Kyarek to madishu - 9 books and stories free download online pdf in Gujarati

ક્યારેક તો મળીશું - ભાગ ૯

પંક્તિ ઘરે પહોંચે છે. પંક્તિ સ્વગત જ બોલતી બોલતી રૂમમાં આમથી તેમ આંટા મારે છે. "ખબર નહિ કંઈ વાતનું અભિમાન છે. શું સમજે છે એ લોકો કે અમે લોકો કમજોર છીએ."

મૌસમ પર્સ મૂકતા કહે છે "ઑ હેલો એકલી એકલી વાત કરે છે. પાગલ થઈ ગઈ છે કે શું?"

પંક્તિ:- "ખબર નહિ પોતાની જાતને શું સમજે છે? દેખાવમાં તો દેખાવમાં પણ સ્વભાવમાં પણ હિટલરની કાકી લાગતી હતી."

મૌસમ:- "તું એકવાર શાંત થઈ જા. ને મને એ કહે કે કોની સાથે ઝઘડો કરીને આવી? ને કોને હિટલરની કાકી કહે છે?"

પંક્તિએ બધી વાત વિગતવાર જણાવી.

મૌસમ:- "તારે જે સંભળાવવું હતું તે સંભળાવી આવીને હવે શાંત થઈ જા. રાહી ઠીક છે ને?"

પંક્તિ:- "હા ઠીક છે."

બીજા દિવસે ઑફિસમાં માહેરા ફોટો પડાવતી હતી. કાશ્મીરા નિરીક્ષણ કરતી અને જરૂર પડે
ત્યારે ફોટાવાળાને અને માહેરાને સૂચના આપતી. થોડી મિનીટો પછી માહેરા ફરી મેકઅપ સરખો કરવા વોશરૂમમાં ગઈ. માહેરા જલ્દી ન આવતા કાશ્મીરા જાતે વોશરૂમમાં ગઈ અને માહેરાને કહેવા લાગી "તને ખબર હતી કે આજે આપણે ઘણાં ફોટો શુટ કરવાના છે,કપડા જોવાના છે તો પણ મોડી આવી. અને આવીને જ ફરી તારા મેકઅપની સમસ્યા."

માહેરા અરીસામાં જોઈને કહે છે "ઑહ મારો બધો મેકઅપ ખરાબ થઈ ગયો છે."

કાશ્મીરા:- "શું જોવા દે મને. હા સાચ્ચે જ. તને જોઈને એવું લાગે છે કે તું મૉડલ નથી પણ કુપોષણનો શિકાર થઈ ગયેલી દૂબળી પાતળી મૉડલ લાગે છે."

માહેરા:- "મારે ફરીથી મેકઅપ કરવો પડશે."

કાશ્મીરા:- "શું આ મેકઅપના ચક્કરમાં આખો દિવસ બગાડવાનો છે. મારી જોબ આ કંપનીમાં હેડડિઝાઈનર તરીકેની છે. નથી કે તારી આગળપાછળ ફરવામાં. તો ફટાફટ બહાર આવ."

કાશ્મીરા રૂમમાં આવે છે.

પ્રક્ષેશ:- "Hi beautiful...આ સુંદર ચહેરા પર આટલો ગુસ્સો સારો નથી લાગતો."

કાશ્મીરા:- "માહેરાનું તો હું શું કરું એ જ નથી ખબર પડતી. આજે ઘણું બધુ કામ હતું એટલે તો હું વહેલી વહેલી આવી ગઈ. નાસ્તો પણ નથી કર્યો. એ તો સારું છે કે મયંક મને હેલ્પ કરવા લાગે છે અને આયુષને સ્કૂલે મૂકવા ગયા."

પ્રક્ષેશ:- "ઑહ હા મયંકને મળ્યે ઘણાં દિવસ થઈ ગયા. છે ક્યાં ભાઈસાહેબ?"

કાશ્મીરા:- "આજકાલ એમની ઑફિસમાં પણ બહુ કામ રહે છે અને મને પણ હેલ્પ કરે છે. એટલે બિઝી છે."

પ્રક્ષેશ:- "મયંક લકી છે."

કાશ્મીરા:- "કેમ મયંક લકી છે?"

પ્રક્ષેશ:- "મયંકને આટલી બ્યુટીફુલ અને ગોર્જિયસ વાઈફ જો મળી."

કાશ્મીરા:- "હું મેરિડ છું તો મારી સાથે તો ફલર્ટ ન કર. મયંકનું તો ખબર નહિ પણ હું લકી છું કે મને મયંક મળ્યો."

પ્રક્ષેશ:- "સ્ત્રીઓના વખાણ કરીને ખુશ રાખવાને ફલર્ટ કહેવાતું હોય તો હું ફલર્ટ કરવા હંમેશા તૈયાર છું મેડમ.."

કાશ્મીરા પ્રક્ષેશની વાત સાંભળી હસે છે.

પ્રક્ષેશ:- "ચાલો હવે હું જાઉં. મારું કામ તો પતી ગયું."

કાશ્મીરા:- "એવું શું કામ કર્યું?"

"માહેરાને લીધે જે ચહેરાનો મૂડ બગડેલો હતો એ ચહેરા પર હસી તો લાવી દીધી ને." એમ કહીને પ્રક્ષેશ જતો રહ્યો.

કાશ્મીરા હસી રહી અને સ્વગત જ બોલી "નહિ સુધરે આ મસ્તીખોર."

માહેરા વોશરૂમમાં મેકઅપ કરી રહી હતી. ત્યાં જ મૌસમ આવે છે.

માહેરા:- "સાંભળ એક કામ કર પેલી રેડ લિપસ્ટિક છે એ જરા પાસ કર."

મૌસમ લિપસ્ટિક આપે છે.

માહેરા:- "જરા બે ટિશ્યું પેપર તો આપી દે."

મૌસમ ટિશ્યું પેપર આપે છે.

માહેરા:- "અને હા જરા મારી આ ડ્રેસ તો સરખી કરી આપ."

મૌસમ:- "એક્સક્યુઝમી તમે તો ઓર્ડર પર ઓર્ડર આપો છો."

માહેરા:- "ઑહ શું થયું? ખોટું લાગી ગયું. તને ખબર છે હું કોણ છું તે? આ કંપનીની ઑફિશિયલ મૉડલ છું અને મલ્હારની ગર્લફ્રેન્ડ."

"ઑહ રિયલી? by the way મને કોઈની પર્સનલ લાઈફમાં કોઈ ઈન્ટરેસ્ટ નથી અને હા મલ્હાર સરની ચોઈસ આટલી પણ ખરાબ ન હોઈ શકે. Good bye..." કહીને મૌસમ પોતાની કેબિનમાં જઈ બેસે છે અને પોતાનું કામ કરવા લાગે છે.

બપોર પછી મલ્હાર મૌસમની કેબિનમાં રહેલા લેન્ડ લાઈન પર ફોન કરીને કહે છે "છેલ્લાં એક મહિનાના ડોક્યુમેન્ટ અને ડ્રોઈંગ ડિઝાઈનને સ્કેન કરવાની છે અને કોમ્પ્યુટરમાં એન્ટર કરવાની છે."

મૌસમ:- "જી સર...ફાઈલો ક્યાં મૂકી છે?"

મલ્હાર:- "તારી બાજુમાં એક રૂમ છે ત્યાં છે."

મલ્હાર મનોમન કહે છે "મે મૌસમને તો કહી દીધું કે આ રૂમમાં ફાઈલો છે પણ આટલા મોટા રૂમમાં ક્યાં શોધશે? એકવાર મને ચેક કરી આવવા દે કે મૌસમને ફાઈલો મળી કે નહિ અને નહિ મળી હોય તો કંઈ ફાઈલ ક્યાં મૂકી છે એ એકવાર બતાવી દઈશ." એમ વિચારી મલ્હાર મૌસમની કેબિન તરફ જાય છે.

મૌસમ એ રૂમમાં ફાઈલો લેવા જાય છે.

માહેરા ફોટોશૂટ કરાવીને મલ્હારને મળવા જાય છે. પણ મલ્હાર પોતાની કેબિનમાં નહોતો.

માહેરા:- "મિસ્ટર ખિલ્લાની મલ્હાર ક્યાં છે? એની કેબિનમાં તો નથી."

મિ.ખિલ્લાની:- "કદાચ આ તરફ ગયા છે. પેલી નવી આસિસ્ટન્ટની કેબિન તરફ ગયા છે."

માહેરા પણ એ તરફ જાય છે.

મૌસમ ટેબલ પર ચઢીને એક એક કરીને જુની ફાઈલોને કાઢે છે. મલ્હાર રૂમમાં આવી મૌસમને બોલાવે છે. મૌસમ પાછળ ફરીને જોય છે
અને ટેબલનું બેલેન્સ ન રહેતા મૌસમ નીચે પડવાની હોય છે કે મલ્હાર એને બંન્ને હાથ પર ઝીલી લે છે.

થોડી પળો તો મલ્હાર અને મૌસમ બંન્ને એકબીજામાં ખોવાઈ ગયા. મલ્હાર મૌસમની અણિયાળી એવી સુંદર આંખોના ઊંડાણમાં ખોવાઈ ગયો. મૌસમનું દિલ જોરજોરથી ધડકતું હતું.

માહેરા કેબિનનો દરવાજો ખોલે છે તો આ દશ્ય જોય છે.

મૌસમ સ્વસ્થ થતા બોલે છે "મને નીચે ઉતારો."

મલ્હાર:- "Are you okay?"

મૌસમ:- "હા હું ઠીક છું. મને નીચે ઉતારી દો."

મલ્હાર મૌસમને નીચે ઉતારી દે છે.

મૌસમ "Thanks" કહે છે.

માહેરા પણ ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે.

સાંજે મલ્હાર મૌસમ પાસે આવે છે.
"કંપનીના પચાસ વર્ષ પૂરા થાય છે એટલે
આજે અમારે ત્યાં પાર્ટી છે. તારે અને તારી ફેમિલીને લઈને આવવાનું છે." આટલું કહી મલ્હાર મૌસમને ઈન્વાઈટ કાર્ડ આપે છે.
મૌસમ કાર્ડ લઈ લે છે.

મૌસમ સાંજે ઘરે પહોંચે છે.

પંક્તિ:- "didu આ શું છે?"

મૌસમ:- "મલ્હાર સરને ત્યાં પાર્ટી છે. બધાને ઈન્વાઈટ કર્યું છે. પણ હું ત્યાં જઈને શું કરીશ?"

માહી:- "પાર્ટી છે તો બહુ મઝા આવશે. ચાલો જઈએ."

રાહી:- "હા didu ચાલોને જઈએ. પ્લીઝ પ્લીઝ જઈએ."

પંક્તિ:- "મલ્હાર સર..! ઑહ હા યાદ આવ્યું. મલ્હાર સર એ જ વ્યક્તિ છે ને જે તમારી સાથે કૉલેજમાં હતા."

માહી:- "અને એમણે તમને વિઅર્ડ કહ્યું હતું."

મૌસમ:- "હા..."

પંક્તિ:- "તમે લોકો સાથે હળતા ભળતા નથી ને એટલે જ એમણે તમને વિઅર્ડ કહ્યું હશે. તમે નથી ઈચ્છતા કે મલ્હાર સર તમને ફરી વિઅર્ડ કહે તો ચાલો પાર્ટીમાં જઈએ."

મૌસમ:- "મલ્હાર મને વિઅર્ડ કહે,પાગલ કહે કે જે કહે તે મને કોઈ ફર્ક નથી પડતો."

રાહી:- "મતલબ પાર્ટીમાં નથી જવાનું."

મૌસમ:- "તમે બધા જવા ઈચ્છો છો તો ચોક્કસ જઈશું."

પંક્તિ:- "અમે બધા જવા ઈચ્છીએ છીએ એટલે અમને પાર્ટીમાં લઈ જવાના છો કે પછી તમારી જવાની ઈચ્છા છે."

મૌસમ:- "શું કહે છે? હું કંઈ સમજી નહિ."

માહી:- "didu હું સમજાવું છું. વાત એમ છે કે અમને પાર્ટીમાં લઈ જવાનું એક બહાનું માત્ર છે. ખરેખર તો તમે પાર્ટીમાં એટલે જવા માંગો છો કે પાર્ટીમાં મલ્હાર હશે."

મૌસમ:- "તમારા બંનેનું શું કરું હું? સિરિયલ અને મુવી જોઈ જોઈને તમને બધા આવા જ વિચારો આવે છે. ચાલો હવે ફટાફટ તૈયાર થઈ જાઓ."

ચારેય બહેનો કાર્ડમાં લખેલા એડ્રેસ પર પહોંચે છે.

પંક્તિ:- "ઑહ નો આ તો હીટલરની કાકીનું ઘર છે."

પંક્તિ રાહીનો હાથ પકડી ઉભી રખાડીને કહે છે
"તને ક્લબમાં જે લોકો પરેશાન કરતા હતા તે લોકો અહીં રહે છે."

મૌસમ પાછળ ફરે છે અને કહે છે "તમે લોકો કેમ ઉભા રહી ગયા? શું થયું? ચાલો અંદર."

પંક્તિ:- ''didu તમે જાઓ અમે આવીએ છીએ."

રાહી:- "શું કરીએ આપણે બંન્ને પાછા જતા રહીએ."

પંક્તિ:- "ના હવે...અહીં આવી જ ગયા છીએ તો હવે પાર્ટીમાં જઈએ. જીવનમાં તો આવી નાની મોટી સમસ્યા આવશે જ. આજે નહિ તો કાલે પણ એ લોકોનો ભેટો રસ્તામાં થઈ જશે ત્યારે તો સામનો કરવો જ પડશે ને. અને આપણે કંઈ ખોટું તો નથી કર્યું પછી એ લોકોથી શું કામ ડરવાનું. ડરવું તો એ લોકોએ જોઈએ."

રાહી:- "સાચી વાત છે. હવે જે થવાનું હોય તે થાય હવે તો આપણે અંદર જઈને જ રહીશું."

મૌસમ:- "તમે બંન્ને કેમ ધીમે ચાલો છો. અને ક્યારના શું વાતો કર્યા કરો છો."

પંક્તિ અને રાહી ઝડપથી મૌસમ પાસે આવે છે.

ચારેય બહેનો અંદર પહોંચે છે.

પંક્તિ:- "didu આ મલ્હારસરનું ઘર છે? Are you sure?"

મૌસમ:- "હા આ મલ્હારનું જ ઘર છે. પણ તું અચાનક આવો સવાલ કેમ કરે છે?"

એટલામાં જ ત્યાં પ્રથમ આવે છે.

પ્રથમ:- "hi મૌસમ Welcome welcome.."

મૌસમ:- "hi પ્રથમ... આ મારી બહેનો છે...માહી,પંક્તિ અને રાહી..."

પ્રથમ બધાને hi કહે છે."

પ્રક્ષેશ:- "ઑહ Hi મૌસમ..."

પંક્તિ તરફ જોઈને કહે છે "ઑહ પંક્તિ...Hi."

મૌસમ:- "તમે બંન્ને એકબીજાને ઓળખો છો?"

પંક્તિ:- "didu મે તમને કહ્યું હતું ને ક્લબવાળો કિસ્સો. તે લોકો પણ અહીં જ રહે છે. પણ ભૂલથી મે આમની સાથે ઝઘડો કરી લીધો."

પ્રક્ષેશ:- "ક્યાંક તમે ફરી ઝઘડવા તો નથી આવ્યા ને?"

પંક્તિ કંઈ ન બોલી.

પ્રક્ષેશ હસી રહ્યો અને કહ્યું "relax હું તો ખાલી મજાક કરી રહ્યો હતો."

મૌસમ:- "પ્રક્ષેશ આ મારી બહેનો છે માહી, પંક્તિ અને રાહી..."

પ્રક્ષેશ:- "હવે તો આ પાર્ટી મજેદાર બનવાની છે. ચાલો ત્યારે પાર્ટી એન્જોય કરીએ."

મલ્હાર દૂરથી પ્રથમ અને મૌસમને જોઈ રહ્યો હતો ત્યાં જ મલ્હારના ખભા પર એક હાથ મૂકાય છે.

મલ્હાર એ તરફ નજર કરે છે.

મલ્હાર:- "ઑહ hi તન્વી. How are you?"

ચારુબહેન:- "ઑહ hi મલ્હાર..કેવું છે?"

મલ્હાર:- "ઑહ hi ચારું આંટી."

ચારુંબહેન:- "વસુધા અને વત્સલા ક્યાં છે?"

મલ્હાર:- "ત્યાં જ્યુસ પી રહ્યા છે."

ચારુંબહેન વસુધા અને વત્સલાબહેનને મળવા જાય છે.

ચારુબહેન:- "hi વસુધા. Hi વત્સલા..."

વસુધા:- "ઑહ Hi ચારું."

ચારુબહેન:- "એક વાત કહું. મલ્હાર અને તન્વી બંન્ને સાથે હોય ત્યારે કેટલા ખુશ હોય છે.. નહિ?"

વત્સલાબહેન:- "ખુશ કેમ નહિ હોય? આખરે બંન્ને નાનપણથી જ મિત્રો છે."

ચારુંબહેન:- "હા વત્સલા આ વાત તો સાચી. બંને એકબીજા સાથે કેટલા ખુશ છે. વસુધા વેદ અમેરિકાથી ક્યારે આવવાનો છે?"

વસુધા:- "વેદ ભણતર પૂરું થશે એટલે આવી જશે."

મલ્હાર પાર્ટીમાં મહેમાનો સાથે વાત કરવામાં બિઝી થઈ ગયો.

રાઘવ અને સોહમ તૈયાર થઈને પાર્ટીમાં આવે છે.

રાઘવ:- "ઑહ hi વીકી."

સોહમ:- "તું એકલો જ આવ્યો છે. બીજા ફ્રેન્ડસ ક્યાં છે?"

વીકી:- "એ લોકો પણ આવે જ છે."

વીકી,સોહમ,રાઘવ ની નજર પંક્તિ અને રાહી પર પડે છે.

રાઘવ:- "આ બંન્ને અહીં શું કરે છે? અને આવા લોકોને આપણી પાર્ટીમાં કોણે ઈન્વાઈટ કર્યા."

સોહમ:- "ચાલ તો...એ લોકોને જ પૂછી જોઈએ."

પ્રથમ ત્યાં જ ઉભો હોય છે.

પંક્તિ:- "didu આ એ જ લોકો છે જેમણે રાહીને પરેશાન કરી હતી."

મૌસમ:- "પ્રથમ પેલા ત્રણેય કોણ છે?"

પ્રથમ:- "સોહમ જયનાફોઈનો છોકરો છે. રાઘવ કાકાનો છોકરો અને મલ્હારનો નાનો ભાઈ છે. એમની સાથે છે તે એમનો બેસ્ટ ફ્રેન્ડ વીકી છે."

પ્રથમ પંક્તિ તરફ જોઈને કહે છે "રાઘવ અને સોહમે શું કર્યું? તમારા વચ્ચે શું થયું છે?"

મૌસમ:- "એ ત્રણેયે રાહીને પરેશાન કરી છે."

મૌસમ અને પંક્તિ સવિસ્તર બધી વાત જણાવે છે.

પ્રથમ:- "પહેલાં કહેવું જોઈએ ને? એક મિનિટ હું મલ્હારને પણ આ વાત કહું છું. મલ્હાર રાઘવ અને સોહમને સમજાવશે. એ નહિ સમજાવે તો હું સમજાવીશ."

મૌસમ:- "પ્રથમ મલ્હારને આ વિશે કંઈ જણાવીશ નહિ."

એટલામાં જ વસુધા પ્રથમને બોલાવે છે.

પ્રથમ મૌસમને કહે છે "એક મિનીટ હું હમણાં આવ્યો."

પંક્તિ:- "didu પ્રથમને શું કરવા ના પાડી. પ્રથમ મલ્હાર સરને કહેતે તો એમના ભાઈઓને સમજાવતે."

મૌસમ:- "મને નથી લાગતું કે એ મારી વાત પર વિશ્વાસ કરશે. મલ્હારને તો છોકરી સાથે કેવી રીતના વાત કરવાની એ નથી આવડતું. મલ્હાર કોઈ સ્ત્રીની રીસપેક્ટ કરશે એવું વિચારવું વ્યર્થ છે. એટલે મલ્હાર સાથે વાત આ વિશે વાત કરવાનો કોઈ ફાયદો નથી."

મૌસમનું ધ્યાન પંક્તિ સાથે વાત કરવામાં હતું. મૌસમની પાછળ જ રહેલા મહેમાન સાથે વાત કરતા કરતા મલ્હારે મૌસમના શબ્દો સાંભળ્યા.

મલ્હાર મૌસમ તરફ આવે છે.
એટલામાં જ રાઘવ,સોહમ અને વીકી એ ત્રણેય પંક્તિ અને રાહી તરફ આગળ વધે છે.

પંક્તિની નજર પડતા જ રાઘવ કહે છે "તમને કોણે ઈન્વાઈટ કર્યા.?"

મલ્હાર:- "શું થઈ રહ્યું છે અહી?"

રાઘવ:- "ભાઈ આ છોકરીને લીધે અમને ક્લબમાંથી કાઢી મૂક્યા છે."

મલ્હાર:- "તમે લોકો કોણ છો? અને આ પાર્ટીમાં..."

મૌસમ:- "આ મારી બહેનો છે. મારી સાથે પાર્ટીમાં આવ્યા છે."

સોહમ:- "ભાઈ આ છોકરીએ વીકીને થપ્પડ મારી હતી."

મૌસમ:- "થપ્પડ શું કરવા મારી હતી તે પણ તમારા ભાઈને જણાવ્યું કે નહિ?"

પંક્તિ:- "આ લોકોએ મારી બહેનનો હાથ પકડ્યો હતો."

મલ્હાર:- "શું થયું હતું ક્લબમાં? મને વિગતવાર જણાવો."

રાહી વિગતવાર વાત જણાવે છે.

મલ્હાર:- "એક કામ કરીયે. બહાર જઈએ. તમે ત્રણેય બહાર આવો. મૌસમ તું પણ તારી બહેનોને લઈને બહાર આવ. હું નથી ઈચ્છતો કે પાર્ટીમાં કોઈપણ તમાશો થાય."

બહાર આવતા જ મલ્હાર વીકીના શર્ટનો કૉલર પકડીને કહે છે "તારી હિમંત પણ કેમ થઈ એક છોકરી સાથે મિસબિહેવ કરવાની."

રાઘવ:- "ભાઈ એ મારો બેસ્ટફ્રેન્ડ છે."

મલ્હાર ગુસ્સામાં કહે છે "shut-up."

મલ્હાર:- "તમે ત્રણેય મૌસમની બહેનને સૉરી કહો."

રાઘવ:- "પણ ભાઈ....."

સોહમ અને વીકી સૉરી બોલીને ત્યાંથી જતા રહે છે.

"સૉરી.." આટલું કહીને રાઘવ સડસડાટ ત્યાંથી નીકળી જતો હોય છે કે મલ્હાર રાઘવને રોકીને કહે છે. "જો રાઘવ હું તારી દરેક વાતું માનું છું એનો મતલબ એ નથી કે તારી અને તારા ફ્રેન્ડની કોઈપણ હરકત સહન કરું. અને હા બીજી વખત આવું કોઈપણ વર્તન ન થવું જોઈએ સમજ્યો?"

રાઘવ:- "જી ભાઈ."

રાઘવ ત્યાંથી નીકળીને સ્વીમીંગ પુલ પર જઈ સિગારેટ પી છે.

ત્યાં જ સોહમ,વીકી અને બીજા ફ્રેન્ડસ આવે છે.

રાઘવ:- "ચાલો યાર કોઈ ક્લબમાં જઈએ. આ મૌસમ અને એની બહેનોએ પાર્ટીની મજા બગાડી નાંખી. પહેલી વાર ભાઈએ મારી સાથે આવી રીતના વાત કરી છે. અને આ બધું થયું છે મૌસમ અને એની બહેનોને લીધે. આ ચારેય બહેનોને હું જરૂર સબક શીખવીશ."

સોહમ:- "રાઘવ અત્યારે તો મૂડ ખરાબ ન કર. ચાલ ક્લબમાં જઈએ. તારો મૂડ સારો થઈ જશે."

રાઘવ,વીકી,સોહમ અને એમના ફ્રેન્ડસ ક્લબમાં જવા ઉપડે છે.

મલ્હાર:- "ચાલો આપણે હવે પાર્ટીમાં જવું જોઈએ."

મલ્હારે રાહી તરફ જોઈને કહ્યું "અને હા મોડી રાતે નાઈટક્લબે જવું ઠીક નથી અને એકલીએ તો નહિ જ. સમજી?

રાહી:- "હા સમજી ગઈ."

મૌસમ એની બહેનો સાથે ઘરની અંદર જાય છે.

વત્સલા બહેનની નજર મૌસમ પર પડે છે.

વત્સલા બહેનને મૌસમ જોતાં જ ગમી જાય છે. જીતેશભાઈ પાસે જઈને કહે છે. "સાંભળો ને.

જીતેશભાઈ:- "શું થયું?"

વત્સલાબહેન મૌસમ તરફ ઈશારો કરતા કહે છે
"પેલી છોકરી કોણ છે? આ પહેલા તો એને કાયારેય જોઈ નથી.

જીતેશભાઈ:- "ઑફિસમાં નવી આવી છે. મલ્હારની આસિસટન્ટ છે."

એટલામાં જ જીતેશભાઈને પાર્ટીમાં રહેલાં મહેમાનો બોલાવે છે.

મલ્હાર બધાની નજર ચૂકવીને પાર્ટી છોડી અગાશી પર જાય છે.
મલ્હારને આજે ઑફિસમાં બનેલી ઘટના યાદ આવે છે. મૌસમને જ્યારે ઝીલી ત્યારે મલ્હાર પોતે મૌસમની આંખોમાં ખોવાઈ ગયો હતો. પોતે મૌસમને તો ઝીલી લીધી અને અત્યારે જ મૌસમે કહેલાં શબ્દોના ઘા ન ઝીલી શક્યો. મૌસમના શબ્દોએ મલ્હારના દિલને દુભવ્યું હતું.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED