ક્યારેક તો મળીશું - ભાગ-૧ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યારેક તો મળીશું - ભાગ-૧


તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું રંગીલુ શહેર એટલે સુરત. વિવિધ સ્થળોથી અનેક જાતિના લોકો પ્રાચીન સમયથી સુરત આવ્યા છે, જેના કારણે શહેરમાં અનેક પરંપરાઓ અને સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળે છે. સુરતના લોકો સ્ટાઈલિશ અને જુસ્સાદાર દ્રષ્ટિકોણ ધરાવે છે. સુરતીઓનો આગવો ઉત્સાહી મિજાજ જ તેમની ઓળખને વધુ મજબૂત કરે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટનો છે. સુરતમાં નાઈટ લાઈફથી ધમધમતા અનેક બાર,પબ અને ક્લબ્સ આવેલાં છે. તેમાં 24 આવર્સ ઇન રૂમ ડિનાઇંગ, બાર એંડ પબ, બિઝનેસ સેંટર, કોફી શોપ, કોનફરેન્સ રૂમ્સ, જીમ, સ્પોર્ટ્સ ફેસિલિટીસ, સ્વિમિંગ પૂલ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરત એટલે રોજ ખાણીપીણી... એક શબ્દમાં સુરતીઓની ઓળખ આપવી હોય તો સુરતી એટલે મોજીલા... કોઈ તહેવાર કે ઘરનો કોઈ પ્રસંગ એવો નહિ હોય જ્યાં સુરતમાં ખાણીપીણીના જલ્સા અને ફરવાનું થતું ન હોય. સુરતની ખાણીપીણીની ચર્ચા વિશ્વસ્તરે થતી હોય.

સુરતમાં હવે લારી કલ્ચર મોટાપાયે વિકસી રહ્યું છે. લારી કલ્ચરે સુરતને ઓપન એર હોટલનું સ્વરૂપ આપ્યું હોય તેવું લાગે છે. દરરોજ સાંજે અહીં ખાણીપીણીની લારીઓ પર મેળો જામતો હોય તેવું લાગે છે.

આવા જ રંગીલા અને મોજીલા શહેર સુરતમાં મૌસમ એની ત્રણ બહેનો અને માં ભારતીબહેન સાથે રહેતી હતી. મૌસમ મધ્યમ પરિવારની સાદી અને સિમ્પલ યુવતી. મૌસમના પિતાજી રમણભાઈએ ભારતીબહેન સાથે છૂટાછેડા લઈ લીધા હતા. રમણભાઈએ અનિતાબહેન સાથે બીજા લગ્ન કરી લીધા હતા. રમણભાઈ ના પિતાજીને દીકરાની ચાહના હતી તેથી બીજા લગ્ન કરાવી દીધા હતા. રમણભાઈ અને અનિતાબહેનને એક દીકરો અને દીકરી જન્મ્યા હતા. ભારતીબહેન સુરતમાં માધ્યમિક વર્ગમાં શિક્ષિકાની નોકરી કરતા હતા.

ચારેય બહેનોમાં મૌસમ સૌથી મોટી...મૌસમ પણ જેમ બને તેમ ઘરની જવાબદારી ઉઠાવવાની કોશિશ કરતી. મૌસમની ત્વચા ઘઉંવર્ણી...બેદાગ અને સ્વચ્છ ચહેરો....
સ્વાભિમાની મૌસમ પ્રમાણમાં શાંત અને સમજદાર હતી. પણ જો કોઈ યુવક મૌસમ કે એની બહેનો સાથે મગજમારી કરે ત્યારે પ્રમાણમાં શાંત મૌસમનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જતો.

બીજા નંબરની માહી ૧૨ માં ધોરણમાં.
માહી હસમુખા સ્વભાવની સુંદર અને સંવેદનશીલ છોકરી...ત્રીજા નંબરની પંક્તિ ૧૧ માં ધોરણમાં. પંક્તિ સ્માર્ટ,સ્ટાઈલિશ અને ફેશનેબલ છોકરી...સામેવાળાને મીઠી વાતો કરવાની સ્ટાઈલથી બોટલમાં ઉતારી દેતી.
પોતાની વાત મનાવવા કોઈપણ વ્યક્તિને પોતાની આંગળી પર નચાવતી...ચોથા નંબરની છોકરી રાહી ૧૦ માં ધોરણમાં. ચશ્મિશ રાહીને તો બસ ભણવામાં જ રસ હતો. રાહી હાજરજવાબી હતી.

સૂર્યના કિરણોનો કુમળો તડકો પડ્યો હતો.
બગીચામાં પક્ષીઓના કલરવના પડઘાઓ સંભળાતા હતા. વાતાવરણમાં તાજી હવાને શ્વાસમાં ભરી મૌસમ સવારની પહોરમાં ઘરના આંગણામાંથી ફૂલો તોડીને ટોકરીમાં મૂકતી હતી. ભારતીબહેન ચા બનાવી રહ્યા હતા.
ભારતીબહેને માહીને બૂમ પાડી. માહી રૂમની બહાર આવી.

ભારતીબહેને માહીને જોતા જ કહ્યું
"જા રાહી અને પંક્તિને બોલાવી લાવ. પંક્તિને તો સંભળાશે જ નહિ. એના રૂમમાંથી એટલા જોરથી ગીતો વાગતા હશે કે સંભળાશે જ નહિ."

માહી પંક્તિને બોલાવવા એના રૂમમાં જાય છે.
માહી રૂમમાં જાય છે તો પંક્તિ બિન્દાસથી ડાન્સ કરી રહી હતી. એના રૂમમાં Song વાગી રહ્યું હતું.

छलिया छलिया छलिया
रूह चुरालु मैं हूँ ऐसी छलिया
छलिया छलिया ओ छलिया
हाथ ना आऊं मैं हू ऐसी छलिया
उम्म छलिया छलिया छलिया
रूह चुरालु मैं हूँ ऐसी छलिया

छलिया छलिया ऐसी छलिया
हाथ ना आऊं मैं हू ऐसी छलिया
ओस लहर हूँ
धूप सहर हूँ
बात महर हूँ
बच के जाएगा कहाँ
ना लड़ा ना लड़ा तू आँख ना लड़ा

માહીએ મ્યુઝિક બંધ કર્યું ત્યારે પંક્તિના પગ થરકતા અટક્યા.

મ્યુઝિક બંધ થતા જ પંક્તિએ માહી તરફ જોઈ કહ્યું "કેટલી મજા આવતી હતી ને તે મ્યુઝિક બંધ કરી દીધું."

માહી:- "પંક્તિ મમ્મી બોલાવે છે ચા પીવા."

માહી રાહીને પણ ચા પીવા બોલાવી લાવે છે.
ભારતીબહેન મૌસમને પણ સાદ પાડે છે.
બધા ચા પીને પોતપોતાના કામે વળગી જાય છે.
મૌસમ ફૂલોની ટોકરી લઈને શંકર ભગવાનના મંદિરે જાય છે. મંદિરમાંથી અગરબત્તી અને ફૂલોની સુગંધિત મહેક આવી રહી હતી. મંદિરના પવિત્ર અને શાંત વાતાવરણમાં મૌસમને અજબ પ્રકારની માનસિક શાંતિ અનુભવાતી.

મૌસમએ બે હાથ જોડી શિવ ભગવાનને પ્રાર્થના કરી. "તમને હું સવાર સાંજ પ્રાર્થના કરું છું...કંઈ માંગવા માટે નહિ પણ તમારો આભાર માનવા માટે કે તમે મને ખૂબ સરસ પરિવાર આપ્યો. જેમની પાસે પ્રેમાળ પરિવાર હોય તેમને દરેક પ્રકારની ખુશી મળે છે. Thank you God...મને આવો પ્રેમાળ પરિવાર આપવા માટે..."

મૌસમ જમીને કોલેજ જવા માટે નીકળી. કોલેજમાં પોતાની આસપાસના યુવક યુવતીઓને નિહાળતી આગળ વધી રહી હતી. બધી યુવતીઓએ બ્રાન્ડેડ કપડા અને મેકઅપ કર્યો હોય છે. જ્યારે મૌસમ સાદી અને સિમ્પલ દેખાતી. મૌસમને બધા યુવકો અને યુવતીઓ અમીર ઘરના લાગ્યા. મૌસમે નોટીસ બોર્ડ પર પોતાનું નામ અને પોતે ક્યાં ક્લાસમાં છે તે જોયું.

મૌસમ ક્લાસ શોધતી શોધતી પગથિયા ચઢી રહી હતી. એટલામાં જ પાછળથી એક યુવતી આવે છે. એ યુવતી મૌસમને ક્લાસ વિશે પૂછી રહી હતી.

મૌસમ એ યુવતીને જોઈ ઉભી રહે છે અને કહે છે "હું પણ એ જ ક્લાસ શોધું છું."

એ યુવતીએ મૌસમ સાથે હાથ મિલાવતા કહ્યું "Hi i am suhasi."

મૌસમે પણ એની સાથે હાથ મિલાવતા કહ્યું
"મારું નામ મૌસમ...મૌસમ પાઠક.."

મૌસમ અને સુહાસી ક્લાસમાં બેસે છે.
ધીમે ધીમે બધા યુવક-યુવતીઓ ક્લાસમાં પ્રવેશે છે. ચાર પાંચ યુવકો અને યુવતીઓ મસ્તી કરતા કરતા પ્રવેશ કરે છે.

સુહાસી એ ગ્રુપ તરફ ઈશારો કરતા કહે છે
"આ ગ્રુપમાં પેલો હેન્ડસમ યુવક છે ને તેનું નામ મલ્હાર છે."

મૌસમે એ ગ્રુપ તરફ નજર કરે છે અને કહે છે
"હા તો મને શું કરવા બતાવે છે?"

સુહાસી કંટાળાથી બોલે છે
"અરે યાર તું તો બહુ જ બૉરિંગ છે. કોલેજનો પહેલો દિવસ છે તો કંઈ તો ઈન્ટરેસ્ટિંગ કરીએ ને?"

મૌસમ સહજભાવે જ કહે છે "હું તો અહીં ભણવા આવી છું...મારે કંઈ જ ઈન્ટેરસ્ટિંગ નથી કરવું."

સુહાસી:- "તું જે કરવા આવી હોય તે પણ હું તો અહીં મોજ મસ્તી જ કરવા આવી છું."

મલ્હાર અને એનું ગ્રુપ આસપાસની બેંચો પર બેસી જાય છે. મલ્હાર આખા ક્લાસમાં નજર કરે છે. મલ્હારની નજર મૌસમ પર પડે છે. બધી યુવતીઓ બ્રાન્ડેડ કપડામાં અને મેકઅપમાં હતી. જ્યારે મૌસમ સાદી અને સિમ્પલ હતી. લાંબી બાંયનો ચુડીદાર ડ્રેસ પહેર્યો હતો. ઓઢણી એક સાઈડ પર કરી હતી. અંબોડો વાળ્યો હતો. બધી યુવતીઓ કરતા મૌસમ અલગ પડતી હતી. એ જ કારણે બધાથી અલગ તરી આવતી મૌસમ પર મલ્હારનું પણ ધ્યાન જાય છે.

સાંજે મૌસમ ઘરે પહોંચે છે. ભારતીબહેન અને પંક્તિ,માહી અને રાહી સ્કૂલેથી ઘરે પહોંચી ગયા હતા. ભારતીબહેન હાથ પગ મોં ધોઈ રસોડામાં ચા બનાવે છે. ચારેય બહેનો કપડાં ચેન્જ કરી ચા પીવા આવે છે.

રાતે જમીને બધા શાંતિથી સૂઈ ગયા હતા.
મૌસમ ઊંઘવાની તૈયારી કરતી હતી કે રસોડાની લાઈટ ચાલું જોતા રસોડા તરફ જાય છે.
મૌસમે જોયું કે ભારતીબહેન કંઈક ચિંતામાં હતા અને કાગળમાં કંઈક ગણતરી કરી રહ્યા હતા.

મૌસમ ભારતીબહેન પાસે જઈને બોલે છે "મમ્મી શું કરો છો? અને આ શાનો હિસાબ કરો છો."

ભારતીબહેન ચિંતાથી બોલ્યા "બધી બાબતનો હિસાબ કર્યો. હિસાબ કરતા ખ્યાલ આવ્યો કે આ મહિને જરા વધારે જ ખર્ચ થઈ ગયો છે. અને ઘરનું કરિયાણું પણ પૂરું થવા આવ્યું છે."

મૌસમ પોતાના રૂમમાં જઈ પોતાના પર્સમાંથી રૂપિયા લઈ આવે છે. ભારતીબહેનને રૂપિયા આપતા કહે છે "મમ્મી લો આ રૂપિયા. આમાંથી જે વસ્તુ ઘટી ગઈ હોય એ લઈ આવજો."

ભારતીબહેને આશ્ચર્યથી પૂછ્યું "બેટા આટલા રૂપિયા ક્યાંથી આવ્યા?"

મૌસમે શાંતિથી સમજાવતા કહ્યું "મમ્મી હું પાર્ટ ટાઈમ જોબ કરું છું. આ મહિનાનો પગાર મળ્યો છે."

ભારતીબહેને ચિંતાથી કહ્યું "બેટા તારે જોબ કરવાની જરૂર નથી. હું છું ને હું સંભાળી લઈશ."

મૌસમ:- "મમ્મી મને નથી ગમતું કે તમે ઘરના ખર્ચાની ચિંતા કરો તે. આ તમારી દીકરી છે ને તે બધું સંભાળી લેશે. અને મને જોબ કરવામાં જરાય તકલીફ નથી પડતી."

ભારતીબહેન:- "સારું હવે સૂઈ જઈએ."

ભારતીબહેન માહી સાથે સૂઈ ગયા. મૌસમ રાહી સાથે પથારીમાં પડી. પણ મૌસમને ઊંઘ ન આવી. કબાટમાંથી ડાયરી કાઢી ટેબલ પર મૂકેલું લેમ્પ ચાલું કરી ખુરશીમાં બેસી લખવા લાગી.

"ક્યારેક ક્યારેક તો મને જીંદગી એટલી ખરાબ લાગે છે કે એની કોઈ હદ નથી. આખી જીંદગી મમ્મીએ રૂપિયાની બચતમાં જ વાપરી નાંખી.
શું છે આ જીંદગી? ક્યા કર્મનો હિસાબ છે જીંદગી? કોઈને મન સ્વર્ગથી પણ સુંદર છે જીંદગી તો કોઈને મન દોઝખથી પણ બદતર છે જીંદગી. ખરેખર જીંદગી શું છે એ સમજમાં નથી આવતું. મારે પણ નોર્મલ જીંદગી જીવવી છે. પણ મજબૂરી નડે છે. એક બાજુ અભ્યાસ ની ચિંતા તો બીજી બાજુ જોબ સાચવવાની ચિંતા અને છેલ્લે ઘરની જવાબદારીની ચિંતા...શું કરું અને ક્યાં જાઉં? બધું જ Out of control જઈ રહ્યું છે. મમ્મી, માહી, પંક્તિ, રાહી બધા પોતાની સમસ્યા એકબીજા સાથે શેર કરે છે. કાશ હું પણ મારા problems કોઈ સાથે Share કરી શકતે. પણ મારી જીંદગીમાં કોઈ એવી વ્યક્તિ છે જ નથી જેની સાથે હું મારા problems શેર કરી શકું...માહી કહેતી રહે છે કે આપણા સુખદુઃખમાં સાથ આપવા ઈશ્વરે કોઈને ને કોઈને જરૂર બનાવ્યા હોય છે. માહીના કહેવાનો મતલબ મને સમજાય છે...એના વિચાર પ્રમાણે સપનાનો રાજકુમાર આવશે જે આપણા દુઃખોને હરી લેશે. માહીને તો લવસ્ટોરી વાંચવાનો શોખ છે એટલે કહેતી હશે. માહી સંવેદનશીલ છે એટલે કદાચ એ પોતાના Mr.right ની રાહ જોય છે. પણ મને તો આ સપનાના રાજકુમારમાં જરાય પણ વિશ્વાસ નથી. Infact મારા મનમાં તો પુરુષજાત પ્રત્યે ઘૃણા છે.

જીંદગીમાં પપ્પા અમારી સફળતા જોઈને ક્યારેય ખુશ નહિ થાય. અમે હંમેશથી એમના પર બોજ જ રહીશું. મારા બાપે તો બધી જવાબદારી પહેલાં મમ્મી પર અને પછી મારા પર થોપી દીધી. ક્યારેક વિચાર આવે છે કે દિકરી તરીકે જન્મ લેવો એ પણ એક સજાથી ઓછું નથી. મમ્મી,માહી,પંક્તિ અને રાહી એ લોકો જ મારી જીંદગી છે. એ લોકો જ મારો પરિવાર છે અને મને એ વાતની ખુશી છે કે જીંદગીમાં મને એક પ્રેમાળ પરિવાર મળ્યો. કદાચ આ જ છે જીંદગી..."

ક્રમશઃ