમારા મમ્મી નથી?"

મૌસમ:- "મમ્મી બહાર ગયા છે."

જયનાબહેન :- "માહી ને એક યુવક પસંદ કરે છે તો એની જ વાત કરવા આવી છું."

આ સાંભળતા જ માહી ખુશ થઈ જાય છે. જરૂર રાઘવે મોકલી હશે જયના ફોઈને. હું તો વગર કામે રાઘવ પર શંકા કર્યા કરતી હતી.

મૌસમ વિચારે છે કે માહીના મોઢે બે ત્રણ વખત રાઘવના વખાણ સાંભળ્યાં છે તો જયનાફોઈ રાઘવ માટે માહીનો હાથ માંગવા આવ્યા હશે. મને તો લાગતું હતું કે રાઘવ સારો છોકરો નથી. પણ એ તો સારો નીકળ્યો.

મૌસમ:- "કોણ છે?"

જયનાબહેન:- "રાજીવ પંચાલ નામ છે. સફળ અને રિચ બિઝનેસમેન છે."

મૌસમ અને માહીને થોડો ઝટકો લાગ્યો. માહી અને મૌસમની વિચારધારણા ખોટી પડી.

મૌસમને ફરી વિચાર આવ્યો કે રાઘવ માટે ફરી ગેરસમજ થઈ. શું ખબર કે રાજીવ પંચાલ એક સારો યુવક હોય. એમ વિચારી મૌસમે કહ્યુ જયનાફોઈ રાજીવ પંચાલનો કોઈ ફોટો છે.

જયનાએ મોબાઈલ માં ફોટો બતાવ્યો. ત્રણેય બહેનોએ ફોટો જોયો.

મૌસમ:- "જયનાફોઈ આમની ઉંમર તો..."

જયના:- "અરે તો શું થયું...અમીર ઘરનો છે. માહી જો હા કહી દે તો તમારી ચારેય બહેનોની અને તમારી મમ્મીની જીંદગી સુધરી જશે. ક્યાં સુધી આ નાના ઘરમાં રહેશો."

માહી:- "પણ મારી ના છે."

જયનાબહેન:- "ફરી એકવાર વિચાર કરી જો. આવો મોકો વારંવાર નહીં મળે."

માહી:- "વિચારી લીધું...મને મંજુર નથી."

જયનાબહેન:- "સારું તારી ઈચ્છા."

જયનાબહેન દરવાજાની બહાર નીકળી જાય છે.

જયનાબહેનના જતાં જ મૌસમ અને માહી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.

પંક્તિ મનમાં વિચારે છે કે લક્ષ્મી સામે ચાલીને ઘરે આવી છે. તો હું કેમ જવા દઉં?

પંક્તિ ઘરની બહાર નીકળે છે. જયનાબહેન કારમાં બેસવા જતા હતા કે જયનાના કાને "જયનાફોઈ" એવી બૂમ સંભળાય છે. જયનાબહેને જોયું તો પંક્તિ પોતાની તરફ આવતી હતી.

પંક્તિ:- "હું રાજીવ પંચાલ સાથે લગ્ન કરીશ."

જયનાબહેન:- "ચારેય બહેનોમાં તું વધારે સમજદાર છે. આ લગ્ન કરીને તું તારી માં અને બહેનોની જીંદગી બનાવી લઈશ. સારો નિર્ણય લીધો છે તે."

જયનાબહેન કારમાં બેસી નીકળી જાય છે.

પંક્તિ મનોમન વિચારે છે "હવે મારે નાની નાની ચીજવસ્તુઓ માટે નહીં તડપવુ પડે. હવે ૨૫૦૦/- નો તો શું પણ લાખો રૂપિયાના ડ્રેસની ખરીદી કરીશ."

ભારતીબહેન આવે છે.

ભારતીબહેન:- "તું અહીં ઉભી ઉભી શું વિચારે છે? અને કોની કાર હતી. કોણ આવ્યું હતું."

પંક્તિ:- "લક્ષ્મીજી આવ્યા હતા."

ભારતીબહેન:- "કોણ આવ્યું હતું?"

પંક્તિ:- "કોઈ નહીંં. તમે એ કહો કે તમને કેમ મોડું થયું?"

ભારતીબહેન:- "હું મૌસમના બોસના ઘરે ગઈ હતી. નક્કી કરીને આવી છું મૌસમનું."

સાંજે વસુધાબહેન અને જશવંતભાઈ પોતાના બેડરૂમમાં બેસીને વાત કરતા હોય છે.

વસુધાબહેન:- "આજે ભારતીબહેન આવ્યા હતા. મૌસમનું નક્કી કરવા."

જશવંતભાઈ:- "તો તે શું કહ્યું? ક્યાંક તે એમને કંઈ આમતેમ કંઈ કહ્યું નથી ને?"

વસુધાબહેન:- "હું શું કરવા કશું કહેવાની."

જશવંતભાઈ:- "મને એમ કે તને મૌસમ પસંદ નથી."

વસુધાબહેન:- "શરૂઆત માં મને પસંદ નહોતી. પણ ભારતીબહેનને મેં મૌસમ માટે હા કહી દીધું છે."

જશવંતભાઈ:- "પણ તું મૌસમ માટે કેવી રીતે માની
ગઈ?"

વસુધાબહેન:- "હું પ્રથમની ખુશી માટે કંઈ પણ કરી શકું. મારો દીકરો ખુશ તો હું પણ ખુશ."

બેડરૂમની બહાર ઉભેલો પ્રથમ પોતાના માતાપિતાની વાત સાંભળી રહ્યો હતો. પ્રથમ મનોમન મલકાઈ રહ્યો હતો.

પ્રથમે બેડરૂમનો દરવાજો ખટખટાવ્યો.

વસુધાબહેને દરવાજો ખોલ્યો.

વસુધાબહેન:- "ઑહ તો છૂપાઈને અમારી વાત સાંભળી રહ્યો હતો."

પ્રથમ:- "ના મમ્મી એ તો હું પપ્પા પાસેથી ફાઈલ લેવા આવ્યો હતો."

જશવંતભાઈ:- "પણ ફાઈલ તો મેં તને આપી દીધી છે."

પ્રથમના ચહેરા પર સ્માઈલ આવી જાય છે માથું ખંજવાળતા કહે છે "સૉરી પપ્પા હું ભૂલી ગયો હતો."

વસુધાબહેન:- "ફાઈલનું તો બહાનું છે. વાત જો સાંભળવી હતી. સાચું કહ્યું ને?"

પ્રથમ:- "Good night મમ્મી Good night પપ્પા."

પ્રથમ પોતાના રૂમમાં જતો રહ્યો.

સવારે બધા નાસ્તો કરી રહ્યા હતા. પ્રથમ અને મલ્હાર નાસ્તો કરીને નીકળી ગયા હતા.

જશવંતભાઈ:- "મેં પ્રથમ માટે એક યુવતી શોધી છે. પ્રથમને પણ પસંદ છે."

વત્સલાબહેન:- "તમે અમને કહ્યું પણ નહીં."

વસુધાબહેન:- "હવે આ વાત પણ કહેવી પડશે."

વત્સલાબહેન:- "કોણ છે એ છોકરી?"

જશવંતભાઈ કંઈ બોલવા જતા હતા કે વસુધાબહેન બોલી પડ્યા કે "સરપ્રાઈઝ છે."

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો